Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

ધોરણ 6 પર્યાવરણ (સામાજિક વિજ્ઞાન) NAS અને 'પરખ' પરીક્ષા MCQ પ્રશ્નબેંક + ઓનલાઈન ક્વિઝ | Std 6 EVS Parakh Exam

NEP 2020, 'પરખ' અને NAS: ધોરણ 6 પર્યાવરણમાં લર્નિંગ આઉટકમ્સનું વિશ્લેષણ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) ના અમલીકરણ બાદ ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં ગોખણપટ્ટીના બદલે 'સમજણ અને કૌશલ્ય આધારિત શિક્ષણ' (Competency-based Education) પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને જ્યારે વિદ્યાર્થી પ્રાથમિકમાંથી ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં (ધોરણ 6) પ્રવેશે છે, ત્યારે તેના બૌદ્ધિક અને તાર્કિક વિકાસનું રાષ્ટ્રીય સ્તરે સચોટ મૂલ્યાંકન કરવા માટે 'પરખ' (PARAKH) અને NAS (National Achievement Survey) જેવી પરીક્ષાઓ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.

ધોરણ 6 ના પર્યાવરણ (જેમાં સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનનો સમન્વય છે) વિષયની વાત કરીએ તો, આ પરીક્ષામાં માત્ર પુસ્તકિયું જ્ઞાન નથી ચકાસવામાં આવતું, પરંતુ વિદ્યાર્થીની નકશા-વાંચન (Map Reading) ક્ષમતા, ઐતિહાસિક સ્મારકોની ઓળખ, પર્યાવરણીય સંવેદનશીલતા, અને રોજિંદા જીવનમાં વિજ્ઞાનના ઉપયોગ જેવા વ્યવહારુ કૌશલ્યોની ઊંડાણપૂર્વક ચકાસણી થાય છે.

GCERT ના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલી આ ૧૧૪ પ્રશ્નોની વિશેષ પ્રશ્નબેંક કોઈ સામાન્ય પ્રશ્નોનો સમૂહ નથી, પરંતુ તેનો દરેક પ્રશ્ન ચોક્કસ 'અધ્યયન નિષ્પત્તિ' (Learning Outcome) ને સિદ્ધ કરવા માટે કાળજીપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ વિશ્લેષણાત્મક પ્રશ્નબેંક અને નીચે આપેલી 'ઇન્ટરેક્ટિવ ઓનલાઈન ક્વિઝ' શિક્ષકોને વર્ગખંડમાં રહેલી 'લર્નિંગ ગેપ' ઓળખવામાં ખૂબ ઉપયોગી થશે.

🌍 પર્યાવરણ (TWAU) MCQ પ્રશ્નબેંક: ધોરણ-6 📚

માર્ગદર્શન: ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર

વિષય: પર્યાવરણ / The World Around Us

વર્ષ: ૨૦૨૫-૨૬

હેતુ: NAS પરીક્ષાની તૈયારીના ભાગરૂપે

૧. તમારી શાળા આગળ રસ્તો છે, તો તમે કયું બોર્ડ પસંદ કરશો?



૨. સંજનાને રાત્રે ટ્રેનમાંથી તેના કચ્છનું રણ સફેદ ચાદર જેવું કેમ લાગ્યું?

(a) મીઠાના થરને કારણે
(b) ચૂનાના થરને કારણે
(c) તેની જમીન સફેદ રંગની છે.
(d) કાચ સફેદ રંગનો છે.

૩. ટ્રેનની ટીકીટ લઈને મનીષા મુંબઈથી દિલ્હી ગઈ. તો તેની ટીકીટમાં કઈ વિગત નહીં હોય?

(a) મુસાફરીનું અંતર
(b) સીટ નંબર
(c) બે સ્ટેશન વચ્ચે આવતા સ્થળો
(d) ટ્રેન નંબર

૪. અંજલી વિમાનમાં મુસાફરી કરી રહી હતી. તેણીએ નીચે જોતાં રેતીના ટૂવા જોવા મળ્યા, તો તે રાજ્ય કયું હશે?

(a) પંજાબ
(b) રાજસ્થાન
(c) મધ્યપ્રદેશ
(d) મહારાષ્ટ્ર

૫. જોહન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ફરવા જવા ઇચ્છે છે. તે હાલ દિલ્હીમાં રહે છે. તો તેને કયા રાજ્યમાં જવું જોઈએ?

(a) મધ્યપ્રદેશ
(b) બિહાર
(c) પશ્ચિમ બંગાળ
(d) ગુજરાત

૬. મનીષા એક સ્થળે મુલાકાત માટે જાય છે અને ત્યાં તેણીએ વાઘ જોયો, તો તે સ્થળ કયું હશે ?

(a) કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન
(b) જીમ કોર્બોટ નેશનલ પાર્ક
(c) મલ્લિમ રાષ્ટ્રીય ઉદ્યાન
(d) પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન

૭. શાલીની એક દેશમાં ફરવા ગઈ. ત્યાં તો પાણીનો ભાવ પેટ્રોલ કરતા મોંઘું હતું. તો તે દેશ ક્યો હશે?

(a) પાકિસ્તાન
(b) ચીન
(c) અફઘાનિસ્તાન
(d) અરબ

૮. તમે ચોકડી પાર કરવા માગો છો પણ લાલ રંગનું સિગ્નલ છે. તો તમે શું કરશો?

(a) ચાલવાનું શરૂ કરશો
(b) બીજા રસ્તે જશો
(c) સિગ્નલને ધ્યાન નહીં આપો
(d) ઊભા રહેશો

૯. સંજય ઘરના આંગણે બેઠો છે. અચાનક પક્ષીઓ વધારે કલબલ કરે છે. તો તેનો સંકેત શું હોય ?

(a) ખાવા દાણા માંગે છે
(b) શિકારી પ્રાણીથી બીજાને ચેતવે છે
(c) પીવા પાણી માંગે છે
(d) તેને ઘરમાં પ્રવેશ કરવો છે

૧૦. સાપ ખેડૂતના મિત્ર છે. એવું તમે કેવી રીતે કહેશો ?

(a) તેનાથી માણસ ડરે છે
(b) તે ઊંદરને ખાય છે
(c) તે ખાતર આપે છે.
(d) તે જમીન પોચી કરે છે

૧૧. તમે સુરતથી હરીદ્વાર જાઓ છો. તો તમે તમારી સાથે કેવો ખોરાક લઈ જશો નહીં?

(a) દાળ-ભાત
(b) અથાણાં
(c) પાપડ
(d) ચવાણું

૧૨. મહેશના પિતાજી શાકભાજીની લારી ચલાવે છે. તે શાકભાજી ઉપર પાણી કેમ છાંટે છે?

(a) શાકભાજી ધોવા માટે
(b) શાકભાજી સૂકાઈ ન જાય તે માટે
(c) માંખીઓ ઊડાડવા માટે
(d) ચળકાટવાળી શાકભાજી કરવા માટે

૧૩. ભાવનાની મમ્મીને ઝાડા-ઉલ્ટી થઈ છે. તો ભાવના પાણી, ખાંડ અને મીંઠુ નાખે છે. તો આ પાણી કેટલું ખારું હોવું જોઈએ?

(a) દરિયાના પાણી જેટલું
(b) દરિયાના પાણી કરતા વધારે
(c) આપણાં આસું કરતા ઓછું
(d) આપણાં આસું કરતા વધારે

૧૪. નીચેનો અન્ન પીરામીડ જોઈને જણાબ આપો કે અમુક ઉમર બાદ આપણે કયા પદાર્થો ઓછા ખાવા જોઈએ?

(a) વધુ પડતી ચરબીયુક્ત પદાર્થો
(b) કાર્બોદિતયુક્ત પદાર્થો
(c) પ્રોટીનયુક્ત પદાર્થો
(d) વિટામીનયુક્ત પદાર્થો

૧૫. નીચેના પ્રશ્નો (1) અને (2) ના જવાબો પાઇચાર્ટના આધારે આપો.

(1) ભારતના રાજ્યો પૈકી વિસ્તારની દૃષ્ટિએ # સંકેત માટે કયું રાજ્ય મુકી શકાય?

(a) ગુજરાત
(b) રાજસ્થાન
(c) ઉત્તરપ્રદેશ
(d) આંધ્રપ્રદેશ

(2) ભારતના રાજ્યો પૈકી વિસ્તારની દૃષ્ટિએ સંકેત માટે કયુ રાજ્ય દર્શાવી શકાય?

(a) સિક્કિમ
(b) ગોવા
(c) તેલંગણા
(d) હરીયાણા

૧૬. પ્રકાશભાઈએ એક સાધન ખરીધું છે અને તે ડીઝલ ભરાવવા માટે પેટ્રોલપંપ પર જાય છે. તો સાધન નીચે પૈકી કયું હશે?

(a) રીક્ષા
(b) બાઈક
(c) સ્કૂટર
(d) ટ્રેકટર

૧૭. નીચે પૈકી ક્યા પાત્રમાં બીજનું અંકુરણ ઝડપી થશે ?

(a) પાત્ર (અ)
(b) પાત્ર (બ)
(c) પાત્ર (ક)
(d) પાત્ર (બ) અને (ક) બંને

૧૮. નીચે પૈકી કઈ વસ્તુ પાણી પર તરશે નહી?

(a) કાગળ
(b) રૂ
(c) વાદળી
(d) ખીલી

૧૯. અનિલભાઈએ પોતાની ફેકટરી માટે 10 ટન સૂર્યમૂખીના બીજ ખરીદ્યા. આ બીજનો ઉપયોગ તેઓ શેના માટે કરશે?

(a) કપડા માટે
(b) તેલ માટે
(c) વાસણ માટે
(d) દવા માટે

૨૦. ચિત્ર જોઈને જવાબ આપો કે કઈ જોડ સાચી છે?

૨૧. જીયાન એક ગ્લાસ અને એક થાળીમાં એક સરખું પાણી લઈ એક સરકા સમય માટે ખુલ્લું મુકે છે. તો કઈ પરિસ્થિતિમાં બાષ્પીભવન ઝડપી થશે?

(a) છાયડામાં મુકેલ ગ્લાસનું
(b) છાયડામાં મુકેલ થાળીનું
(c) તડકામાં મુકેલ ગ્લાસનું
(d) તડકામાં મુકેલ થાળીનું

૨૨. નવ્યાની આંખો તેના પિતા ગૌરાંગભાઈ જેવી ભૂરી છે. તો આ ભૂરી આંખો એ પિતા તરફનું કેવું લક્ષણ કહેવાય?

(a) વારસાગત
(b) ચેપી
(c) સંસર્ગજન્ય
(d) રોગી

૨૩. રમેશભાઈ બાઈક ઉપર સવારી કરે છે. અમદાવાદથી ગાંધીનગરનું અંતર 30 કિમી છે. બાઈકને 20 કિમી એ 1 લિટર પેટ્રોલની જરૂર પડે છે. તો સવારી પૂરી કરતા સુધીમાં કેટલું પેટ્રોલ જરૂરી બનશે?

(a) 1 લિટર
(b) 1.5 લિટર
(c) 2 લિટર
(d) 2.5 લિટર

૨૪. કૂવા 30 ફૂટ ઊંડો છે. તેમાં ઉતરવા માટે 100 પગથિયા છે. કૂવામાં બરોબર વચ્ચે પહોંચવા કૂવામાં કેટલે સુધી ઊંડું ઉતરવું પડશે?

(a) 15 ફૂટ, 75 પગથિયા
(b) 15 ફૂટ, 50 પગથિયા
(c) 20 ફૂટ, 50 પગથિયા
(d) 20 ફૂટ, 75 પગથિયા

૨૫. નીચેના પૈકી કઈ શાકભાજી પાણીમાં ડૂબે છે તે જણાવો. (બટાટા, ટામેટા, ગાજર, લીંબુ)

(a) બટાકા, ગાજર, લીંબુ, ટામેટા
(b) બટાકા, ટામેટા, લીંબુ
(c) બટાકા, ગાજર
(d) ટામેટા, ગાજર

૨૬. ગુજરાતનાં જિલ્લાને પશ્ચિમથી પૂર્વ દિશામાં ગોઠવો.

(a) દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર
(b) દ્વારકા, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ
(c) ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકા, જૂનાગઢ
(d) દ્વારકા, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ

૨૭. એક કાર કલાકમાં 60 કિમી અંતર કાપે છે. કુલ 180 કિમી અંતર કાપતા કેટલો સમય થાય?

(a) 2 કલાક
(b) 3 કલાક
(c) 2.5 કલાક
(d) 3.5 કલાક

૨૮. ગાંધીનગરથી બનાસકાંઠા જતા રસ્તામાં કયા-ક્યા જિલ્લા આવશે?

(a) મહેસાણા, પાટણ
(b) અમરેલી, સુરેન્દ્રનગર
(c) ભાવનગર, પાટણ
(d) મહેસાણા, દાહોદ

૨૯. નીચેના પૈકી કોને કિલોગ્રામમાં માપી શકાય?

(a) બટાકા
(b) દૂધ
(c) પેટ્રોલ
(d) પાણી

૩૦. ઘરથી શાળાનું અંતર ક્યા એકમમાં માપી શકાય?

(a) લિટર
(b) કિલોગ્રામ
(c) કિલોમીટર
(d) મિલિલિટર

૩૧. નીચેના પૈકી ક્યા બીજ કદમાં સૌથી મોટા છે ?

(a) રાજમા
(b) વાલ
(c) તુવેર
(d) મગ

૩૨. પહેલાના જમાનામાં પાણીના સંગ્રહ કરવાનાં સ્ત્રોતો નીચે પૈકી ક્યા છે?

(a) વાવ
(b) ચિત્રો
(c) સિક્કા
(d) કિલ્લા

૩૩. ભીના કપડાં બપોર થતા સૂકાઈ જાય છે. તે પાછળ કઈ ઘટના જવાબદાર છે?

(a) બાષ્પીભવન
(b) ઉત્સર્જન
(c) ઘનીભવન
(d) પ્રસરણ

૩૪. ખાનદોન્બી મીઝો ભાષા બોલે છે. તે ક્યાં રાજ્યની વતની હશે?

(a) કેરલા
(b) પંજાબ
(c) મિઝોરમ
(d) દિલ્હી

૩૫. વસ્તુની ઊંચાઈ ક્યા એકમમાં માપી શકાય?

(a) મીટર
(b) લિટર
(c) કિલોગ્રામ
(d) કિલોલિટર

૩૬. પર્વતારોહણ કરવા માટે કઈ દિશામાં ચઢવું જોઈએ?


(a) ઉત્તરથી દક્ષિણ
(b) દક્ષિણથી ઉત્તર
(c) પૂર્વથી પશ્ચિમ
(d) પશ્ચિમથી પૂર્વ

૩૭. વાસી પદાર્થ કઈ રીતે નક્કી કરીશું?

(a) ગરમ કરીને
(b) સૂંઘીને
(c) પાણીમાં નાખીને
(d) તડકામાં રાખીને

૩૮. પાણીમાં દ્રાવ્ય પદાર્થ ક્યો છે?

(a) રેતી
(b) મીઠું
(c) ચોક
(d) લાકડું

૩૯. વાવમાં ઉતરવા માટે બે બાજુ પ્રવેશદ્વાર છે. તો તે ક્યા પ્રકારની વાવ હશે?

(a) નંદા
(b) ભદ્રા
(c) જયા
(d) વિજયા

૪૦. મરાઠી ભાષા કયા રાજ્યમાં બોલાય છે ?

(a) ગુજરાત
(b) મહારાષ્ટ્ર
(c) પંજાબ
(d) કેરલ

૪૧. કયુ રાજ્ય ભારતના ઉત્તર ભાગમાં આવેલ છે ?

(a) કેરલ
(b) ગુજરાત
(c) પશ્ચિમ બંગાળ
(d) જમ્મુ કાશ્મીર

૪૨. તમારા ઘરથી દવાખાનું 2 કિમી, શાળા 4.5 કિમી, પોસ્ટ ઓફિસ 1 કિમી, બેન્ક 3 કિમી છે. તો તમારા ઘરથી સૌથી નજીકનું સ્થળ કયું હશે ?

(a) દવાખાનું
(b) શાળા
(c) પોસ્ટ ઓફિસ
(d) બેન્ક

૪૩. નીચે આપેલા ખાદ્ય પદાર્થોને તેના સ્વાદ સાથે જોડો.
1. (વસ્તુ) ક. કડવો
2. કારેલા ખ. ખાટો
3. ચીકુ ગ. ગળ્યો

(a) 1-ક, 2-ખ, 3-ગ
(b) 1-ખ, 2-ક, 3-ગ
(c) 1-ખ, 2-ગ, 3-ક
(d) 1-ગ, 2-ખ, 3-ક

૪૪. કરણને નીચે આપેલ સામગ્રી પૈકી માત્ર શાકભાજી જોઈએ છે. તો નીચેનામાંથી કયું જૂથ પસંદ કરશે?

(a) રીંગણ, કારેલા, તરબૂચ
(b) મરચાં, ગાજર, કોબીજ
(c) કેળા, ગાજર, મરચાં
(d) રીંગણ, કારેલા, અનાનસ

૪૫. નીચેના પદાર્થોમાંથી ક્યા પદાર્થ પાણીમાં ઓગળી જશે ? (1. મીઠુ, 2. ખાંડ, 3. ગ્લૂકોઝ, 4. રોટલી)

(a) 1, 2, અને 3
(b) 1 અને 2
(c) 1 અને 3
(d) 1, 2, 3 અને 4

૪૬. દૂધને લાંબા સમય સુધી સાચવવા કઈ સ્થિતિ અનૂકૂળ રહેશે?

(a) દૂધને ખુલ્લામાં રાખવું જોઈએ
(b) દૂધને ભીનાશવાળી જગ્યાએ રાખવું જોઈએ
(c) દૂધને ઉકાળીને રાખવું જોઈએ
(d) દૂધને બંધ પેટીમાં મુકવું જોઈએ

૪૭. મગન અને તેના મિત્રોને મેદાનમાં રમત રમવા જવું છે. તે નીચેના પૈકી ક્યા સાધનોનો ઉપયોગ કરશે?
1. દડો
2. હાર્મોનિયમ
3. બેટ
4. ઢોલ

(a) 1 અને 2
(b) 2 અને 3
(c) 1 અને 3
(d) 3 અને 4

૪૮. સચિન વર્ગમાં બેસે ત્યારે કઈ સામગ્રીના જૂથનો ઉપયોગ કરશે?

(a) દફતર, કંપાસ, પેન, પેન્સિલ, નોટબુક
(b) દફ્તર, પેન, દડો, નોટબુક, બેટ
(c) પેન, રબર, ફૂટપટ્ટી, લાકડી, નોટબુક
(d) રબર, દફતર, ચમચી, પેન્સિલ, પેન

૪૯. ઉપરોક્ત ચિત્રને ધ્યાનથી જૂઓ. ત્યારબાદ નીચે આપેલા વિધાનો પૈકી સાચા વિધાનો જણાવો.
વિધાન - 1 ચિત્રમાં 5 (પાંચ) ત્રિકોણ આપેલા છે.
વિધાન - 2 ચિત્રમાં 4 (ચાર) ચોરસ આપેલા છે.
વિધાન – 3 ચિત્રમાં 6 (છ) વર્તુળ આપેલા છે.

(a) 1 અને 2
(b) 2 અને 3
(c) 1 અને 3
(d) માત્ર 3

૫૦. નીચે આપેલા જોડકામાં સજીવ અને તેના રહેઠાણની સામે જોડો.
1. સાપ                     ક. ઘર
2. માણસ                 ખ. ગુફા
3. સિંહ                     ગ. બખોલ
4. પક્ષી                      ડ. દર

(a) 1-ખ, 2-ગ, 3-ક , 4-ડ 
(b) 1-ડ, 2-ક, 3-ખ, 4-ગ
(c) 1-ક, 2-ખ, 3-ડ, 4-ગ 
(d) 1-ડ, 2-ક, 3-ગ, 4-ખ

૫૧. દિનેશભાઈ તેમના ઘેટાં-બકરાને ચરાવવા માટે કઈ જગ્યાએ જશે?

(a) રણપ્રદેશ
(b) બરફ આચ્છાદિત પ્રદેશ
(c) નદી કિનારાનો પ્રદેશ
(d) ઘાસ-ચારાવાળો પ્રદેશ

૫૨. મહેશ ગરમ પ્રદેશમાં રહે છે. તો તેની નીચેનામાંથી કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડશે ?

(a) વધારે ઠંડી
(b) વધારે ગરમી
(c) ખૂબ ઠંડી
(d) ખૂબ વરસાદ

૫૩. વિજય ઠંડા પ્રદેશમાં રહે છે. જ્યાં ઠંડીથી બચવા માટે તે નીચેનામાંથી કઈ જોડીનો ઉપયોગ કરશે?

(a) પાતળી ટી-શર્ટ, હાથમોજા, સ્વેટર
(b) રેઈનકોટ, હાથમોજા, સ્વેટર, સાલ
(c) પાતળી ટી-શર્ટ, રેઈનકોટ, પગના મોજા
(d) હાથમોજા, સ્વેટર, સાલ, પગના મોજા

૫૪. રામપુર ગામમાં વરસાદના લીધે નદીમાં પાણી આવેલ છે. ગામનું તળાવ પણ પાણીથી ભરાઈ જાય છે. તેનાથી પાણી જમીનમાં ઉતરે છે અને ભૂગર્ભ જળનું પ્રમાણ ઊંચું આવે છે. આ પ્રક્રિયામાં પાણીનો મુખ્ય સ્રોત કયો છે?

(a) સરોવર
(b) વરસાદ
(c) નદી
(d) તળાવ

૫૫. મહેશના ગામમાં પાણીની અછત છે. છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ પડ્યો નથી. આવી પરિસ્થિતિમાં મહેશ ક્યા પ્રયાસો હાથ ધરશે?
1. પાણીનો બગાડ અટકાવવો જોઈએ
2. કપડા, વાસણ, ધોયા બાદ તે પાણીને બાગ-બગીચામાં વાપરવું જોઈએ
3. શાળામાં ભૂલથી ચાલુ રહી ગયેલ નળને બંધ કરવો જોઈએ
4. પ્રાર્થના સભામાં પાણીનું મહત્ત્વ સમજાવશે

(a) 1, 2 અને 3
(b) 1 અને 2
(c) 1 અને 3
(d) 1, 2, 3 અને 4

૫૬. બિમારીથી બચવા માટે ખોરાક લેતા પહેલા શું શું ધ્યાનમાં રાખવું જોઈએ?
1. હાથ ધોઈને જમવું જોઈએ
2. ખોરાકને સ્વચ્છ જગ્યા પર રાખવો જોઈએ
3. વાસી ખેરાક ખાવો જોઈએ
4. બજારું ખોરાક લાવવો જોઈએ

(a) 1 અને 2
(b) 2 અને 3
(c) 1 અને 3
(d) 1 અને 4

૫૭. નીચે આપેલા પક્ષીઓમાંથી કયું પક્ષી આપણા કરતાં ચાર ગણું દૂર જોઈ શકે છે ?

(a) કાગડો
(b) કાબર
(c) સમડી
(d) ચકલી

૫૮. રાજેશના ઘરમાં ચોરી થઈ છે. પોલીસ ચોરને શોધવા માટે ક્યા પ્રાણીને લાવે છે?

(a) ઘોડો
(b) કૂતરો
(c) બકરી
(d) બિલાડી

૫૯. મચ્છરો તમને દૂરથી શોધી લે છે. તેમને તે કેવી રીતે ખબર પડે છે ?

(a) તમને જોઈને
(b) તમારા અવાજથી
(c) ખાલી અંદાજથી
(d) તમારી સુગંધથી

૬૦. વિદ્યુત સંકેત દ્વારા બીજાને સાવધાન રહેવાની ચેતવે—ચેતવણી સંકેત કોણ આપે છે?

(a) માછલીઓ
(b) લંગૂર
(c) ડોલ્ફિન
(d) પક્ષીઓ

૬૧. સૂંઘવાની ઈન્દ્રિયો ખૂબ જ તીવ્ર છે તેવું પ્રાણી કયું છે ?

(a) વાઘ
(b) બિલાડી
(c) કૂતરો
(d) જિરાફ

૬૨. અંધારામાં આપણાં કરતા છ ગણું સારી રીતે જોઈ શકતું પ્રાણી કયું છે ?

(a) સિંહ
(b) વાઘ
(c) કૂતરો
(d) ચિત્તો

૬૩. જંગલમાં વિહરતા સિંહને જોવા માટે ગુજરાતના કયા ઉદ્યાનમાં જશો ?

(a) કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન
(b) વાસદા રાષ્ટ્રીય ઉદ્યાન
(c) દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન
(d) ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

૬૪. નીચે આપેલા ઘડિયાળની આકૃતિમાંથી કયું પ્રાણી દિવસમાં ઓછી ઊંઘ લે છે?

(a) ગાય
(b) અજગર
(c) જિરાફ
(d) બિલાડી

૬૫. પક્ષીઓ જોવા માટે ઘણી વખત ગરદન કેમ હલાવે છે?

(a) તેમની દૃષ્ટિ ઓછી છે
(b) તેમને એક જ આંખ હોય છે
(c) તેમની ગરદન સ્થિર હોય છે
(d) તેમની આંખો સ્થિર હોય છે અને હલન-ચલન કરી શકતી નથી

૬૬. આપણને કાન હોય છે તો કાનની જગ્યાએ મીંડા કોને હોય છે ?

(a) કાબર
(b) ચામાચીડિયું
(c) બિલાડી
(d) ઉંદર

૬૭. તમારા ઘરમાં વપરાતા મસાલામાંથી તીખો સ્વાદ કોનો છે?

(a) ધાણાજીરૂ
(b) હળદર
(c) રાય
(d) મરી

૬૮. તમારી જીભ પર કારેલાનો રસના ટીપા મુકવામાં આવે તો તે સ્વાદ ક્યા ભાગમાં અનુભવશો ?

(a) આગળના ભાગમાં
(b) આજુ બાજુના ભાગમાં
(c) મધ્ય ભાગમાં
(d) પાછળના ભાગમાં

૬૯. પાચનતંત્રમાં સૌથી પહેલા પાચનની શરૂઆત ક્યાંથી થાય છે?

(a) મોં થી
(b) અન્નનળી
(c) જઠર
(d) નાના આંતરડા

૭૦. ખોરાક સરળતાથી પચે તે માટે શું કરવું જોઈએ ?

(a) ખૂબ ઝડપથી ખાવું જોઈએ
(b) ખોરાકને ચાવી ચાવીને ખાવો જોઈએ
(c) ખોરાક ખાતા ખાતા પાણી પીવું જોઈએ
(d) ખોરાક ખાધા બાદ તરત આરામ કરવો જોઈએ

૭૧. પાચન અવયવોમાંથી કોનું કાર્ય સાચુ છે?

(a) પાચનની શરૂઆત અન્નનળીથી થાય છે
(b) અન્નનળીમાં ખોરાક લાંબા સમય સુધી રહે છે
(c) જઠરમાં ખોરાક વલોવાય છે
(d) જઠરમાંથી ખોરાક મોટા આંતરડામાં જાય છે

૭૨. રમેશ 100 મી. દોડ પુરી કરીને આવ્યો તો તમે તેને કેવું પ્રવાહી આપશો ?

(a) છાશ આપશો
(b) ઠંડા પીણાનું દ્રાવણ
(c) ચોકલેટ દૂધનું દ્રાવણ
(d) ગ્લૂકોઝનું દ્રાવણ

૭૩. કઈ ઋતુમાં ખોરાક જલ્દી બગડી જાય છે?

(a) ઉનાળામાં
(b) શિયાળામાં
(c) ચોમાસામાં
(d) ઉપરોક્ત કોઈ નહીં

૭૪. સ્વચ્છતા જાળવવામાં ન આવે તો નીચેનામાંથી શું થઈ શકે તેમ છે?

(a) રોગચાળો ફેલાય
(b) વાતાવરણ સ્વચ્છ રહે
(c) ગંદકી ફેલાય
(d) સુખાકારી વધે

૭૫. રમેશ નીચેના કાર્યો કરે છે તે પૈકી સ્વચ્છતાને પોષક હોય તેવું કાર્ય કયું છે ?

(a) પેન્સિલ વર્ગમાં ગમે ત્યાં છોલી કચરો કરે છે.
(b) રસ્તા પરનો કચરો ઉઠાવી કચરાપેટીમાં નાખે છે.
(c) કાગળના ટુકડા ગટરમાં નાખે છે.
(d) કેળું ખાઈ છાલ રસ્તા પર ફેંકે છે.

૭૬. શાળાએથી છૂટ્યા પછી તમારી વોટરબેગમાં વધેલા પાણીનો શ્રેષ્ઠ ઉપયોગ ક્યો છે?

(a) ગમે ત્યાં રેડી દેવું
(b) મિત્ર ઉપર રેડવું
(c) છાંટ નાખવી
(d) છોડને પાવું

૭૭. સ્વચ્છતા અભિયાન શા માટે કરવું જોઈએ ?

(a) પ્લાસ્ટિકનો વપરાશ વધે તે માટે
(b) ગંદકી ફેલાય તે માટે
(c) લોકો સ્વચ્છતા અંગે જાગૃત બને તે માટે
(d) રોગચાળો વધે તે માટે

૭૮. બાજુના ચિત્રમાં ભાવના શું કરે છે?

(a) કચરો વીણે છે.
(b) ફોટો પડાવે છે.
(c) કચરો બીજી કચરાપેટીમાં નાખે છે.
(d) કચરાને માત્ર જોવે છે.

૭૯. અમિતની શાળાના દરવાજે કચરાનો નાનો ઢગલો છે. અમિતે શું કરવું જોઈએ?

(a) કચરાને જોઈને જતા રહેવું
(b) કચરાને ઉપાડી યોગ્ય જગ્યાએ ફેંકવો
(c) તેના શિક્ષકને વાત કરવી જોઈએ.
(d) મિત્રોને વાત કરવી જોઈએ.

૮૦. આશા રામપુરા નામના ગામમાં રહે છે. તેને તાવ આવ્યો છે. તો તે ક્યાં જશે ?

(a) ગ્રામ પંચાયત
(b) સરપંચના ઘરે
(c) આરોગ્ય કેન્દ્રમાં
(d) શાળાએ

૮૧. જંગલો આપણને ઉપયોગી છે, કારણ કે

(a) તે કિંમતી ઔષધિ આપે છે.
(b) હિંસક પશુઓ રહે માટે
(c) તે જમીન રોકે છે.
(d) રણ બનાવે છે.

૮૨. નકશામાં D દ્વારા કઈ દિશા દર્શાવવામાં આવી છે ?

(a) ઉત્તર
(b) પૂર્વ
(c) પશ્ચિમ
(d) દક્ષિણ

૮૩. ઘઉંનો સમાવેશ ક્યા પાકમાં થાય છે ?

(a) જાયદ પાક
(b) ખરીફ પાક
(c) રવિ પાક
(d) ચોમાસુ પાક

૮૪. સાપુતારા ગિરિમથક ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?

(a) વલસાડ
(b) સુરત
(c) નવસારી
(d) ડાંગ

૮૫. ચિનાઈ માટીનો ઉદ્યોગ ગુજરાતમાં ક્યાં વિકસ્યો છે?

(a) સુરેન્દ્રનગર
(b) મોરબી
(c) રાજકોટ
(d) અંબાજી

૮૬. ગુજરાતનું પ્રખ્યાત અક્ષરધામ મંદિર કયા જિલ્લામાં આવેલું છે તે નકશામાંથી શોધો.

(a) સુરેન્દ્રનગર
(b) ગાંધીનગર
(c) ગીર સોમનાથ
(d) સુરત

૮૭. ચામુંડા માતાનો પ્રખ્યાત ડુંગર ક્યાં આવેલો છે? નકશામાંથી શોધો.

(a) કચ્છ
(b) તારંગા
(c) ચોટીલા
(d) પાવાગઢ

૮૮. ભારતના નકશામાં કપાસનું સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય નકશામાંથી શોધો.

(a) ગુજરાત
(b) મહારાષ્ટ્ર
(c) પંજાબ
(d) રાજસ્થાન

૮૯. ભારતના પિંકસીટી તરીકે ઓળખાતું શહેર કયા રાજ્યમાં છે? તે નકશામાંથી પસંદ કરો.

(a) જમ્મુ કાશ્મીર
(b) મણીપુર
(c) કેરલ
(d) રાજસ્થાન

૯૦. ચંબલ નદી મધ્યપ્રદેશમાંથી વહે છે. ભારતના નકશામાં તમે ક્યાં દર્શાવશો?

(a) A લખેલ સ્થાને
(b) B લખેલ સ્થાને
(c) C લખેલ સ્થાને
(d) D લખેલ સ્થાને

૯૧. સ્લોથના વિશેષતાના સંદર્ભમાં કયું વિધાન સત્ય નથી?
1. સ્લોથ દિવસના આશરે 18 કલાક વૃક્ષની ડાળી પર ઉધા લટકી ઊંઘવામાં વિતાવે છે.
2. સ્લોથ પોતાના જીવનકાળ દરમિયાન આઠ જેટલા વૃક્ષો પર જ જાય છે.
3. દર 15 દિવસ એક વખત તે પોતાની જાતને હળવું કરવા વૃક્ષની નીચે ઉતરે છે.

(a) માત્ર 1 અને 2
(b) માત્ર 2 અને 3
(c) માત્ર 3
(d) માત્ર 2

૯૨. ભારતના રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ સંદર્ભે કયું વિધાન બંધબેસતું છે?
1. જિમ કાર્બેટ નેશનલ પાર્ક         -             1. ગુજરાત
2. ગીર અભ્યારણ                         -             2. ઉત્તરાખંડ
3. કાઝીરંગા નેશનલ પાર્ક             -             3. કચ્છ-ભૂજ
4. ચિંકારા અભ્યારણ                    -             4. આસામ

(a) 1-1, 2-1, 3-4, 4-3
(b) 1-4, 2-3, 3-2, 4-1
(c) 1-3, 2-1, 3-2, 4-4
(d) 1-2, 2-1, 3-4, 4-3 

૯૩. કયું પ્રાણી ઉંચા ઝાડ પરથી બીજા પ્રાણીઓને હિંસક પ્રાણીઓના ભયથી સાવધાન કરે છે?

(a) ડોલ્ફિન
(b) લંગૂર
(c) સ્લોથ
(d) બિલાડી

૯૪. કયા પ્રકારના સાપ બિનઝેરી હોય છે ?

(a) કોબ્રા
(b) કાળોતરો
(c) રસેલ વાઈપર
(d) ધામણ (ભામાફોડી)

૯૫. નીચે  આપેલા ચિત્ર ક્યા પ્રકારના સાપનું છે?

(a) કોબ્રા
(b) કાળોતરો
(c) રસેલ વાઈપર
(d) ફૂરસા

૯૬. ક્યાં નૃત્યમાં સાપના જેવું હલનચલન થાય છે?

(a) આગલા નૃત્ય
(b) ટિપ્પણી નૃત્ય
(c) સીદીઓનું ધમાલ નૃત્ય
(d) કાલબેલિયા નૃત્ય

૯૭. તમારા ગામમાં પીવા માટે પૂરતું પાણી મળતું નથી. તો આપ પાણીની સમસ્યા નિવારવા કોને ફરીયાદ કરશો ?

(a) ગ્રામ પંચાયત
(b) સહકારી સંસ્થા
(c) પોલિસ સ્ટેશન
(d) નગરપાલિકા

૯૮. જે વાવને પ્રવેશદ્વારની સંખ્યા ચાર હોય તેવી વાવને ____ કહે છે.

(a) નંદા
(b) ભદ્રા
(c) જયા
(d) વિજયા

૯૯. પાણી સાથે જોડાયેલા રિવાજ પૈકી કયું વિધાન બંધબેસતું નથી?

(a) ઉત્તરાખંડમાં રહેતા નવોઢા લગ્ન પછી ઝરણા અથવા તળાવને પગે લાગે છે.
(b) ભારતની ગ્રામ્ય સંસ્કૃતિમાં લોકો પહેલા વરસાદનું પાણી જ્યારે નદીમાં આવે ત્યારે વધામણાં ઉત્સવ કરી પૂજા કરે છે.
(c) ગુજરાતના ઘણા ગામોમાં તળાવ છલકાય ત્યારે તે દિવસ ગામમાં રજા રાખવામાં આવે છે.
(d) ગુજરાતના ઘણા ગામો પહેલા વરસાદમાં નદી-તળાવમાં પશુઓ તથા ગામના તમામ લોકો સ્નાન કરીને પાણીની પૂજા કરે છે.

૧૦૦. વરસાદના પાણીને નકામું વહી જવા દેવાને બદલે તેનો ઉપયોગ ભૂગર્બ સપાટીને વધારવા માટે કઈ પદ્ધતિ સૌથી વધુ અનુકૂળ પદ્ધતિ છે?

(a) વૉટર હાર્વેસ્ટિંગ
(b) બોરવેલ
(c) હેન્ડપંપ
(d) ભૂગર્ભ ટાંકી

૧૦૧. બીન, તુંબા, ખંજરી જેવા સંગીતના સાધનો બનાવવા નીચેના પૈકી ક્યા શાકભાજીમાંથી બનાવવામાં આવે છે?

(a) સૂરણ
(b) સરગવો
(c) કાકડી
(d) દૂધી

૧૦૨. આપના પડોશમાં કોઈ વ્યક્તિ અચાનક તબીયત બગડી જાય છે. તો આપ સૌ પ્રથમ કોણે જાણ કરશો ?

(a) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
(b) 108 ને ફોન કરીને પ્રાથમિક સારવાર આપીશું
(c) દવાખાનામાં લઈ જઈશું
(d) મેડીકલમાંથી દવા લઇ સારવાર આપીશ

૧૦૩. વાઘની કઈ ઈન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય છે ?

(a) સાંભળવાની
(b) જોવાની
(c) સૂંઘવાની
(d) બોલવાની

૧૦૪. નીચેનામાંથી સૌથી વધુ સચેત ઘ્રાણેન્દ્રિય કોની હોય છે?

(a) માણસ
(b) ભેંસ
(c) હાથી
(d) કૂતરો

૧૦૫. વહેતી નદીનો અવાજ કેવો હોય છે?

(a) કલરવ
(b) ખળભળાટ
(c) ખણકાર
(d) ખળખળ

૧૦૬. ગુજરાતના ક્યા સરોવરને પક્ષીઓના અભ્યારણ તરીકે જાહેર કરેલ છે ?

(a) માન સરોવર
(b) સરદાર સરોવર
(c) નળ સરોવર
(d) ઢેલર સરોવર

૧૦૭. વાઘને અંધારામાં આગળ વધવા અને ખોરાક શોધવામાં મુખ્યત્વે કયું અંગ મદદ કરે છે ?

(a) પુંછડી
(b) કાન
(c) મૂછો
(d) આંખો

૧૦૮. નીચેનામાંથી ક્યાં પ્રાણીના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે ?

(a) હાથી
(b) સસલું
(c) વાઘ
(d) કૂતરો

૧૦૯. સ્લોથની ખાસિયત શું છે?

(a) વૃક્ષની ડાળી પર ઊંધા લટકીને ઊંઘે છે.
(b) દિવસે ઊંઘે છે અને રાત્રે જાગે છે.
(c) તે દેખાવે વાઘને મળતું આવે છે.
(d) તે દિવસના છ કલાક સૂવે છે.

૧૧૦. વાઘની ખાસિયત શું છે?

(a) તેની પૂંછડી ખૂબ જ સંવેદનશીલ હોય છે.
(b) તેનો પંજો ખૂબ જ સંવેદનશીલ હોય છે.
(c) તેના કાન એક જ દિશામાં સ્થિર રહે છે.
(d) તેની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે.

૧૧૧. અભ્યારણ્ય બાબતે કયું વિધાન સાચું છે ?

(a) પ્રાણીઓના રક્ષણ માટે કોઈ સુવિધા હોતી નથી.
(b) પ્રાણીઓ મુક્ત રીતે ફરી શકતા નથી.
(c) જ્યાં પ્રાણીઓના શિકાર કરવા પર પ્રતિબંધ છે.
(d) પ્રાણીઓને બાંધીને રાખવામાં આવે છે.

૧૧૨. કયું પ્રાણી વાઘ અને ચિત્તા જેવા હિંસક પ્રાણીથી બીજા પ્રાણીઓને સાવધાન કરે છે?

(a) લંગૂર
(b) શિયાળ
(c) સ્લોથ
(d) વાંદરા

૧૧૩. નીચેનામાંથી ખેડૂતનો મિત્ર કોણ છે?

(a) ઉદર
(b) સાપ
(c) બળદ
(d) ગાય

૧૧૪. એક ગામમાં વરસાદની ઋતુ સિવાય ખેતી થતી નથી. તેનું મુખ્ય કારણ શું હોઇ શકે?

(a) ગામના લોકો ખેતી નહિ કરતા હોય
(b) પ્રાણીઓ ખેતીને નુકસાન પહોંચાડતા હશે
(c) ગામમાં ટયુબવેલ, કેનાલ કે સિંચાઈની વ્યવસ્થા નહી હોય
(d) ગામના લોકોને ખેતી વિશે સમજ નથી.

🛑 શિક્ષક માટે સૂચના (ફક્ત તમારા માટે) 🛑

નીચે આપેલા લંબચોરસ બોક્સની અંદર રહેલું લખાણ ભૂંસીને, ત્યાં 'Insert Image' દ્વારા જે તે પ્રશ્નનો ફોટો અપલોડ કરી દો. વિદ્યાર્થી જ્યારે ક્વિઝ રમશે ત્યારે આ આખું લાલ બોક્સ છુપાઈ જશે અને ફોટો સીધો પ્રશ્નની ઉપર જ દેખાશે!

🎮 ધોરણ-6: પર્યાવરણ (TWAU) ક્વિઝ રમો!
પ્રશ્ન 1 / 115
⚠️ નોંધ: આ પ્રશ્નનો જવાબ આપવા પોસ્ટમાં આપેલું જે તે પ્રશ્નનું ચિત્ર જુઓ.
પ્રશ્ન લોડ થઈ રહ્યો છે...
💡 સમજૂતી:

આપની ક્વિઝ પૂર્ણ થઈ! 🎉

તમારો સ્કોર: 0 / 115

Post a Comment

0 Comments