🎯 ધોરણ ૩ PARAKH (પરખ) પ્રશ્નબેંક: ગમ્મત સાથે જ્ઞાન
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષકગણ અને વાલીઓ! ExamGuru ના આ વિશેષ શૈક્ષણિક આર્ટિકલમાં આપનું સ્વાગત છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે અને તેમની વિચારશક્તિ ખીલવવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત PARAKH (પરખ) રાષ્ટ્રીય સર્વેક્ષણ ની શરૂઆત થઈ છે.
ખાસ કરીને ધોરણ 3 ના નાના ભૂલકાંઓ માટે આ પ્રશ્નબેંક અત્યંત ઉપયોગી છે. બાળકોને હવે માત્ર ગોખણપટ્ટી કરવાની નથી, પણ રસપ્રદ વાર્તાઓ, કવિતાઓ અને ફકરાઓ વાંચીને તેને સમજવાના છે.
આ ડિજિટલ ક્વિઝના વિશેષ ફાયદા:- મૌલિક વિચારસરણી: બાળકો જાતે જ ફકરામાંથી તર્ક લગાવીને જવાબ શોધતા શીખશે.
- રમત-ગમતની પદ્ધતિ: મોબાઈલ કે કમ્પ્યુટર પર ઓનલાઈન ક્વિઝ રમવાથી બાળકો કંટાળ્યા વિના ભણશે.
- તરત જ પરિણામ: જવાબ સાચો છે કે ખોટો, અને તેનું સાચું કારણ શું છે તે 'સમજૂતી' દ્વારા તરત જ જાણી શકાશે.
- વાંચન કૌશલ્ય: નવા ફકરાઓ વાંચવાથી બાળકોનું ગુજરાતી ભાષા પરનું પ્રભુત્વ વધશે.
👇 નીચે આપેલી મજેદાર વાર્તાઓ અને ફકરાઓ વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરી તમારી ક્વિઝ શરૂ કરો! 👇
📚 ધોરણ ૩ - ગુજરાતી PARAKH પ્રશ્નબેંક 📝
🕊️ વિભાગ ૧: કાવ્ય - પરોઢિયે પંખી
પરોઢિયે પંખી જાગીને, ગાતાં મીઠાં તારાં ગાન;
પરોઢિયે મંદિર, મસ્જિદમાં, ધરતા લોકો તારું ધ્યાન.
તું ધરતીમાં, તું છે નભમાં, સાગર મહીં વસે છે તું;
ચાંદા સૂરજમાંયે તું છે, ફૂલો મહીં હસે છે તું.
હરતાં ફરતાં કે નીંદરમાં, રાત - દિવસ સાંજ સવાર;
તારો અમને સાથ સહારો, તું છે સૌનો રક્ષણહાર.
૧. કાવ્યમાં દર્શાવ્યા મુજબ પંખી ક્યારે જાગીને મીઠાં ગાન કરે છે ?
૨. કાવ્યમાં ભગવાન કયા સ્થળે જોવા મળતા નથી?
૩. સૂરજનો સમાનર્થી શબ્દ કહો.
૪. કાવ્યના આધારે ‘રક્ષણહાર’ શબ્દ કોના માટે વપરાયો છે ?
૫. કાવ્યમાં દર્શાવ્યા મુજબ ભગવાન કયા સમયે આપણું ધ્યાન રાખે છે ?
⛅ વિભાગ ૨: ઋતુઓ
વર્ષમાં વિવિધ ઋતુઓ આવે છે. ઉનાળો, ચોમાસું અને શિયાળો મુખ્ય ઋતુઓ છે. ઉનાળામાં વધારે ગરમી હોય છે. વરસાદી ઋતુમાં વરસાદ પડે છે અને ધરતી લીલી થાય છે. શિયાળામાં ઠંડી હોય છે. ઋતુઓથી આપણું જીવન સરળ બને છે અને ખેતીમાં મદદ મળે છે.
1) વર્ષમાં કેટલી મુખ્ય ઋતુઓ છે?
2) ઉનાળામાં શું વધારે લાગે છે?
3) વરસાદી ઋતુમાં શું પડે છે?
4) શિયાળામાં કેવું હવામાન રહે છે?
5) ઋતુઓ શેમાં મદદ કરે છે?
🌳 વિભાગ ૩: વૃક્ષ આપણો મિત્ર
વૃક્ષ આપણા જીવન માટે ખૂબ જરૂરી છે. વૃક્ષ આપણને શુદ્ધ હવા આપે છે. તે ફળ, ફૂલ અને છાંયો આપે છે. વૃક્ષોથી વરસાદ આવે છે અને પર્યાવરણ સ્વચ્છ રહે છે. પક્ષીઓ વૃક્ષ પર રહે છે. આપણે વૃક્ષોનું સંરક્ષણ કરવું જોઈએ અને વધારે વૃક્ષો વાવવાં જોઈએ.
1. વૃક્ષ આપણને શું આપે છે?
2. ફળ અને ફૂલ આપણને કોણ આપે છે ?
3. વૃક્ષો શું લાવવામાં મદદ કરે છે?
4. પક્ષીઓ ક્યાં રહે છે?
5. આપણે શું ન કરવું જોઈએ?
🐴 વિભાગ ૪: ગધેડું
ગધેડું એક પાલતું પ્રાણી છે. તે ખૂબ મહેનતુ અને ધીરજવાળું પ્રાણી છે. ગધેડું માણસને ભારવહન કરવામાં મદદ કરે છે. ગામડાના લોકો ગધેડાનો ઉપયોગ સામાન લાવવા-લઇ જવા માટે કરે છે. ગધેડું ઘાસચારો ખાય છે. તે ઓછું બોલે છે પરંતુ વધારે કામ કરે છે. ગધેડા પાસેથી આપણને મહેનત અને સહનશક્તિ શીખવા મળે છે.
1. નીચે આપેલા પ્રાણીઓમાંથી કયું પ્રાણી પાલતું પ્રાણી છે ?
2. ગધેડું માણસને શેમાં મદદ કરે છે?
3. ‘ભારવહન’ શબ્દનો અર્થ ફકરાના સંદર્ભમાં શું થાય છે ?
4. ગધેડું કઈ બાબત માટે ઓળખાય છે?
5. ગધેડા પાસેથી આપણને શું શીખવા મળે છે?
🧚♀️ વિભાગ ૫: વનપરીની રમત
સાયમનને આ રમત ખૂબ જ રસપ્રદ લાગી. તેણે વિચાર્યું. 'વનપરી કેટલી નસીબદાર છે!' બધાંને આદેશ આપી શકે છે. સાયમને કહ્યું, મારે વનપરી બનવું છે. બધાં બાળકો મોટેથી હસ્યાં. છોકરો, પરી બને? હવે, બધાં નવી વનપરી પાસેથી આદેશ લેવા તૈયાર હતાં. સાયમને કહ્યું : “મને થોડાં પાંદડાં લાવી આપો.” દીદીએ કહ્યું, “પરંતુ યાદ રાખજો તમે પાંદડાં વૃક્ષ પરથી તોડી શકશો નહીં.” બાળકો નીચે જમીન પર પડેલાં પાંદડાં એકઠાં કરવા દોડયાં.
1. રમત કોના ઉપર બની હતી?
2. વનપરી શા માટે નસીબદાર છે?
3. પાંદડાં એકઠાં કરવા એટલે...
4. નવી વનપરીનું નામ ......... છે.
5. રમત રમવા માટે.........
🐈 વિભાગ ૬: બિલ્લી અને ઘીવાળી રોટલી
એક દિવસ બિલ્લીને ઘીવાળી રોટલી મળી. એ તો ખૂબ રાજી થઈ ગઈ! એણે મનોમન વિચાર્યું - 'ચાલો આ રોટલી હું ગામની બહાર જઈને કોઈ ન જુએ તેમ ખાઉં! ઘીવાળી રોટલી, ગરમાગરમ રોટલી! દૂર ભાગી જાઉ, એકલી - એકલી ખાઉં! રોટલી મોંમાં લઈને ચૂપચાપ બિલ્લી તો ખૂબ હરખાવા લાગી. ‘વાહ!’ આજે તો ઘીવાળી રોટલી ખાવાની મજા પડશે! ઘણા દિવસે આવી મજાની રોટલી મળી છે!' એવામાં ત્યાંથી એક દૂધવાળો નીકળ્યો. દૂધનું વાસણ મૂકીને દૂધવાળો પાણી પીવા ગયો.
1. બિલ્લી રાજી થઈ ગઈ કારણ કે.......…
2. બિલ્લીએ મનોમન વિચાર્યું કે...
3. ફકરામાં ક્યું માનવપાત્ર છે ?
4. બિલ્લી રોટલીને ગામની બહાર કેવી રીતે લઈ ગઈ…
5. રોટલી લઈ ગામની બહાર ગયેલી બિલ્લી કોને જુએ છે?
🌿 વિભાગ ૭: ઔષધીય વનસ્પતિ
તુલસી, અરડૂસી અને લીમડો એ ઔષધીય વનસ્પતિ છે. લીમડાનાં પાન લીલા રંગનાં અને કડવાં હોય છે. લીમડાનાં ફળને લીંબોળી કહે છે. તેનું દાંતણ કરવાથી દાંતનો સડો દૂર થાય છે. તેમજ દાંત મજબૂત બને છે. તેના પાનનો ધુમાડો કરવાથી મચ્છર ભાગી જાય છે. ખાંસીમાં અરડૂસીનાં પાનનો રસ પીવો જોઈએ. તુલસી અને અરડૂસીને છોડ કહેવાય અને લીમડાની વૃક્ષમાં ગણના થાય છે.
1. આ ઔષધીય વનસ્પતિ નથી.
2. લીમડાનાં પાન ........હોય છે.
3. લીમડાના ફળને ........ કહે છે.
4. લીમડાનું દાતણ કરવાથી..
5. ખાંસીના રોગ માટે નીચેનાં પાંદડાંઓનો રસ પીવો જોઈએ.
🐇 વિભાગ ૮: સસલી અને બચ્ચાં
એક સસલી હતી. તેને ત્રણ સુંદર બચ્ચાં હતાં. તેમનાં નામ ગોલુ, મોનુ, અને ટોનુ હતાં. તેમનું શરીર રૂ જેવું સફેદ અને રેશમ જેવું મુલાયમ હતું. દિવસે તેઓ આમતેમ ફરતાં રહેતાં. તે રોજ લીલા ઘાસ પર રમતાં. આ સિવાય મા કંઈક ખાવાનું લાવે તો તેઓ આનંદથી ખાતાં હતાં. મા ખાવાનું શોધવા જાય ત્યારે બચ્ચાંને કહેતી. “બખોલમાંથી વારંવાર બહાર નીકળશો નહીં. જંગલી પ્રાણીઓનો વધારે ત્રાસ છે.” બચ્ચાં માની શિખામણ ધ્યાનથી સાંભળતાં અને તેનું પાલન કરતાં.
1. બચ્ચાંનું શરીર રૂ જેવું એટલે.....
2. સસલી બચ્ચાંને બહાર જવાની કેમ ના પાડતી?
3. બચ્ચાં માની ........ ધ્યાનથી સાંભળતાં.
4. જંગલી પ્રાણીઓ એટલે......
5. સસલાનાં બચ્ચાં ક્યાં રમતાં?
🐊 વિભાગ ૯: મરઘી અને મગર (વાર્તા)
એક મરઘી હતી. તેને તરસ લાગી. તે નદી પાસે પાણી પીવા ગઈ. નદીમાં એક મગર રહેતો હતો. મરઘી નદીમાં પાણી પીવા લાગી. મગર બોલ્યો - હું તને ખાઈ જઈશ. મરઘી ડરી ગઈ. તે બોલી - ‘મને છોડી દો; હું તો તમારી બહેન છું.' મગરે મરઘીને જવા દીધી. મગર વિચાર કરવા લાગ્યો - તેણે મરઘીને કેમ જવા દીધી? એટલામાં એક ગરોળી આવી. ગરોળી બોલી - ‘તું અને મરઘી બંને ઈંડામાંથી પેદા થયાં છો. એટલા માટે તમે બંને ભાઈ -બહેન છો.’
1. પાણી પીવાની ઈચ્છા કોણે થઈ હતી?
2. મરઘી શા માટે ડરી ગઈ?
3. હું તો તમારી ........ છું.
4. કઈ જોડ ખોટી છે?
5. મગરે મરઘીને જવા દીધી કારણ કે.....
🐦 વિભાગ ૧૦: ચકલી અને મોતી
ચકલીને નદીની રેતીમાંથી એક મોતી મળ્યું. તેને પોતાના નાકમાં પહેરી લીધું. પછી તે રાજાના મહેલ પર જઈને બેસી ગઈ. તેણે ગીત ગાયું, “હું રાજાથી મોટી, મારા નાકમાં મોતી.” આ સાંભળી રાજાને ગુસ્સો આવ્યો. રાજાના હુકમથી સિપાઈએ ચકલી પાસેથી મોતી છીનવી લીધું. ચકલી ફરી ગીત ગાવા લાગી “રાજા ભિખારી, મારું મોતી છીનવી લીધું.” આ સાંભળી રાજાને શરમ આવી.
1. ચકલીને રેતીમાંથી ........ મળ્યું.
2. ચકલીએ મોતીને ........
3. રાજાને શા માટે ગુસ્સો આવ્યો હશે?
4. કઈ જોડ ખોટી છે?
5. ચકલી ક્યાં જઈને બેસી ગઈ?
🐶 વિભાગ ૧૫: સાચી સમજ (પીયૂષની વાર્તા)
આજે શનિવાર હતો, પીયૂષ નામે એક વિદ્યાર્થી સવારે શાળાએ જતો હતો. રસ્તામાં તેને એક ગલૂડિયું ઘાયલ હાલતમાં જોવા મળ્યું, કોઈક વાહન તેના પગ પરથી પસાર થઈને જતું રહ્યું હતું. પીયૂષ શાળાએ મોડું થવાની ચિંતા કર્યા વગર ગલૂડિયાને ઉઠાવી ઘેર લઈ ગયો. તેણે ગલૂડિયાને પાણી પાયું અને પોતાની માતાને બોલાવી. માતાએ ગલૂડિયાના પગે પાટો બાંધ્યો. શાળાએ પહોંચ્યા પછી શિક્ષકે પીયૂષનું મોડું આવવાનું કારણ સાંભળ્યું. શિક્ષકે કહ્યું કે દયા અને સમજ સમય કરતાં વધારે મહત્ત્વની છે.
1. પીયૂષે ગલૂડિયાની મદદ કરવાનું પસંદ કર્યું, તેનું મુખ્ય કારણ શું હોઈ શકે?
2. શિક્ષકે પીયૂષ પર ગુસ્સો કર્યો હોત, તો વાર્તાનો સંદેશ કેવી રીતે બદલાઈ જાત?
3. આ વાર્તા તમને કઈ પરિસ્થિતિમાં સાચો નિર્ણય લેવા પ્રેરણા આપે છે?
4. પીયૂષે સમયની ચિંતા હોવા છતાં ગલૂડિયાની મદદ કરી, તેમાંથી શું અનુમાન કરી શકાય?
5. જો પીયૂષે માત્ર પોતાના ફાયદા વિશે વિચાર કર્યો હોત તો કેવું વર્તન કર્યું હોત?
🦌 વિભાગ ૧૬: શાંત હરણ અને ઘમંડી વાંદરો
એક જંગલમાં એક શાંત સ્વભાવનું હરણ અને એક ઘમંડી વાંદરો રહેતાં હતાં. વાંદરો હરણની ધીમી ચાલ અને શાંતિની મજાક ઉડાવતો. એક દિવસે જંગલમાં અચાનક આગ લાગી. બધાં પ્રાણીઓ ગભરાઈને દોડવા લાગ્યાં. વાંદરો ઉતાવળમાં ખોટી દિશામાં દોડ્યો અને ઝાડમાં ફસાઈ ગયો. હરણ શાંતિથી યોગ્ય રસ્તો શોધી આગળ વધ્યું અને બચી ગયું, ત્યારે વાંદરાને સમજાયું કે શાંતિ અને વિચાર વિનાની ઝડપ નુકસાન કરે છે.
1. વાંદરો ખોટી દિશામાં કેમ દોડ્યો?
2. હરણનું વર્તન તમારામાં કયો ગુણ વિકસાવે છે?
3. વાંદરાનું વર્તન કઈ બાબત દર્શાવે છે?
4. આ વાર્તા તમને શું વિચારવા પ્રેરે છે?
5. હરણ અને વાંદરા વચ્ચેનો તફાવત શું દર્શાવે છે?
🥭 વિભાગ ૨૦: સમજદાર કેરી
એક બગીચામાં સફરજન, કેળું અને કેરી સાથે રહેતાં હતાં. બધાં ફળો ઝડપથી પાકવા માંગતાં હતાં, જેથી લોકો તેમને પહેલા લઈ જાય. કેરીએ ધીરજ રાખી અને સૂરજ તથા પવન સાથે સમય પસાર કર્યો. કેટલાંક ફળો કાચાં જ તોડી લેવામાં આવ્યાં અને સ્વાદહીન રહ્યાં. સમય પૂરો થતાં કેરી સારી રીતે પાકી. લોકોને કેરીનો સ્વાદ ગમ્યો અને તેઓ ખુશ થયા. ત્યારે બાકીનાં ફળોને સમજાયું કે ધીરજનું ફળ મીઠું હોય છે.
1. કેરીએ ધીરજ રાખવાનો નિર્ણય શું દર્શાવે છે?
2. કાચાં ફળો સ્વાદહીન કેમ રહ્યાં?
3. કેરી લોકોને ગમી તેનું મુખ્ય કારણ શું હતું?
4. જો કેરીએ પણ ઉતાવળ કરી હોત તો શું થાત?
5. આ વાર્તા તમને કઈ બાબત શીખવે છે?
🌳 વિભાગ ૨૨: ઉપકારી વડલાનું વૃક્ષ
એક ગામની બહાર એક મોટું વડલાનું વૃક્ષ ઊભું હતું. ઉનાળામાં લોકો તેના છાંયડામાં આરામ કરતા. પંખીઓ તેની ડાળીઓ પર માળા બાંધતાં. એક દિવસે ભારે ગરમી પડી અને લોકો થાકી ગયા. વડલાના વૃક્ષે કોઈ અપેક્ષા રાખ્યા વગર સૌને ઠંડો છાંયડો આપ્યો. ગામના લોકોએ વૃક્ષને પાણી આપીને તેની સંભાળ લીધી, ત્યારે બધાને સમજાયું કે નિઃસ્વાર્થ સેવા સદા યાદ રહે છે.
1. વડલાનું વૃક્ષ કોઈ અપેક્ષા વગર છાંયડો આપે છે, તે શું દર્શાવે છે?
2. લોકો વડલાના વૃક્ષની સંભાળ કેમ લે છે?
3. પંખીઓ ડાળીઓ પર માળા બાંધે છે, તે શું સૂચવે છે?
4. જો વડલાનું વૃક્ષ ન હોત તો શું થાત?
5. વડલાના વૃક્ષનું વર્તન કયા ગુણનું ઉદાહરણ છે?
🏏 વિભાગ ૨૩: ટીમનો વિજય
ધવલ શાળાની ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો. ધવલ સૌથી સારો ખેલાડી હોવાથી હંમેશાં એકલા હાથે ટીમને જીતાડવા માંગતો. એકવાર અન્ય શાળા સાથે ક્રિકેટ મેચ હતી. ધવલ ઇનિંગના પ્રથમ બોલે જ શૂન્ય રને આઉટ થઈ ગયો અને ટીમ મુશ્કેલીમાં આવી ગઈ, પરંતુ અન્ય ખેલાડીઓ ખૂબ સારું રમ્યા, અંતે ટીમ મેચ જીતી ગઈ. ધવલને સમજાયું કે ટીમવર્કથી જ સાચી જીત મળે છે.
1. ધવલ એકલા હાથે ટીમ જીતાડવા માંગતો હતો, તે શું દર્શાવે છે?
2. ટીમ જીતવાનું મુખ્ય કારણ શું હતું?
3. જો અન્ય ખેલાડીઓ પ્રયત્ન ન કરત તો શું થાત?
4. આ ઘટના ધવલના વિચારોમાં કયો ફેરફાર લાવી?
5. વાર્તા તમને કઈ બાબત શીખવે છે?
0 Comments