🎯 PARAKH (પરખ) રાષ્ટ્રીય સર્વેક્ષણ: એક નવો શૈક્ષણિક અભિગમ
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષકગણ અને વાલીઓ! ExamGuru ના આ વિશેષ લેખમાં તમારું સ્વાગત છે. ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગોખણપટ્ટીના બદલે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને સમજણ શક્તિને પ્રાધાન્ય આપવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અંતર્ગત PARAKH (Performance Assessment, Review, and Analysis of Knowledge for Holistic Development) ની શરૂઆત કરવામાં આવી છે. આ માત્ર કોઈ સામાન્ય પરીક્ષા નથી, પરંતુ વિદ્યાર્થીઓની વાસ્તવિક બુદ્ધિમત્તા અને તર્કશક્તિને માપવાનો એક માપદંડ છે.
ખાસ કરીને ધોરણ ૬ થી ૮ ના ગુજરાતી વિષયમાં માતૃભાષા પરનું પ્રભુત્વ ચકાસવા માટે GCERT દ્વારા આ પ્રશ્નબેંક તૈયાર કરવામાં આવી છે. અગાઉ આપણે માત્ર પાઠ્યપુસ્તકના સીધા પ્રશ્નોના જવાબો આપતા હતા, પરંતુ 'પરખ' કસોટીમાં વિદ્યાર્થીઓએ અપરિચિત ફકરા, વિવિધ જાહેરાતો, કોષ્ટકો અને સંવાદો વાંચીને તેનું અર્થઘટન (Comprehension) કરવાનું હોય છે. આ પદ્ધતિ વિદ્યાર્થીઓની ભાષાકીય સજ્જતા અને નિર્ણય લેવાની ક્ષમતામાં અદભુત વધારો કરે છે.
આજના આ આર્ટિકલમાં તમને શું મળશે?
તાર્કિક વિચારસરણી (Logical Thinking): આપેલા ફકરાઓ અને જાહેરાતો પરથી સીધા ન દેખાતા પણ છુપાયેલા જવાબો શોધવાની કળા.
વાંચન અને અર્થઘટન: ગુજરાતી ભાષાને માત્ર વાંચવા પૂરતી નહિ, પણ તેને સમજીને વ્યવહારુ જીવનમાં ઉતારવાની પ્રેક્ટિસ.
ઇન્ટરેક્ટિવ ડિજિટલ ક્વિઝ: બાળકોને કંટાળો ન આવે તે માટે રમત-ગમત સાથે ભણતર (Play-way Method) પૂરી પાડતી સુંદર ક્વિઝ સિસ્ટમ.
તુરંત પરિણામ અને સમજૂતી: દરેક જવાબ સાચો કેમ છે કે ખોટો કેમ છે, તેની સચોટ સમજૂતી (Explanation) સાથેનું માર્ગદર્શન.
જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ (જેમ કે NMMS, જ્ઞાનસાધના વગેરે) ની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે આ પાયાનું જ્ઞાન ખૂબ જ ઉપયોગી સાબિત થશે. શિક્ષક મિત્રો પણ આ ડિજિટલ કન્ટેન્ટનો ઉપયોગ વર્ગખંડમાં સ્માર્ટ ક્લાસ દ્વારા બાળકોને મહાવરો કરાવવા માટે કરી શકે છે.
👇 નીચે આપેલ ઇન્ટરેક્ટિવ પ્રશ્નબેંક (MCQs) માં સાચો વિકલ્પ પસંદ કરો અને તમારું જ્ઞાન ચકાસો. બેસ્ટ ઓફ લક! 👇
📚 ધોરણ ૬ - ગુજરાતી PARAKH પ્રશ્નબેંક (સંપૂર્ણ) 📝
🧠 વિભાગ ૧: મગજ - એક અદ્ભુત યંત્ર
મગજ એટલું શક્તિશાળી છે કે તે જટિલ ગણિત ઉકેલી શકે છે અને સંગીત પણ રચી શકે છે. આ મગજથી આપણે શીખી શકીએ છીએ, વિચાર કરી શકીએ છીએ અને નવી વસ્તુઓ શોધી શકીએ છીએ. તેથી તેને “વિશ્વનું સૌથી અદ્ભુત યંત્ર” કહેવામાં આવે છે. મગજ આપણા હાથ કે પગની જેમ કાર્ય નથી કરતું, પરંતુ તે સંપૂર્ણ શરીરને નિયંત્રિત કરે છે. આપણે મગજની ખૂબ જ ઓછી શક્તિનો ઉપયોગ કરીએ છીએ. એવી માન્યતા છે કે સામાન્ય માનવી માત્ર ૧૦% મગજનો જ ઉપયોગ કરે છે. જો આપણે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરીએ, નિયમિત અભ્યાસ કરીએ, નવું શીખીએ અને સકારાત્મક વિચારધારા રાખીએ તો આપણે મગજની શક્તિનો વધારે ઉપયોગ કરી શકીએ. મગજ એક પેશી (મસલ) જેવી છે - જેટલો વધુ ઉપયોગ કરીએ, તેટલું વધુ મજબૂત બને છે.
1. મગજ વધુ મજબૂત ક્યારે બને છે?
2. મગજનો શ્રેષ્ઠ ઉપયોગ કઈ રીતે શક્ય છે?
૩. ફકરાનો મુખ્ય સંદેશ શું છે?
4. મગજ કેવી ક્ષમતા ધરાવે છે?
5. મગજને કઈ ઉપમા આપવામાં આવી છે?
🌧️ વિભાગ ૨: વરસાદી પવનની તાજગી
ઉનાળાની કઠિનતા બાદ વરસાદી પવન જ્યારે પહેલો સ્પર્શ કરે છે, ત્યારે પૃથ્વી જાણે હસી ઊઠે છે. સુસવાટા સાથે આવતો પવન ફૂલોના રંગોને તાજગી આપે છે, ખેતરને જીવંત કરે છે અને માનવીના મનમાં ઉમંગ પેદા કરે છે. બાળક પતંગ ઉડાવવાનું શરૂ કરે છે, વૃદ્ધો ઓટલા પર બેઠા-બેઠા હવા માણે છે. આ પવન ફક્ત વાતાવરણનો જ નહિ, પણ લાગણીઓનો પવન બની જાય છે – જે ધરતી અને દિલને એકસાથે સ્પર્શી જાય છે. વરસાદી પવન સ્વાભાવિક રીતે મનુષ્ય અને કુદરત વચ્ચેના સહજ સંબંધની યાદ અપાવે છે.
1. જ્યારે વરસાદી પવન આવે છે ત્યારે પૃથ્વી કેવી રીતે પ્રતિક્રિયા આપે છે?
2. ફકરામાં વરસાદી પવનને કેવો કહ્યો છે?
3. પવન કઈ લાગણીઓ સાથે સંકળાયેલો છે?
4. બાળકો પવનમાં શું કરે છે?
5. ફકરાનો મુખ્ય સંદેશ શો છે?
💧 વિભાગ ૩: જળ સંરક્ષણ
જળ એ જીવનનો આધારસ્તંભ છે. મનુષ્ય, પ્રાણી, વૃક્ષો અને ધરતી એમ તમામ માટે જળ જરૂરી છે. પીવાનું, રાંધવાનું, ખેતી, ઉદ્યોગ, વીજળી – દરેક ક્ષેત્રમાં પાણીનો ઉપયોગ થાય છે. જો જળ ન હોય, તો જીવન અટકી જાય. દુઃખની વાત એ છે કે આજે લોકો પાણીનો ખૂબ વેડફાટ કરે છે - નળ ચાલુ રાખે છે, જમીનમાં સિંચાઈ વખતે વધુ પડતા પાણીનો ઉપયોગ કરે છે અને દૂષિત પાણી વહાવે છે. આવી સ્થિતિ સતત રહી તો ભવિષ્યમાં પાણીની તીવ્ર અછત સર્જાઈ શકે. તેથી પાણી બચાવવું એ આપણી જવાબદારી છે. જળ હવે અમૂલ્ય સંપત્તિ બની ગઈ છે. દર વર્ષે પીવાનું પાણી ઓછું થઈ રહ્યું છે. કુદરતી સ્રોત જેમ કે ઝરણા, નદીઓ અને તળાવો પણ ધીરે ધીરે સુકાઈ રહ્યાં છે. આપણે વધતા વસ્તી દબાણ અને બિનજવાબદાર વ્યવહારથી પાણીનો સ્રોત ખત્મ કરી નાખ્યો છે. હવે સમય છે કે આપણે વરસાદનું પાણી સંગ્રહ કરીએ, બોરીબંધ બંધાવો, ટીપે ટીપું પાણી બચાવીએ અને લોકોને જળ સંરક્ષણનું મહત્ત્વ સમજાવીએ. આજનો દૃઢ નિર્ણય જ ભવિષ્ય બચાવી શકે.
1. પાણીનો દુર ઉપયોગ શું બતાવે છે?
2. પાણી બચાવવાની જવાબદારી કોની છે?
3. નીચેના પૈકી કયું પગલું જળ સંરક્ષણ માટે છે?
4. લોકોમાં જળ બચાવની જાગૃતિ કેવી રીતે આવે?
5. ભવિષ્ય માટે કયો નિર્ણય મહત્વનો છે?
🐘 વિભાગ ૪: હાથી અને કૂતરો (વાર્તા)
ઘણાં ઘણાં વર્ષો પહેલાં એક રાજા હતો. રાજાની પાસે એક હાથી હતો. એક મહાવત હાથીની સારસંભાળ લેતો હતો. મહાવત પાસે એક કૂતરો હતો. કૂતરો અને હાથી દોસ્ત બની ગયા. બંને સાથે જમે. સાથે રમે. મહાવતને પૈસાની જરૂર હતી. એણે એક પૈસાવાળા માણસને પોતાનો કૂતરો વેચી દીધો. કૂતરો પોતાના દોસ્ત હાથીને છોડીને જવા નહોતો માંગતો. પણ એને એના નવા માલિક સાથે જવું પડ્યું. તે દિવસથી જ હાથીએ ખાવાનું છોડી દીધું. એ નાહતો પણ નહીં. બધાં કહેવા લાગ્યાં, “હાથી માંદો છે.” વૈદરાજને બોલાવ્યા. વૈદરાજે કહ્યું, “એ માંદો નથી, એ દુખી છે. એને એકલું લાગે છે. એને દોસ્તની જરૂર છે." રાજાએ પૂછ્યું: “એના દોસ્તને કોણ લઈ ગયું? કૂતરાને કોણ લઈ ગયું? એ માણસને શિક્ષા કરો.” જે પૈસાવાળો માણસ કૂતરો લઈ ગયો હતો એ ગભરાઈ ગયો. એણે કૂતરાને છોડી મૂક્યો. કૂતરો દોડતો દોડતો હાથી પાસે પહોંચી ગયો. હાથી અને કૂતરો બંને બહુ ખુશ થઈ ગયા.
1. વાર્તામાં કોની મિત્રતાની વાત કરવામાં આવી છે?
2. મહાવતે કૂતરાને કેમ વેચી દીધો?
3. હાથીને ખરેખર શી તકલીફ હતી?
4. કૂતરાના નવા માલિક વિશે શું કહી શકાય?
5. વાર્તાના અંતમાં “હાથી અને કૂતરો” કેવી લાગણી અનુભવતા હતા?
🪑 વિભાગ ૫: બેસવાની ઢબ અને વ્યક્તિત્વ
બેસવું એ શારીરિક ક્રિયા જેટલું જ આંતરિક અવસ્થાનું દર્પણ પણ છે. જેવું મન, તેવી બેસવાની ઢબ. નિર્વિવાદ માણસ શાંતિથી સીધો બેસે છે, તો ચંચળ મન ક્યારેક આગળ, ક્યારેક પાછળ ઝુકે છે. કેટલીક બેસવાની સ્થિતિ શ્રદ્ધા, સંયમ અને સંસ્કાર વ્યક્ત કરે છે. કોઈના બેસવા માત્રથી જ તેની અંદરની ઊર્જા, તેની ચેતના અને જીવન માટેની દૃષ્ટિ સ્પષ્ટ જણાય છે. અર્થઘટન એ છે કે આપણે જીવનમાં પણ એવી સ્થિતિ જ ધારી લેવી જોઈએ – જે માનવતાપૂર્વકની, સદભાવપૂર્વકની અને શાલીનતા સાથે સંકળાયેલી હોય. એ પણ ધ્યાન રાખીએ કે આપણું બેસવું જ આપણી ઓળખ બનવાનું છે એમ નહિ. આવી દરેક શારીરિક સ્થિતિઓ આપણા વ્યક્તિત્વને ઉજાગર કરે છે. આપણે ઊભા રહીએ કે ચાલીએ ત્યારે પણ આપણા વ્યક્તિત્વનો અંદાજ આવી શકે છે. ઘણી ફિલ્મોમાં ખલનાયકને આપણે તરત જ ઓળખી જઈએ છીએ. હજુ તો એણે પોતાની ખલનાયકી બતાવી ન હોય તો પણ આપણને જે રીતે ખ્યાલ આવી જાય છે, એમ જ અન્ય લોકો પણ આપણને માપી લેતા હોય છે.
1. બેસવાની શૈલી શું દર્શાવે છે?
2. ચંચળ મનવાળી વ્યક્તિ કેવી રીતે બેસે છે?
3. નિર્વિવાદ માણસની સ્થિતિ કેવી હોય છે?
4. ફકરા મુજબ 'સ્થિતિ ધારી લેવી જોઈએ'નો અર્થ શો છે?
5. ફકરાનો મુખ્ય સંદેશ શો છે?
🎨 વિભાગ ૬: રંગો અને સહકાર (કાવ્ય સારાંશ)
રંગો આપણાં જીવનમાં આનંદ અને ઊર્જા લાવે છે. આ કાવ્યમાં બાળકો પોતાના કલર એકબીજાં સાથે વહેંચે છે જેથી દરેક બાળક દરેક રંગનો ઉપયોગ કરી શકે. દરેક બાળક પાસે અલગ રંગ છે, પણ જ્યારે તેઓ કલર વહેંચે છે, ત્યારે દરેકને ઘણા રંગો મળે છે. રંગો માત્ર ચિત્ર માટે નહીં, પણ પ્રેમ, સહકાર અને મિત્રતાનું પ્રતીક બની જાય છે. આ કાવ્ય સહભાગિતા અને વહેંચણીની ભાવનાને ઉત્તમ રીતે રજૂ કરે છે.
4. દરેક બાળક પાસે જુદા રંગ હોવા છતાં બધા રંગ કેમ મળ્યા?
5. જો બાળકોએ કલર વહેંચ્યા ન હોત, તો શું થઈ શકત?
🌧️ વિભાગ ૭: વરસાદનો આનંદ
“વરસાદ, વરસાદ, વરસાદ" સુંદર કાવ્ય છે જેમાં વરસાદનો આનંદ ઉજવવામાં આવ્યો છે. વરસાદનાં ટપકાં ધરતીને ઠંડક આપે છે અને પર્યાવરણને તાજગી આપે છે. બાળકો વરસાદમાં નાચે છે, રમે છે અને પાણીમાં છપછપ કરતા મોજ માણે છે. વૃક્ષો લીલાંછમ થાય છે અને પક્ષીઓ પણ ખુશ લાગે છે. આ કાવ્ય માત્ર વરસાદના દૃશ્યનું વર્ણન નથી, પણ તે પ્રકૃતિ સાથેના જોડાણ અને આનંદની લાગણી વ્યક્ત કરે છે. તેમાં સહજ જીવનની ખુશીની અનુભૂતિ છુપાયેલી છે જ્યાં બાળક વરસાદને ખૂણે ઊભા રહીને જોવાને બદલે એની સાથે ભીની દુનિયામાં ખુશીથી ભીંજાઈ જાય છે.
1. કાવ્યમાં વરસાદ કેમ મહત્વપૂર્ણ છે?
2. બાળકો વરસાદમાં શું કરે છે?
3. વરસાદના સમયમાં કઈ વસ્તુ બદલાઈ જાય છે?
4. કાવ્યમાં વરસાદ સાથે બાળકને કેવો સંબંધ બતાવાયો છે?
5. જો વરસાદ ન પડતો, તો કાવ્યમાં કઈ ભાવના ન દેખાત?
🏃♂️ વિભાગ ૮: હેલ્થ ઈઝ વેલ્થ પ્રોગ્રામ
હેલ્થ ઈઝ વેલ્થ પ્રોગ્રામ
“તંદુરસ્તી તમારા હાથમાં”
આ ખાસ કાર્યક્રમમાં તમને મળશે:
મજા સાથે હેલ્થ ટીપ્સ | ફન એક્સરસાઇઝ અને ગેમ્સ | પોષણ યુક્ત ખોરાક વિશે જ્ઞાન | દાંત સ્વચ્છતા વિશે માર્ગદર્શન | પાણી પીવાની યોગ્ય ટેવ વિશે માહિતી
બાળકો માટે આરોગ્ય ટિપ્સ:
1. દરરોજ ફળ અને શાકભાજી ખાઓ.
2. પૂરતું પાણી પીવો – દિવસમાં 6–8 ગ્લાસ પાણી પીવો જેથી શરીર હાઇડ્રેટ રહે.
3. રોજ 30 મિનિટ કસરત કરો - દોડવું, કૂદકા મારવા કે રમતો રમવી શરીરને ફિટ રાખે છે.
4. રોજ સાબુથી હાથ ધૂઓ - બીમારીથી બચવા સફાઈ ખુબ જરૂરી.
5. જંક ફૂડ ઓછું ખાઓ – વધારે તેલવાળું ખાવાથી પાચનક્રિયા નબળી પડે છે.
6. રાત્રે પૂરતી ઊંઘ લો – 8 થી 10 કલાક ઊંઘ તમને ફ્રેશ અને ચુસ્ત રાખે છે.
7. રોજ બે વખત દાંત સાફ કરો – સુંદર સ્મિત અને મજબૂત દાંત માટે.
8. હંમેશાં હસતા રહો અને સ્ટ્રેસ દૂર રાખો – ખુશ રહો તો હેલ્થ પણ સારી રહે!
1. નીચેના પૈકી કયો ખોરાક પોષણયુક્ત ગણાય છે?
2. રોજ 30 મિનિટ કસરત કરવાથી શરીરને શો લાભ થાય છે?
3. સાબુથી હાથ ધોવાનો મુખ્ય હેતુ જણાવો.
4. જંક ફૂડ ઓછું ખાવાનું કારણ શું છે?
5. બાળકોને રાત્રે કેટલા કલાક ઊંઘ લેવી જોઈએ?
6. નીચે પૈકી કઈ ટેવ હાઇડ્રેશન માટે જરૂરી છે?
7. ખુશ અને સ્ટ્રેસ-મુક્ત રહેવું સ્વાસ્થ્ય માટે કેમ જરૂરી છે?
પ્રશ્ન -૫ આ જાહેરાતમાં કયો જાગૃતિ સંદેશ આપ્યો છે ?
👧 વિભાગ ૧૩: સારંગીનો સંઘર્ષ
સારંગી માત્ર ભણવા માંગતી ન હતી, પણ તે ઈચ્છતી હતી કે દરેક દીકરીને ભણવાની તકો મળે. તેણે પોતાની બહેનોને પણ પ્રેરિત કરી. આ બધું નિર્વિઘ્ને તો નહિ જ થયું હોય એને પણ સંઘર્ષનો સામનો કરવો પડ્યો હશે. લોકોને સમજાવવા એ ઘણું અઘરું કામ હોય છે. પણ સારંગી જેનું નામ! એણે અનેક નિષ્ફળતાઓ છતાં પ્રયાસો ચાલુ રાખ્યા અને છેવટે અજવાળું થયું. તેણે શિક્ષકો અને સરપંચ સાથે મુલાકાત કરી અને શાળામાં છોકરીઓ માટે ટોઇલેટની વ્યવસ્થા કરાવી, તેમને શૈક્ષણિક સામગ્રી પહોંચાડવામાં પણ મદદ કરી. તે માત્ર વિદ્યાર્થી રહી નહીં પણ એક સજાગ નાગરિક બની. આજે, ગામમાં દરેક દીકરી શાળાએ જાય છે – સારંગી એક દીકરી હતી, પણ એણે દાયકાઓ બદલી નાખ્યા.
1. સારંગીનું લક્ષ્ય શું હતું ?
2. સારંગી શિક્ષણ માટે કોની સાથે મળીને પ્રયત્ન કરે છે?
3. છોકરીઓ માટે કઈ ખાસ વ્યવસ્થા કરાવવી સારંગીએ જરૂરી માની?
4. સારંગી કઈ રીતે "સજાગ નાગરિક” બની?
5. સારંગીના કામથી ગામમાં કેવી અસર પડી ?
🐒 વિભાગ ૧૪: વાંદરો અને બાળક (વાર્તા)
એક વાંદરો ભૂખ્યો હતો અને ખોરાકની શોધમાં ઘૂમી રહ્યો હતો. એક બાળક તેને ફળ આપીને મદદ કરે છે. વાંદરો એ સહાય માટે ખૂબ આનંદિત થાય છે અને બાળકનો મિત્ર બની જાય છે. થોડા દિવસ બાદ જ્યારે બાળક મુશ્કેલીમાં આવે છે ત્યારે એ જ વાંદરો તેની મદદ માટે પહોંચી જાય છે. આ કથાનો મર્મ એ છે કે સાચો મિત્ર એ જ હોય છે જે જરૂરી સમયે મદદ કરે. પ્રાણી ભલે ભાષા ન બોલી શકે, પણ તેઓ લાગણી સમજવા અને વ્યક્ત કરવા સમર્થ હોય છે. વાંદરો બાળકના પ્રેમને સમજ્યો અને તેનો પ્રતિસાદ આપ્યો. તેથી પ્રકૃતિના પ્રત્યેક જીવમાં લાગણી હોય છે ફક્ત સમજવાની શક્તિ જોઈએ. જયારે આપણે દયા, સહાનુભૂતિ અને પ્રેમ બતાવીએ, ત્યારે નબળા જીવો પણ આપણા સહયોગી બની શકે છે. આ કથા સંબંધો બનાવવાની અને સાચવવાની પ્રેરણા આપે છે.
1. વાંદરો બાળકના કયા ભાવને સમજ્યો?
2. પ્રાણીઓ લાગણી કેવી રીતે વ્યક્ત કરે છે?
3. વાંદરો શા માટે ખોરાકની શોધમાં ઘૂમી રહ્યો હતો?
4. માનવ અને પ્રાણી વચ્ચેનો સારો સંબંધ કઈ બાબતથી બંધાયો?
5. ફકરાના આધારે સાચું વાક્ય પસંદ કરો યોગ્ય ?
🎡 વિભાગ ૧૫: ગામનો મેળો
મેળો એ માત્ર ખરીદ-વેચાણનું સ્થળ નથી, તે ગામના લોકો માટે આનંદ, ભાઈચારો અને સાંસ્કૃતિક પરંપરાનું પ્રતીક છે. લોકો નવાં કપડાં પહેરીને, પરિવાર સાથે મેળે જાય છે, રમકડાં ખરીદે છે, લોકનૃત્યો જુએ છે અને અનેક જાતની મજા માણે છે. મેળો ગામના લોકો માટે તાજગી અને ઉમંગ લઈને આવે છે. અહીં માત્ર વસ્તુઓ નથી મળતી, પણ લાગણીઓ, સ્મૃતિઓ અને સ્નેહ પણ વહે છે. મેળો લોકો વચ્ચે સંવાદ અને સંકળાવાનું મજાનું માધ્યમ છે. મેળો એ કેવળ મોજમસ્તીનું નહિ, શીખવાનું સ્થળ પણ બની શકે છે. ત્યાં વિવિધ વાણિજ્ય હસ્તકલા, સ્થાનિક ખાદ્યપદાર્થો, હસ્તનિર્મિત રમકડાં, લાઈવ પ્રદર્શન વગેરે થતું હોય છે. બાળકો અહીંથી સ્થાનિક સંસ્કૃતિ, વ્યવસાય અને લઘુઉદ્યોગોની ઓળખ મેળવી શકે છે. મેળા જેવી ઘટનાઓ ગામના અર્થતંત્રને જીવંત બનાવે છે. આવા મેળા સ્થાનિક કળાને જીવંત રાખે છે અને નવી પેઢીને તેના પર ગૌરવ થાય એવું બનાવે છે.
1. મેળા માટે કયો શબ્દ યથાર્થ નથી?
2. મેળામાં લોકો શા માટે આવે છે?
3. મેળો કઈ વાતને પ્રોત્સાહન આપે છે?
4. મેળાની મુલાકાતમાં શું મુખ્ય હોય છે?
5. મેળો કઈ રીતે ગામને તાજગી આપે છે?
🕊️ વિભાગ ૧૬: કબૂતર જાળી
શહેરના એપાર્ટમેન્ટમાં રહેતા મહેશભાઈએ પોતાની બાલ્કનીમાં કબૂતર જાળી લગાવી હતી. સવારે કબૂતરો આવી બેસતાં હોવાથી ગંદકી વધતી હતી. પાડોશી દીપકભાઈને ખબર પડી. તેમણે મહેશભાઈને કહ્યું, “ખરેખર કબૂતર જાળી ન લગાવાય. બાપડાં કબૂતર મરી જાય.” મહેશભાઈએ શાંતિથી જવાબ આપ્યો, “ના, મેં એવી જાળી લગાવી છે જેમાં કબૂતર આવી ન શકે, પણ એને કોઈ ઇજા ન થાય.” “એવું કેવી રીતે બને? પડદા જેવી હોય તો પછી હવા-ઉજાસ પણ ઓછો થાય ને?" દીપકભાઈએ પૂછ્યું. “આ દેખાય નહીં તેવી જાતની જાળી આવે છે. એમાં માત્ર ઊભા તાર હોય. એ પણ પારદર્શક જેવા. એટલે હવા ઉજાસમાં ફરક ન પડે.” દીપકભાઈ રાજી થયા. એમનો રાજીપો વધારતાં મહેશભાઈએ કહ્યું, “હું તો શાળામાં પણ બાળકોને પ્રાણીઓ પ્રત્યે દયા રાખવાની વાત શીખવાડું છું.” દીપકભાઈ આ વાતથી પણ પ્રભાવિત થયા.
1. મહેશભાઈ ક્યાં રહે છે?
2. કબૂતર જાળી કેમ લગાવવી પડી?
3. દીપકભાઈને કબૂતર જાળી બાબતે શું ચિંતા હતી?
4. દીપકભાઈ શરૂઆતમાં કબૂતરના વિરોધમાં હતા, પણ અંતે કેમ રાજી થયા?
નમસ્તે મિત્રો! એક્ઝામ ગુરુ બ્લોગ પર તમને ધોરણ ૬ થી ૮ નું અભ્યાસ સાહિત્ય, NMMS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું મટિરિયલ અને શિક્ષકો માટે ઉપયોગી માહિતી વિનામૂલ્યે મળશે.
0 Comments