Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

ધોરણ 5 CET પરીક્ષા 2026: તારીખ, અભ્યાસક્રમ અને સંપૂર્ણ માહિતી | Std 5 Common Entrance Test Full Details

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વાલીશ્રીઓ, "Exam Guru" બ્લોગમાં આપનું સ્વાગત છે. શું તમારું બાળક ધોરણ 5 માં અભ્યાસ કરે છે? તો આ પોસ્ટ તમારા માટે ખૂબ જ મહત્વની છે. રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ માટે CET (Common Entrance Test) - 2026 ની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.

આ પરીક્ષા પાસ કરીને તેજસ્વી વિદ્યાર્થીઓ જ્ઞાનસેતુ, જ્ઞાનશક્તિ, અને રક્ષાશક્તિ સ્કૂલ્સ જેવી પ્રતિષ્ઠિત શાળાઓમાં ધોરણ 6 થી નિઃશુલ્ક શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકે છે.

📅 પરીક્ષાની તારીખ: ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ (શનિવાર)
(31/01/2026)

📝 પરીક્ષાનું માળખું અને અભ્યાસક્રમ (Syllabus)

CET પરીક્ષા કુલ 120 ગુણની રહેશે અને સમય 150 મિનિટ (2.5 કલાક) રહેશે. તમામ પ્રશ્નો બહુવિકલ્પીય (MCQ) પ્રકારના હશે.

ક્રમ વિષય (Subject) પ્રશ્નો ગુણ
1 ગુજરાતી (ભાષા) 30 30
2 ગણિત 30 30
3 પર્યાવરણ (સૌની આસપાસ) 30 30
4 તાર્કિક ક્ષમતા અને GK 30 30
કુલ 120 120

💡 તૈયારી કેવી રીતે કરવી? (Important Tips)

  1. પાઠ્યપુસ્તક વાંચો: સૌથી વધુ ભાર ધોરણ 5 ના GCERT પાઠ્યપુસ્તકો પર આપો. ધોરણ 3 અને 4 ના પુસ્તકોનું પણ પુનરાવર્તન કરવું.
  2. તાર્કિક ક્ષમતા: આકૃતિઓ, શ્રેણી પૂર્ણ કરવી અને કોયડા ઉકેલવા જેવા પ્રશ્નોની રોજ પ્રેક્ટિસ કરો.
  3. જૂના પેપર: અગાઉના વર્ષના પેપર્સ સોલ્વ કરવાથી તમને પરીક્ષાની પદ્ધતિનો ખ્યાલ આવશે.
  4. OMR શીટ: બાળકને OMR શીટમાં ગોળ રાઉન્ડ કરવાની પ્રેક્ટિસ કરાવો.

📺 વિડિયો દ્વારા માર્ગદર્શન

પરીક્ષાની વધુ સમજ અને તૈયારી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારી યુટ્યુબ ચેનલની મુલાકાત લો.

🎯 CET Online Practice Quiz

શું તમે પરીક્ષા માટે તૈયાર છો? તમારી તૈયારી ચકાસવા માટે અત્યારે જ આ ફ્રી ટેસ્ટ આપો.

👉 Start Online Quiz Now

(Click button to start test)

📜 જૂના પ્રશ્નપત્રો (Old Papers)

પરીક્ષાની તૈયારી માટે અગાઉના વર્ષના પેપર્સ સોલ્વ કરવા ખૂબ જરૂરી છે. નીચેની લિંક પરથી તમે જૂના પેપર ડાઉનલોડ કરી શકશો.

🔗 ઉપયોગી લિંક્સ (Important Links)

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરી તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો અને ઓફિશિયલ નોટિફિકેશન વાંચી શકશો.


જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય, તો તમારા મિત્રો અને અન્ય વિદ્યાર્થીઓ સાથે ચોક્કસ શેર કરજો.
- Exam Guru Team

Post a Comment

0 Comments