🔢 ગણિત (Maths) MCQ પ્રશ્નબેંક: ધોરણ-૩ 📚
વર્ષ: ૨૦૨૫ -૨૬
માર્ગદર્શન: ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર
હેતુ: NAS પરીક્ષાની તૈયારીના ભાગરૂપે
NEP 2020, 'પરખ' અને NAS પરીક્ષા: ગણિત શિક્ષણનો નવો અભિગમ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) નો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં ગોખણપટ્ટી મુક્ત અને સમજણ આધારિત શિક્ષણ (Competency-based Education) વિકસાવવાનો છે. આ નીતિ અંતર્ગત પાયાના સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન (Foundational Literacy and Numeracy - FLN) પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી બાળકોમાં ગણિત અને ગણન કૌશલ્ય માત્ર પુસ્તક પૂરતું સીમિત ન રહેતા તેમના વ્યવહારુ જીવનમાં ઉપયોગી બને. વિદ્યાર્થીઓના આ જ્ઞાન, તાર્કિક વિચારસરણી અને સર્વાંગી વિકાસનું રાષ્ટ્રીય સ્તરે સચોટ મૂલ્યાંકન કરવા માટે જ NEP અંતર્ગત 'પરખ' (PARAKH - Performance Assessment, Review, and Analysis of Knowledge for Holistic Development) કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. આ 'પરખ' ના માપદંડો અને માર્ગદર્શન હેઠળ જ NAS (National Achievement Survey) જેવી મહત્વપૂર્ણ પરીક્ષાઓનું આયોજન થાય છે. આ પરીક્ષાઓનો હેતુ વિદ્યાર્થીઓની વાસ્તવિક અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) ચકાસવાનો છે. આગામી NAS અને 'પરખ' પરીક્ષાઓમાં આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ ગણિત જેવા અગત્યના વિષયમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે અને શિક્ષકોને મૂલ્યાંકનમાં મદદ મળી રહે, તેવા ઉમદા હેતુથી આ પોસ્ટમાં ધોરણ-૩ ગણિત વિષયની GCERT માર્ગદર્શિકા મુજબની ખાસ પ્રશ્નબેંક અને રમતા-રમતા શીખી શકાય તેવી 'ઇન્ટરેક્ટિવ ક્વિઝ' રજૂ કરવામાં આવી છે.૧. ૨૦૯ ને કેવી રીતે લખાય?
(a) ૨૦ + ૬
(b) ૨ + ૦૯
(c) ૨૦૦ + ૦૯
(d) ૨ + ૦ + ૯
૪. ફળોની એક્સમાન ચાર ટોપલી છે. કઈ ટોપલીમાં સૌથી વધુ સંખ્યામાં ફળો હશે ?
(a) ટોપલી - ૪ માં
(b) ટોપલી – ૨ માં
(c) ટોપલી – ૧ માં
(d) ટોપલી – ૩ માં
૫. કનુ પાસે નીચે મુજબનાં ત્રણ સંખ્યાના પત્તા છે . તમામ સંખ્યાના પત્તાનો ઉપયોગ કરીને ત્રણ આંકડાની નાનામાં નાની સંખ્યા કઈ બને?
(a) ૮૨૬
(b) ૬૨૮
(c) ૨૮૬
(d) ૨૬૮
૬. * એક સંખ્યા છે. જેથી ૧૭ - * = ૯ વિધાન સાચું બને છે, તો નીચેનામાંથી કયું વિધાન પણ સાચું બને?
(a) ૮ + * = ૧૭
(b) ૧૫ - * = ૬
(c) * + ૨ = ૧૦
(d) * - ૩ = ૮
૭. ___ - ૨૧ = ૫૦
(a) ૨૧
(b) ૭૧
(c) ૫૦
(d) ૨૯
૯. ચાર ઉદર છે. જેનાં નામ લ્યુના, બેલા, ડેઝી અને રૂબી છે. ડેઝી પાસે સૌથી વધારે પૂંછડી છે. રૂબી એ બેલા અને લ્યુનાની વચ્ચે છે. કોની પાસે સૌથી ઓછી પૂંછડી છે?
(a) લ્યુના
(b) ડેઝી
(c) રૂબી
(d) બેલા
૧૦. ૧૫૩, ૧૨૪, ૧૩૫, ૧૪૫ - આપેલ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવતાં ત્રીજા ક્રમે કઈ સંખ્યા આવે ?
(a) ૧૩૫
(b) ૧૪૫
(c) ૧૨૪
(d) ૧૫૩
૧૧. ગયા વર્ષે કેરીનો ભાવ ૫૭૬ રૂપિયા હતો. ગત વર્ષ કરતા આ વર્ષે રૂપિયા ૧૦૦ નો વધારો થયો, તો આ વર્ષે કેરીનો ભાવ કેટલો છે ?
(a) ૫૨૬
(b) ૬૨૬
(c) ૪૭૬
(d) ૬૭૬
૧૨. વિરાટ એક છગ્ગો મારે તો જ તે સદી પૂરી કરી શકશે, તો વિરાટ કેટલા રન સાથે રમી રહ્યો હશે ?
(a) ૯૪
(b) ૯૬
(c) ૯૩
(d) ૯૨
૧૩. મહેશની ઊંચાઈ રમેશ કરતાં વધુ અને સુરેશ કરતાં ઓછી છે. જો રમેશની ઊંચાઈ ૧૨૪ સેમી છે અને સુરેશની ઊંચાઈ ૧૨૬ સેમી છે. તો મહેશની ઊંચાઈ કેટલી હશે?
(a) ૧૨૧ સેમી
(b) ૧૨૩ સેમી
(c) ૧૨૫ સેમી
(d) ૧૨૭ સેમી
૧૪. શિવ દુકાનદાર પાસેથી ચા અને ખાંડ ખરીદે છે અને રૂપિયા ૫૦૦ ની નોટ આપે છે, તો દુકાનદાર કેટલા રૂપિયા પરત આપશે?
(a) ૬૦ રૂપિયા
(b) ૫૦ રૂપિયા
(c) ૪૦ રૂપિયા
(d) ૭૦ રૂપિયા
૧૫. બોક્સમાં આપેલ સંખ્યા માટે કયું વિધાન સાચું બને છે ?
(a) બધી સંખ્યા ૩૭૦ કરતાં નાની છે.
(b) બધી સંખ્યા ૩૫૫ અને ૩૭૫ ની વચ્ચે છે.
(c) બધી સંખ્યા ૩૫૦ અને ૩૭૫ ની વચ્ચે છે.
(d) બધી સંખ્યા ૩૫૫ થી મોટી છે.
૧૭. મહેશ બીલ ચૂકવવા ૫૦ રૂપિયાની નોટ આપે છે, તો દુકાનદાર કેટલા રૂપિયા પરત કરશે?
(a) ૨ રૂપિયા ૫૦ પૈસા
(b) ૨ રૂપિયા
(c) ૧ રૂપિયો ૫૦ પૈસા
(d) ૧ રૂપિયો
૧૮. મહેશ ચોકલેટ પરત કરે તો તેણે દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડે ?
(a) ૩૪ રૂપિયા
(b) ૪૩ રૂપિયા ૫૦ પૈસા
(c) ૪૩ રૂપિયા
(d) ૨૧ રૂપિયા
૧૯. નરેન્દ્ર પાસે ૨૦ રૂપિયા છે અને તેને નાનો કપ આઈસક્રીમનો લેવો છે, તો તે કેટલા પ્રકારના આઈસક્રીમની પસંદગી કરી શકે છે ?
(a) ૩
(b) ૧
(c) ૪
(d) ૨
૨૦. ચોકલેટ અને વેનિલા બંનેના મોટા કપ ખરીદવા હોય તો કેટલા રૂપિયાની જરૂર પડે?
(a) ૭૭ રૂપિયા
(b) ૬૨ રૂપિયા
(c) ૫૫ રૂપિયા
(d) ૯૭ રૂપિયા
૨૭. F આપેલ મૂળાક્ષરમાં ખૂણાની સંખ્યા જણાવો.
(a) ૧
(b) ૨
(c) ૩
(d) ૪
૩૦. મહેશ ઘાસની લોનમાં ઊભો રહી લસરપટ્ટી તરફ જુએ છે. તો તેની પાછળની બાજુ શું હોય?
(a) ઝાડ
(b) હીંચકા
(c) દરવાજો
(d) લસરપટ્ટી
૩૫. ચિત્રમાં આપેલ દિવાલનું માપ ૨ મીટર હોય તો આપેલ ચીમનીની ઊંચાઈ કેટલી હશે?
(a) ૬ મી
(b) ૪ મી
(c) ૮ મી
(d) ૨ મી
૩૭. એક નાની પેન્સિલની લંબાઈ દિવાસળી જેટલી છે, તો ગણિતના પુસ્તકની લંબાઈ કેટલી થાય?
(a) ૧ નાની પેન્સિલ જેટલી
(b) ૨ નાની પેન્સિલ જેટલી
(c) ૧૦૦ નાની પેન્સિલ જેટલી
(d) ૧૦ નાની પેન્સિલ જેટલી
૩૮. તો અમદાવાદથી પાલનપુર વચ્ચે અંતર કેટલા કિમી થાય?
(a) ૧૩૦ કિમી
(b) ૧૪૦ કિમી
(c) ૧૨૦ કિમી
(d) ૧૫૦ કિમી
૪૦. એક કેળાની લંબાઈ અંદાજે કેટલી હોય શકે ?
(a) ૫ સેમી
(b) ૧૫ કિલોમીટર
(c) ૧૫ મીટર
(d) ૧૫ સેમી
૪૧. એક વર્ષમાં કેટલા માસમાં ૩૧ દિવસ આવે?
(a) ૬
(b) ૭
(c) ૯
(d) ૫
૪૨. ૨૯મી ફેબ્રુઆરીએ ક્યો વાર આવે છે?
(a) ગુરૂવાર
(b) શનિવાર
(c) સોમવાર
(d) બુધવાર
૪૩. પહેલી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ક્યો વાર આવશે ?
(a) સોમવાર
(b) મંગળવાર
(c) બુધવાર
(d) ગુરૂવાર
૪૪. આપેલ કેલેન્ડરમાં વર્ષના કુલ કેટલા દિવસો થાય?
(a) ૩૬૫
(b) ૩૬૬
(c) ૩૬૪
(d) ૩૬૭
૪૫. રિયાને સોમવારે સંગીતના તાસ હોય છે, તો વર્ષ દરમિયાન કેટલા સંગીતના તાસ થાય?
(a) ૫૧
(b) ૫૪
(c) ૫૩
(d) ૫૨
૪૭. ૫ વર્ષ પહેલા વિશાલ ૧૦ વર્ષનો હતો. એક વર્ષ પછી વિમલ ૧૦ વર્ષનો થશે. તો બંનેમાંથી મોટું કોણ?
(a) વિશાલ
(b) વિમલ
(c) બંને સમાન
(d) કંઈ કહી શકાય નહી
૪૮. ૫ વર્ષ પહેલા વિશાલ ૧૦ વર્ષનો હતો. એક વર્ષ પછી વિશાલ કેટલા વર્ષનો થશે?
(a) ૧૧ વર્ષ
(b) ૧૬ વર્ષ
(c) ૬ વર્ષ
(d) ૧૫ વર્ષ
૫૧. ૨-૫-૨૦૦૨ બતાવે છે કે સુધા બીજી _______ ૨૦૦૨ માં જન્મી હતી.
(a) માર્ચ
(b) જૂન
(c) એપ્રિલ
(d) ઓગષ્ટ
૫૨. કઈ તારીખે સુધા ૮ વર્ષની થશે?
(a) ૨/૫/૨૦૦૯
(b) ૨/૫/૨૦૧૦
(c) ૧૦/૫/૨૦૧૦
(d) ૧૦/૫/૨૦૦૯
૫૩. કયા વિષયના તાસ સૌથી વધુ છે ?
(a) પર્યાવરણ
(b) ગુજરાતી
(c) અંગ્રેજી
(d) ગણિત
૫૪. રિયા કેટલા દિવસ પર્યાવરણ પછી અંગ્રેજી ભણશે?
(a) ૧
(b) ૨
(c) ૩
(d) ૪
૫૫. રિયા કુલ કેટલા વિષયોનો અભ્યાસ કરે છે?
(a) ૧૦
(b) ૮
(c) ૭
(d) ૬
૫૬. ૧, ૩, ૫, ___
(a) ૪
(b) ૬
(c) ૭
(d) ૮
૫૭. ૩૦૦, ૨૫૦, ૨૦૦, ?
(a) ૧૫૦
(b) ૨૫૦
(c) ૧૦૦
(d) ૫૦
૬૨. ૨ મીટર ઊંચા એક રૂમની ઊંચાઈ સેમીમાં કેટલી થાય?
(a) ૧૦૦૦ સેમી
(b) ૧૦૦ સેમી
(c) ૨૦૦ સેમી
(d) ૧૫૦ સેમી
૬૩. એક દડો અને ત્રણ પેન્સિલની કુલ કિંમત કેટલી થશે?
(a) ૫૦ રૂ.
(b) ૩૫ રૂ.
(c) ૪૦ રૂ.
(d) ૪૫ રૂ.
૬૪. બે પેન અને પાંચ ચોકલેટની કુલ કિંમત કેટલી થશે?
(a) ૧૪ રૂ.
(b) ૪૪ રૂ.
(c) ૩૪ રૂ.
(d) ૨૪ રૂ.
૬૫. બે ચોપડીની કિંમત કેટલા રૂપિયા થાય?
(a) ૫૫ રૂ.
(b) ૫૦ રૂ.
(c) ૭૫ રૂ.
(d) ૩૫ રૂ.
૬૬. ત્રણ પેન્સિલ અને ચાર ચોકલેટની કિંમત કેટલી થશે?
(a) ૧૭ રૂ.
(b) ૨૩ રૂ.
(c) ૭ રૂ.
(d) ૧૩ રૂ.
૬૭. બિલની કુલ રકમ કેટલી છે?
(a) ૧૫૦ રૂ.
(b) ૭૫ રૂ.
(c) ૧૫૪ રૂ.
(d) ૨૫૪ રૂ.
૬૮. ૩૭૫, ૩૭૦, ૩૬૫, ?, ૩૫૫
(a) ૩૬૫
(b) ૩૭૫
(c) ૩૬૦
(d) ૩૫૦
૭૦. ૮, ૧૩, ૧૮, ૨૩, ___ , ___
(a) ૨૮ અને ૩૩
(b) ૩૩ અને ૪૩
(c) ૩૩ અને ૩૫
(d) ૩૮ અને ૪૩
૭૪. તમને ૫૦ મણકા આપીએ તો દસ-દસ મણકાવાળી કેટલી માળા બનશે ?
(a) ૪
(b) ૫
(c) ૬
(d) ૭
૭૫. વાંદરાભાઈ પેટર્ન પ્રમાણે આગળ વધે છે. ૩૦, ૩૫, ૪૦, __, __, __ પેટર્ન પૂરી કરો.
(a) ૪૫, ૫૦, ૫૫
(b) ૫૦, ૫૫, ૬૦
(c) ૪૫, ૫૫, ૬૫
(d) ૪૦, ૫૦, ૬૦
૭૮. રાજુના ડૉકટરે તેને આપેલ સાધન પર ઊભો રાખ્યો અને આંકડો નોંધ્યો. તો આ સાધન દ્વારા શું માપવામાં આવે છે.
(a) તાપમાન
(b) ધબકારા
(c) વજન
(d) ઊંચાઈ
૮૦. “ભારેથી હલકા” માટે સાચો ક્રમ કયો છે?
(a) ટ્રક, કાર, બસ, સાયકલ
(b) થેલો, ચોપડી, પેન્સિલ, ટાંકણી
(c) થાળી, લોટો, ચમચી, પ્યાલો
(d) કબાટ, ટેબલ, ખુરશી, પટારો
૮૨. કયા ચિત્રમાં પલ્લુ-૧, પલ્લુ-૨ કરતાં ભારે છે ?
(a) ચિત્ર - ૧
(b) ચિત્ર - ૨
(c) ચિત્ર - ૩
(d) બધા જ ચિત્રો
૮૪. ૫ દશકની તરત પહેલાંની સંખ્યા કઈ આવે?
(a) ૫૯
(b) ૫૧
(c) ૪૯
(d) ૪૧
૮૫. આપેલ સંખ્યામાંથી કઈ સંખ્યા સૌથી મોટી છે ?
(a) ૭૯
(b) ૮૧
(c) ૭૮
(d) ૮૦
૮૬. પાંચ વખત ૫ એટલે કેટલા થાય ?
(a) ૧૦
(b) ૨૦
(c) ૨૫
(d) ૩૦
૮૭. આપેલ ચિત્રમાં નીચેના પૈકી કયું વિધાન દર્શાવે છે?
(a) ૧૮ + ૨ = ૨૦
(b) ૪ + ૫ = ૯
(c) ૪ + ૪ + ૪ + ૪ = ૧૬
(d) ૪ વખત ૫ = ૨૦
૮૯. જો હું ૨૦ ચોકલેટ પાંચ ડબ્બામાં સરખી વહેંચું તો દરેક ડબ્બામાં કેટલી ચોકલેટ હશે?
(a) ૪
(b) ૫
(c) ૬
(d) ૩
૯૨. જો W૧ = પેન્સિલ તો, Y૩ = _____
(a) તારો
(b) ઘર
(c) સૂર્ય
(d) ચોક્લેટ
૯૩. કઈ વસ્તુઓ એક સીધી રેખામાં આવશે?
(a) ચોપડી, ઘર અને ગ્લાસ
(b) પતંગિયુ, ચાંદો અને કપ
(c) સૂર્ય, પેન અને આઈસક્રીમ
(d) ખુરશી, પાન અને પેન્સિલ
૯૪. જો કપ = Z૪ તો ફૂલ = _____
(a) X૨
(b) X૩
(c) Y૩
(d) Z૩
૯૫. શાળા શરૂ થવાનો સમય ૧૦:૩૦ નો છે. તો નીચેનામાંથી કઈ ઘડિયાળમાં શાળા શરૂ થવાનો સાચો સમય બતાવે છે?
(a)
(b)
(c)
(d)
૯૭. વર્ષનો છેલ્લો મહિનો ક્યો છે?
(a) નવેમ્બર
(b) ડિસેમ્બર
(c) ઓક્ટોબર
(d) સપ્ટેમ્બર
૯૮. શ્રાવણ પછી ક્યો માસ આવે ?
(a) અષાઢ
(b) વૈશાખ
(c) ભાદરવો
(d) આસો
૯૯. બે દિવસના કેટલા કલાક થાય ?
(a) ૭૨
(b) ૨૦
(c) ૨૪
(d) ૪૮
૧૦૧. તમારા નખની લંબાઈ કેટલી હોઈ શકે ?
(a) ૫ મીટર
(b) ૧ સેમી
(c) ૧ મી
(d) ૨ મી



























































0 Comments