Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન MCQ | મૌર્યયુગ & સ્થાનિક સરકાર (ભાગ-2) | વાર્ષિક પરીક્ષા

🌍 ધોરણ 6 સામાજિક વિજ્ઞાન: મેગા પ્રશ્નબેંક (ભાગ-2)

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો! આ ભાગ-2 માં આપણે પ્રકરણ 6 (મૌર્યયુગ) અને પ્રકરણ 16 (સ્થાનિક સરકાર) ના 80 થી વધુ પ્રશ્નો (વિકલ્પો, ખાલી જગ્યા, ખરા-ખોટા, વર્ગીકરણ, જોડકાં) ની પ્રેક્ટિસ કરીશું.

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી MCQ અને જ્ઞાનસાધના પરીક્ષા મટીરીયલ માટે આ ક્વિઝ સૌથી બેસ્ટ છે.

📚 જ્ઞાનસાધના મેગા ક્વિઝ 📝

👑 એકમ 6: મૌર્યયુગ: ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક
1. જો આપને મૌર્યકાલીન સમયની રાજકીય અને સામાજિક માહિતી મેળવવી હોય તો નીચે પૈકી કયા ગ્રંથનો સંદર્ભ લેશે?
2. કલિંગના યુદ્ધ પછી સમ્રાટ અશોકનો શસ્ત્રત્યાગ આપેલ કયા વિધાન સાથે સુસંગત છે?
3. ગિરનાર : ગુજરાત :: શ્રવણ બેલગોડા : ………………
4. મૌર્ય સામ્રાજ્યના પતનને રોકવા માટે ચાણક્યનું ‘જાસૂસી તંત્ર’ કઈ રીતે કરોડરજ્જુ સમાન હતું?
5. નીચે આપેલ મૌર્ય વંશના શાસકોનો સાચો ક્રમ કયો છે તે જણાવો.
6. મૌર્યયુગીન વહીવટ તંત્રમાં ‘મહાઅક્ષપટલ’ હોદ્દો આપેલ કયા ખાતા સાથે જોડાયેલ છે?
7. આપેલ સ્ત્રોતોમાંથી મૌર્યવંશની જાણકારી મેળવવા માટે કઈ જોડ ખોટી છે?
8. એશિયા ખંડનો સૌથી જૂનો ગ્રાન્ડ ટ્રંક રોડ નિર્માણના સમયનો સાચો ક્રમ જણાવો.
9. સમ્રાટ અશોકે પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા. હાલ સિલોન કયા દેશ તરીકે ઓળખાય છે?
10. સુદર્શન તળાવના નિર્માણ પરથી મૌર્યકાલીન વહીવટની કઈ વિશેષતા સાબિત થાય છે?
11. બિંદુસારની કઈ સિદ્ધિ તેને એક કુશળ વહીવટકર્તા સાબિત કરે છે?
12. જો આપણે મૌર્ય સામ્રાજ્યના વહીવટ તંત્રમાં 'સીતાધ્યક્ષ' વિષે જાણવું હોય તો નીચે આપેલ કયા વિભાગનો અભ્યાસ કરવો પડશે?
13. મૌર્ય વહીવટીતંત્રના સૌથી નાના એકમ 'ગ્રામ' ના ઉપરી અધિકારીને શું કહેવામાં આવતું?
14. ચંદ્રગુપ્ત મૌર્યે તેના જીવનનો અંતિમ સમય કયા ધર્મના પ્રભાવ હેઠળ વિતાવ્યો હતો?
15. સમ્રાટ અશોકના શિલાલેખમાં પુષ્યગુપ્તનો ઉલ્લેખ કયા સ્થળની વિગતો આપે છે?
✍️ એકમ 6: ખાલી જગ્યા, જોડકાં અને મને ઓળખો (MCQ સ્વરૂપે)
16. મૌર્યયુગીન વહીવટીતંત્રમાં વ્યાપાર કે માલસામાનના બાબતોની જાણકારી મેળવવી હોય તો ________ ખાતાનો સંપર્ક કરવો પડે.
17. મૌર્યયુગમાં પાટલીપુત્રથી છેક ઉત્તર-પશ્ચિમ સરહદ સુધીના પ્રાંતોમાં સંદેશાવ્યવહાર માટે ________ રોડનું નિર્માણ મહત્વનું હતું.
18. મૌર્યકાળમાં ન્યાયતંત્રમાં જો કોઈ મોટો વિવાદ ઊભો થાય, તો અંતિમ અને સર્વોચ્ચ નિર્ણય લેવાની સત્તા કોની પાસે હતી?
19. ભારતમાં મૌર્યવંશની સ્થાપના પહેલાંનો ઈતિહાસ કયા નામે (અથવા વંશ) ઓળખવામાં આવે છે?
20. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુશીમની ક્યાંના રાષ્ટ્રીય (રાજ્યપાલ) તરીકે નિમણુક થઇ હતી?
21. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય મૈસુરના ________ માં વિતાવ્યો હતો.
22. યોગ્ય જોડકાં જોડો:
1. મૌર્ય શાસનમાં ખેતી વિભાગના વડા (સીતાધ્યક્ષ)A. ગ્રાન્ડ ટ્રંક રોડ
2. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય માર્ગB. પાટલીપુત્ર
3. ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં વહીવટીતંત્રનું મુખ્ય કેન્દ્રC. ખેતી અને સિંચાઈની વ્યવસ્થા
4. 'ધમ્મમહામાત્ર' અધિકારીની મુખ્ય ફરજD. સામ્રાજ્યને અકબંધ જાળવી રાખવું
5. બિંદુસારની સૌથી મોટી રાજકીય સિદ્ધિE. પ્રજામાં નૈતિક મૂલ્યોનો પ્રચાર
23. યોગ્ય જોડકાં જોડો:
1. અવંતિA. લશ્કરી ખાતાની દેખરેખ રાખનાર અધિકારી
2. સેનાનીB. અશોક આ પ્રાંતમાં રાજ્યપાલ હતો
3. ગિરીનગર (જૂનાગઢ)C. મૌર્યયુગીન વહીવટીતંત્રમાં વ્યાપાર ખાતાનો વડો
4. રાજુકD. અશોકનો શિલાલેખ
5. પણ્યાધ્યક્ષE. આહારનો અધિકારી (ન્યાયાધીશ)
🏛️ એકમ 16: સ્થાનિક સરકાર
24. તમે રામસણ ગામમાં રહો છો અને તમારે જન્મના પ્રમાણપત્રની જરૂર છે. પ્રમાણપત્ર મેળવવા ક્યાં જવું પડશે?
25. રામસણ ગ્રામ પંચાયત કુલ 12 સભ્યોની બનેલી છે, તો તે પૈકી ઓછામાં ઓછાં કેટલાં સભ્યો મહિલાઓ હશે?
26. ગામનાં વહીવટી વડા તલાટી-કમ-મંત્રી હોય છે, એમ તાલુકાનાં વહીવટી વડા તરીકે કોણ હોય છે?
27. નીચેનામાંથી કઈ જવાબદારી ગ્રામપંચાયતની નથી?
28. તમે ધાનેરા શહેરમાં રહો છો, શહેરમાં ચોમાસામાં ગટરના પાણીનો નિકાલ થતો નથી, તો કોણ મદદરૂપ થશે?
29. એકથી વધુ ગામો ભેગા મળીને તાલુકાની રચના થાય છે, એમ એકથી વધુ તાલુકાઓ મળીને શાની રચના થાય છે?
30. ગ્રામપંચાયત: સરપંચ :: નગરપાલિકા: ............
31. નીચે પૈકી કઈ ભૂમિકા તાલુકા વિકાસ અધિકારીની (કે તાલુકા પંચાયતની) નથી?
32. નીચેનામાંથી કયું વિધાન 'ગ્રામસભા' સાથે સુસંગત નથી?
33. ગ્રામપંચાયત: ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા :: મહાનગરપાલિકા: ...........
34. જો કોઈ શહેરની વસ્તી 4 લાખ કે 5 લાખથી વધુ હોય, તો ત્યાં વ્યવસ્થાપન માટે કઈ સંસ્થા રચાશે?
35. જો ગામના લોકોને પોતાના પ્રશ્નો સીધા રજૂ કરવા હોય તો તે ક્યાં રજૂ કરશે?
36. તાલુકા પંચાયતનું મુખ્ય કાર્ય નીચેનામાંથી કયુ છે?
37. જો નગરપાલિકામાં રસ્તા, પાણી અને સફાઈની જવાબદારી યોગ્ય રીતે નિભાવાતી ના હોય તો જવાબદારી કોની બને?
38. પંચાયતી રાજ પદ્ધતિનો મુખ્ય હેતુ કયો છે?
39. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીનો આધારસ્તંભ કેમ કહેવાય છે?
40. નગરપાલિકા અને મહાનગરપાલિકા વચ્ચે મુખ્ય તફાવત કયો છે?
41. તાલુકા સ્તરે કાયદો અને વ્યવસ્થા જાળવવી તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા કોણ ભજવે છે?
42. લોકઅદાલત ના ચુકાદા અંગે નીચેનામાંથી કયું નિવેદન યોગ્ય છે?
43. જો કોઈ જિલ્લામાં વિવિધ વિકાસ યોજનાઓ વચ્ચે સંકલન ન થતું હોય તો આ ખામી દૂર કરવાની મુખ્ય જવાબદારી કોઈની છે?
44. મહાનગરપાલિકામાં મેયરનું કાર્ય મુખ્યત્વે ક્યા સ્વરૂપનું હોય છે?
✍️ એકમ 16: ખરા-ખોટા, ખાલી જગ્યા અને જોડકાં
45. ખરા-ખોટાં: ગ્રામપંચાયતનાં કાર્યાલયને 'સ્વર્ણિમ સંકુલ ' તરીકે ઓળખવામાં આવે છે.
46. ખરા-ખોટાં: ગ્રામપંચાયતની ચૂંટણી કોઈ રાજકીય પક્ષના પ્રતીક પર લડાય છે.
47. ખરા-ખોટાં: સ્થાનિક સરકારનું પ્રથમ સ્તર જિલ્લા પંચાયત છે.
48. ખરા-ખોટાં: ઋત્વિકની ઉંમર 12 વર્ષ છે, તે ગ્રામસભામાં હાજરી આપી શકે નહીં.
49. ખરા-ખોટાં: ગ્રામસભાએ ગામની ધારાસભા સમાન છે.
50. ખરા-ખોટાં: કલેકટર નગરપાલિકાના વહીવટી વડા છે.
51. ખરા-ખોટાં: ગામના રોડ-રસ્તાની સફાઈની જવાબદારી તાલુકા પંચાયતની છે.
52. યોગ્ય જોડકાં જોડો:
1. સરપંચa. જિલ્લા ન્યાયાધીશ તરીકે કાર્ય કરે છે.
2. તાલુકા વિકાસ અધિકારીb. જિલ્લા પંચાયતના વહીવટી વડા.
3. કલેકટરc. તાલુકા કક્ષાએ રાજ્ય સરકારના પ્રતિનિધિ.
4. મામલતદારd. ગામનો વડો.
5. જિલ્લા વિકાસ અધિકારીe. તાલુકા કક્ષાએ મધ્યાહનભોજનનું સંચાલન અને નિયંત્રણ.
53. મને ઓળખો: 'હું સ્થાનિક સરકારનું એકમ છું, મારી સભ્ય સંખ્યા 16 થી 32 છે.'
54. મને ઓળખો: 'હું સ્થાનિક સરકારનું સૌથી અગત્યનું અને પાયાનું એકમ છું.'
55. મને ઓળખો: 'મારી કામગીરી જિલ્લા ચુંટણી અધિકારી તરીકે પણ રહેલી છે.'
56. મને ઓળખો: 'મારી નિમણૂક રાજ્ય સરકાર કરે છે અને હું તાલુકા કક્ષાએ વહીવટી જવાબદારી વહન કરું છું.'
57. ખાલી જગ્યા પૂરો: જો કોઈ ગ્રામપંચાયતની ચૂંટણીમાં તમામ સભ્યો અને સરપંચ બિનહરીફ ચૂંટાય તો તે ગામને _________ યોજના હેઠળ વિશેષ ગ્રાન્ટ મળે છે.
58. ખાલી જગ્યા પૂરો: ગ્રામ પંચાયતનો વહીવટ તલાટી સંભાળે છે, જ્યારે મહાનગરપાલિકાના વહીવટી વડા ________ તરીકે ઓળખાય છે.
59. ખાલી જગ્યા પૂરો: _________ એ લોકશાહીનું એવું પ્લેટફોર્મ છે જ્યાં ગ્રામજનો પ્રત્યક્ષ રીતે પોતાનાં પ્રશ્નો રજૂ કરી શકે છે.
60. ખાલી જગ્યા પૂરો: નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે જેમાં સૌથી મહત્વની સમિતિ _________ સમિતિ ગણાય છે.
61. ખાલી જગ્યા પૂરો: અદાલતોમાં કેસોનું ભારણ ઘટાડવા અને ઝડપી તેમજ સસ્તો ન્યાય અપાવવા માટે _________ ની સ્થાપના કરવામાં આવી છે.

Post a Comment

0 Comments