Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

NMMS / જ્ઞાન સાધના: લંબચોરસ ગણવાની જાદુઈ રીત | Rectangle Counting Reasoning Tricks

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા

✨ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા ✨

(Gyan Sadhana Scholarship Examination)

પરિચય: ગુજરાત સરકાર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે આ 'મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ' યોજના અમલમાં છે.

1. પરીક્ષા માટેની પાત્રતા (Eligibility)

  • વિદ્યાર્થી ગુજરાત રાજ્યની સરકારી અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સળંગ અભ્યાસ કરેલો હોવો જોઈએ.
  • હાલમાં વિદ્યાર્થી ધોરણ 8 માં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • RTE હેઠળ ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આપી શકે છે.

2. શિષ્યવૃત્તિની રકમ (Scholarship Amount)

મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને નીચે મુજબ શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે:

ધોરણ શિષ્યવૃત્તિની રકમ (વાર્ષિક)
ધોરણ 9 અને 10 ₹ 22,000/-
ધોરણ 11 અને 12 ₹ 25,000/-

3. પરીક્ષાનું માળખું (Exam Pattern)

આ પરીક્ષા બહુવિકલ્પી પ્રશ્નો (MCQ) આધારિત હોય છે. કુલ 120 ગુણનું પેપર હોય છે અને સમય 150 મિનિટ (2.5 કલાક) હોય છે.

વિભાગ વિષય ગુણ
MAT બૌદ્ધિક યોગ્યતા કસોટી 40 ગુણ
SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી 80 ગુણ
કુલ ગુણ 120 ગુણ

4. અભ્યાસક્રમ (Syllabus) - વિગતવાર

  • MAT (40 ગુણ): તાર્કિક પ્રશ્નો, શ્રેણી, આકૃતિઓ, કોડિંગ-ડિકોડિંગ, સંબંધો, દિશા જ્ઞાન વગેરે.
  • SAT (80 ગુણ) - ધોરણ 8 ના વિષયો:
● ગણિત : 20 ગુણ
● વિજ્ઞાન : 20 ગુણ
● સામાજિક વિજ્ઞાન : 15 ગુણ
● અંગ્રેજી : 10 ગુણ
● ગુજરાતી : 10 ગુણ
● હિન્દી : 05 ગુણ

5. સફળતા માટેની ટિપ્સ (Preparation Tips)

  • પાઠ્યપુસ્તક વાંચો: ધોરણ 8 ના તમામ વિષયોના પાઠ્યપુસ્તકોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરો.
  • રીઝનિંગની પ્રેક્ટિસ: MAT વિભાગ માટે તાર્કિક પ્રશ્નોની રોજ પ્રેક્ટિસ કરો.
  • જૂના પેપર: અગાઉના વર્ષના પ્રશ્નપત્રો સોલ્વ કરો.
  • ભાષા પર પકડ: ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી વ્યાકરણ પર ખાસ ધ્યાન આપવું.

6. અરજી પ્રક્રિયા (Application Process)

મહત્વપૂર્ણ સુધારો:

આ પરીક્ષા માટેની અરજી પ્રક્રિયા શાળા મારફતે 'Swift Chat' (સ્વિફ્ટ ચેટ) એપ્લિકેશન દ્વારા કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન માટે પોતાની શાળાનો સંપર્ક કરવાનો રહેશે.

🌟 મહેનત કરો અને ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રયાણ કરો! 🌟

Rectangle Counting Tricks
🟥 આકૃતિ વિશ્લેષણ : લંબચોરસ ગણવાની રીત
(Rectangle Counting Tricks for NMMS/Gnan Sadhana)

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MAT વિભાગમાં ઘણીવાર જટિલ આકૃતિઓ આપીને પૂછવામાં આવે છે કે "આકૃતિમાં કુલ કેટલા લંબચોરસ છે?". આજે આપણે આ પ્રશ્નો સેકન્ડોમાં ઉકેલવાની શોર્ટકટ રીત શીખીશું.

📺 વિડિયો જુઓ અને શીખો
🃏 ફ્લેશ કાર્ડ્સ (પ્રશ્ન પર ક્લિક કરો)
Loading Flashcards...

🧠 તમારી તૈયારી ચકાસો

શું તમે વિડિયો જોયો અને ફ્લેશ કાર્ડ્સ વાંચ્યા? તો હવે ટેસ્ટ આપો.

👉 Start Online Quiz
📲 અમારી સાથે જોડાઓ

Designed for NMMS Aspirants

Post a Comment

0 Comments