Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

ધોરણ 6 ગુજરાતી: NAS અને 'પરખ' પરીક્ષા MCQ પ્રશ્નબેંક + ઓનલાઈન ક્વિઝ | Std 6 Gujarati

NEP 2020, 'પરખ' અને NAS: ધોરણ 6 ગુજરાતીમાં અધ્યયન નિષ્પત્તિઓનું વિશ્લેષણ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) ના અમલીકરણ બાદ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન માત્ર ગોખણપટ્ટી આધારિત ન રહેતા, 'સમજણ અને કૌશલ્ય આધારિત' (Competency-based Education) બન્યું છે. વિદ્યાર્થીઓના ભાષાકીય વિકાસ, વાંચન-લેખન કૌશલ્ય અને તાર્કિક ક્ષમતાનું રાષ્ટ્રીય સ્તરે સચોટ મૂલ્યાંકન કરવા માટે 'પરખ' (PARAKH) અને NAS (National Achievement Survey) જેવી પરીક્ષાઓ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.

ધોરણ 6 ની ગુજરાતી (પ્રથમ ભાષા) વિષયની વાત કરીએ તો, આ પરીક્ષાઓમાં માત્ર પાઠ્યપુસ્તકના સીધા પ્રશ્નો પૂછવાને બદલે અપરિચિત ફકરા, સંવાદો, વાર્તાઓ, કોષ્ટક અને જાહેરાતો પરથી વાંચન અને અર્થગ્રહણ (Reading Comprehension) કરવાની ક્ષમતાની ઊંડાણપૂર્વક ચકાસણી થાય છે.

GCERT ના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલી આ ૧૦૦ પ્રશ્નોની વિશ્લેષણાત્મક પ્રશ્નબેંક અને નીચે આપેલી 'ઇન્ટરેક્ટિવ ઓનલાઈન ક્વિઝ' શિક્ષકોને વર્ગખંડમાં રહેલી અધ્યયન કચાસ (Learning Gap) ઓળખવામાં અને તેને દૂર કરવામાં ખૂબ ઉપયોગી થશે. આ સ્માર્ટ લર્નિંગ મટિરિયલ દ્વારા વિદ્યાર્થીઓ રમતા-રમતા ભાષાકીય કૌશલ્યો વિકસાવી શકશે અને રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓ માટે તેમનો આત્મવિશ્વાસ વધશે. ચાલો, આગામી પરીક્ષાની શ્રેષ્ઠ તૈયારી કરીએ!

📚 ગુજરાતી (Gujarati) MCQ પ્રશ્નબેંક: ધોરણ-6 🎯

માર્ગદર્શન: ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર

વિષય: ગુજરાતી (પ્રથમ ભાષા)

વર્ષ: ૨૦૨૫-૨૬ 

હેતુ: NAS પરીક્ષાની તૈયારીના ભાગરૂપે

નીચેની વિગત વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો.

શિવમંદિરના પૂજારી નંદશંકરનાં પત્ની અને દીકરીમાં એકમાત્ર રાધા ત્રીસ દિવસની જાત્રા કરવા ગયેલાં. જેથી મંદિર ઉપરાંત ઘરનાં અન્ય કામોની જવાબદારી એમની અને ત્રણ પુત્રો પર આવી ચડી. એમના ત્રણ પુત્રો : રાજન, વિવેક અને વિરાજ. પૂજારીજી એમને અનુક્રમે પ્રેમથી ભોલું, મોટું અને છોટું કહીને બોલાવતા. હવે નંદશંકરજીએ ત્રણેય બાળકોને નીચે મુજબ જવાબદારીઓ વહેંચી.

૧. પ્રસાદ બનાવવાનો લાભ કયા ભાઈને મળે છે?

(A) છોટું
(B) રાજન
(C) વિરાજ
(D) મોટું

૨. વિરાજ કયાં બે કામ કરે છે?

(A) ઘરકામ, પ્રસાદ
(B) ઘરકામ, રસોઈ
(C) સેવાપૂજા, રસોઈ
(D) સેવાપૂજા, ઘરકામ

૩. વિવેકને રસોઈની જવાબદારી કયા વારે મળી છે?

(A) બુધ, ગુરુ
(B) સોમ, મંગળ
(C) ગુરુ, શુક્ર
(D) બુધ, શનિ

૪. ઘરકામની જવાબદારી કોને કોને આવે છે?

(A) રાજન અને ભોલુંને
(B) છોટું અને વિરાજને
(C) મોટું,છોટું અને રાજનને
(D) રાજન,વિવેક અને ભોલુંને

૫. આપેલ વિગત અનુસાર પૂજારીજીના પરિવારમાં કુલ કેટલા સભ્યો હશે?

(A) 4
(B) 6
(C) 5
(D) 7

નીચેની જાહેરાત વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબો આપો.

૬. આપેલ જાહેરાત મુજબ કયું વિધાન સત્ય છે?

(A) સ્પર્ધામાં દરેક વિદ્યાર્થી ભાગ લઈ શકે.
(B) સ્પર્ધામાં દરેક વિદ્યાર્થીને ઈનામ મળશે.
(C) દરેક વિદ્યાર્થીને ચિત્ર દોરવા ડ્રોઈંગશીટ મળશે.
(D) માનવ ધોરણ 7માં અભ્યાસ કરે છે તો તે વિભાગ 4માં ભાગ લઈ શકશે.

૭. સ્પર્ધાની વિશેષતા શું છે?

(A) વિભાગ મુજબ ઈનામ મળશે.
(B) ચિત્ર માટે પૂરતો સમય મળશે.
(C) કોઈપણ ભાગ લઈ શક્શે.
(D) દરેકને પ્રમાણપત્ર મળશે.

૮. પાર્થિવે ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો પરંતુ પ્રમાણપત્રથી વંચિત રહી ગયો. એમ કેમ થયું હશે?

(A) ચિત્ર અધૂરું રહી ગયું હશે.
(B) રજિસ્ટ્રેશન કરાવેલ નહિ હોય.
(C) એક થી પાંચ ક્રમાંકમાં આવેલ નહિ હોય.
(D) બીજા વિભાગમાં નામ લખાવ્યું હશે.

૯. ‘ચાલો, દુનિયા રંગીન બનાવીએ' એ સ્પર્ધાનું ---------- છે.

(A) સ્લોગન
(B) સ્પર્ધાનું નામ
(C) સૂચના
(D) પ્રેરણા

૧૦. વિદ્યાર્થીઓ કયા વિષય પર ચિત્ર બનાવશે?

(A) વિભાગ મુજબ આપે તે વિષય પર
(B) મનગમતા વિષય પર ચિત્ર બનાવશે.
(C) જાહેરાતમાં વિષય અંગે સ્પષ્ટતા નથી.
(D) એક જ વિષય આપેલ છે, તેના પર બધા જ ચિત્ર બનાવશે.

નીચે આપેલ સંવાદ વાંચી તેના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબો આપો.

પરમ : આવ,આવ, પ્રથમ, સાલ મુબારક!
પ્રથમ : સાલ મુબારક. વાહ! આજે તિલક કર્યું !
પરમ : હા,યાર જોને, નવું વર્ષ છે તો પપ્પાએ સંકલ્પ લેવાનું કહ્યું, તો મેં નિયમિત મંદિર જવાનો સંકલ્પ કર્યો. અરે! પણ તું કેમ ચાલીને આવ્યો !
પ્રથમ : મને પણ દાદાએ સંકલ્પ લેવડાવ્યો કે હવેથી નજીકમાં બધે ચાલીને જઈશ, સાઇકલ લઈને નહિ. આ પરાગ ક્યાં રહી ગયો?
પરમ : એ તો વહેલું આવવાનું કહેતો હતો !
પ્રથમ : આ આવ્યો. સાલ મુબારક પરાગ.
પરાગ : સાલ મુબારક મિત્રો, સાલ મુબારક.
પ્રથમ : કેમ મોડું થયું?
પરાગ : જોને ભાઈ આ નવું વર્ષ! તૈયાર થયા વિના આવવા ન દે અને સેવાપૂજા, સંકલ્પો...
પ્રથમ : તે પણ સંકલ્પ લીધો?!
પરાગ : હા, મારે બધે મોડું થાય માટે મમ્મીએ સંકલ્પ લેવડાવ્યો કે હું હંમેશાં નિયમિત રહીશ.બધે ચોક્કસ સમયે જ પહોંચીશ.
પરમ : તારા સંકલ્પનું આયુષ્ય તો બહુ નાનું!
(બધા હસે છે.)
પરાગ : હા મિત્રો, આપણે સંકલ્પો લઈએ છીએ પણ સારી રીતે પાળી શકતા નથી.

૧૧. આપેલ સંવાદના આધારે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

(A) સંકલ્પો જેટલા લેવા સહેલાં છે એટલા પાળવા સરળ છે.
(B) આજે પ્રથમ સાઇકલ લઈ મંદિર જાય છે.
(C) મિત્રોમાં તહેવારો વિશે ચર્ચા થઈ રહી છે.
(D) પરાગનો સંકલ્પ સાવ થોડા સમયમાં તૂટી જાય છે.

૧૨. સંવાદમાં બધા જ મિત્રોને સંકલ્પની પ્રેરણા કોણ આપે છે ?

(A) મમ્મી
(B) પપ્પા
(C) પરિવારના વડીલ
(D) બાળકો જાતે સંકલ્પ લે છે.

૧૩. આપેલ સંવાદમાં આજે તહેવારનો દિવસ છે એમ શેના આધારે કહી શકાશે?

(A) એક બીજાને નવા વર્ષના અભિનંદન આપે છે.
(B) ત્રણેય મિત્રો સંકલ્પ લે છે.
(C) ત્રણેય મિત્રો એક સારી ટેવ કેળવે છે.
(D) પરમ મંદિરે જઈ તિલક કરે છે.

૧૪. 'પ્રથમ' સંકલ્પ કરે છે કે હવેથી નજીકમાં બધે ચાલીને જઈશ... આના પરથી વિશેષ શું સમજાય છે?

(A) પહેલાં પ્રથમ બધે સાઇકલ લઇને જતો.
(B) હવે પ્રથમ કસરતનું મહત્વ સમજ્યો છે.
(C) આ પ્રમાણેની દાદાની આજ્ઞા છે.
(D) હવે સાઇકલનો ઉપયોગ પરિવારના બીજા સભ્યો કરી શકશે.

૧૫. પરમનાં અંતિમ વાક્યનો અર્થ શો થશે?

(A) તારો સંકલ્પ ફળશે નહિ./વિફળ જશે.
(B) તે લીધેલો સંકલ્પ પાળવામાં મુશ્કેલી થશે.
(C) તારો સંકલ્પ તો તૂટી ગયો.
(D) તારો સંકલ્પ ખૂબ લાંબો સમય ટકી રહેશે.

૧૬. બધા મિત્રોને હસવાનું કારણ શું હશે?

(A) નવા વર્ષે ખોટો સંકલ્પ લઈ લીધો હતો
(B) પરાગે લીધેલો સંકલ્પ તરત જ તૂટી ગયો હતો
(C) સંકલ્પ લેવામાં ઉતાવળ કરી અને તોડવામાં એથીયે વધારે.
(D) પરાગે રમૂજ થાય એવું કાર્ય કર્યું હતું.

નીચે આપેલ ફકરો વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો.

એક દિવસ શરીરનાં અંગો વચ્ચે ચર્ચા ચાલી કે કોનું મહત્ત્વ વધારે ! હાથ બોલ્યા, “બધું જ કામ મારા દ્વારા થાય, જમવું,પીવું, લખવું, રમવું વગેરે મારાથી જ થાય માટે મારું મહત્ત્વ વધુ કહેવાય”. આટલું સાંભળી પગ બોલ્યા, “એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એ મારા વિના અશક્ય છે. હું જ તમારો બધાનો ભાર ઉપાડી બધે લઈ જાઉં છું, માટે મારું મહત્ત્વ વધુ કહેવાય.” હવે આંખોએ પોતાની દલીલ રજૂ કરી, “અરે ભાઈઓ ! તમે જમો, રમો એક જગ્યાથી બીજી જગ્યાએ જાઓ એ મારા દ્વારા જ ને! જો દેખાય નહીં તો શું કરશો? મારા કારણે જ આ જગતને જુઓ છો, માટે મારું મહત્ત્વ સવિશેષ ગણાય.” આ સાંભળી કાન બોલ્યા, “માનવના વિકાસમાં મોટો ફાળો વાણી-વ્યવહારનો રહ્યો છે. જો સાંભળી શકો નહીં તો બોલશો કેવી રીતે? માટે મારું મહત્ત્વ ઓછું નથી.” અત્યાર સુધી શાંત બેસી રહેલું નાક ધીરેથી બોલ્યું, “તમારું મહત્ત્વ વધારે હોય તો હું મારા કામમાંથી - શ્વાસ લેવામાંથી - થોડીવાર વિશ્રામ લઈ લઉં, લ્યો, હમણાં આવું.” ત્યાં તો બધાંને સમજાઈ ગયું, બધાં એક સાથે બોલ્યાં, “અરે નાકભાઈ ! તમે ક્યાં ચાલ્યા ! તમે જશો તો અમે બધાં કંઈ કામના નહીં. તમારું મહત્ત્વ સૌથી વધુ.” આ સાંભળી નાક હસવા લાગ્યું. એટલે જ કહેવાયું છે ને કે, 'નાક જાય તો બધું જ જાય.'

૧૭. અહીં કયા અંગનું વિશેષ મહત્વ બતાવ્યું છે?

(A) આંખ
(B) નાક
(C) કાન
(D) પગ

૧૮. અહીં આપેલ કહેવતના અર્થને બંધ બેસતું વાક્ય કયું છે ?

(A) આંખ, કાન, હાથ, પગનું કશું જ મહત્ત્વ નથી.
(B) શરીરનાં અંગોમાં નાકનું જ મહત્ત્વ છે.
(C) જીવનમાં ઈજ્જતનું સૌથી વધુ મહત્ત્વ છે.
(D) નાકને માથે ચડાવવું જોઈએ.

૧૯. નીચેનામાંથી કઈ કહેવત આપેલ વિગતને અનુરુપ છે ?

(A) આંખ આડા કાન કરવા.
(B) નાક રાખવું
(C) જાજા હાથ રળિયામણા
(D) પગ પર કુહાડી મારવી.

૨૦. નીચેનામાંથી આંખે કરેલ દલીલ સિવાયની દલીલ કઈ છે?

(A) આંખ દ્વારા જ પગનું કામ થાય છે.
(B) જમવું, રમવું આંખ આધારિત છે.
(C) જગત જોવાનો આધાર આંખ છે.
(D) આંખથી જ બધાં કાર્યો થાય છે.

૨૧. કાન કઈ દલીલ કરે છે ?

(A) કાનનું મહત્ત્વ જીભથી વિશેષ છે.
(B) જો બોલાશે નહિ તો સંભળાશે નહિ.
(C) શરીરમાં બધાં અંગોનું મહત્ત્વ એકસમાન છે.
(D) બોલવાની ક્રિયાનો આધાર સાંભળવા પર છે.

પુસ્તક વિશેનાં સૂત્રો વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો.

૨૨. જૂના કપડાં પહેરીને પણ નવા પુસ્તકો ખરીદવા જોઈએ. આ વાક્ય સાથે નીચેના વિકલ્પોમાંથી કયો વિચાર જુદા પડે છે.

(A) જરૂરી ભૌતિક વસ્તુઓ કરતા પુસ્તકને મહત્વ આપવું.
(B) કપડાં કરતાં સારા પુસ્તકને વધુ મહત્વ આપવું.
(C) પુસ્તક દેખાવના કપડાંથી વધુ મૂલ્યવાન છે.
(D) પુસ્તક ઘણું મોંઘું હોવાથી જૂના કપડાં પહેરી ખરીદવું પડે.

૨૩. મનમાં રહેલાં અજ્ઞાન, કુવિચારોને સારા પુસ્તક દૂર કરે છે. આ વિધાનને લગતું સૂત્ર કયું છે?

(A) વિચારોના યુદ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે.
(B) પુસ્તકો મન માટે સાબુનું કાર્ય કરે છે.
(C) પુસ્તકો આપણા મિત્રો છે.
(D) સારા પુસ્તક શ્રીમંત અને સુખી બનાવે છે.

૨૪. જો આપણા ઘરમાં સારા પુસ્તકો નથી તો રહેણાંક કોના જેવું બની જાય છે?

(A) સાગર
(B) દીવાદાંડી
(C) સ્મશાન
(D) વિચારોના યુદ્ધ જેવું

૨૫. આપેલા સૂત્રોનો ભાવાર્થ સમજાવતું વિધાન શોધો.

(A) જીવનના કોઈપણ સમયમાં પુસ્તક દિશાદર્શક બની રહે છે.
(B) પુસ્તક માનવનું જીવન છે.
(C) પુસ્તક વિના મનુષ્ય હાડપિંજર છે.
(D) જો પુસ્તકનો સંગાથ ન હોય તે માનવ દાનવ બને છે.

૨૬. ઉપરના સૂત્રોના આધારે પુસ્તકની સરખામણીમાં કયો વિકલ્પ જુદો પડે?

(A) દીવાદાંડી
(B) મિત્રતામાં કદી નિષ્ફળ ન જનાર મિત્ર
(C) દેવતા
(D) સ્મશાન

નીચે આપેલ વાર્તા વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો.

એક સ્ત્રી બજારમાંથી સુંદર મજાની દીવડી લાવી. ઘેર પહોંચી તો અંધારું હતું. આથી એણે દીવડીમાં વાટ-ઘી વગેર મૂકી દીવો પ્રગટાવ્યો. ઘરમાં અજવાળું અજવાળું થઈ ગયું. આથી દીવાને અભિમાન થયું. તે બોલ્યોઃ 'મારો પ્રકાશ તો સૂર્યથીયે વધારે છે. ' ત્યાં તો અચાનક પવન ફૂંકાયો અને દીવો હોલવાઈ ગયો. હવે ચારે બાજુ અંધકાર થઈ ગયો. આથી દીવો શરમાઈ ગયો. ત્યાં કોઈએ આવીને દીવો પ્રગટાવ્યો. હવે દીવો શાંતિથી પ્રકાશ આપતો રહ્યો. થોડીવારે બોલ્યોઃ ‘ક્યાં સૂર્ય અને ક્યાં હું? મને તો પવન પણ હોલવી શકે છે. મને તો ફરી સળગાવવો પડે છે. સૂર્ય તો હોલવાતો જ નથી. પછી ફરી સળગાવવાની વાત જ ક્યાં? ' ને તે ચૂપચાપ શાંતિથી પ્રકાશ પાથરતો રહ્યો.

૨૭. દીવાને શા માટે અભિમાન થયું?

(A) દીવો સૂર્ય જેવો થઈ ગયો માટે.
(B) દીવો વાટ સાથે બેઠો હતો માટે.
(C) દીવાએ આખા ઘરમાં પ્રકાશ ફેલાવી દીધો માટે.
(D) દીવો પવન સામે લડ્યો માટે.

૨૮. વાર્તાને આધારે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે?

(A) સૂર્યે દીવાને કાર્ય સોંપ્યું.
(B) દીવાનું અભિમાન પવને ઉતાર્યું.
(C) દીવો સૂર્ય સમાન બની ગયો.
(D) સૂર્ય જેટલું કાર્ય તો દીવો પણ કરી શકે.

૨૯. દીવો શાથી લજવાયો?

(A) સૂર્યના પ્રકાશમાં તેનો પ્રકાશ ઝાંખો પડ્યો.
(B) પવનને કારણે દીવાની જ્યોત વધુ પ્રબળ બની તેના કારણે.
(C) સૂર્ય દ્વારા પ્રકાશ ફેલાવવાથી.
(D) પવનને કારણે દીવો હોલવાયો અને અંધકાર છવાયો.

૩૦. દીવાથી સૂર્ય કઈ રીતે અલગ પડે છે?

(A) હોલવાઈ જાય છે.
(B) પ્રગટાવવાની જરૂર રહે છે.
(C) અંધકાર દૂર કરે છે.
(D) પવનની અસર થાય છે.

૩૧. વાર્તામાં કયો મધ્યવર્તી વિચાર રજૂ થયો છે?

(A) દીવો ક્યારેય સૂર્ય બની શકે નહિ.
(B) મર્યાદિત ક્ષમતાનું અભિમાન કરવું નહિ.
(C) સૂર્ય સર્વોપરી છે.
(D) આપણી ક્ષમતા સતત વધારતા રહેવું જોઈએ.

નીચે આપેલી વિગત વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો.

એક મોજીલી શાળા છે તેમાં ત્રણ ધોરણ છે: 6,7,8. આ મિશ્રિત શાળા છે.શાળામાં વિવિધ કાર્યક્રમો તેમજ અલગ અલગ પ્રવૃત્તિ નિયમિત થાય છે. આથી બાળકોને કેટલીક જવાબદારી સોંપવામાં આવી છે જેની વિગત નીચે મુજબ છે.

૩૨. રમતગમતની તક કયા ધોરણનાં બાળકોને મળશે?

(A) ધોરણ 6
(B) ધોરણ 7
(C) ધોરણ 8
(D) ધોરણ 7, 8

૩૩. કઈ બાબતનો લાભ માત્ર ધોરણ 8નાં બાળકોને મળશે?

(A) ધોરણ 6
(B) ધોરણ 7
(C) ધોરણ 8
(D) 6, 7

૩૪. ધોરણ 7નાં બાળકો કયા વારે પ્રાર્થનાની જવાબદારી નિભાવશે?

(A) સોમવાર
(B) મંગળવાર
(C) શનિવાર
(D) ગુરુવાર

૩૫. સોમવારે સફાઈ અને શનિવારે વ્યાયામ કયા ધોરણનાં બાળકો કરશે?

(A) ધોરણ 6
(B) ધોરણ 7
(C) ધોરણ 8
(D) 6, 7

૩૬. આપેલ વિગતના આધારે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

(A) કમ્પ્યુટર શિક્ષણ માત્ર ધોરણ 8નાં ભાઈઓ મેળવશે.
(B) રમતગમતની પ્રવૃત્તિ ધોરણ 6નાં બાળકો સોમવારે કરશે.
(C) વ્યાયામનો લાભ ધોરણ 8નાં બાળકો લેશે નહીં.
(D) ધોરણ 7નાં વિદ્યાર્થીઓ સફાઈ ગુરૂવારે અને મંગળવારે કરશે.

નીચેનો ફકરો વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો.

વિદ્યાર્થી માટે વિદ્યાભ્યાસ સાથે સારા અક્ષર એ પણ અનિવાર્ય છે. વિદ્યાર્થી કાળમાં જ્ઞાન, સમાજ, અભિવ્યક્તિ સાથે સારા અક્ષરોનું પણ સવિશેષ મહત્ત્વ છે. સારા અક્ષર લખાણને સુઘડતા આપે છે, વાંચન પૂર્વે વાંચન તરફ તો સારા અક્ષર જ લઈ જાય છે. લેખના પ્રારંભમાં ચમત્કૃતિ પૂર્ણ વાક્ય લેખકને પ્રભાવિત કરી આગળ વાચન તરફ ખેંચે છે તેમ સારા અક્ષર સુઘડ લખાણ દ્વારા વાચકને વાચન માટે દોરી જાય છે. સારા અક્ષરને હાથનું ઘરેણું કહ્યું છે. ગાંધીજીએ તો ત્યાં સુધી કહ્યું છે કે 'નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. 'એક નવો અભિપ્રાય ચાલે છે કે અક્ષર સુંદર નહીં હોય તો કંઈ નહીં સુવાચ્ય હોવા જોઈએ, પણ સારા અક્ષર એ પ્રભાવ ઉપરાંત પ્રલોભનકારી પણ બની રહે છે. આમ વિદ્યાર્થીઓ માટે સારા અક્ષર વિદ્યાના હાર્દરૂપ છે, અનિવાર્ય છે.

૩૭. ફકરાને અનુરૂપ વિધાન કયું છે?

(A) અક્ષર સુંદર નહીં સુવાચ્ય હોવા જોઈએ- એક અભિપ્રાય.
(B) સારા અક્ષરથી જ કેળવણી પૂર્ણ બને છે.
(C) કેટલાક મહાનુભાવો પણ સારા અક્ષરની હિમાયત કરે છે.
(D) ઉપરના ત્રણેય

૩૮. અધુરી કેળવણી એટલે શું? ફકરાના આધારે જવાબ આપો.

(A) વાંચન-લેખન અધૂરું હોવું.
(B) અક્ષરના કારણે વિદ્યાર્થી સફળ ન થવો.
(C) અક્ષર સારા ન હોય તો પૂર્ણ શિક્ષિત કહી શકાય નહીં.
(D) નઠારા અક્ષર એ કેળવણીનો ભાગ છે.

૩૯. અહીં ફકરા દ્વારા લેખક શું કહેવા માંગે છે?

(A) સારા અક્ષર એ સાચો વિદ્યાભ્યાસ છે.
(B) તમામ વિષયોના અભ્યાસ કરતાં સારા અક્ષરનું મહત્ત્વ વધુ છે.
(C) વિષય જ્ઞાન સાથે સારા અક્ષરનું મહત્ત્વ છે.
(D) સારા અક્ષર નહીં હોય તો જીવનમાં સફળ થઈ શકાતું નથી.

૪૦. કઈ સૂક્તિ ફકરાને અનુરૂપ છે?

(A) હૂંફાળા હાથ સારા અક્ષર ની જનની છે.
(B) સારા અક્ષર હાથનું ઘરેણું છે.
(C) સારા અક્ષર એ શિક્ષાનો પાયો છે.
(D) પરીક્ષાની સફળતાનો આધાર સારા અક્ષરો છે.

જાહેરાતના ધ્યાનમાં રાખી આપેલા પ્રશ્નોનાં જવાબ આપો.

ચાંદીપુરા રોગ અંગે જનજાગૃતિ...

૪૧. ચાંદીપુરા રોગ માટે આપેલા વિધાનમાંથી ક્યું વિધાન લાગુ પડે છે?

(A) ચાંદીપુરા રોગ મોટી ઉંમરના લોકોમાં જોવા માલ છે.
(B) ચાંદીપુરા રોગ માખી દ્વારા ફેલાય છે.
(C) ચાંદીપુરા રોગ સેન્ડફ્લાઈ- રેતીની માખીથી ફેલાય છે.
(D) ચાંદીપુરા રોગ બેક્ટરીયાથી ફેલાય છે.

૪૨. ચાંદીપુરા રોગથી બચવા માટે આપેલા વિધાનમાંથી ક્યું વિધાન સૌથી મહત્વનુ છે?

(A) ઘરની અંદરથી માખીઓનો નાશ કરવો જોઈએ.
(B) જંતુનાશક મચ્છરદાની નો ઉપયોગ કરવો જોઈએ.
(C) શુદ્ધ અને સમતોલ આહાર લેવો જોઈએ.
(D) નિયમિત ડોક્ટર પાસે તપાસ કરાવતા રહેવું જોઈએ.

૪૩. બાળકને ચાંદીપુરા રોગ થયો છે એવું કયા વિધાનના આધારે કહી શકાય.

(A) બાળકને તાવ સાથે જાડા-ઉલટી થવા.
(B) બાળકના શરીરમાં સોજો ચડી જવો.
(C) બાળકને જમવાનું ન ભાવે.
(D) બાળક સતત રડ્યા કરે.

૪૪. ચાંદીપુરા રોગ સામાન્ય રીતે કેટલી ઉંમરના બાળકોમાં જોવા મળે છે?

(A) 0 થી 4 વર્ષ
(B) 0 થી 10 વર્ષ
(C) 1 થી 11 વર્ષ
(D) 0 થી 14 વર્ષ

૪૫. સેન્ડફ્લાય માટે કયું વિધાન ખરું છે?

(A) સેન્ડફ્લાય નરી આંખે જોઈ શકાતી નથી.
(B) સેન્ડફ્લાયની ઉત્પત્તિ પાણીમાં થાય છે.
(C) સેન્ડફ્લાય ઈંડામાંથી ઉત્પન્ન થતી નથી.
(D) સેન્ડફ્લાયને નારી આંખે જોઈ શકાય છે.

૪૬. સેન્ડફ્લાઈ શું છે?

(A) એક પ્રકારનો મચ્છર છે.
(B) સેન્ડફ્લાઈ એક પ્રકારની રેતીની બાકી છે.
(C) સેન્ડફ્લાઈ એક બેક્ટેરિયા છે.
(D) સેન્ડફ્લાઈએ કોરોનાનો પ્રકાર છે.

ફકરના આધારે આપેલા પ્રશ્નોનાં જવાબ આપો.

કેટલું પણ રડતું બાળક હોય, ગિજુભાઈ તેને ઉપાડી લે તો એ બાળક રડવાનું બંધ કરી દે એવું કહેવાય છે. આ ગિજુભાઈ બધેકા ‘મુછાળી મા' તરીકે ઓળખાય છે, કારણ કે બાળકની માતા પણ જે સમજી નથી શકી કે બાળકને કેવી રીતે ઉછેરવું તેવી બાળક માટેની વાતો તેમણે પુરુષ થઈને સમજાવી. આ ઉપરાંત તેમણે બાળકો માટે અનેક વાર્તાઓ લખી છે. આ વાર્તાઓનું બાળકને સૌથી વધારે ગમતું પાછું છે-વાર્તામાં આવતા જોડકણા. આ વાર્તાઓ બાળકોના રસને પોષે છે, એમના કુતુહલને ઉત્તેજન આપે છે, તેમની કલ્પનાઓને જાગ્રત કરે છે, એમના વ્યક્તિત્વ ઘડતરનો અંશ બને છે અનેરો આનંદ આપે છે.

૪૭. બાળકોને ગિજુભાઈ ની વાર્તા શા માટે ગમતી હશે?

(A) ગિજુભાઈની વાર્તામાં હાસ્ય હોય એટલા માટે.
(B) ગિજુભાઈની વાર્તામાં જોડકણા હોય એટલા માટે.
(C) ગિજુભાઈની વાર્તામાં બાર ઉછેરની વાત હોય એટલા માટે.
(D) ગિજુભાઈને ‘મુછાળી મા' તરીકે ઓળખવામાં આવે છે એટલા માટે.

૪૮. ગિજુભાઈની વિશેષતા નથી.

(A) તેઓ ‘મુછાળી મા' તરીકે ઓળખાતા.
(B) રડતું બાળક તેમની પાસે શાંત થઈ જતું.
(C) તેઓએ ઘણી બાળવાર્તાઓ લખી છે.
(D) તેઓએ ઘણાં કાવ્યો લખ્યા છે.

૪૯. ગિજુભાઈ ની વાર્તાઓમાં બાળકોને સૌથી વધારે ગમતું પાસું કયું?

(A) વાર્તાઓમાં આવતી ડરામણી વાતો.
(B) વાર્તાઓમાં આવતું હાસ્ય.
(C) વાર્તાઓમાં આવતા જોડકણા.
(D) વાર્તામાં આવતા વિવિધ પાત્રો.

૫૦. ગિજુભાઈની વાર્તાઓ બાળકોના........

(A) વ્યક્તિત્વ ઘડતરનો અંશ બને છે.
(B) માતા-પિતાને બાળક ઉછેરમાં મદદરૂપ બને છે.
(C) વર્તનમાં પરિવર્તન લાવે છે.
(D) પ્રવૃત્તિમય રાખે છે.

ફકરાના આધારે આપેલા પ્રશ્નોનાં જવાબ આપો.

સત્યવ્રત રાજાને ત્રણ પુત્રો હતા. ત્રણેય કુમારો રંગે ગોરા અને બહાદુર હતા. પરંતુ રાજા- રાણીના અતિશય લાડપ્રેમને કારણે તેઓ બગડી ગયા હતા. આને કારણે રાજાને તેમના ભવિષ્યની ચિંતા ખુબ જ સતાવતી હતી. તેમને થતું કે મારા પછી મારું આ રાજ્ય કોણ સંભળશે? રાજાએ આ રાજકુમારોને ભણવવા માટે કેટકેટલા વિદ્વાનો રોક્યા, કેટલાય આશ્રમોમાં રાજકુમારોને મોકલ્યા; પણ રાજકુમારો સુધર્યા નહિ. તેઓ ભણાવનાર વિદ્વાનોને ખૂબ જ કનડગત કરીને ભગાડી મૂક્તા. ત્રણેય કુંવરો આખો દિવસ પ્રજાજનોને કંઈ ને કંઈ રીતે હેરાન-પરેશાન કરતા. પ્રજાજનો રાજાના ઉદાર સ્વભાવને કારણે કુંવરોની આ કનડગત સહન કરી લેતા, પણ રાજાને કોઈ ફરિયાદ કરતા નહિ. રાજાને ગુપ્તચરો મારફત ત્રણેય રાજકુમારોની માહિતી મળી જતી. કુંવરોની હરકતો જાણી રાજાને ખૂબ જ દુઃખ થતું.

૫૧. સત્યવ્રત રાજાના પુત્રો કેવા હતા?

(A) ડરપોક હતા.
(B) અભિમાની હતા.
(C) શૂરવીર હતા.
(D) ડાહ્યા હતા.

૫૨. રાજકુમારોને ભણાવવાના રાજાના પ્રયત્નો

(A) સફળ નીવડ્યા.
(B) નિષ્ફળ નીવડ્યા.
(C) થોડા ઘણા અંશે સાર્થક રહ્યા.
(D) પૂરે પૂરા સાર્થક રહ્યા.

૫૩. પ્રજાજનો રાજકુમારોની કનડગત સહન કરતાં કારણ કે

(A) રાજકુમારો ગોરા અને બહાદુર હતા.
(B) રાજાનો સ્વભાવ ઉદાર અને પ્રજાવત્સલ હતો.
(C) રાજકુમારો ભવિષ્યમાં રાજા થવાના હતા.
(D) રાજા પોતાના પુત્રોની ફરિયાદ સાંભળતા જ ન હતા.

૫૪. સત્યવ્રત રાજાના સંદર્ભે આપેલા વિધાનોમાં ક્યુ વિધાન યોગ્ય છે.

(A) સત્યવ્રત રાજાના પુત્રો હોશિયાર અને પ્રજાપ્રેમી હતા.
(B) સત્યવ્રત રાજાનો સ્વભાવ કડક હતો.
(C) સત્યવ્રત ઉદાર અને પ્રજાપ્રેમી રાજા હતા.
(D) સત્યવ્રત રાજાને પાંચ પુત્રો હતા.

નીચે આપેલ પ્રસંગનું વાચન કરી સાચો વિકલ્પ પસંદ કરો.

જાપાન દેશની આ ઘટના છે. એક નગરશેઠને ત્યાં એક ચોર ચોરી કરવા ગયો. નગરશેઠ જાગતા હતા. સહેજ અવાજ થતાં તેમને અણસાર આવી ગયો કે ઘરમાં ચોર પેઠો છે. નગરશેઠે ટેપ ઉપર રાષ્ટ્રગીત વગાડયું. પેલો ચોર રાષ્ટ્રગીત સાંભળતાં જ સ્થિર ઊભો રહી ગયો. નગરશેઠે પેલા ચોરના હાથ-પગ બાંધી દીધા. પોલિસ આવીને પેલા ચોરને પકડી ગઇ. કોર્ટમાં કેસ ચાલ્યો. પેલા ચોરને રાષ્ટ્રગીતનો આદર કરવા બદલ નિર્દોષ છોડવામાં આવ્યો અને પેલા નગરશેઠને રાષ્ટ્રગીતના અનાદર બદલ બે વર્ષની સજા સંભળાવવામાં આવી. કારણ રાષ્ટ્રગીત વાગતું હતું ત્યારે નગરશેઠ ચોરના હાથ પગ બાંધી રરહય હતા.

૫૫. ચોર ભાગી ગયો નહી કારણ કે

(A) શેઠ ચોરને જોઈ ગયા હતા.
(B) પોલીસ આવી ગઈ હતી.
(C) રાષ્ટ્રગીતને માન આપવા ઊભો રહ્યો હતો.
(D) ચોરમાં દોડવાની શક્તિ ન હતી.

૫૬. કયા ગીતનાં ગાન સમયે સ્થિર ઊભા રહેવું જોઈએ ?

(A) પ્રાર્થનાગીત
(B) રાષ્ટ્રગીત
(C) બાળગીત
(D) લગ્નગીત

૫૭. નગરશેઠને શા માટે સજા કરવામાં આવી ?

(A) ચોરી નગરશેઠે જ કરી હતી તેથી...
(B) નગરશેઠ ચોર સાથે મળી ગયા હતા તેથી...
(C) નગરશેઠ ખોટુ બોલ્યા હતા તેથી...
(D) નગરશેઠે રાષ્ટ્રગીતનો અનાદર કર્યો હતો તેથી...

૫૮. નગરશેઠે ટેપ પર રાષ્ટ્રગીત જ કેમ વગાડયુ હશે?

(A) ચોર આવે ત્યારે રાષ્ટગીત વગાડવાનો નિયમ હશે.
(B) શેઠને રાષ્ટ્રગીત ગમતું હશે.
(C) સ્થિર ઊભા રહી રાષ્ટ્રગીતને માન આપવું જરુરી છે.
(D) રાષ્ટ્રગીત એ પોલીસને બોલાવવાનો સંકેત હશે.

૫૯. આપેલ ફકરામાં કયો મુખ્ય વિચાર પ્રગટ થયો છે?

(A) રાષ્ટ્રપ્રેમ
(B) મિત્રતા
(C) સમાનતા
(D) ઉદારતા

૬૦. રાષ્ટ્રગીતને માન આપવા માટેની કઈ સ્થિતી યોગ્ય છે.

(A) વિશ્રામની સ્થિતીમાં ઊભા રહેવુ.
(B) ગરદન નમાવી ઊભા રહેવું.
(C) નજર સામે રાખી સાવધાનની સ્થિતીમાં ઊભા રહેવું
(D) હલન-ચલન કરતા ઉભા રહેવું.

આપેલ બીલ નો અભ્યાસ કરીને પ્રશ્નના સાચા વિકલ્પો પસંદ કરો.

૬૧. નીચેનામાં કયો ઔષધીય છોડ છે?

(A) બારમાસી
(B) ચંપો
(C) ટામેટાં
(D) અરડૂસી

૬૨. સનાતન નર્સરીનું મુખ્ય સુત્ર કયુ છે?

(A) વૃક્ષો વાવો, વરસાદ લાવો.
(B) વૃક્ષો આપણું ધન, ચાલો કરીએ તેનું જતન.
(C) હરિયાળુ જગત એ જ અમારો સંકલ્પ.
(D) અમારુ નગર, હરિયાળુ નગર.

૬૩. વૃક્ષ અને છોડમાં શું તફાવત છે?

(A) વૃક્ષ નાનું હોય છે, છોડ મોટો હોય છે.
(B) છોડ નાનો હોય છે, વૃક્ષ મોટું હોય છે.
(C) વૃક્ષ અને છોડમાં કોઈ તફાવત નથી.
(D) છોડ જાડો હોય છે, વૃક્ષ પાતળુ હોય છે.

૬૪. ગુલાબભાઈ ને કેટલા છોડ મફત મળશે?

(A) આઠ
(B) ત્રણ
(C) છ
(D) એક પણ નહી

૬૫. નીચેનાંમાથી અલગ પડતો શબ્દ શોધો.

(A) બારમાસી
(B) ચંપો
(C) સુર્યમુખી
(D) ટામેટા

૬૬. બીલમાં અંગ્રેજી ભાષાના કેટલા શબ્દો છે?

(A) 3
(B) 4
(C) 2
(D) 5

આપેલ ફકરાનાં આધારે પ્રશ્નોનાં સાચા વિકલ્પ પસંદ કરો.

મારી શાળામાં બાલવાટીકા થી ધોરણ 8 સુધીનાં બાળકો ભણે છે. હું મારી શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરુ છું. અમે ધોરણ 6 થી 8 નાં બાળકોમાં કામની વહેચણી કરેલ છે. અમારા શાળાનાં આચર્યએ સમયપત્રક બનાવેલ છે જે નીચે મુજબ છે.

૬૭. આપેલ સમયપત્રક કોણે બનાવેલ છે?

(A) શિક્ષકે
(B) મહામંત્રીએ
(C) આચાર્યશ્રીએ
(D) બાળકે

૬૮. શાળાનું કામ કયા ધોરણો વચ્ચે વહેચવામાં આવ્યું છે?

(A) 1 થી 8
(B) 3 થી 5
(C) 3 થી 8
(D) 6 થી 8

૬૯. યોગ નિદર્શન કયા વારે કરવામાં આવે છે?

(A) સોમવાર
(B) શનિવાર
(C) બુધવાર
(D) શુક્રવાર

૭૦. રૂમની સફાઈ કયા કયા ધોરણના બાળકો કરે છે?

(A) ધોરણ 8
(B) ધોરણ 7
(C) ધોરણ 6 અને 8
(D) ધોરણ 6 અને 7

૭૧. મંગળવારે ધોરણ 8ના બાળકો કયુ કાર્ય કરશે?

(A) લાયબ્રેરી સંભાળવી
(B) છોડને પાણી પાવુ.
(C) પ્રાર્થના કાર્યક્રમ
(D) બાલહાટ વ્યવસ્થાપન

૭૨. કયા કયા દિવસે છોડને પાણી પીવડાવવામાં આવે છે?

(A) શુક્રવાર અને મંગળવાર
(B) મંગળવાર અને ગુરૂવાર
(C) સોમવાર અને ગુરૂવાર
(D) બુધવાર અને શુક્રવાર

૭૩. મધ્યાહ્ન ભોજનમાં બાળકો ક્યા કામ કરશે?

(A) બધા બાળકોને ભોજન પીરસવાનું
(B) કોઈ અનાજનો બગાડ ન કરે તેનું ધ્યાન રાખવાનું.
(C) ભોજન પૂરું થયા પછી સફાઈનું
(D) ઉપરના તમામ

આપેલ ફકરાનાં આધારે પ્રશ્નોનાં સાચા વિકલ્પ પસંદ કરો.

આજે આપણે નવા વ્યસનોની વાત કરવી છે. તેમાં એક છે મોબાઇલ. મોબાઇલનું વ્યસન બાળકોને બીજા બાળકોથી, માતા-પિતા તથા દાદા-દાદીથી દૂર કરતું જાય છે. બાળકો મોટે ભાગે ગેમ રમતા હોય છે. તેને કારણે બાળકોમાં ગુસ્સો, હિંસક ભાવ પેદા થવા લાગ્યાં છે. બાળકો ઘરે તેમનો સમય મોટે ભાગે મોબાઇલ સાથે વિતાવે છે. તેથી તેઓ પોતાના મિત્રો, રમતો, સંબંધોથી દૂર થવા લાગ્યા છે. લાગણી, સંવેદના ઓછાં થવા લાગ્યાં છે. રમતો ન રમવાથી બાળકો મેદસ્વી બનવા લાગ્યાં છે. શારીરિક રીતે નબળાં થવા લાગ્યાં છે. બીજું વ્યસન છે ટી.વી. બાળકોને ટી.વી. પર આવતાં કાર્ટૂનો, સિરિયલો જોવા પાછળ કિંમતી સમય બગાડે છે. તેમાં આવતા પાત્રોમાં પોતાને ઢાળવા લાગે છે, ત્યારે ખરેખર આપણને ચિંતા થવા લાગે છે.

૭૪. બાળકો મોટા ભાગનો સમય કોની સાથે વિતાવે છે?

(A) દાદા-દાદી
(B) માતા-પિતા
(C) મિત્રો સાથે
(D) મોબાઈલ સાથે

૭૫. મોબાઈલને કારણે બાળકોમાં કેવા ભાવો પેદા થાય છે?

(A) ગુસ્સાનો ભાવ
(B) દયાનો ભાવ
(C) આદરનો ભાવ
(D) ડરનો ભાવ

૭૬. શા માટે બાળકો મેદસ્વી અને નબળા બનતા જાય છે?

(A) રમત રમવાના કારણે
(B) વધુ વાચનના કારણે
(C) મોબાઈલ ના કારણે
(D) ચિંતાના કારણે

૭૭. અહી કયા પ્રકારના વ્યસનની વાત કરવામાં આવી છે?

(A) તમાકુના વ્યસનની
(B) દારૂના વ્યસનની
(C) વાચનના વ્યસનની
(D) મોબાઈલના વ્યસનની

૭૮. મોબાઈલને કારણે ..

(A) લોકો એક્બીજાથી દૂર થતા ગયા.
(B) નજીકના લોકો સાથે વાતચીત કરવાનું ઓછું થયું
(C) સમયનો બગાડ થાય છે.
(D) ઉપરના તમામ

ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો.

સમયની મૂડી તો દરેક પાસે સરખી જ હોય છે, પણ તેને ખર્ચવામાં તફાવત હોય છે. એક વ્યક્તિ તેને કરકસરથી, યોજનાપૂર્વક, વ્યવસ્થિત રીતે ખર્ચે છે, જ્યારે બીજી વ્યક્તિ તેને આડેધડ અને અવિચારીપણે વેડફી નાખે છે. પરિણામે એકને સંતોષ અને સફળતા મળે છે, બીજાને થાક અને નિષ્ફળતા. જે વ્યક્તિને પોતાનો સમય વાપરતાં આવડતું નથી, તેને કશું જ વાપરતાં આવડતું નથી. જો તમારી પાસે મર્યાદિત પ્રમાણમાં મૂડી હોય, તો તેમાં થતી બચત એ જ કમાણી છે. નવો સમય કોઈને મળી શકતો નથી. એટલે જે માનવ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે, તેની પાસે વધુમાં વધુ સમય જમા થઈ શકે અને જેની પાસે સમય જમા થાય તેની પાસે શક્તિ પણ જમા થાય. સમય અને શક્તિ ભેગાં થાય એ પછી શું ન કરી શકે? એ ધારે તે કરી શકે.

૭૯. કઈ વ્યક્તિને સંતોષ અને સફળતા મળતી નથી?

(A) સમયનો કરકસરથી ઉપયોગ કરનારને
(B) સમયનો યોજના પૂર્વક ઉપયોગ કરનારને
(C) સમયનો આડેધડ ઉપયોગ કરનારને
(D) સમયનો વ્યવસ્થિત ઉપયોગ કરનારને

૮૦. વ્યક્તિની ખરી કમાણી કઈ છે?

(A) સમય
(B) ધન-દોલત
(C) સોના- ચાંદી
(D) મકાન – ધંધો

૮૧. સમય વિશે શું ખોટું છે?

(A) સમય દરેક પાસે સરખો જ હોય છે
(B) ગયો સમય કોઈને મળી શકતો નથી
(C) સમયને રોકી શકાતો નથી
(D) સમય દરેકની રાહ જુવે છે

૮૨. સમયને વેડફવાથી શુ પ્રાપ્ત થાય છે?

(A) નિષ્ફળતા
(B) સંતોષ
(C) સફળતા
(D) ધન- વૈભવ

૮૩. સમયની મૂડી કેવી હોય છે?

(A) અમર્યાદ
(B) મર્યાદિત
(C) લાબી
(D) અનંત

૮૪. આપેલ ફકરાનો મુખ્ય વિચાર કયો છે?

(A) ધનનું મહત્વ
(B) શક્તિનું મહત્વ
(C) સમયનું મહત્વ
(D) વિચારોનું મહત્વ

ફકરા પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો.

સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ નરેન્દ્ર હતું, માતા ભુવનેશ્વરીદેવી તેના બાળપણના શિક્ષાગુરુ હતા. બંગાળી લિપિ અને અંગ્રેજી ભાષાના શબ્દો માતાએ જ તેમને શીખવ્યા હતા. રામાયણ અને મહાભારતની કથા માતાએ જ તેમને સંભળાવી હતી. માતા પાસેથી જ તેમનામાં આધ્યાત્મિક જીવનનું બીજ રોપાયું હતું. એક દિવસ નરેન્દ્ર એના એક બ્રાહ્મણ મિત્ર સાથે મેડી ઉપર બારણાં બંધ કરી, ધ્યાન ધરવા બેસી ગયો. એની શોધખોળ કરતાં, મેડી ઉપર તેની ભાળ મળી. બારણાં તોડ્યા છતાં બંને મિત્રો ધ્યાનસ્થ જ રહ્યા. એક વાર નરેન્દ્રએ સાંભળ્યું કે, ‘હનુમાનજી બગીચામાં રહે છે.' હનુમાનજીને મળવા તે આખો દિવસ બગીચામાં બેસી રહ્યા હતા.

૮૫. શિક્ષાગુરુ એટલે કોણ?

(A) શિક્ષા કરનાર
(B) કર્તવ્યપાલન કરાવનાર
(C) શિક્ષણ આપનાર
(D) કાર્ય ન કરાવનાર

૮૬. લિપિ અને ભાષામાં શો તફાવત છે?

(A) લિપિ બોલી શકાય, ભાષા લખી શકાય.
(B) ભાષા અને લિપિ બંને બોલી શકાય
(C) ભાષા બોલી શકાય, લિપિ લખી શકાય.
(D) ભાષા અને લિપિ બંને લખી શકાય

૮૭. ‘આધ્યાત્મિક જીવન’ એટલે કેવું જીવન?

(A) ભૌતિક સુખ સમૃદ્ધિવાળું જીવન
(B) રાજકારણનું જીવન
(C) ઈશ્વર તરફની અપાર શ્રદ્ધાવાળું જીવન
(D) સામાજિક કાર્યકરનું જીવન

૮૮. ‘ભાળ મળવી’ એટલે શું?

(A) જોઈ લેવું.
(B) જાણ થવી.
(C) ભાગી જવું
(D) વસ્તુ મળવી.

૮૯. બારણા તોડવા છતાં નરેન્દ્ર અને તેના મિત્રને ખબર કેમ ન પડી?

(A) બંને મિત્રોને ગાઢ ઊંઘ આવી ગઈ હતી.
(B) બંને મિત્રો ત્યાં હાજર જ ન હતાં.
(C) બંને મિત્રો ઊંડા ધ્યાનમાં હતાં.
(D) બંને મિત્રો વાતો કરતા હતા.

૯૦. હનુમાનજીની કથા કયા ગ્રંથમાં આવે છે?

(A) રામાયણમાં
(B) મહાભારતમાં
(C) શ્રીમદ્ ભગવદ્ ગીતામાં
(D) શ્રીમદ્ ભાગવતમાં

ફકરા પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો.

ભારતના પ્રખર વિદ્વાન અને શ્રેષ્ઠ વૈજ્ઞાનિક રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામની ઈચ્છા વાયુદળમાં નોકરી મેળવવાની હતી. પરંતુ પચ્ચીસમાંથી માત્ર આઠ ઉમેદવાર લેવાના હતા. અને કલામનો ક્રમ નવમો હોવાથી એમની પસંદગી ન થઈ શકી. તેઓ થોડા હતાશ થયા. પોતાની વ્યથા વ્યક્ત કરવા અને આશ્વાસન મેળવવા તેઓ હૃષીકેશમાં સ્વામી શિવાનંદજીને મળ્યા. શિવાનંદજીના સાન્નિધ્યમાં તેમણે અપાર શાંતિનો અનુભવ કર્યો. સ્વામીજી કલામની મન:સ્થિતિનો તાગ પામી ગયા. શિવાનંદજીએ કહ્યું, “નસીબમાં જે હતું તે થયું. જીવનમાં જે કંઈ બને છે તે પૂર્વનિયોજિત હોય છે. પ્રયત્ન છોડશો નહીં.” આગળ જતાં પરમાણું ક્ષેત્રે અદ્ભુત કાર્ય કરી તે 'મિસાઈલ મેન' તરીકે ઓળખાયા.

૯૧. 'વાયુદળ' એટલે શું?

(A) સેનાનું હવાઈ સુરક્ષાદળ
(B) જળસીમા સુરક્ષાદળ
(C) જમીન સુરક્ષાદળ
(D) સેનાનું અશ્વદળ

૯૨. ‘હતાશ થવું' એટલે...

(A) હાશ થવી.
(B) નિરાશ થવું
(C) પરાજીત થવું
(D) હિંમત આવવી.

૯૩. 'આશ્વાસન' માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

(A) પ્રોત્સાહન
(B) આનંદ
(C) મુક્તિ
(D) દિલાસો

૯૪. નીચેનામાંથી 'સાન્નિધ્ય'ના સમાન અર્થવાળો શુદ્ધ કયો છે?

(A) સામીપ્ય
(B) દૂરથી
(C) સામેથી
(D) સાથે

૯૫. સ્વામીજી કલામની મન:સ્થિતિનો તાગ પામી ગયા. અહીં 'તાગ પામી જવું' એટલે શું ?

(A) તાણી જોવું
(B) માપવું
(C) ઊંડાણથી સમજી લેવું
(D) પરખી લેવું

૯૬. શિવાનંદજીએ કલામને આશ્વાસન આપતા શું કહ્યું?

(A) નસીબમાં જે હોય તે જ મળે.
(B) જે કંઈ બનવાનું છે તે અગાઉથી નક્કી હોય છે.
(C) કોઈપણ કાર્યની સફ્ળતા માટે પ્રયત્ન કરવો જોઈએ
(D) ઉપરના તમામ

સંવાદ વાંચી પ્રશ્નોના જવાબ લખો.

વરુ : બગલાભાઈ! મારા ગળામાં હાડકું ફસાઈ ગયું છે. એ મને કાઢી આપશો?
બગલો: તમે મને અભયવચન આપો તો જ હું હાડકું કાઢી આપું.
વરુ : અરે! મારો જીવ નીકળી જશે, ઝડપ કર.
બગલો : તમારો શું ભરોસો?
વરુ : હા.. હા તારું ઇનામ પાક્કું બસ!
બગલો: નીચે બેસીને ઊંચી ડોક કરો એટલે કાઢી આપું. (બગલો લાંબી ડોકથી હાડકું ખેંચી લે છે.)
વરુ : હાશ, હવે શાંતિ થઈ. ચાલ, હવે ભાગ અહીંથી.
બગલો : મારું ઈનામ !
વરુ : મારા મોઢામાંથી તું સલામત બહાર નીકળી શક્યો, એ જ તારું ઈનામ છે.

૯૭. વરુના ગળામાં હાડકું કેવી રીતે ફસાઈ ગયું હશે?

(A) તે ઝડપથી ખાતું હશે.
(B) ભોજનમાંથી હાડકું કાઢતા ભુલી ગયું હશે.
(C) શિકાર પૂરો થતાં માત્ર હાડકાં જ બચ્યા હશે.
(D) બગલાએ તેના ગળામાં હાડકું નાખ્યું હશે.

૯૮. ‘અભયવચન’ એટલે શું?

(A) કામ પૂરા કરવાનું વચન આપવું
(B) ક્યારેય ન મારવાનું વચન આપવું.
(C) વરદાન આપવું
(D) ખોટું વચન આપવું.

૯૯. બગલાએ વરુને ‘તમારો શું ભરોસો’ એવું કેમ કહ્યું હશે?

(A) બગલો વરુથી અપરિચિત હતો.
(B) બગલો વરુના સ્વભાવને જાણતો હતો.
(C) વરુ બધાને હેરાન કરતો.
(D) બગલો ડરપોક હતો.

૧૦૦. બગલાને ઈનામમાં શું મળ્યું?

(A) વરુના મોઢામાંથી સલામત બહાર નીકળવાનું
(B) વરુના ગળામાં ફસાયેલ હાડકું
(C) વરુનો ગુસ્સો
(D) વરુની મિત્રતા

🛑 શિક્ષક માટે સૂચના (ફક્ત તમારા માટે) 🛑

નીચે આપેલા લંબચોરસ બોક્સની અંદર રહેલું લખાણ ભૂંસીને, ત્યાં 'Insert Image' દ્વારા જે તે પ્રશ્નનો ફોટો અપલોડ કરી દો. વિદ્યાર્થી જ્યારે ક્વિઝ રમશે ત્યારે આ આખું લાલ બોક્સ છુપાઈ જશે અને ફોટો સીધો પ્રશ્નની ઉપર જ દેખાશે!

🎮 ધોરણ-6: ગુજરાતી ગેમ મોડ ક્વિઝ રમો!
પ્રશ્ન 1 / 100
પ્રશ્ન લોડ થઈ રહ્યો છે...
💡 સમજૂતી:

આપની ક્વિઝ પૂર્ણ થઈ! 🎉

તમારો સ્કોર: 0 / 100

Post a Comment

0 Comments