🎯 PARAKH (પરખ) રાષ્ટ્રીય સર્વેક્ષણ: એક નવો શૈક્ષણિક અભિગમ
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષકગણ અને વાલીઓ! ExamGuru ના આ વિશેષ લેખમાં તમારું સ્વાગત છે. ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગોખણપટ્ટીના બદલે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને સમજણ શક્તિને પ્રાધાન્ય આપવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અંતર્ગત PARAKH (Performance Assessment, Review, and Analysis of Knowledge for Holistic Development) ની શરૂઆત કરવામાં આવી છે. આ માત્ર કોઈ સામાન્ય પરીક્ષા નથી, પરંતુ વિદ્યાર્થીઓની વાસ્તવિક બુદ્ધિમત્તા અને તર્કશક્તિને માપવાનો એક માપદંડ છે.
ખાસ કરીને ધોરણ ૬ થી ૮ ના ગુજરાતી વિષયમાં માતૃભાષા પરનું પ્રભુત્વ ચકાસવા માટે GCERT દ્વારા આ પ્રશ્નબેંક તૈયાર કરવામાં આવી છે. અગાઉ આપણે માત્ર પાઠ્યપુસ્તકના સીધા પ્રશ્નોના જવાબો આપતા હતા, પરંતુ 'પરખ' કસોટીમાં વિદ્યાર્થીઓએ અપરિચિત ફકરા, વિવિધ જાહેરાતો, કોષ્ટકો અને સંવાદો વાંચીને તેનું અર્થઘટન (Comprehension) કરવાનું હોય છે. આ પદ્ધતિ વિદ્યાર્થીઓની ભાષાકીય સજ્જતા અને નિર્ણય લેવાની ક્ષમતામાં અદભુત વધારો કરે છે.
આજના આ આર્ટિકલમાં તમને શું મળશે?
તાર્કિક વિચારસરણી (Logical Thinking): આપેલા ફકરાઓ અને જાહેરાતો પરથી સીધા ન દેખાતા પણ છુપાયેલા જવાબો શોધવાની કળા.
વાંચન અને અર્થઘટન: ગુજરાતી ભાષાને માત્ર વાંચવા પૂરતી નહિ, પણ તેને સમજીને વ્યવહારુ જીવનમાં ઉતારવાની પ્રેક્ટિસ.
ઇન્ટરેક્ટિવ ડિજિટલ ક્વિઝ: બાળકોને કંટાળો ન આવે તે માટે રમત-ગમત સાથે ભણતર (Play-way Method) પૂરી પાડતી સુંદર ક્વિઝ સિસ્ટમ.
તુરંત પરિણામ અને સમજૂતી: દરેક જવાબ સાચો કેમ છે કે ખોટો કેમ છે, તેની સચોટ સમજૂતી (Explanation) સાથેનું માર્ગદર્શન.
જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ (જેમ કે NMMS, જ્ઞાનસાધના વગેરે) ની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે આ પાયાનું જ્ઞાન ખૂબ જ ઉપયોગી સાબિત થશે. શિક્ષક મિત્રો પણ આ ડિજિટલ કન્ટેન્ટનો ઉપયોગ વર્ગખંડમાં સ્માર્ટ ક્લાસ દ્વારા બાળકોને મહાવરો કરાવવા માટે કરી શકે છે.
👇 નીચે આપેલ ઇન્ટરેક્ટિવ પ્રશ્નબેંક (MCQs) માં સાચો વિકલ્પ પસંદ કરો અને તમારું જ્ઞાન ચકાસો. બેસ્ટ ઓફ લક! 👇
📚 ધોરણ ૮ - ગુજરાતી PARAKH પ્રશ્નબેંક (સંપૂર્ણ) 📝
⏳ વિભાગ ૧: સમયની મૂડી
સમયની મૂડી તો દરેક પાસે સરખી જ હોય છે, પણ તેને ખર્ચવામાં તફાવત હોય છે. એક વ્યક્તિ તેને કરકસરથી, યોજનાપૂર્વક, વ્યવસ્થિત રીતે ખર્ચે છે, જ્યારે બીજી વ્યક્તિ તેને આડેધડ અને અવિચારીપણે વેડફી નાખે છે. પરિણામે એકને સંતોષ અને સફળતા મળે છે, બીજાને થાક અને નિષ્ફળતા. જે વ્યક્તિને પોતાનો સમય વાપરતાં આવડતું નથી, તેને કશું જ વાપરતાં આવડતું નથી. જો તમારી પાસે મર્યાદિત પ્રમાણમાં મૂડી હોય, તો તેમાં થતી બચત એ જ કમાણી છે. નવો સમય કોઈને મળી શકતો નથી. એટલે જે માનવ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે, તેની પાસે વધુમાં વધુ સમય જમા થઈ શકે અને જેની પાસે સમય જમા થાય તેની પાસે શક્તિ પણ જમા થાય. સમય અને શક્તિ ભેગાં થાય એ પછી શું ન કરી શકે? એ ધારે તે કરી શકે.
1 કઈ વ્યક્તિને સંતોષ અને સફળતા મળતી નથી?
2 કેવી વ્યક્તિ ધારે તે કરી શકે ?
3 સમય વિશે શું ખોટું છે?
4 અવિચારી વ્યક્તિ સમયને વેડફી નાખે છે એટલે શું કરે છે?
5 આપેલ ફકરાનો મુખ્ય વિચાર કયો છે?
⚖️ વિભાગ ૨: કર્તવ્યપાલન અને હક
હકનું સાચું મૂળ કર્તવ્યપાલનમાં રહેલું છે. જો આપણે બધા આપણી ફરજો બરાબર બજાવીએ તો આપણે હકો મેળવવા બહુ દૂર નહીં જવું પડે. જો આપણી ફરજો બજાવ્યા વગર આપણે હક પાછળ દોડીએ તો તે મૃગજળની માફક છટકી જશે અને તેની પાછળ જેટલા વધારે પડીશું તેટલા તે આપણાથી દૂર ને દૂર રહેશે. જીવનની મુખ્ય જરૂરિયાતો મેળવવાનો સરખો હક જેટલો પશુ-પંખીને છે તેટલો જ સરખો હક દરેક મનુષ્યને છે અને દરેક હકની સાથે તેને લગતી ફરજ અને હક પર હુમલો થાય તો તેની સામેનો ઇલાજ જાણી લેવાનો જ હોય છે; તેથી આ પ્રાથમિક, પાયારૂપ સમાનતાને સાચવવાને સારુ તેને લગતી ફરજો અને ઇલાજો શોધી કાઢવાના જ રહ્યા. મારાં અંગો વડે શ્રમ કરવો એ હકને લગતી ફરજ છે, અને એ શ્રમનું ફળ મારી પાસેથી પડાવી લેનાર જોડે અસહકાર કરવો એ હક સાચવવાનો ઇલાજ.
1 હકનું સાચું મૂળ ક્યાં છે?
2 મૃગજળની જેમ હક મેળવવાનો પ્રયત્ન ક્યારે થાય છે?
3 પશુપંખીઓના ઉદાહરણ દ્વારા લેખક શું કહેવા માંગે છે?
4 હકની સાચવણી માટે શું જરૂરી છે?
5.હક સાચવવા માટે શું કરવું જોઈએ?
👨👩👦 વિભાગ ૩: જવાબદારીની વહેંચણી
નંદશંકરનાં પત્ની અને સંતાનોમાં એકમાત્ર દીકરી રાધા ત્રીસ દિવસની જાત્રા કરવા ગયેલાં. જેથી મંદિર ઉપરાંત ઘરનાં અન્ય કામોની જવાબદારી એમની અને ત્રણ પુત્રો પર આવી ચડી. એમના ત્રણ પુત્રો : રાજન, વિવેક અને વિરાજ. પૂજારીજી એમને અનુક્રમે પ્રેમથી ભોલુ, મોટું અને છોટુ કહીને બોલાવતા. હવે નંદશંકરજીએ ત્રણેય બાળકોને નીચે મુજબ જવાબદારીઓ વહેંચી.
વાર
છોટુ (વિરાજ)
ભોલુ (રાજન)
મોટુ (વિવેક)
સોમ, મંગળ
સેવાપૂજા
પ્રસાદ
ઘરકામ
બુધ, શનિ
સેવાપૂજા, ઘરકામ
ઘરકામ, પ્રસાદ
રસોઈ
ગુરુ, શુક્ર
સફાઈકામ
રસોઈ, પ્રસાદ
ઘરકામ
(1) રાજન ને કયો લાભ નહીં મળે ?
(2) વિરાજ કયાં બે કામ નહીં કરતો ?
(3) વિવેકને રસોઈની જવાબદારી કયા વારે મળી છે?
(4) ઘરકામની જવાબદારી કોને કોને આવે છે ?
(5) આપેલ વિગત અનુસાર પૂજારીજીના પરિવારમાં કુલ કેટલા સભ્યો હશે?
(6) ફકરાને આધારે કયું વાક્ય સાચું છે?
💬 વિભાગ ૪: મિત્રોનો સંવાદ (સંકલ્પો)
પરમ : આવ,આવ, પ્રથમ, સાલ મુબારક!
પ્રથમ : સાલ મુબારક. વાહ! આજે તિલક કર્યું !
પરમ : હા,યાર જોને, નવું વર્ષ છે તો પપ્પાએ સંકલ્પ લેવાનું કહ્યું, તો મેં નિયમિત મંદિર જવાનો સંકલ્પ કર્યો. અરે! પણ તું કેમ ચાલીને આવ્યો !
પ્રથમ : મને પણ દાદાએ સંકલ્પ લેવડાવ્યો કે હવેથી નજીકમાં બધે ચાલીને જઈશ, સાઇકલ લઈને નહિ. આ પરાગ ક્યાં રહી ગયો?
પરમ : એ તો વહેલા આવવાનું કહેતો હતો !
પ્રથમ : આ આવ્યો. સાલ મુબારક પરાગ.
પરાગ : સાલ મુબારક મિત્રો, સાલ મુબારક.
પ્રથમ : કેમ મોડું થયું?
પરાગ : જોને ભાઈ આ નવું વર્ષ! તૈયાર થયા વિના આવવા ન દે અને સેવાપૂજા, સંકલ્પો...
પ્રથમ : તેં પણ સંકલ્પ લીધો?!
પરાગ : હા, મારે બધે મોડું થાય માટે મમ્મીએ સંકલ્પ લેવડાવ્યો કે હું હંમેશાં નિયમિત રહીશ.બધે ચોક્કસ સમયે જ પહોંચીશ.
પરમ : તારા સંકલ્પનું આયુષ્ય તો બહુ નાનું! (બધા હસે છે.)
પરાગ : હા મિત્રો, આપણે સંકલ્પો લઈએ છીએ પણ સારી રીતે પાળી શકતા નથી.
2. આપેલ સંવાદમાં આજે તહેવારનો દિવસ છે એમ શેના આધારે કહી શકાશે?
3. 'પ્રથમ' સંકલ્પ કરે છે કે હવેથી નજીકમાં બધે ચાલીને જઈશ... આના પરથી વિશેષ શું સમજાય છે?
4. પરમના અંતિમ વાક્યનો અર્થ શો થશે?
5. બધા મિત્રોને હસવાનું કારણ શું હશે?
🚀 વિભાગ ૫: ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
ભારતના પ્રખર વિદ્વાન અને શ્રેષ્ઠ વૈજ્ઞાનિક રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામની ઈચ્છા વાયુદળમાં નોકરી મેળવવાની હતી. પરંતુ પચ્ચીસમાંથી માત્ર આઠ ઉમેદવાર લેવાના હતા. અને કલામનો ક્રમ નવમો હોવાથી એમની પસંદગી ન થઈ શકી. તેઓ થોડા હતાશ થયા. પોતાની વ્યથા વ્યક્ત કરવા અને આશ્વાસન મેળવવા તેઓ ઋષિકેશમાં સ્વામી શિવાનંદજીને મળ્યા. શિવાનંદજીના સાન્નિધ્યમાં તેમણે અપાર શાંતિનો અનુભવ કર્યો. સ્વામીજી કલામની મન:સ્થિતિનો તાગ પામી ગયા. શિવાનંદજીએ કહ્યું, “નસીબમાં જે હતું તે થયું. જીવનમાં જે કંઈ બને છે તે પૂર્વનિયોજિત હોય છે. પ્રયત્ન છોડશો નહીં.” આગળ જતાં પરમાણુ ક્ષેત્રે અદ્ભુત કાર્ય કરી તે ‘મિસાઈલ મેન' તરીકે ઓળખાયા.
1 શ્રી અબ્દુલકલામ શામાં નોકરી મેળવવા ઇચ્છતા હતા?
2 શ્રી અબ્દુલ કલામને પરમ શાંતિનો અનુભવ ક્યારે થયો ?
3 ફકરાને આધારે નીચેનામાંથી કયો વિક્લ્પ સાચો છે?
4 શિવાનંદજીએ અબ્દુલ કલામ ને શું કહ્યું ?
5 સ્વામીજી કલામની મન: સ્થિતિનો તાગ પામી ગયા. એટલે તેમણે શું કર્યું ?
6 શિવાનંદજીએ કલામને આશ્વાસન આપતાં શું કહ્યું?
🏥 વિભાગ ૬: હૉસ્પિટલની શોભા
હૉસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે? ઘણાખરા ખાટલા ખાલી પડી રહે એ જ તો હૉસ્પિટલની ખરી શોભા ગણાય. માણસ નછૂટકે ડૉક્ટર પાસે જાય તેમાં કશું ખોટું નથી. ખરેખર તો સંપૂર્ણપણે નીરોગી હોય તેવા માણસોએ નિયમિતપણે ડૉક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ અને બીજી બાબતોની ચકાસણી કરાવી લેવી જોઈએ. પોતાનું આરોગ્ય જળવાઈ રહે તે માટેનાં સૂચનો ડૉક્ટર પાસે- કોઈ ફરિયાદ ન હોય ત્યારે- માગવાં જોઈએ. દાંતના ડૉક્ટર પાસે કોઈપણ પ્રકારનો દુખાવો ન હોય ત્યારે સમયાંતરે જઈ આવવું જોઈએ. ડૉક્ટર રોગની જાળવણી માટે છે કે આરોગ્યની ? આ પ્રશ્ન ડૉક્ટરોની કમાણી પર સીધો પ્રહાર કરનારો છે. ઓ.પી.ડી.માં કીડિયારું ઊભરાય એ તો સભ્ય ગણાતા સમાજની શરમ છે. અનાથાશ્રમમાં બાળકોની અને ઘરડાંઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ કંઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય તે યોગ્ય નથી.
(1) “સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય તે યોગ્ય નથી” તેનો અર્થ જણાવો.
(2) હૉસ્પિટલની શોભા ક્યારે વધે ?
(3) તંદુરસ્ત સમાજની નિશાની ગણાય નહીં.
(4) બિમાર ન હોઈએ ત્યારે પણ :
(5) રોગો થવાનું મુખ્ય કારણ કયું છે?
🌳 વિભાગ ૭: બાળપણના સંસ્મરણો (આંબા, આમળાં અને પતંગ)
વાડામાંથી બહાર નીકળી બરાબર ઘરની પાછળ નારિયેળી અને દેશી આંબાનું ઝાડ. આ આંબાની ખાસિયત એ કે તેની કાચી કેરી એટલી ખાટી કે તમે ખાધા પછી સીસકારો નાખી જાઓ, પરંતુ જ્યારે કેરી પાકી જાય ત્યારે મીઠી પણ એટલી જ લાગે. ઘરની સામે જે ખાટા આમળાંનું ઝાડ હતું તેમાં આમળાં પણ ખૂબ જ આવે. વળાંકવાળો સળિયો લગાવેલો મોટો દંડો ત્યાં જ પડ્યો હોય. બા અને હાજર જે કોઈ હોય તેને આમળાંના ઝાડની નીચે ચાદરના બે-બે છેડા પકડાવી જેમાં વધારે આમળાં હોય તે ડાળને હલાવીને આમળાંને ચાદરદોસ્ત કરી દેવાનાં. પાડેલાં આમળાંને પાણીમાં ધોઈ તેમાં મીઠું નાખી અને પછી બહાર ઓટલે બેસીને આમળાંનો આનંદ માણવાનો. આવા પ્રયોગો મેં બાના વાડામાં બઉં જ કર્યા. ઘરની પાછળના ભાગે આંબાની નજીક એક ઘટાદાર રાવણો હતો. એ રાવણો મારી અનેક પતંગ ખાઈ ગયો છે. પણ મે કંઈ એનાં રાવણાં ઓછા નથી ખાધા! કદાચ એને હું પથ્થર મારતો એ નહીં ગમતું હોય. એટલે ભાદરવામાં જ્યારે હું પતંગ ચગાવતો ત્યારે તે મારી પતંગ ખાઈ જતો. ઊનામાં ઉત્તરાયણ કરતાં લોકો ભાદરવાના ચાર રવિવાર બહુ પતંગ ઉડાવે.
1. રાવણો અનેક પતંગો ખાઈ ગયો એટલે શું?
2. વળાંકવાળો સળિયો લગાવેલો દંડ સાદા દંડ કરતા કેવી રીતે ઉપયોગી થતો હશે?
3. ફકરાને આધારે કયું વાક્ય સાચું છે?
4. તમે ઊનામાં રહેતા હોત તો તમને શેની મજા આવત?
5. આમળાંને ચાદરદોસ્ત કરી દેવાના - એટલે શું કરવાનું?
🌿 વિભાગ ૮: વનસ્પતિ અને પ્રકાશસંશ્લેષણ
બધી જ સજીવ સૃષ્ટિ માટે ખોરાક અનિવાર્ય છે, પરંતુ માત્ર વનસ્પતિ જ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ અને જમીનમાંથી પાણી તથા ખનિજ ક્ષારોનો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે. આ પ્રક્રિયાને 'પ્રકાશસંશ્લેષણ' કહેવામાં આવે છે. વનસ્પતિનાં પર્ણોમાં લીલા રંગનું રંજકદ્રવ્ય આવેલું હોય છે, જેને 'હરિતદ્રવ્ય' (ક્લોરોફિલ) કહે છે. આ હરિતદ્રવ્ય સૂર્યની શક્તિનું શોષણ કરવામાં પર્ણને મદદ કરે છે. પર્ણોને વનસ્પતિનું 'રસોડું' પણ કહેવામાં આવે છે, કારણ કે ખોરાક બનાવવાની ક્રિયા મુખ્યત્વે ત્યાં જ થાય છે. પ્રકાશસંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ઓક્સિજન વાયુ મુક્ત કરે છે, જે પૃથ્વી પરના તમામ સજીવોના શ્વસન માટે જરૂરી છે. જો પૃથ્વી પર પ્રકાશસંશ્લેષણની ક્રિયા ન થાય, તો કોઈપણ સજીવનું અસ્તિત્વ શક્ય નથી. આમ, સૂર્ય એ પૃથ્વી પરના તમામ સજીવો માટે ઊર્જાનો અદ્વિતીય સ્રોત છે. વનસ્પતિ દ્વારા નિર્મિત ખોરાક સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે.
1. સૂર્ય ન હોય તો શું થાય?
2. વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે શું જરૂરી છે?
3. પ્રકાશસંશ્લેષણ એટલે શું?
4. ફકરાને આધારે કયું વાક્ય સાચું નથી?
5. પર્ણ માટે કઈ વિગત લાગુ પડતી નથી.
🎌 વિભાગ ૯: જાપાનની ઘટના (રાષ્ટ્રગીત)
જાપાન દેશની આ ઘટના છે. એક નગરશેઠને ત્યાં એક ચોર ચોરી કરવા ગયો. નગરશેઠ જાગતા હતા. સહેજ અવાજ થતાં તેમને અણસાર આવી ગયો કે ઘરમાં ચોર પેઠો છે. નગરશેઠે ટેપ ઉપર રાષ્ટ્રગીત વગાડયું. પેલો ચોર રાષ્ટ્રગીત સાંભળતાં જ સ્થિર ઊભો રહી ગયો. નગરશેઠે પેલા ચોરના હાથ-પગ બાંધી દીધા. પોલીસ આવીને પેલા ચોરને પકડી ગઇ. કોર્ટમાં કેસ ચાલ્યો. પેલા ચોરને રાષ્ટ્રગીતનો આદર કરવા બદલ નિર્દોષ છોડવામાં આવ્યો અને પેલા નગરશેઠને બે વર્ષની સજા સંભળાવવામાં આવી. કારણ રાષ્ટ્રગીત વાગતું હતું ત્યારે નગરશેઠ ચોરના હાથ પગ બાંધી રહ્યા હતા.
1 ચોર ભાગી ગયો નહીં કારણ કે
2 નગરશેઠને શા માટે સજા કરવામાં આવી ?
3 નગરશેઠે ટેપ પર રાષ્ટ્રગીત જ કેમ વગાડ્યું હશે?
4 આપેલ ફકરામાં કયો મુખ્ય વિચાર પ્રગટ થયો છે?
5 રાષ્ટ્રગીતને માન આપવા માટેની કઈ સ્થિતિ યોગ્ય છે?
🐃 વિભાગ ૧૦: જુમો અને વેણુ (વાર્તા)
જુમાએ મોટેથી ઠપકાની બૂમ પાડી, પણ તે પહેલાં વેણુ તો રસ્તે ચડી ગયો હતો. રસ્તામાં આડે રેલવેની સડક હતી. જરાક ઉતાવળે ચાલતાં, પાડાનો પગ રેલના બે પાટાની વચ્ચે આવી ગયો. પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો, પણ ફોગટ. ધબ દઇને નીચે બેસી ગયો, ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો. જુમો પાછળ હતો. તે શ્વાસભેર દોડ્યો આવ્યો. તેણે આવીને પાડાનો પગ લઇ આમતેમ મચડ્યો. પણ બધું વ્યર્થ! આછું અંધારું ને આછો ઉજાસ હતો. થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો. જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો : ગાડી આવશે તો?! તે એકદમ રસ્તા તરફ દોડ્યો. સવારના વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનને તેણે આવતા જોયા. તેમના એકેક હાથમાં નેતરની સોટીઓ ઊછળતી હતી અને ખુશનુમા હવા લેવા માથા પરથી ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઇ લીધી હતી. ગાંડો દોડે તેમ જુમો દોડ્યો. 'એ ભાઇસા'બ! મારો વે... મારો પાડો. અબઘડી કપાઇ જશે. જુઓ, પણે જુઓ પાટામાં સપડાયો છે!' બન્ને જણાએ જુમાએ દેખાડ્યું ત્યાં જોયું. કાંઇક કાળુંકાળું તરફડતું લાગ્યું. ‘શું છે?’ ‘મારો વેણુ-પાડો!’ ‘ઓહો!... જા, જા, ફાટકવાળા પાસે દોડ...' 'તમે માબાપ, ટેકો દો તો પગ નીકળી જાય, જીવ બચે.' 'અમે? તું દોડ-દોડ-ફાટકવાળાને કહે!' એમ કહીને એ બન્ને જણા તો ચાલતા થઇ ગયા! જુમો ફાટકવાળા તરફ દોડ્યો, પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઇ માણસ ફરકતું લાગ્યું નહિ. એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાઇ. જુમાએ ચારે તરફ એક નિરાશ દૃષ્ટિ ફેંકી. પણ માણસનું કોઇ છૈયું સરખું યે જણાયું નહિ.
1. જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો એટલે જુમાને શું થયું?
2. જુમાએ ચારે તરફ નિરાશ દૃષ્ટિ ફેંકી પણ
3. જુમાએ જુવાનોને શું કહ્યું?
4. ફકરાને આધારે કયું વાક્ય સાચું છે?
5. સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો તે પરથી શું કહી શકાય?
🍽️ વિભાગ ૧૧: રસિકભાઈનું પરોઠા હાઉસ
આ સાંભળતાં જ રસિકભૈ બોલ્યા, “તીખું લાગતું હોય તો સાહેબ, શાકમાં ચમચો દહીં આપું?” કહી શાકમાં ચમચો દહીં આપી ગયા. બીજા પરોઠા હાઉસમાં પચાસ પૈસાનું દહીં કે છાસ એકસ્ટ્રા લેવું પડે. મારી સામે બેઠેલા માણસ પાસેથી આ બધું જાણ્યું.પછી એ માણસે કહ્યું, બીજા પરોઠા હાઉસમાં જઉં તો કોઈ માન દઈને નો બોલાવે. ગઈ કાલે તો આ પરોઠા હાઉસ બંધ હતું તે બીજે જવું પડ્યું ને રસો માગ્યો તો કહે, ખાવું હોય તો ખાવ નંઈ તો હાલવા માંડો. તે મારે તો ઈંયાં ઝઘડો થઈ ગયો. પચી માણસ ભેગું થઈ ગ્યું. પણ આંય તો ઘર જેવું. આગ્રહ કરીને જમાડે. સામેથી પૂછે, “ રસો જોઈએ ? ભાતમાં દહીં આપું ? ” પછી તો મેં ઘણીવાર જોયું ; રોજના ઘરાક પાસે ક્યારેક પૈસા ન હોય અને એકાદ પરોઠો ઓછો ખાય તો રસિકભૈ આગ્રહ કરીને બીજો પરોઠો આપે ને કહે, " આના પૈસા નહિ ગણીએ, ચંત્યા કર મા . ” વળી ભાવ પણ બીજા પરોઠા હાઉસ કરતાં ઓછા. અનાજ પણ સારું વાપરવાનું. ક્યારેય જમવામાં કાંકરી કે વાળ ન આવે. વળી જે કોઈ માગવાવાળા આવે એમાંથી ઘરડાં તથા નાનાં બાળકોને અચૂક પરોઠો ને શાક આપે. એક વાર મેં પૂછ્યું, ” આમ ઘણા બધાને ક્યારેક મફત પરોઠો ને શાક આપો છો તો વકરો ઓછો નથી થતો ? ” એણે જવાબ આપ્યો, “ સાહેબ, આંય ચાં કમાવા માટે પરોઠા હાઉસ ખોલ્યું સે ? બધાને જમાડવા ખોલ્યું સે. ”
1. રસિકભાઈને ત્યાં ગ્રાહકોની ભીડ કેમ રહેતી હશે?
2. રસિકભાઈને નફો ઓછો થવાની ચિંતા કેમ ન હતી?
3. ક્યારેક ગ્રાહક પાસે પૈસા ન હોય તો રસિકભાઈ શું કરતા?
4. રસિકભાઈને કઈ વિગત લાગુ પડતી નથી?
5. બીજા પરોઠા હાઉસમાં ગ્રાહકને કેવો અનુભવ થયો?
📖 વિભાગ ૧૨: પુસ્તક વિશેનાં સૂત્રો
સારા પુસ્તકો જેવો કોઈ કાયમી સાથે નથી
પુસ્તકપ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે
પુસ્તકો સમયના વિશાળ સાગરમાં ઊભી કરવામાં આવેલી દીવાદાંડી સમાન છે
જૂનાં કપડાં પહેરીને પણ નવાં પુસ્તકો ખરીદવા જોઈએ
વિચારોના યુદ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે
પુસ્તકો જાગૃત દેવતાઓ છે તેમની સેવા કરીને તત્કાલીન વરદાન પ્રાપ્ત કરી શકાય છે
તમારા કદી એ નિષ્ફળ ન જનારા મિત્રોમાં પુસ્તકો સૌથી મોખરે છે
પુસ્તકો મન માટે સાબુનું કાર્ય કરે છે
પુસ્તક માનવને ક્યારેય એકલો રહેવા દેતું નથી
સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે
1 જૂનાં કપડાં પહેરીને પણ નવાં પુસ્તકો ખરીદવા જોઈએ. – આ વાક્ય સાથે નીચેના વિકલ્પોમાંથી કયો વિચાર જુદા પડે છે?
2 મનમાં રહેલાં અજ્ઞાન, કુવિચારોને સારા પુસ્તક દૂર કરે છે. આ વિધાનને લગતું સૂત્ર કયું છે?
3 જો આપણા ઘરમાં સારાં પુસ્તકો નથી તો રહેણાંક કોના જેવું બની જાય છે?
અમદાવાદ, તા. ૬ જૂન: ગઈકાલે શ્રી વિનય વિદ્યામંદિરમાં 'વિશ્વ પર્યાવરણ દિવસ' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે જાણીતા પર્યાવરણવિદ શ્રી અશોકભાઈ હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું કે, "વૃક્ષો એ ધરતીનું આભૂષણ છે, જો આપણે પર્યાવરણને બચાવીશું તો જ પર્યાવરણ આપણને બચાવશે." આ પ્રસંગે શાળાના મેદાનમાં ૧૦૦ જેટલા રોપાઓ વાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પર્યાવરણ રક્ષણના શપથ લીધા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.
૧) આ અહેવાલ મુખ્યત્વે કઈ ઘટના વિશે છે?
૨) શ્રી અશોકભાઈના મતે પર્યાવરણ અને મનુષ્ય વચ્ચે કેવો સંબંધ છે?
૩) પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાની પ્રતિજ્ઞા કેમ લેવામાં આવી હશે? સૌથી સચોટ તર્ક પસંદ કરો.
૪) જો આ અહેવાલનો સારાંશ એક જ વાક્યમાં આપવો હોય, તો નીચેનામાંથી કયું વાક્ય સર્વશ્રેષ્ઠ ?
૫) વૃક્ષોને 'ધરતીનું આભૂષણ' કેમ કહ્યાં હશે?
📱 વિભાગ ૧૪: મોબાઈલ ફોનના નુકસાન
મોબાઇલના માધ્યમથી લોકો વચ્ચેનું અંતર ઓછું થયું છે અને પોતાના પ્રિયજનો સાથે સંપર્ક વધ્યો છે પરંતુ તેને હંમેશાં નજીક રાખવાનું કેટલુંક નુકશાન પણ છે. જે જાણવું અત્યંત આવશ્યક છે. વૈજ્ઞાનિક શોધ દ્વારા જોવા મળ્યું છે કે મોબાઇલ ફોન અને તેના ટાવરમાંથી નીકળતું રેડિયેશન વ્યક્તિની પાચન શક્તિને નબળી કરી શકે છે અને તેને કારણે બરાબર ઊંઘ ન આવવાની બીમારી અને એકાગ્રતામાં પણ ઉણપ આવી શકે છે. ઘણું ખરું લોકો સૂતી વખતે મોબાઇલ પોતાના તકિયા નીચે વાઇબ્રેટર અથવા સાયલન્ટ મોડ પર રાખીને સૂઈ જાય પરંતુ મોબાઇલને આ રીતે રાખવાની રીત સ્વાસ્થ્યને વધારે નુકશાન પહોંચાડી શકે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાની એક શોધ અનુસાર મોબાઇલનો વાઇબ્રેશન મોડ પર વધારે વાર સુધી ઉપયોગ કરવાથી કેન્સર થવાનું જોખમ વધારે હોય છે. તેનું કારણ એ છે કે મોબાઇલમાં સિગ્નલ માટે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો આવે છે, તે મગજની કોશિકાઓની વૃદ્ધિને પ્રભાવિત કરે છે અને તેમાંથી ટ્યુમર (ગાંઠ) વિકસવાની સંભાવના વધી જાય છે.
૧. મોબાઈલનું માધ્યમ શાના માટે ઉપયોગી છે ?
૨. મોબાઈલ ફોન અને ટાવરના રેડિએશનની માનવ શરીર પર કઈ ગંભીર અસર થઇ શકે છે ?
૩. મોબાઈલના માધ્યમથી લોકોના જીવનમાં કયું હકારાત્મક પરિવર્તન આવ્યું છે ?
"આજના યુગમાં માહિતીનો ભંડાર આંગળીના ટેરવે ઉપલબ્ધ છે પરંતુ સાચો વિદ્યાર્થી એ છે જે આ માહિતીના પ્રવાહમાંથી 'નીર-ક્ષીર વિવેક' કેળવી શકે. જ્યારે કોઈ વિદ્યાર્થી 'ગુજરાતનાં લોકનૃત્યો' વિષય પર પ્રોજેક્ટ તૈયાર કરે છે ત્યારે તે માત્ર ઇન્ટરનેટ પરથી વિગતો મેળવીને અટકતો નથી. તે પુસ્તકાલયમાં જઈ પ્રમાણભૂત ગ્રંથો તપાસે છે. લોકકલાકારોના ઇન્ટરવ્યુ સાંભળે છે અને આ બધી માહિતીનું સંકલન કરીને પોતાના શબ્દોમાં મૌલિક રજૂઆત કરે છે. આમ કરવાથી તેના પ્રોજેક્ટમાં માત્ર તથ્યો જ નહીં, પણ ભાષાકીય લાલિત્ય અને ચોકસાઈ પણ જોવા મળે છે. સંચાર માધ્યમોનો આવો વિવેકપૂર્ણ ઉપયોગ વિદ્યાર્થીના વ્યક્તિત્વ અને અભિવ્યક્તિ બંનેને નિખારે છે."
5) પ્રોજેક્ટમાં ‘તુલનાત્મક અભ્યાસ' કરવાથી ભાષાકીય રીતે શું ફાયદો થાય?
📚 વિભાગ ૧૬: રવિના વાંચન શોખ
રવિને વાર્તા, જીવનકથા અને માહિતીપ્રધાન પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ છે. તેને વાર્તાઓમાંથી જીવનના મૂલ્યો શીખવા મળે છે, જીવનકથાઓ તેને પ્રેરણા આપે છે અને માહિતીપ્રધાન પુસ્તકોમાંથી નવી જાણકારી મળે છે. પુસ્તક વાંચ્યા પછી રવિ પોતાના વિચારો વ્યક્ત કરે છે અને પુસ્તકના સારા-નબળા પાસાં વિશે વિચાર કરે છે. આ રીતે તે માત્ર વાંચન જ નથી કરતો, પરંતુ સમીક્ષાત્મક વિચારશક્તિ પણ વિકસાવે છે.
(1) જો રવિને એક જીવનકથા વાંચ્યા પછી પ્રેરણા ન મળે, તો તેનું કારણ શું હોઈ શકે?
(2) રવિ પોતાના વિચારો વ્યક્ત કરે છે. આ પ્રક્રિયા તેની કઈ ક્ષમતાને વધારે મજબૂત બનાવે છે?
(3) રવિ માટે ‘વિવિધ પ્રકારનાં પુસ્તકો' વાંચવાનું મહત્વ શું છે?
🏬 વિભાગ ૧૭: જાહેરાત (સરસ્વતી સ્ટેશનરી માર્ટ)
સરસ્વતી સ્ટેશનરી માર્ટ
મેઈન બજાર, પાલનપુર
નોટબુક, પેન, પેન્સિલ, ડ્રોઈંગ બુક અને સ્કૂલ બેગ પર
20% સુધીનું વિશેષ ડિસ્કાઉન્ટ!
ઓફર માન્ય: 1 જૂન થી 10 જૂન
🎁 ખરીદી પર આકર્ષક ભેટ
📞 સંપર્ક - 9876543210
આજે જ મુલાકાત લો અને લાભ મેળવો!
(1) આ જાહેરાત કયા વિષય સાથે સંબંધિત છે?
(2) આ જાહેરાત મુખ્યત્વે કોને આકર્ષવા માટે બનાવવામાં આવી છે?
(૩) આ જાહેરાતમાં સંપર્ક નંબર આપવાનો હેતુ શું છે?
(૪) આ જાહેરાતમાં કઈ માહિતી ન હોત, તો જાહેરાત અધૂરી ગણાત?
(૫) મહેશ 500 રૂ. ની ખરીદી કરે છે તો તેને કેટલું ડિસ્કાઉન્ટ મળશે?
(૬) મનોજ 20મી જૂને સરસ્વતી સ્ટેશનરી માર્ટમાં જઈ 100 રૂ. ની ખરીદી કરે છે તો તેને કેટલું વળતર મળશે?
🎭 વિભાગ ૧૮: સાંસ્કૃતિક મહોત્સવ
શાળામાં દર વર્ષે સાંસ્કૃતિક મહોત્સવ યોજાય છે. અનિતા અને તેના મિત્રોએ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો: નૃત્ય, ગીત, અને નાટક. નાના વિદ્યાર્થીઓ માટે સંગીત અને નૃત્યનાં લઘુ પ્રદર્શન રાખવામાં આવ્યાં, જેથી બધા સહજ રીતે માણી શકે. અને મોટા વિદ્યાર્થીઓ માટે નાટક અને ચિત્ર પ્રોજેક્શન તૈયાર કરવામાં આવ્યું, જેમાં સાંસ્કૃતિક વારસો અને સંદેશ દેખાડવામાં આવ્યા. બાળકો આ મહોત્સવ જોઈ અને સાંભળી ખૂબ ખુશ થયા, અને તેઓમાં પોતાની સાંસ્કૃતિક ઓળખ વિશે જાગૃતિ વધી.
(૧) મહોત્સવ પછી બાળકોમાં શું વિકાસ થયો?
(2) નાનાં બાળકો માટે ગીત અને નૃત્ય રાખવાનો હેતુ શું છે?
(3) નાના અને મોટા વિદ્યાર્થીઓ માટે અલગ-અલગ સામગ્રી તૈયાર કરવાનો હેતુ શું હતો?
🎲 વિભાગ ૧૯: ભાષાકીય રમતો
ભાષાકીય કૌશલ્યના વિકાસમાં શબ્દ રમતો પાયાની છે. ગુજરાતી ભાષા માત્ર વાંચવા કે લખવા માટે જ નથી પરંતુ તેમાં રમત રમીને જ્ઞાન મેળવવાની પણ અઢળક તકો છે. શબ્દ રમતોમાં ‘વિલોમ શબ્દ'ની રમત દ્વારા આપણે વિરોધી અર્થની સમજ કેળવીએ છીએ. તેવી જ રીતે શબ્દ વ્યુત્ક્રમ એટલે કે શબ્દને ઉલટાવીને જોવાની કળા, જેમ કે સરસ શબ્દને ઉલટો વાંચતાં પણ ‘સરસ’ જ રહે છે – તેને ‘પેલિન્ડ્રોમ’ કહેવામાં આવે છે. શાળામાં રમાતી ‘અંતાક્ષરી’થી આપણું શબ્દભંડોળ વધે છે અને યાદશક્તિ તેજ થાય છે. ‘ઉખાણાં’ આપણી બુદ્ધિને કસે છે. કારણ કે તેમાં સીધી વાતને આડકતરી રીતે પૂછવામાં આવે છે. જ્યારે ‘શબ્દોની આડી-ઊભી ચાવી’ ઉકેલતી વખતે આપણે તર્ક લગાવીએ છીએ કે કયા ખાનામાં કયો અક્ષર બંધ બેસશે. આ ઉપરાંત અમુક ચોક્કસ અક્ષર (જેમકે 'ક' કે 'મ') વગર આખું વાક્ય બનાવવું એ ભાષા પરના પ્રભુત્વની કસોટી છે. આવી રમતોથી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને વિચારવાની શક્તિનો વિકાસ થાય છે.
૧) શરૂમાં 'પેલિન્ડ્રોમ' માટે કયું ઉદાહરણ આપવામાં આવ્યું છે?
૨) ઉખાણાં પૂછવાથી વિદ્યાર્થીઓમાં મુખ્ય કયા કૌશલ્યનો વિકાસ થાય છે?
૩) ‘શબ્દ અંતાક્ષરી' રમતનો સૌથી મોટો ફાયદો કયો છે?
૪) અમુક ચોક્કસ અક્ષર વગર વાક્ય બનાવવાની રમત શું સાબિત કરે છે?
(૫) ‘શબ્દોની આડી-ઊભી ચાવી’ ઉકેલવા માટે શું કરવું પડે છે?
👧 વિભાગ ૨૦: રીમાના વાંચનનો શોખ
રીમા વાંચનપ્રેમી વિદ્યાર્થી છે. તે વાર્તા, જીવનચરિત્ર, વિજ્ઞાન અને ઈતિહાસ જેવા વિવિધ વિષયનાં પુસ્તકો વાંચે છે. વાર્તા વાંચીને તેને પાત્રો ગમે છે, જ્યારે જીવનચરિત્ર વાંચીને તે પ્રેરણા મેળવે છે. વિજ્ઞાનનાં પુસ્તકો તેને નવી શોધો વિશે વિચારવા પ્રેરે છે અને ઈતિહાસનાં પુસ્તકો ભૂતકાળની ઘટનાઓ સમજવામાં મદદ કરે છે. રીમા દરેક પુસ્તક વાંચ્યા પછી પોતાનો પ્રતિસાદ લખે છે અને પુસ્તકના સારા-નબળા પાસાં વિશે વિચાર કરે છે. તે ભાષા, વિષય અને સજ્જતાના આધારે પુસ્તકની સમીક્ષાત્મક વિવેચના કરે છે. આ રીતે વાંચનથી રીમાની વિચારશક્તિ અને સમજણ બંને વિકસે છે.
(1) રીમા પુસ્તકની સમીક્ષાત્મક વિવેચના કરે છે. તેનો અર્થ શું થાય?
(2) જીવનચરિત્ર વાંચવાથી મળતી પ્રેરણાનો શ્રેષ્ઠ ઉપયોગ કઈ રીતે થઈ શકે?
(3) આ ફકરા પરથી વાંચન વિશે કયો નિષ્કર્ષ યોગ્ય છે?
(4) રીમાને જો કોઈ પુસ્તકનો સંદેશ સ્પષ્ટ ન લાગે, તો સમીક્ષાત્મક વાચક તરીકે શું કરવું યોગ્ય છે?
નમસ્તે મિત્રો! એક્ઝામ ગુરુ બ્લોગ પર તમને ધોરણ ૬ થી ૮ નું અભ્યાસ સાહિત્ય, NMMS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું મટિરિયલ અને શિક્ષકો માટે ઉપયોગી માહિતી વિનામૂલ્યે મળશે.
0 Comments