🎯 ધોરણ ૫ PARAKH (પરખ) રાષ્ટ્રીય સર્વેક્ષણ: માતૃભાષાનું મૂલ્યાંકન
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષકગણ અને વાલીઓ! ExamGuru ના આ વિશેષ શૈક્ષણિક આર્ટિકલમાં તમારું હાર્દિક સ્વાગત છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા PARAKH (Performance Assessment, Review, and Analysis of Knowledge for Holistic Development) કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આનો મુખ્ય હેતુ બાળકોને ગોખણપટ્ટીમાંથી મુક્ત કરી તેમનામાં સમજણ અને તર્કશક્તિ ખીલવવાનો છે.
આજે અમે તમારા માટે ધોરણ ૫ ના ગુજરાતી વિષયની PARAKH પ્રશ્નબેંક નું ડિજિટલ અને ઇન્ટરેક્ટિવ સ્વરૂપ લઈને આવ્યા છીએ. આ કોઈ સામાન્ય પ્રશ્નપત્ર નથી! આમાં વિદ્યાર્થીઓએ અપઠિત ફકરાઓ (Comprehension Passages), વિવિધ જાહેરાતો (Advertisements), અને કોષ્ટકો (Tables) વાંચીને જાતે તાર્કિક જવાબો શોધવાના રહે છે.
રમત સાથે જ્ઞાન (Play-way Learning): મોબાઈલ કે કમ્પ્યુટર પર ઇન્ટરેક્ટિવ ક્વિઝ રમવાથી બાળકો કંટાળ્યા વિના ભણશે.
તરત જ સમજૂતી (Instant Feedback): જવાબ સાચો છે કે ખોટો, અને શા માટે? તેની સચોટ 'સમજૂતી' તરત જ સ્ક્રીન પર મળશે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓનો પાયો: NMMS, જવાહર નવોદય કે જ્ઞાનસાધના જેવી ભવિષ્યની પરીક્ષાઓ માટે આ પાયાની તૈયારી પૂરી પાડશે.
👇 નીચે આપેલા તમામ ફકરાઓ અને જાહેરાતો ધ્યાનથી વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરી તમારું જ્ઞાન ચકાસો. બેસ્ટ ઓફ લક! 👇
📚 ધોરણ ૫ - ગુજરાતી PARAKH પ્રશ્નબેંક 📝
📖 વિભાગ ૧: ધૂળાભાઈની હિંમત (વાર્તા)
ઘણાં વર્ષો પહેલાંની આ વાત છે. ત્યારે લોકો એક ગામથી બીજે ગામ પગપાળા જતા. ધૂળાભાઈ નામના એક વેપારી પોતાનું વેપારનું કામ પતાવી પોતાના ગામ જવા નીકળ્યા. તેમની પાસે એક થેલો હતો. રસ્તામાં ગાઢ જંગલ હતું. આ જંગલમાં કેટલાક ડાકુઓ સંતાઈને રહેતા. જંગલમાંથી પસાર થતા વટેમાર્ગુઓને તેઓ લૂંટી લેતા. ધૂળાભાઈને ડાકૂઓની બીક તો લાગતી હતી, પણ જંગલમાં થઈને ગયા વિના છૂટકો જ ન હતો. તેઓ પોતાના ગામની દિશામાં ચાલવા લાગ્યા. રસ્તામાં તેમનો ભેટો ડાકુઓ સાથે થયો. ધૂળાભાઈ પાસે જે થેલો હતો તેમાં વજનિયાં હતાં. ધૂળાભાઈને પોતાના હાથ-પગ હિમ્મત અને વિશ્વાસને કારણે કોઈની બીક નહોતી એટલે ડાકુઓને તેમણે મારી ભગાડ્યા. આપણા જીવનમાં હિંમત અને વિશ્વાસનું મહત્ત્વ ઘણું જ છે.
1 'સમીસાંજ' એટલે....
2 ડાકુઓ છુપાઈને કેમ રહેતા હશે?
3 ધૂળાભાઈ કોની મદદથી ડાકુને હરાવી શક્યા?
4 ધૂળાભાઈના થેલામાં શું હતું?
5 ખોટી જોડ શોધો.
🌳 વિભાગ ૨: બાળપણના સંસ્મરણો
હું તમારી જેમ નાનો હતો ત્યારની આ વાત છે. મારો એક મિત્ર ચંદ્રકાંત હતો. હું એને પ્રેમથી ચંદુ કહેતો. એ સમયે આજના જેવા મોબાઇલ કે સ્માર્ટ ટીવી ન હતાં. અમે ખાસ કરીને મેદાની રમતો રમતા. કબડ્ડી, ખોખો અને ગિલ્લીદંડા જેવી રમતો રમવાની બહુ જ મજા આવતી. અમારાં સૌનાં ઘર ત્યારે નળિયાવાળાં. એટલે અમે ઘરના નળિયામાંથી ચળાઈને આવતાં ચાંદરણાંની રમત રમતા. મારા દાદાજીને ધોતી પર ચાંદરણાં પડતાં ત્યારે આપણને અત્યારે મોબાઇલ જોવાની જેવી મજા પડે છે એવી જ મજા પડતી, પણ એક દિવસ અચાનક ક્યાંકથી એક મોટો ઉંદરડો ચંદુ પર પડ્યો ને ચંદુ તો ઊભી પૂછડીએ ભાગ્યો....
1 ‘નળિયાં' એટલે......
2 ચાંદરણાં ધોતી પર ક્યાંથી પડતાં હશે?
3. આ કેટલા સમય પહેલાંની વાત લાગે છે?
4 ચંદુ શું કામ ભાગ્યો હશે?
5 મોબાઈલ કે ટીવી હોય જ નહીં તો તમે શું કરો?
🎖️ વિભાગ ૩: બચુડાનું સપનું (કર્નલ બચેન્દ્ર)
એક હતો બચુડો. બચુડો બહુ જ ઉત્સાહી. તેને સૈનિકો પર બહુ જ પ્રેમ. ટીવીમાં કે ફિલ્મમાં સૈનિકોને જોઇને ખુશ થઈ જાય. સાચુકલા સૈનિકો જોઈ જાય તો તેમને સલામ પણ કરે. બચુડાને સૈનિક બનવાનું મન હતું. સોટી હાથમાં લઈને બંદૂકની જેમ પકડીને જમીન પર સૂઈને દુશ્મનોને વીંધી નાખવાનો અભિનય કરતો. સૈનિકની જેમ ખડતલ થવા માટે વ્યાયામ કરતો, દોડ કરતો - લાંબી ઊંચી કૂદ કરતો અને ફણગાવેલાં કઠોળ ખાઈને શરીરને મજબૂત બનાવવા માટે ખૂબ મહેનત કરતો. આ જ કારણે બચુડો આજે બચુડો નથી પણ કર્નલ બચેન્દ્ર તરીકે ઓળખાય છે. બચુડામાંથી કર્નલ બચેન્દ્ર બનવાનું સ્વપ્ન તેણે સાકાર કર્યું છે. માણસ ધારે તો શું ન કરી શકે?
1. શરીરને મજબૂત બનાવવા માટે શું કરવું જોઈએ?
2. બચુડો કઈ રીતે કર્નલ બચેન્દ્ર બની શક્યો?
3. ફણગાવેલાં કઠોળ શા માટે ખાવાં જોઈએ?
4 બચુડો શા માટે સૈનિક બનવા માંગતો હતો?
5 સોટી બંદૂકની જેમ પકડવી એટલે....
🕊️ વિભાગ ૪: ગાંધીજી અને સત્યના પ્રયોગો
તમે મહાત્મા ગાંધીજીને તો ઓળખો જ છો. તેમણે પોતાની આત્મકથા લખી છે. જે ‘સત્યના પ્રયોગો'તરીકે ઓળખાય છે. તેઓ નાના હતા ત્યારે તેમને ઇંગ્લેન્ડ ભણવા જવાનું થયું. કાયદાનો અભ્યાસ કરવા માટે ગાંધીજી ઇંગ્લૅન્ડ જતા હતા. ત્યારે જ તેમણે માતાને વચનો આપ્યાં હતાં. એમાનું એક હતું - શાકાહારી ભોજન. પોતાના સ્વાદ અને આનંદને ભૂલીને ગાંધીજી સાદુ - શાકાહારી ભોજન કરતા. તેમના માનવા પ્રમાણે તો દૂધ પીવું એ પણ શાકાહાર ન ગણાય. ઇંગ્લેન્ડમાં શાકાહારી ભોજન મેળવવાનું ઘણું જ મુશ્કેલ હતું. ગાંધીજી દૂર સુધી ચાલીને શાકાહારી લોજમાં જમવા જતા.
1 ગાંધીજીને શાકાહારનું વચન પાળવા માટે...
2 કયું વિધાન સાચું નથી?
3 શાકાહારી ભોજન કરવાથી ગાંધીજીને કયો ફાયદો થયો હશે?
4 ખોટી જોડ શોધો.
5. શાકાહારી ભોજન મેળવવાનું મુશ્કેલ શા માટે હશે?
👴 વિભાગ ૫: મામાનું ગામ અને નાનાજી
રજાઓમાં અમે મામાના ગામે જઈએ. મામાનું ગામ બહુ જ રળિયામણું છે. ગામના પાદરે લીમડાનાં વૃક્ષો છે. ત્યાં બે ઓટલા પણ છે. ઓટલા પર વડીલો બેસે. અલકમલકની વાતો કરે. ક્યારેક છાપું વાંચે. આ વખતે અમે ગયા ત્યારે મારા નાનાજી પણ વડીલો સાથે બેઠા હતા. તેમણે મને જોઈને કહ્યું, “ આવી ગયા ભાણાભાઈ? સાજાનરવા તો છો ને?” મેં કહ્યું, “હા, નાનાજી!તમે કેમ છો?” તેમણે કહ્યું,” ઠીક મારા ભાઈ, ચાલે છે! ચાલો હું પણ ઘરે જ આવું છું. સામાન્ય રીતે ઘણી વાતો કરતા નાનાજી આજે મારા પ્રશ્નોનો ટૂંકો જવાબ જ વાળતા હતા. એમની ચાલ પણ ધીમી હતી. એ કમર પર હાથ દઈને ચાલતા હતા. મેં પૂછ્યું તો કહે કે “હવે અમારો વખત થયો... તમારી જેવું ક્યાં સુધી ચાલી શકાય?”
1 'રળિયામણું' એટલે કેવું?
2 નાનાજીનો કાયમી સ્વભાવ કેવો છે?
3 ‘અલકમલક‘ની વાતો એટલે.... .
4. નાનાજીની આજની સ્થિતિ વિષે શું સાચું છે?
5. નાનાજીને કઈ તકલીફ હોય તેવું લાગે છે?
👵 વિભાગ ૬: દાદીમાની વાર્તાઓ
મારાં દાદીમા અમને રોજ એક વાર્તા કહેતાં. એમને ઘણી વાર્તાઓ મોઢે હતી. દાદીમા પરવારીને સૂવા માટે આવે ત્યારે હું ને સરિતા તૈયાર જ હોઈએ. “દાદી! વાર્તા કહો! ” દાદીમા રાક્ષસની વાત કહે, પરીની વાત કહે, રાજકુમારીની વાત કહે. અલાદીનની વાર્તા કહે અને બત્રીસ પૂતળીની વાર્તા કહે. સરિતા કહે, “બા! તમારી પાસે વાર્તાની ફેક્ટરી છે?” દાદી હસીને કહે, “ના! પણ મને મારાં નાની બહુ જ વાર્તાઓ કહેતાં. મેં એ બધી યાદ રાખી લીધી. એ વાર્તાઓ તમને સંભળાવું છું.” હું કહેતો, “ દાદી તમે જાદુગર છો જાદુગર! વાર્તાનાં જાદુગર!
1 દાદીમાનો રોજનો ક્રમ શો હતો?
2 દાદીમા કોની વાર્તા ન કરતાં?
3 દાદીને આટલી બધી વાર્તાઓ કેમ આવડતી હતી?
4 દાદીને વાર્તાની ફેક્ટરી કેમ કહ્યું હશે?
5. વાર્તાનાં જાદુગર એટલે...
🌾 વિભાગ ૭: કાળુ અને દુષ્કાળની ચિંતા
ચોમાસાનો સમય વીતી ચૂક્યો હતો છતાં વરસાદ ન આવ્યો. કાળુ સહિતના ખેડૂતોના મોઢા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. બધાને ખબર હતી કે અનાજ અને પાણી ખૂટી ગયું હતું. આવનારો સમય ભયાનક હશે એ બાબતની ચિંતા ધરતીપુત્રો સહિત બીજા લોકોને પણ હતી. આ પહેલો દુકાળ નહોતો પણ આવો દુકાળ પહેલીવાર હતો. માણસ પોતાનાં પાપ સંતાડવા ઘણું કરે, પણ ભૂખ આગળ શરમ હારી જાય. વર વહુનું ખાઈ જાય અને દીકરો બાપનું ખાઈ જાય એવો કળજુગ જીવતેજીવ જોવાનું દુખ કાળુને ઘણું હતું. હજુ કાળુ વટલાયો નહોતો. 'મરી જવું પણ માણસ મટી ન જવું' એ એનો જીવનમંત્ર હતો.
1. ચોમાસાનો સમય વીતી ચૂક્યો હતો તે છતાં વરસાદ ન આવ્યો એટલે. . . . . .
2. કાળુ સહિતના ખેડૂતો શા માટે ચિંતિત હતા?
3. દુષ્કાળની કઈ સ્થિતિથી કાળુ દુખી છે?
4. ભૂખ આગળ શરમ ક્યારે હારી જાય?
5. કાળુને આ સમય કળિયુગ કેમ લાગે છે?
✉️ વિભાગ ૮: પોસ્ટ ઓફિસ (અલી ડોસો)
લેખક ધૂમકેતુએ અનેક વાર્તાઓ લખી છે. તેમાંથી એક વાર્તા 'પૉસ્ટ ઓફિસ 'નામની છે. તેમાં મુખ્ય પાત્ર અલી ડોસાનું છે. અલી ડોસાની પુત્રીનું નામ મરિયમ છે. ચાલો આપણે વાર્તાનું થોડું વર્ણન વાંચીએ. વહેલી સવારનો સમય હતો. આખું શહેર ઊંઘતું હતું. કહે નહીં પણ કતલ કરી નાખે એવા મીઠા સ્વભાવના મનુષ્ય જેવી ઠંડી હતી. અલી ડોસો પોતાની ફાટેલી ગોદડીને શરીરે વીટાળી પોતાની લાકડીના ટેકે ધીમે ધીમે આગળ ધપી રહ્યો હતો. રોજની જેમ છેક શહેરના છેડે આવેલી પોસ્ટ ઓફિસ જઈને તેણે પોસ્ટ માસ્તર સાહેબને પૂછ્યું, સાહેબ મારી દીકરીનો પત્ર આવ્યો છે?
1. આખું શહેર ઊંઘતું હતું એટલે. . . . . .
2. અલી ડોસો લાકડીના ટેકે ચાલી રહ્યો હતો કારણકે.
3. અલી ડોસો. . . . . . હશે.
4. અલી ડોસો કડકડતી ઠંડીમાં પોસ્ટ ઓફિસ જતો હતો કારણ કે. . ..
માલવપતિ મુંજ એક મહાન રાજવી હતો. રાજા હોવાની સાથે તે સાહિત્ય અને કળાને પણ ઉત્તેજન આપતોહતો. માલવપતિ મુંજે અનેક વખત તૈલપને યુદ્ધમાં હરાવ્યો હતો. પરંતું દયા કરીને છોડી મૂકતો. પણ છેલ્લા યુદ્ધમાં પોતાના સેનાપતિ ભિલ્લમનો જીવ બચાવવા જતાં તૈલપના અગણિત સૈનિકોએ મુંજને ઘેરી લીધો અને આ યુદ્ધમાં તેની હાર થઈ. તૈલપે મુંજને છોડ્યો નહીં. તેણે મુંજને હાથીના પગ નીચે કચડી દેવાની સજા ફટકારી. તૈલપનું આ વર્તન તેના પોતાના સૈનિકોમાં પણ અપ્રિય થઇ પડ્યું હતું. માલવપતિ મુંજને જોવા તૈલપના સૈનિકો અને નગરજનો તલપાપડ થતા હતા. તૈલપના કેટલાક નગરજનોને લાગતું હતું કે દગાથી જ ફસાવ્યો હશે! નહિતર ક્યાં તૈલપ અને ક્યાં આ માલવપતિ!
1. મુંજ. . . . .
2 મુંજ યુદ્ધમાં પકડાઈ ગયો કારણકે. . .……
3. તૈલપ ક્રૂર અને દયાહીન હતો કારણકે. .
4. નગરજનોના મત મુજબ દગો કરનાર કોણ હશે?
5 માલવપતિ મુંજ ખૂબ જ શક્તિશાળી હતો એવું શા પરથી કહી શકાય?
🤡 વિભાગ ૧૦: બચુડાની મજાક
બચુ નામનો એક છોકરો. તે બહુ જ ચબરાક. ભણવામાં તો હોશિયાર, પણ તોફાન- મસ્તીમાં પણ એક્કો. એકવાર બચુએ નકલી દાઢી અને ભભૂત લગાવીને મમ્મીની મજાક કરવાનું નક્કી કર્યું. વેશ બદલીને તે ઘરના આંગણામાં જઈને મોટેથી બોલ્યો, “ચપટી આટા દે દે મૈયા. ” બચુની મમ્મી બચુના નાક પાસેનો તલ જોઈને ઓળખી ગઈ કે આ બહુરૂપી કોણ છે! મમ્મીએ આટાને બદલે વેલણ બતાવ્યું એટલે બચુ પોતે જ ભોંઠો પડી ગયો. પોતાની બધી મહેનત પાણીમાં ગઈ! બચુ તરત જ પોતાના મૂળ વેશમાં આવી ગયો, પણ દાઢી મૂછની માફક ભભૂત કંઇ જલદી છોડે? ભલે ચોરી પકડાઈ માતા-પુત્ર ખડખડાટ હસીને એકબીજાને ભેટી પડ્યાં. ”
1. ફકરામાં ‘લોટ’ માટે કયો હિન્દી શબ્દ વપરાયો છે?
2. ‘બચુભાઈ પાછાં મૂળ વેશમાં આવી ગયા' એટલે..
3. બચુ કેમ ભોંઠો પડી ગયો?
4 'માતા-પુત્ર ખડખડાટ હસીને એકબીજાને ભેટી પડ્યાં' દ્વારા સાબિત થાય છે કે -
5. મમ્મીને ભેટ્યો ત્યારે બચુ કેવો લાગતો હશે?
🍵 વિભાગ ૧૧: નવા વર્ષના સંકલ્પો
બેસતા વર્ષને દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પોની આ જ ગતિ થાય છે. એક જણે દિવાળીની રાતથી જ ચા છોડી દીધેલી. એમનો સંકલ્પ જીવેલો પણ ખરો! એક અઠવાડિયું, બે અઠવાડિયાં, ત્રણ અઠવાડિયાં... એમણે ચા ન પીધી તે ન જ પીધી. માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, ભગિનીનાં આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મશ્કરી, ચાની જાહેરખબરો કોઈ એમને ચળાવી ન શક્યું. એમના એ સંયમનો મહિમા દિશે દિશામાં ગાજી રહ્યો. છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા અને ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું; પરંતુ થોડાંક અઠવાડિયાં પછી જ્યારે એ ભાઈ કોક માંદગીની માયામાં લપટાયા તે વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા અને ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે, એટલે એમણે હળવે રહીને ચા પીવા માંડી. એ પછી તો બે-ચાર મહિને માંદગી ગઈ તોયે ચા તો રહી જ પડી અને હવે તો એ સાજા થઈ ગયા પછી પણ રોજના સાત પ્યાલા ચા પીએ છે. આમ, એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સિધાવ્યો અને ફરી કદી અહીં પુનર્જન્મ ન લીધો.
૧. ચા ન પીવાનો સંકલ્પ કોના આંસુ પણ ન બદલી શક્યા?
૨. ઉપવાસ કરવાથી શો ફાયદો થાય?
૩. ચા ન પીવાના સંયમથી કયા દેવનું આસન ડોલી ઉઠ્યું?
૪. "સ્વર્ગે સિધાવવું" એટલે શું?
૫. આ ફકરામાં પુનર્જન્મ થવો એટલે શું?
🏬 વિભાગ ૧૨: અક્ષત પગરખાં બજાર (જાહેરાત)
અક્ષત પગરખાં બજાર
અમારે ત્યાં સ્પોર્ટ શૂઝ, પાર્ટી શૂઝ અને કિડ્સ શૂઝ સસ્તા દરે મળશે.
ધમાકેદાર ઓફર!
કોઈપણ સ્પોર્ટ શૂઝની ખરીદી પર 20% ડિસ્કાઉન્ટ.
પાર્ટી શૂઝની ખરીદીમાં એક ખરીદી પર એક ફ્રી.
કિડ્સ શૂઝની ખરીદી પર મેળવો આકર્ષક ગિફ્ટ.
સમય: આ ઓફર એક પખવાડિયા (15 દિવસ) માટે રહેશે. વિશેષ ઓફર: માત્ર 1000 રૂપિયા ભરી એક વર્ષ માટે મેમ્બરશીપ મેળવી 50% સુધી ડિસ્કાઉન્ટ મેળવો. ખાસ નોંધ: દર પૂનમે બંધ રહેશે.
નમસ્તે મિત્રો! એક્ઝામ ગુરુ બ્લોગ પર તમને ધોરણ ૬ થી ૮ નું અભ્યાસ સાહિત્ય, NMMS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું મટિરિયલ અને શિક્ષકો માટે ઉપયોગી માહિતી વિનામૂલ્યે મળશે.
0 Comments