Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

ધોરણ ૭ ગુજરાતી PARAKH પ્રશ્નબેંક | STD 7 Gujarati Parakh MCQ

🎯 PARAKH (પરખ) રાષ્ટ્રીય સર્વેક્ષણ: એક નવો શૈક્ષણિક અભિગમ

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષકગણ અને વાલીઓ! ExamGuru ના આ વિશેષ લેખમાં તમારું સ્વાગત છે. ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગોખણપટ્ટીના બદલે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને સમજણ શક્તિને પ્રાધાન્ય આપવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અંતર્ગત PARAKH (Performance Assessment, Review, and Analysis of Knowledge for Holistic Development) ની શરૂઆત કરવામાં આવી છે. આ માત્ર કોઈ સામાન્ય પરીક્ષા નથી, પરંતુ વિદ્યાર્થીઓની વાસ્તવિક બુદ્ધિમત્તા અને તર્કશક્તિને માપવાનો એક માપદંડ છે.

ખાસ કરીને ધોરણ ૬ થી ૮ ના ગુજરાતી વિષયમાં માતૃભાષા પરનું પ્રભુત્વ ચકાસવા માટે GCERT દ્વારા આ પ્રશ્નબેંક તૈયાર કરવામાં આવી છે. અગાઉ આપણે માત્ર પાઠ્યપુસ્તકના સીધા પ્રશ્નોના જવાબો આપતા હતા, પરંતુ 'પરખ' કસોટીમાં વિદ્યાર્થીઓએ અપરિચિત ફકરા, વિવિધ જાહેરાતો, કોષ્ટકો અને સંવાદો વાંચીને તેનું અર્થઘટન (Comprehension) કરવાનું હોય છે. આ પદ્ધતિ વિદ્યાર્થીઓની ભાષાકીય સજ્જતા અને નિર્ણય લેવાની ક્ષમતામાં અદભુત વધારો કરે છે.

આજના આ આર્ટિકલમાં તમને શું મળશે?
  • તાર્કિક વિચારસરણી (Logical Thinking): આપેલા ફકરાઓ અને જાહેરાતો પરથી સીધા ન દેખાતા પણ છુપાયેલા જવાબો શોધવાની કળા.
  • વાંચન અને અર્થઘટન: ગુજરાતી ભાષાને માત્ર વાંચવા પૂરતી નહિ, પણ તેને સમજીને વ્યવહારુ જીવનમાં ઉતારવાની પ્રેક્ટિસ.
  • ઇન્ટરેક્ટિવ ડિજિટલ ક્વિઝ: બાળકોને કંટાળો ન આવે તે માટે રમત-ગમત સાથે ભણતર (Play-way Method) પૂરી પાડતી સુંદર ક્વિઝ સિસ્ટમ.
  • તુરંત પરિણામ અને સમજૂતી: દરેક જવાબ સાચો કેમ છે કે ખોટો કેમ છે, તેની સચોટ સમજૂતી (Explanation) સાથેનું માર્ગદર્શન.

જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ (જેમ કે NMMS, જ્ઞાનસાધના વગેરે) ની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે આ પાયાનું જ્ઞાન ખૂબ જ ઉપયોગી સાબિત થશે. શિક્ષક મિત્રો પણ આ ડિજિટલ કન્ટેન્ટનો ઉપયોગ વર્ગખંડમાં સ્માર્ટ ક્લાસ દ્વારા બાળકોને મહાવરો કરાવવા માટે કરી શકે છે.

👇 નીચે આપેલ ઇન્ટરેક્ટિવ પ્રશ્નબેંક (MCQs) માં સાચો વિકલ્પ પસંદ કરો અને તમારું જ્ઞાન ચકાસો. બેસ્ટ ઓફ લક! 👇

📚 ધોરણ ૭ - ગુજરાતી PARAKH પ્રશ્નબેંક (સંપૂર્ણ) 📝

📖 વિભાગ ૧: જ્ઞાનનો ખજાનો
જ્ઞાન એ એવો ખજાનો છે જેનું વહન કોઈ ભાર નથી. જ્ઞાનનો ઉપયોગ જેટલો વધુ થાય તેટલું આ બધું વધે છે. આપણે પુસ્તક વાંચીએ, ગુરુજનો પાસેથી શીખીએ, અનુભવોમાંથી માહિતી મેળવીએ જ્ઞાન છે. પૈસા, સોના-ચાંદી જેવી સંપત્તિ લૂંટી શકાય છે, પણ જ્ઞાન કોઈ નહીં લઈ શકે. જ્ઞાનવાળા માણસને બધાં માન આપે છે. તે નવી વિચારશક્તિ વિકસાવે છે અને જીવનમાં સફળતા તરફ આગળ વધે છે. તેથી જ્ઞાન મેળવવા પ્રયાસશીલ રહેવું જોઈએ. ઘણા લોકો ખજાના તરીકે ધન-દોલત, કીમતી ઘરેણાં કે મોટી ઇમારતો માને છે. પણ સાચો ખજાનો તો માણસના ગુણ છે - જ્ઞાન, સંસ્કાર, સહાનુભૂતિ, શ્રમ અને ઈમાનદારી. આવા ગુણો માણસને જીવનમાં સાચો મૂલ્યવાન બનાવે છે. સારા ગુણવાળી વ્યક્તિ પરિસ્થિતિઓ સામે ધીરજથી લડે છે અને આગળ વધી શકે છે. જે ખજાનો જીવનમાં ઉપયોગી થાય, જેનાથી બીજાનું ભલું થાય એ સાચો ખજાનો કહેવાય.
1. જ્ઞાન માટે ફકરાને આધારે કયું વાક્ય સાચું છે?
2. જ્ઞાન જેમ જેમ વાપરીએ તેમ તેમ
3. નિષ્ફળ ન રહી જવાય એ માટે .............જરૂરી છે.
4. સગુણી વ્યક્તિ ....
5. શું લૂંટી ન શકાય ?
🌳 વિભાગ ૨: પંખી અને કુદરત
પંખી એ સ્વતંત્ર રીતે આકાશમાં ઊડતો જીવ છે. તેનું ઘર જંગલ, વૃક્ષો અને કુદરતી સ્થળોમાં હોય છે. પરંતુ આજે માણસ વૃક્ષો કાપી નાખે છે, જંગલો નષ્ટ કરે છે, કુદરતને નુકસાન કરે છે. પરિણામે, પંખીઓના ઘરનો નાશ થાય છે અને તેમને ભટકવું પડે છે. જો આપણે તેમની જગ્યા લીધા વગર વિકાસ કરીએ, તો કુદરતી તંત્ર જળવાઈ શકે. પંખીડાં આજે અમને સંદેશ આપે છે કે “અમારું નિવાસ સ્થિર રાખો, નહીં તો તમારું ભવિષ્ય પણ અસ્થિર થશે.” પંખીડાં પોતાનું ઘર ગુમાવી રહ્યાં છે, પણ શું આપણે ઈમાનદારીથી વિચારીએ છીએ કે એ ઘર કોણ લઈ રહ્યું છે? માણસે રસ્તાઓ, મકાનો, ફેક્ટરીઓ બનાવવા વૃક્ષોને કાપી નાખ્યાં. પણ તેને ભૂલી જવાયું કે દરેક પંખી, જીવ કે જીવાત પણ આ ધરતીના હકદાર છે. કુદરત માત્ર માનવજાત માટે નથી. જો આપણે હવે પણ વિચારીશું નહીં, તો એક દિવસ એવી સ્થિતિ આવશે કે ન છાંયો રહેશે, ન ગીત ગાતાં પંખીડાં. માનવી માટે ખરું માનવત્વ એ જ છે કે તે અન્ય જીવોને જીવી શકે તેવી જગ્યા આપે.
1. કુદરતને કેવી રીતે નુકસાન થાય છે ?
2. પંખીઓ પોતાનાં ઘર ગુમાવી રહ્યાં છે કારણ કે
3. ખરી માનવતા...
4. ફકરાને આધારે નીચેનામાંથી કયું વાક્ય બંધબેસતું છે ?
5. પંખીઓનું ઘર કોણે છીનવી લીધું ?
🎓 વિભાગ ૩: શિક્ષણના સંસ્મરણો (દત્તુ)
મારા પાંચ ભાઈઓમાંથી એક જ બી.એ. સુધી પહોંચી શક્યો. બાકીના બધા વચમાં જ ક્યાક ક્યાંક અટકી ગયા. અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યા છતાં પોતાની ઉમેદ બર ન આવી એમ જોઈ પિતાશ્રી ખૂબ હતાશ થયા હતા! એમણે પહેલેથી જ નકકી કરેલું કે દત્તુને કૉલેજમાં નથી જ મોકલવો. હું મનમાં ચીડાતો : વાંક બીજાનો ને સજા મને થાય છે ! પણ મે કશું કહ્યું નહીં. જ્યારે પહેલે જ વર્ષે હું મેટ્રિક પાસ થયો ત્યારે મારી કંઈક શાખ જામી. તે જ વર્ષ શાળાની આબરૂ જાળવવા અમે મેટ્રિકના ત્રણ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ માટે પણ બેઠા હતા. એ પરીક્ષાનું પણ છેલ્લું વર્ષ હતું. એમાં પણ હું પાસ થયો, એટલું જ નહીં પણ મારો નંબર ઠીક ઠીક ઊંચો આવ્યો. આ બે પરીક્ષાને જોરે મે કૉલેજમાં જવાની માંગણી કરી. છતાં પિતાશ્રી એક ના બે ન થયા. આખરે મેં એમને કહ્યું, “ તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારાં છે. મને ઈજનેરી લાઇનમાં જવા દો. પ્રિવિયસની પરીક્ષા પાસ થયા વગર એંજિનિયરિંગ કૉલેજમાં જવાય જ નહીં. એટલે એક જ વરસ હું આર્ટ્સ કૉલેજમાં જઈશ.' મારી આ દલીલથી પિતાશ્રી પીગળ્યા અને એમણે મને કૉલેજમાં જવાની રજા આપી.
1. શાળાની આબરૂ કેવી રીતે જળવાઈ ?
2. દત્તુની કઈ વાતમાં પિતાજી માન્યા જ નહીં ?
3. એમણે પહેલેથી જ નક્કી કરેલું કે દત્તુને કૉલેજ નથી મોકલવો અહીં “એમણે” એટલે ?
4. પિતાશ્રીને એવું કેમ લાગ્યું કે પૈસા બગડ્યા ?
5. પિતાશ્રી દત્તુની વાત માની ગયા. એને લાગુ પડતું નીચેનાંનાથી કયું વિધાન સાચું છે ?
🏛️ વિભાગ ૪: ભારતની સ્થાપત્યકલા
ઉત્તર ભારતમાં મંદિરોની લાક્ષણિકતા એનાં ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો છે. દક્ષિણ ભારતમાં શંકુ આકારનાં અણીદાર શિખરોવાળાં મંદિરો બંધાયાં. દક્ષિણ ભારતમાં ગોપુરમ્ (મંદિરનું પ્રવેશદ્વાર) મંદિરોની વિશેષતા છે. મંદિરોમાં ગર્ભગૃહ, અંતરાલ, મંડપ, શૃંગાર-ચોકી કે મુખમંડપ હોય છે. મંદિરને પ્રદક્ષિણાપથ હોય છે. આ સમયગાળામાં કેટલાંક મહત્ત્વપૂર્ણ મંદિરોમાં પલ્લવકાલીન રથમંદિરો અને તાંજોરના રાજરાજેશ્વર મંદિરનો સમાવેશ થાય છે. તાંજોરનું રાજરાજેશ્વર મંદિર તે સમયનું સૌથી ઊંચું મંદિર ગણાતું હતું. મુઘલ સ્થાપત્યકલા એકદમ વિશિષ્ટ હતી. મુઘલ સ્થાપત્યકલાનો વિશેષ નમૂનો હુમાયુના મકબરામાં દેખાય છે. અકબરે આગ્રાનો કિલ્લો અને ફતેપુર સિક્રીનો કિલ્લો બંધાવ્યો હતો. શેરશાહનો સસારામનો મકબરો આ સમયનું અગત્યનું સ્થાપત્ય છે. મુઘલોએ બાગ-બગીચાની એક આખી પરંપરા શરૂ કરી હતી. જેમાં કશ્મીરનો નિશાતબાગ, લાહોરનો શાલીમાર બાગ અને આગ્રાના આરામબાગનો સમાવેશ થાય છે. મુઘલ સ્થાપત્યકલાનું સર્વોચ્ચ શિખર શાહજહાંએ બંધાવેલ આગ્રાના તાજમહેલમાં જોવા મળે છે. વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવતા ઉત્તરપ્રદેશના આગ્રામાં યમુના નદીના કિનારે આવેલ તાજમહાલનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાજ મહલની યાદમાં કરાવ્યું હતું. તાજમહાલ ભારતના સ્થાપત્યકલાના વારસાને ગૌરવાન્વિત કરે છે અને દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. આ ઉપરાંત દિલ્લી સ્થિત લાલકિલ્લાનું નિર્માણ શાહજહાંએ કરાવ્યું હતું. લાલ પથ્થરોથી તૈયાર થયેલ આ કિલ્લામાં દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, રંગમહેલ જેવી મનોહર ઈમારતો બંધાવી હતી. તેની સજાવટમાં સોનું, ચાંદી, કીમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય થયો છે. આ જ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયૂરાસન બનાવડાવ્યું હતું. દર વર્ષે 15મી ઓગસ્ટ તથા 26મી જાન્યુઆરીએ આ લાલકિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે.
1. તાજમહાલને વિશ્વની સાત અજાયબીઓમાં કેમ સ્થાન મળ્યું છે?
2. આમાંથી કઈ દક્ષિણના મંદિરોની લાક્ષણિકતા નથી ?
3. લાલ કિલ્લો કેમ લાલ રંગનો દેખાતો હશે?
4. ફકરાને આધારે કયું વાક્ય સાચું નથી?
5. શાહજહાંએ લાલ કિલ્લામાં કલાત્મક શું બનાવડાવ્યું હતું?
💬 વિભાગ ૫: કહેવતોનું મહત્વ
દાદાજી સમજાવવા લાગ્યા, "બેટા આને કહેવત કહેવાય. બધી ભાષામાં કહેવતો જોવા મળે છે. કહેવત એટલે લોકજીભે બોલાતા આવતા શબ્દોનો સમૂહ. વ્યાવહારિક અનુભવના આધારે પરાપૂર્વથી બોલાતા આવતા શબ્દસમૂહને કહેવત કહે છે. આપણી ગુજરાતી ભાષા પણ આવી અસંખ્ય કહેવતોથી સમૃદ્ધ છે. આપણી ભાષામાં એકબીજાથી વિરુદ્ધ અર્થ થતા હોય તેવી કેટલીક કહેવતો છે. જેમકે, બોલે તેનાં બોર વેચાય અને ન બોલ્યામાં નવ ગુણ કે પછી માગ્યા કરતાં મરવું ભલું અને માગ્યા વિના મા પણ ના પીરસે. કેટલીક કહેવતો અલગ અલગ હોવા છતાં તેનો અર્થ એક જ થતો હોય તેવી સમાનાર્થી કહેવતો પણ આપણી પાસે છે. જેવી કે અધૂરો ઘડો છલકાય અને ખાલી ચણો વાગે ઘણો, ઊજળું એટલું દૂધ નહીં ને પીળું એટલું સોનું નહીં."
1. ‘કહેવત’ની યોગ્ય વ્યાખ્યા કઈ છે?
2. નીચેની કઈ વિશેષતા કહેવતો માટે યોગ્ય નથી?
3. ‘બોલે તેનાં બોર વેચાય' અને 'ન બોલ્યામાં નવ ગુણ' કહેવતો વિશે યોગ્ય નિવેદન કયું છે?
4. ‘માગ્યા કરતાં મરવું ભલું' અને 'માગ્યા વિના મા પણ ના પીરસે' કહેવતો દ્વારા લેખક શું સમજાવવા માગે છે?
5. નીચેમાંથી સમાનાર્થી કહેવતોની યોગ્ય જોડ કઈ છે?
7. ‘ઊજળું એટલું દૂધ નહીં ને પીળું એટલું સોનું નહીં' કહેવત શું સૂચવે છે?
8. લેખક અનુસાર ગુજરાતી ભાષા કેવી રીતે સમૃદ્ધ છે?
📝 વિભાગ ૬: ટીમવર્ક અને પ્રોજેક્ટ (સોહમનો પ્રોજેક્ટ)
સોહમની સાથે દાદાજી પણ ઊભા થયા. તેમણે જોયું તો કરણ અને રૂપમની સાથે રૂપમની બહેન રાગિણી પણ હતી. દાદાજી સૌને ઘરમાં બોલાવી લાવ્યા. તેમણે સૌને સોહમના પ્રૉજેક્ટ વિશે વાત કરી સોહમને મદદ કરવા સમજાવ્યા. સોહમના મિત્રો તો દાદાજીની વાત સાંભળીને ખુશ થઈ ગયા. રાગિણીનો ઉત્સાહ પણ છાનો ન રહ્યો. કરણને કાગળમાંથી જાતજાતની ચીજવસ્તુઓ બનાવવાનો શોખ હતો, તો રાગિણીને ચિત્રકામનો. કરણે બધાંને ગ્રહો, તારાઓ, તારામંડળ, સૂર્ય, ચંદ્ર, આકાશગંગા, સ્પેશ શટલ, રૉકેટ વગેરે કાગળમાંથી કેવી રીતે બનાવવાં તે શીખવ્યું અને રાગિણીએ સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો વગેરેનું સ્થાન નક્કી કરીને પ્રૉજેક્ટને અનુરૂપ રંગોથી ચાર્ટ પેપર સમજાવવાનું બીડું ઝડપી લીધું. જોતજોતામાં તો ચંદ્ર, તારા, વામન ગ્રહો, વગેરે સાથે આખુંયે સૂર્યમંડળ સોહમના ચાર્ટપેપર ઉપર ઊતરી આવ્યું. ત્યાં તો નાનકડો અનુપ દોડતો આવીને તેની પાસેના ચળકતા રંગો બતાવીને બોલ્યો, “આનાથી તારા બનાવો તો કેવું ? તરત જ તે અનુપ પાસેથી લઈને, “વાહ ! આ તો સોનામાં સુગંધ ભળી.” એમ કહીને કરણે ઝીણાં ઝીણાં ચળકતાં ટપકાં કરીને તારા દોરી દીધા. આમ સોહમનો પ્રૉજેક્ટ પૂરો થયો.”
વિચારાત્મક પ્રશ્નો:
  1. દાદાજીએ સૌને ઘરે બોલાવી સોહમને મદદ કરવા સમજાવવાનું કારણ શું હોઈ શકે?
  2. જો કરણ અને રાગિણી પાસે તેમની ખાસ કળા ન હોત, તો પ્રૉજેક્ટ કેવી રીતે બદલાઈ ગયો હોત?
  3. સોહમના પ્રૉજેક્ટની સફળતામાં ટીમવર્કનું મહત્ત્વ કેવી રીતે દેખાય છે?
  4. અનુપના સૂચનથી પ્રૉજેક્ટમાં શું ખાસ ફેરફાર આવ્યો?
  5. દાદાજીની ભૂમિકા વગર બાળકોનો ઉત્સાહ કેવો રહેતો? તમારું કારણ આપો.

(નોંધ: આ પ્રશ્નોના જવાબો વિદ્યાર્થીઓએ પોતાના શબ્દોમાં મૌલિક રીતે આપવાના છે.)

😋 વિભાગ ૭: ગોલુ અને લાડવા (વાર્તા)
ગોલુ નામનો છોકરો. પાંચેય ભાઈ- બહેનોમાં તે વચેટ. તેને ખાવાનો એટલો શોખ કે ન પૂછો વાત. દિવસ ઊગે ને બસ એક જ રઢ. મમ્મી મનગમતું જમવાનું ન બનાવી આપે તો મોઢું ફુલાવીને બેસી જાય. અને મમ્મી જો મનગમતી વાનગી બનાવવાની વાત કરે તો એના વિચારમાત્રથી જ તેનું મોં પાણી પાણી થઈ જાય. ગામમાં સારા- માઠા પ્રસંગે જમણવાર હોય તો ગોલુ માટે તો જાણે દોડવું હતું ને ઢાળ મળ્યો એવું થઈ પડે. જમણવારમાં જવાનું હોય તેની આગલી રાત્રે તો તેને સપનું પણ જમણવારનું જ આવે. મસ્તમજાનો ગોળ ગોળ લાડવો મોઢામાં મૂક્યો હોય ને આંખ ખૂલી જાય. પછી આંખોને એટલી તો દબડાવતાં કહે, “ તમને થોડીવાર મીંચાઈ રહેવામાં શું થાક લાગવાનો હતો?” પલકવારમાં જ પછી સ્વસ્થ થઈને મનને સમજાવે કે થોડીવારમાં લાડવો ખાવાનો જ છે ને! જમણવારમાં તો રીતસર પલાંઠી વાળી બેસે અને એટલી તો મીઠાઈ ઝાપટે કે બધાંની આંખો પહોળી થઈ જાય. બધા તેને કહે પણ ખરા, “ ગોલુ, પેટ પારકું નથી હો!” પણ ગોલુ કોઈનું માને તો ને. પણ આ વખતે ગોલુને લાડવા ભારે પડ્યા. ડૉક્ટરે કહ્યું, “ ગોલુને જઠર પર સોજો છે. તે ઓછામાં ઓછા દોઢ મહિના સુધી ખોરાકમાં તેલ-ઘી લઈ શકશે નહીં.” ગોલુ લટકેલા મોઢે ઘરે પાછો આવ્યો ત્યારે દાદા દાદીએ માથે હાથ ફેરવતાં કહ્યું, “ બેટા! એટલે જ તો અમે બધા કહેતા હતા કે પેટ પારકું નથી...”
1. ગોલુ લાડવા ઝાપટતો હતો એટલે શું કરતો હતો?
2. ગોલુને મનગમતું જમવાનું ન મળે તો તે...
3. ફકરાને આધારે સાચું વાક્ય કયું છે?
4. બધા ગોલુને શી શિખામણ આપતા હતા?
5. ગોલુએ આંખોને ફરિયાદ કેમ કરી?
6. દાદા દાદીએ ગોલુને કેવી રીતે શિખામણ આપી?
🐎 વિભાગ ૮: વાલો કેસરિયો
એ ઘટના એમ બની હતી કે જયારે વાલો કેસરિયો વડોદરા હતો ત્યારે તેને એક આરબ જમાદાર સાથે ઓળખાણ થયેલી ને ત્યાં જ વાલા કેસરિયાની બેઠઊઠ રહેતી હતી. એવામાં એક દિવસ આરબ જમાદાર એક વિધવા બાઈને ખખડાવે છે કે જેના ધણી દેવાજીએ આ આરબ પાસેથી વ્યાજે પૈસા લીધેલ ને તે મરી જતાં તે ન ભરાતાં આરબ તો ઉલાળા મારે છે કે મારે પૈસા જોઈએ હું બીજું કશું ન સાંભળું, બાઈ બિચારી કહે ‘અરે આ મારો છોકરો ભણે છે ને ખર્ચા ઝાઝા છે. આવક નથી પણ કાલ સવારે દીકરો ભણીગણીને મોટો થશે પછી તમારા સવાયા પૈસા ભરી દઈશું એની ના નથી’. પણ વ્યાજવાળા આવી કાકલૂદી તે શેની માને? આરબના મગજમાં બાઈની કાકલૂદીની જરાય અસર થતી નથી પણ ત્યાં કાઠિયાવાડનો દયાળુ અને અને પરગજુ એવો આ ચારણ વાલો બોલ્યો કે એલાવ આ બાઈ કોઈ ખાનદાન કુળની લાગે છે, એ તો તમે જુઓ!
1. ફકરાને આધારે કયું વાક્ય સાચું નથી?
2. સ્ત્રીએ કહ્યું કે મારો છોકરો ભણે છે ને....
3. જમાદાર સાથે વાલા કેસરિયાની બેઠ ઊઠ રહેતી હતી એટલે શું હતું?
4. વાલો કેસરિયા માટે કયું વાક્ય ખોટું છે?
5. બાઈની કાકલૂદી સાંભળી જમાદારે શું કર્યું?
🦁 વિભાગ ૯: સિંહ અને ઉંદર (વાર્તા)
એક દિવસ સિંહ ઊંઘી રહ્યો હતો. એક નાનકડો ઉંદર રમતો રમતો તેના શરીર પર ચઢી ગયો. સિંહ ગુસ્સે થઈ ગયો અને તેને પકડી લીધો. ઉંદરે દુખી થઈને દુઆ કરી કે “મને માફ કરો, કોઈ દિવસ હું તમારી પર ઉપકાર કરીશ.” સિંહ હસી પડ્યો અને તેને છોડ્યો. થોડા જ અઠવાડિયાઓમાં સિંહ જાળમાં ફસાઈ ગયો. તે ભયથી ધ્રુજી રહ્યો હતો. ત્યારે એ જ ઉંદરે આવીને તેના તીવ્ર દાંતોથી જાળ કાપી નાખી અને સિંહને મુક્ત કર્યો. આ વાર્તાથી આપણે સમજીએ છીએ કે નાના જીવો પણ મહાન કાર્ય કરી શકે છે. સિંહ જંગલનો રાજા હોવા છતાં ફસાઈ ગયો ત્યારે તેને પણ મદદની જરૂર પડી. સામાન્ય રીતે મોટાં પક્ષીઓ કે પ્રાણીઓ ઉંદરને ધ્યાનમાં લેતાં નથી, પણ જ્યારે મુશ્કેલી આવે ત્યારે બધાંની મદદ કામ આવે છે. નાનકડા ઉંદરના દાંત પણ મોટા સિંહને બચાવવાનું સાધન બની ગયા. કોઈના મૂલ્યને તેના કદથી નક્કી ન કરવું જોઈએ. સંજોગો પ્રમાણે કોઈ પણ વ્યક્તિ અસાધારણ બની શકે છે.
1. “કોઈનું મૂલ્ય તેના કદથી ન કરવું જોઈએ.” – આ ઉક્તિમાંથી કયો સંદેશ મળે?
2. સિંહની સ્થિતિ આપણને શું શીખવે છે?
3. ઉંદરના દાંતથી શું થયું?
4. વાર્તામાં ઉંદર કઈ રીતનું વર્તન કરે છે?
5. આ ફકરાનો સાર શું છે?
🐻 વિભાગ ૧૦: બે મિત્રો અને રીંછ
બે મિત્રો વનમાર્ગે સફર કરતા હતા. ત્યાં જ એક ભયાનક રીંછ આવી ગયું. એક મિત્રે તરત ઝાડ પર ચડી જઈને પોતાનો બચાવ કર્યો, જ્યારે બીજાએ કંઈ વિચાર્યું નહીં અને જમીન પર પડી ગયો. તેણે શ્વાસ રોકી દીધો અને મરેલો હોય તેમ પડી રહ્યો. રીંછ આવીને તેને સૂંઘીને જોઈને ચાલ્યું ગયું. પછી પેલો મિત્ર ઝાડ પરથી ઉતર્યો અને પુછ્યું, “રીછે તને શું કહ્યું?” બીજા મિત્રે કહ્યું, “આવા મિત્ર પર વિશ્વાસ ન કર, જે તારા મુશ્કેલ સમયમાં તને એકલો છોડી દે.” આ પ્રસંગ પરથી જાણવા મળે છે કે સાચો મિત્ર એ છે જે દુઃખમાં પણ સાથ ન છોડે. મિત્રતાની સાચી ચકાસણી મુશ્કેલ સમયમાં થાય છે. વાર્તામાં જોયું કે એક મિત્ર પોતાની સુરક્ષા માટે તરત ઝાડ પર ચડી ગયો અને બીજા મિત્ર માટે કંઈ ન કર્યું. આવા સંજોગોમાં બીજા મિત્રે પોતાની બુદ્ધિ અને ધૈર્યથી પોતાનું રક્ષણ કર્યું.
1. આ કથા આપણને શું શીખવે છે?
2. બીજો મિત્ર કેમ ઝાડ પર નહીં ચડ્યો હોય?
3. જો બીજા મિત્રએ શ્વાસ રોક્યો ન હોત તો શું થાત?
4. રીંછને કેવી ગેરસમજ થઈ ?
5. મુશ્કેલીના સમયમાં શું કરવું જોઈએ?
🌿 વિભાગ ૧૧: પ્રકૃતિનું રક્ષણ : આપણી ફરજ
પ્રકૃતિ એ ઈશ્વરની અમૂલ્ય ભેટ છે. નદીઓ, પર્વતો, જંગલો અને પશુ-પંખીઓથી આ સૃષ્ટિ રળિયામણી લાગે છે. પર્વતોમાંથી નીકળતી નદીઓ આપણી 'લોકમાતા' છે, જે આપણને પીવાનું પાણી અને ખેતી માટે સિંચાઈ પૂરી પાડે છે. ઘટાદાર વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે અને વાતાવરણને શુદ્ધ રાખે છે. પરંતુ, આજે માણસ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે જંગલો કાપી રહ્યો છે અને પ્રદૂષણ વધારી રહ્યો છે. જો આપણે પ્રકૃતિનું જતન નહીં કરીએ, તો ભવિષ્યમાં શુદ્ધ હવા અને પાણી મેળવવું મુશ્કેલ બની જશે. આપણે સૌએ સાથે મળીને વધુમાં વધુ વૃક્ષો વાવવાં જોઈએ અને નદીઓને પ્રદૂષિત થતી અટકાવવી જોઈએ. યાદ રાખો, જો પ્રકૃતિ સુરક્ષિત હશે, તો જ માનવજાતનું અસ્તિત્વ ટકી રહેશે.
1. હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે કારણ કે :
2. પ્રકૃતિનું જતન કરવા નીચેનામાંથી શું ન કરવું જોઈએ?
3. અમૂલ્ય એટલે –
4. માનવજાતનું અસ્તિત્વ શું કરવાથી ટકી રહેશે?
5. 'પ્રદૂષિત' નો વિરોધી શબ્દ કયો છે?
💧 વિભાગ ૧૨: પાણી અને જળચક્ર
પાણી પૃથ્વી પર ખૂબ જ મહત્વનું છે. તે ત્રણ અલગ અલગ સ્વરૂપમાં હોય છે: ઘન (બરફ), પ્રવાહી (પાણી) અને વાયુ (વરાળ). જ્યારે પાણીને ગરમ કરીએ છીએ ત્યારે તે વરાળ બનીને આકાશમાં જાય છે અને વાદળો બનાવે છે. આ વાદળો વરસાદ બનીને પાછાં જમીન પર આવે છે. આને જળચક્ર કહેવાય છે. આપણી આસપાસ હવા પણ હોય છે, જેને આપણે જોઈ શકતા નથી, પરંતુ અનુભવી શકીએ છીએ. જ્યારે પવન ફૂંકાય છે, ત્યારે પાંદડાં હલે છે.
1. "જળચક્ર" ની પ્રક્રિયા માટે નીચેનામાંથી કઈ વસ્તુ સૌથી વધુ જરૂરી છે?
2. જો પૃથ્વી પર પાણીનું 'વરાળ' સ્વરૂપ ન હોત, તો નીચેનામાંથી શું ન થઈ શકત?
3. હવાને જોઈ શકતા નથી છતાં તે છે તેમ કઈ રીતે કહી શકીએ?
4. પાણી કયા સ્વરૂપમાં હોય ત્યારે તે આકાશ તરફ જાય છે?
5. જળચક્ર અટકી જાય, તો પૃથ્વી પર મુખ્યત્વે શું અસર થશે?
🏃 વિભાગ ૧૩: રમતગમત અને સ્વાસ્થ્ય
કહેવત છે કે ‘પહેલું સુખ તે જાતે નર્યા!' તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મનનો વાસ હોય છે. શરીરને સ્વસ્થ રાખવા માટે રમતગમત ખૂબ જ જરૂરી છે. રમતો રમવાથી લોહીનું ભ્રમણ વધે છે અને શરીર મજબૂત બને છે. રમતો બે પ્રકારની હોય છે: મેદાની રમતો (outdoor) અને બેઠા-બેઠા રમવાની રમતો (indoor). કબડ્ડી, ખો-ખો, ક્રિકેટ અને ફૂટબોલ જેવી મેદાની રમતોથી સ્ફૂર્તિ વધે છે. રમતગમતથી માત્ર શરીર જ નહીં, પણ ખેલદિલી, સહકાર અને સમૂહભાવના જેવા ગુણોનો પણ વિકાસ થાય છે. જે બાળક રમતગમતમાં ભાગ લે છે, તે અભ્યાસમાં પણ વધુ એકાગ્ર બની શકે છે.
1. ‘પહેલું સુખ તે જાતે નર્યા’ — કહેવતનો મુખ્ય અર્થ શું થાય?
2. મજબૂત શરીર બનાવવા માટે શું કરવું જોઈએ?
3. રમતગમતથી શું થતું નથી?
4. ‘તંદુરસ્ત’ શબ્દ માટે ફકરામાં કયો સમાનાર્થી શબ્દ વપરાયો છે?
5. નીચેનામાંથી કઈ રમત મેદાની રમત નથી?
📚 વિભાગ ૧૪: પુસ્તકો અને જ્ઞાન
પુસ્તકો માત્ર કાગળનાં થોથાં નથી, પરંતુ તે વિચારોની જીવંત સરવાણી છે. એક સારા પુસ્તકનું વાચન માણસના દૃષ્ટિકોણને બદલી શકે છે. જે વ્યક્તિ વાંચતી નથી, તે માત્ર પોતાના અનુભવો પૂરતી સીમિત રહે છે, પરંતુ જે વાંચે છે તે હજારો વર્ષના ઇતિહાસ અને વિશ્વભરના જ્ઞાન સાથે જોડાય છે. આજના ડિજિટલ યુગમાં લોકો માહિતી તો ઘણી મેળવે છે, પણ જ્ઞાન મેળવતા નથી. માહિતી તો ઇન્ટરનેટ પર વિપુલ માત્રામાં છે, પણ માહિતીને જીવનમાં ઉતારીને ડહાપણમાં બદલવાની પ્રક્રિયા તેને જ્ઞાનમાં ફેરવે છે. યાદ રાખો, મગજ એ કોઈ સંગ્રહસ્થાન નથી કે જ્યાં ફક્ત માહિતી ભરી રાખવાની હોય, પરંતુ તે એક મશાલ છે જેને જ્ઞાનના પ્રકાશથી પ્રજ્વલિત કરવાની હોય છે.
1. લેખક 'જ્ઞાન' અને ‘માહિતી’ વચ્ચે શું તફાવત સૂચવે છે?
2. ‘મગજ એક મશાલ છે!' આ દ્વારા શું કહેવા માંગે છે?
3. જે વ્યક્તિ વાંચતી નથી તે શા માટે 'સીમિત’ રહી જાય છે?
4. પુસ્તકો વાંચવાનો અંતિમ હેતુ શું હોવો જોઈએ?
5. આ ફકરા માટે કયું શીર્ષક વધુ યોગ્ય છે?
🧪 વિભાગ ૧૫: રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ
પ્રાચીન વસ્તુઓની ઉંમર જાણવા માટે વિશ્વમાં 'કાર્બન(C-14) પદ્ધતિ'નો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિને ‘રેડિયો કાર્બન ડેટિંગ’ પણ કહેવાય છે. દરેક સજીવ જ્યારે જીવંત હોય છે, ત્યારે તે વાતાવરણમાંથી કાર્બન મેળવે છે. આમાં કાર્બનનો એક ખાસ પ્રકાર (C-14) પણ હોય છે. જ્યારે સજીવ મૃત્યુ પામે છે, ત્યારે તે કાર્બન મેળવવાનું બંધ કરી દે છે અને તેના શરીરમાં રહેલો C-14 ધીમે ધીમે ઘટવા લાગે છે. વૈજ્ઞાનિકો આ બાકી રહેલા C-14 ના પ્રમાણને માપીને નક્કી કરી શકે છે કે તે વસ્તુ કેટલી જૂની છે. આ પદ્ધતિની શોધ અમેરિકન વૈજ્ઞાનિક વિલાર્ડ લિબ્બીએ કરી હતી. આ ટેકનોલોજીની મદદથી હજારો વર્ષ જૂનાં હાડકાં, લાકડાં અને અવશેષોનો સમયગાળો ચોકસાઈથી જાણી શકાય છે. જેનાથી આપણને ઇતિહાસ સમજવામાં ખૂબ જ મદદ મળે છે.
1. કાર્બન-14 પદ્ધતિનો મુખ્ય ઉપયોગ શું છે?
(2) ‘રેડિયોકાર્બન ડેટિંગ’ પદ્ધતિની શોધ કોણે કરી હતી?
(3) સજીવ ક્યારે કાર્બન મેળવવાનું બંધ કરી દે છે?
(4) ‘અવશેષો’ શબ્દનો અર્થ શું થઈ શકે?
🎭 વિભાગ ૧૬: સાહિત્ય અને સમાજ
"સાહિત્ય એ સમાજનો અરીસો છે. જેમ અરીસામાં આપણે આપણું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ, તેમ સાહિત્યમાં જે-તે સમયના સમાજની સંસ્કૃતિ, રીત-રિવાજો અને માનસિકતાનાં દર્શન થાય છે. કવિ પોતાની કલ્પનાશક્તિથી પદ્યમાં સંવેદનાઓ કંડારે છે, તો લેખક ગદ્ય દ્વારા વાસ્તવિકતા કે નવલકથાનાં પાત્રો દ્વારા જીવનના વિવિધ પાસાઓને ઉજાગર કરે છે. નાટક એ સાહિત્યનું એવું સ્વરૂપ છે, જે દૃશ્ય અને શ્રાવ્ય બંને હોવાથી પ્રેક્ષકો પર ઊંડી છાપ છોડે છે. જે પ્રજાનું સાહિત્ય સમૃદ્ધ હોય, તે પ્રજાનો વારસો પણ હંમેશાં જીવંત રહે છે."
1. લેખકે સાહિત્યને કોની સાથે સરખાવ્યું છે?
2. કયા સાહિત્ય પ્રકારમાં કવિ પોતાની સંવેદનાઓ કંડારે છે?
(3) નાટક અન્ય સાહિત્ય પ્રકારો કરતાં કેવી રીતે અલગ પડે છે?
(4) પ્રજાનો વારસો ક્યારે જીવંત રહે છે?
(5) ‘પ્રતિબિંબ’ શબ્દનો અર્થ શું થાય?
📖 વિભાગ ૧૭: કલ્પના અને વાસ્તવિકતાનો સંગમ
પુસ્તકો બે પ્રકારનાં હોય છે. કાલ્પનિક અને બિન-કાલ્પનિક. કાલ્પનિક પુસ્તકો આપણને અજાયબીભરી દુનિયામાં લઈ જાય છે. જ્યાં પરીઓ, જાદુઈ શક્તિઓ અથવા ભવિષ્યની ટેકનોલોજીની વાતો હોય છે. આવી વાર્તાઓ આપણી કલ્પનાશક્તિને ખીલવે છે. બીજી તરફ બિન-કાલ્પનિક પુસ્તકો આપણને ઇતિહાસ, વિજ્ઞાન, મહાન વ્યક્તિઓના જીવનચરિત્ર અને સાચી ઘટનાઓ વિશે માહિતી આપે છે. તે આપણા જ્ઞાનમાં વધારો કરે છે. અને જગતને જોવાની નવી દૃષ્ટિ આપે છે. એક સારો વાચક એ છે કે જે માત્ર વાતો વાંચીને અટકી ન જાય, પણ તે પુસ્તકમાંથી શું શીખવા મળ્યું તેની સમીક્ષા પણ કરે. પુસ્તકોની ટીકાત્મક ચર્ચા વિચારણા આપણામાં તર્કશક્તિનો વિકાસ થાય છે.
(1) કયા પ્રકારનાં પુસ્તકો વાંચવાથી આપણી કલ્પનાશક્તિનો વિકાસ થાય છે?
૨) બિન-કાલ્પનિક પુસ્તકોમાં સામાન્ય રીતે શેનો સમાવેશ થાય છે?
3) ‘સમીક્ષા કરવી’ એટલે શું?
૪) પુસ્તકોની ટીકાત્મક ચર્ચા વિચારણાથી શું ફાયદો થાય છે?
૫) આ ફકરા માટે કયું શીર્ષક સૌથી વધુ યોગ્ય છે?
🗣️ વિભાગ ૧૮: ભાષા અને ઉચ્ચારણ શાસ્ત્ર
કોઈપણ ભાષાનો પાયો તેના ઉચ્ચારણ શાસ્ત્રમાં રહેલો છે. ગુજરાતી ભાષા જે લિપિમાં લખાય છે તેને ગુજરાતી લિપિ કહેવામાં આવે છે, જે દેવનાગરી લિપિમાંથી ઉતરી આવી છે. ભાષાના લઘુતમ ઘટકને ધ્વનિ કહેવાય છે. આ ધ્વનિઓના લેખિત સ્વરૂપને આપણે 'વર્ણ’ કહીએ છીએ. વર્ણના મુખ્યત્વે બે પ્રકાર છે: સ્વર અને વ્યંજન. જે વર્ણોનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકે તેને ‘સ્વર’ કહેવાય છે (જેમ કે અ, આ, ઇ...). જ્યારે જે વર્ણોના ઉચ્ચાર માટે સ્વરની સહાય લેવી પડે તેને ‘વ્યંજન' કહેવાય છે. (જેમ કે ક્ + અ = ક). વ્યંજન જ્યારે સ્વર વગરના હોય ત્યારે તેને ‘ખોડા' (ક્) દર્શાવવામાં આવે છે. સ્વર અને વ્યંજનના ચોક્કસ ક્રમબદ્ધ જોડાણથી શબ્દ બને છે અને વાક્યોથી ભાષા બને છે. ઉચ્ચારણ સ્થાન મુજબ ક, ખ, ગ, ઘ 'કંઠ્ય’ ધ્વનિ છે. જેનો સીધો સંબંધ આપણા ગળા સાથે છે. આમ લિપિ અને ઉચ્ચારણ વચ્ચેનો મેળ ભાષાને સચોટ બનાવે છે.
(૧) જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકે તેને શું કહેવામાં આવે છે?
૨) વ્યંજનને પૂર્ણ રીતે ઉચ્ચારવા માટે કોની મદદ લેવી પડે છે?
૩) ગુજરાતી લિપિ કઈ લિપિમાંથી ઉતરી આવી છે?
૪) નીચેમાંથી કંઠ્ય વ્યંજનોનો સમૂહ કયો છે?
૫) 'ક્ + અ' મેળવવાથી કયો પૂર્ણ વર્ણ બને છે?
🌳 વિભાગ ૧૯: ગામના પાદરનો વડલો
"ગામના પાદરમાં એક વિશાળ વડલો હતો. તેની ઘટાઘાર ડાળીઓ જાણે આકાશને આંબવા મથતી હોય તેમ ફેલાયેલી હતી. વડલાની વડવાઈઓ હીંચકા ખાવા માટે ઉત્તમ હતી. બપોરના સમયે ગામના પશુઓ અને વટેમાર્ગુઓ અહીં વિસામો લેતા. પક્ષીઓના કલરવ આખા વાતાવરણને જીવંત બનાવી દેતા. પરંતુ સમય જતાં લોકોએ વડલાની આસપાસ કચરો ફેંકવાનું શરૂ કર્યું. વડલો જાણે મૂંગા મોઢે પોતાની વ્યથા સંભળાવી રહ્યો હતો. જો આપણે પ્રકૃતિના આ અમૂલ્ય વારસાને નહીં સાચવીએ, તો આવનારી પેઢી માત્ર ચિત્રોમાં જ વૃક્ષો જોઈ શકશે."
(૧) વડલાની ડાળીઓ કેવી હતી?
(૨) ફકરામાં "વિસામો" શબ્દનો અર્થ શું થાય?
(3) વડલાની વ્યથાનું કારણ શું હતું?
(૪) 'આકાશને આંબવા મથતી' આ શબ્દપ્રયોગ વડલાની કઈ બાબત દર્શાવે છે?
(૫) આ ફકરામાંથી આપણને શું બોધ મળે છે?
📊 વિભાગ ૨૦: કાલ્પનિક અને બિન-કાલ્પનિક પુસ્તકો
વિગતકાલ્પનિક પુસ્તકોબિન-કાલ્પનિક પુસ્તકો
મુખ્ય હેતુમનોરંજન પૂરું પાડવું અને કલ્પનાશક્તિ ખીલવવી.માહિતી આપવી, સત્ય ઘટનાઓ જણાવવી અથવા જ્ઞાન આપવું.
વિષયવસ્તુલેખકની કલ્પના પર આધારિત પાત્રો અને વાર્તા.વાસ્તવિક લોકો, સાચી ઘટનાઓ અને વૈજ્ઞાનિક તથ્યો.
ઉદાહરણોવાર્તાઓ, નવલકથા, પરીકથા, લોકકથા.આત્મકથા, સમાચાર, નિબંધ, ઇતિહાસના પુસ્તકો.
લખવાની શૈલીપાત્રો / સંવાદો અને વર્ણન દ્વારા પ્રગતિ પામે છે.વિગતવાર માહિતી, આંકડાઓ અને તાર્કિક ક્રમમાં હોય છે.
૧) કયા પ્રકારના પુસ્તકોમાં લેખકે કલ્પના કરેલા પાત્રો અને વાર્તાનો સમાવેશ થાય છે?
(૨) જો તમે કોઈ પ્રસિદ્ધ વ્યક્તિની 'આત્મકથા' વાંચી છે, તો તેને સાહિત્યના કયા પ્રકારમાં મુકશો?
(3) સમીક્ષાત્મક વિષયના અર્થ શું?
(૪) નીચેનામાંથી કયું લક્ષણ બિન-કાલ્પનિક પુસ્તકનું છે?
(૫) પુસ્તકની સમીક્ષા કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ?
🏏 વિભાગ ૨૧: રમતગમત અને સંસાધનો
આ ટેબલ વિવિધ રમતો તેમજ વપરાતી વિશિષ્ટ શક્તિઓ અને સંસાધનોના માધ્યમથી શીખવાની સમજ આપે છે.
રમતનું નામપ્રચલિત શબ્દ ભંડોળઉપયોગી સંસાધન માધ્યમ
ક્રિકેટસ્ટમ્પ, ડક, પાવરપ્લેરેડિયો / ટીવી કોમેન્ટ્રી
ફૂટબોલપેનલ્ટી કીક, ઓફ સાઈડ, ડ્રીબલરમતગમત સામયિકો
ચેસચેકમેટ, ગેમ્બિટ, કેસલિંગપુસ્તકો અને ગ્રાન્ડમાસ્ટર બ્લોગ્સ
કબડ્ડીરેડર, એન્ટી-રેડર, લોનાઅખબારોના રમતગમત રિપોર્ટ્સ
૧) રમતગમતની ભાષાકીય ગુણવત્તા સુધારવા માટે સૌથી અસરકારક માધ્યમ કયું છે?
૨) ‘ચેકમેટ’ અને ‘ગેમ્બિટ’ જેવા શબ્દો કઈ રમત સાથે સંકળાયેલા છે?
3) રમતગમત સામયિકો વાંચવાથી કયા કૌશલ્યમાં વધારો થાય છે?
૪) નીચેનામાંથી કયો શબ્દ ક્રિકેટની રમતનો નથી?
૫) રેડિયો કોમેન્ટ્રી સાંભળવાથી કયો ભાષાકીય ફાયદો થાય છે?

Post a Comment

0 Comments