Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

ધોરણ 3 પર્યાવરણ (EVS) NAS પરીક્ષા MCQ પ્રશ્નબેંક અને ઓનલાઈન ક્વિઝ | Std 3 Paryavaran NAS Quiz

🌍 પર્યાવરણ (The World Around Us) MCQ પ્રશ્નબેંક: ધોરણ-૩ 📚

વર્ષ: ૨૦૨૫-૨૬

માર્ગદર્શન: ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર

હેતુ: NAS પરીક્ષાની તૈયારીના ભાગરૂપે

NAS પરીક્ષા: ગત વર્ષની સ્થિતિ અને શિક્ષણ વિભાગની વર્તમાન તૈયારીઓ નેશનલ એચિવમેન્ટ સર્વે (NAS) એ રાષ્ટ્રીય સ્તરે વિદ્યાર્થીઓની વાસ્તવિક શૈક્ષણિક ગુણવત્તા અને અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) માપવા માટે લેવાતી અત્યંત મહત્વપૂર્ણ પરીક્ષા છે. ગત NAS પરીક્ષાના પરિણામોનું વિશ્લેષણ કરતાં જણાયું હતું કે, ગુજરાતના વિદ્યાર્થીઓએ સંતોષકારક પ્રદર્શન કર્યું હોવા છતાં, ગણિત અને ભાષા જેવા મુખ્ય વિષયોના અમુક ચોક્કસ એકમોમાં રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ થોડી 'લર્નિંગ ગેપ્સ' (અધ્યયન કચાસ) જોવા મળી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને, આગામી NAS પરીક્ષા સંદર્ભે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ અને GCERT દ્વારા અત્યંત ગંભીરતા દાખવવામાં આવી રહી છે. વિભાગ દ્વારા હવે માત્ર ગોખણપટ્ટી મુક્ત શિક્ષણ પર જ નહીં, પરંતુ પાયાના જ્ઞાન અને સમજણ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ ઉદ્દેશ્યને સિદ્ધ કરવા શાળાઓમાં મોક ટેસ્ટનું આયોજન, વિષયવાર સ્પેશિયલ MCQ પ્રશ્નબેંકની ફાળવણી અને સતત મૂલ્યાંકન જેવી સઘન પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. શિક્ષકો પણ વર્ગખંડમાં પ્રત્યેક અધ્યયન નિષ્પત્તિ પર ઝીણવટભર્યું કામ કરી રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓની પાયાની કચાસ દૂર કરી શકાય અને આગામી NAS પરીક્ષામાં ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ અને ગૌરવવંતુ પરિણામ પ્રાપ્ત કરી શકે.વિદ્યાર્થીઓના મૂલ્યાંકન અને જ્ઞાન ચકાસણી માટે પર્યાવરણ વિષયની આ પ્રશ્નબેંક તૈયાર કરવામાં આવી છે. ચાલો વિવિધ અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) અને તેના પર આધારિત પ્રશ્નો જોઈએ:

📌 અધ્યયન નિષ્પત્તિ: EVS 301

સાદા જોઈ શકાય તેવા લક્ષણના આધારે આસપાસના વૃક્ષના પાંદડા ડાળીઓ અને તેના પ્રકાંડને ઓળખે છે (જેમ કે આકાર રંગ રચના ગંધ)

૧. આયુષને કરવત જોઈને યાદ આવ્યું કે આવી ધાર તો એક પાંદડા ને પણ હોય છે તો તે કયું પાંદડું હશે ?

(A) પીપળો
(B) વડ 
(C) લીમડો
(D) આંબો

૨. પરેશ એક છોડને હાથથી સ્પર્શ કરે છે. તે છોડ પોતાના પાંદડા બીડવા લાગે છે પરેશએ કયા છોડને સ્પર્શ કર્યો હશે?

(A) ગલગોટા
(B) બારમાસી
(C) ગુલાબ
(D) લજામણી

૩. તમારી મમ્મીને અથાણું બનાવવું છે તેના માટે જે ફળ જોઈએ તે કયા વૃક્ષ ઉપરથી મળશે?

(A) કેળ
(B) આંબો
(C) દાડમ
(D) પપૈયું

૪. શાળાના મેદાનમાં રમત રમતા રમતા તમારો હાથ કોઈ ઝાડને અડકતા હથેડી છોલાઈ જાય છે તો તમે કયા વૃક્ષને અડી ગયા હશો ?

(A) અરડુસી
(B) લીમડો
(C) સરગવો
(D) કરેણ

૫. સાર્થક ને શિક્ષક અલગ અલગ પાંદડા સુગંધ દ્વારા પારખવા કહે છે તો તે નીચે પૈકી કયા સુગંધ દ્વારા પારખી શકશે?

(A) કરેણ- લીમડો
(B) જાસુદ – તુલસી
(C) તુલસી-ફુદીનો
(D) બદામ-જાસુદ

૬. શિક્ષકે વનસ્પતિના વિવિધ છોડ બતાવીને કહ્યું કે આ પૈકી તમારી ઊંચાઈ કરતાં વધારે ઊંચાઈ કઈ વનસ્પતિની હોય છે?

(A) as
(B) તુલસી
(C) બારમાસી
(D) મોગરો

૭. વરસાદમાં તમે પલળતા જઈ રહ્યા છો અને સાથે છત્રી લેવાનું પણ ભૂલી ગયા છો તો પોતાને વરસાદથી બચાવવા માટે નીચે પૈકી કયા પાંદડા નો ઉપયોગ કરશો ?

(A) આંબો
(B) કમળ
(C) લીમડો
(D) કેળ

૮. શિક્ષકે વનસ્પતિના વિવિધ છોડ બતાવીને કહ્યું કે આ પૈકી તમારી ઊંચાઈ કરતાં ઓછી ઊંચાઈ કઈ વનસ્પતિની હોય છે?

(A) લીમડો
(B) આસોપાલવ
(C) તુલસી
(D) as

૯. મહેશ વેકેશનમાં તેના મામાના ઘરે ગયો છે ત્યાં તે એક વૃક્ષના મૂળ પકડીને હીંચકા ખાય છે તો તે કયા વૃક્ષ પાસે ગયો હશે ?

(A) as
(B) લીમડો
(C) આંબો
(D) પીપળો

૧૦. ઉપરનું ચિત્ર કયા પાંદડા ની છાપ બતાવે છે ?

(A) લીમડો
(B) પીપળો
(C) આંબો
(D) કરેણ

૧૧. ઉપરનું ચિત્ર કયા પ્રાણીનું ઘર છે ?

(A) દરજીડો
(B) વંદો
(C) નોળિયો
(D) કરોળિયો

📌 અધ્યયન નિષ્પત્તિ: EVS 302

આસપાસ જોવા મળતા પક્ષી અને પ્રાણીઓને તેમના સામાન્ય લક્ષણોને આધારે ઓળખે છે જેમ કે પ્રચલન, રહેઠાણ, ખોરાકની ટેવો અને અવાજ

૧૨. દિનેશે એક પ્રાણીને પાણીમાં જોયું તેમજ તેને જમીન ઉપર પણ જોયું તો તમે કહી શકશો કે તે કયું પ્રાણી છે ?

(A) માછલી
(B) દેડકો
(C) ઘોડો
(D) વાંદરો

૧૩. કયુ પ્રાણી તમારા ઘરમાં આમંત્રણ વગર રહે છે ?

(A) ગાય
(B) બકરી
(C) ઘોડો
(D) ગરોળી

૧૪. દરમાં રહેતું અને ઘરમાં રહેતું પ્રાણી કયું છે ?

(A) સાપ
(B) ઉંદર
(C) નોળિયો
(D) મગર

૧૫. એક પ્રાણી જે પેટે સરકીને ચાલે છે તેમજ ઘરમાં પણ રહે છે તો તે નીચે પૈકી કયું પ્રાણી હશે ?

(A) સમડી
(B) ગરોળી
(C) સાપ
(D) મગર

૧૬. નીચે આપેલા પ્રાણીઓ પૈકી કયું પ્રાણી ઝાડ ઉપર રહે છે પરંતુ માળામાં રહેતું નથી ?

(A) કબુતર
(B) પોપટ
(C) વાંદરો
(D) કાગડો

૧૭. માથે સરસ મજાની કલગી છે તેમજ સુંદર પિંછા ધરાવે છે તો આપણે કયા પક્ષીની ચર્ચા કરી રહ્યા છીએ ?

(A) કોયલ
(B) મોર
(C) [ખાલી]
(D) કાબર

૧૮. મોર ... ...ટેહુક .. ટેહુક        કબૂતર ........ 

(A) ચી.... ચૂ.....
(B) ઘુ... ઘુ ...
(C) ચું ... ચુ ..
(D) કૂ......કૂ 

૧૯. તમારા ઘરે ત્રણ પાલતુ પ્રાણી છે કૂતરો, બકરી અને ભેંસ આ ત્રણેમાંથી જીભ વડે કયુ પ્રાણી પાણી પીવે છે ?

(A) બકરી
(B) કૂતરો
(C) ભેસ
(D) કૂતરો અને બકરી

૨૦. મિહિરે એક પક્ષી જોયું જે ટક ટક કરતું હતું ઝાડના થડને કાણું પાડતું હતું તો મિહિરે કયુ પક્ષી જોયું હશે ?

(A) લક્કડખોદ
(B) કાબર
(C) કબુતર
(D) સમડી

📌 અધ્યયન નિષ્પત્તિ: EVS 303

કુટુંબ અને કુટુંબના સભ્યો સાથેના અરસપરસના સંબંધોને ઓળખે છે (ઘર એક શાળા)

૨૧. તમારા પપ્પાના પપ્પાને શું કહેવાય ?

(A) મામા
(B) કાકા
(C) ειει
(D) નાના

૨૨. તમારી મમ્મીના ભાઈને શું કહેશો ?

(A) મામા
(B) SLSL
(C) ειει
(D) ફુઆ

૨૩. તમારા પપ્પાની બહેનને શું કહેશો ?

(A) માસી
(B) કાકી
(C) ειει
(D) ફોઈ

📌 અધ્યયન નિષ્પત્તિ: EV-304

ઘર શાળા અને આસપાસના વિસ્તારની વસ્તુઓ સ્થળો ચિન્હો અને પ્રવૃત્તિઓને ઓળખે છે

૨૪. પાકું મકાન બનાવવા માટે નીચેનામાંથી કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે ?

(A) ઘાસ અને સિમેન્ટ
(B) સિમેન્ટ, રેતી અને ઇટ
(C) પથ્થર, વાસ અને રેતી
(D) સિમેન્ટ,વાસ અને ઘાસ

૨૫. કયા તહેવારે આપણે આપણું ઘર શણગારીએ છીએ?

(A) ઉતરાયણ
(B) હોળી
(C) દિવાળી
(D) નવરાત્રી

૨૬. મયંકના મામા નું ઘર તેના ઘરથી માત્ર 5 કિમી દૂર છે તો મયંક મામાના ઘરે જવા માટે કયા વાહનનો ઉપયોગ કરશે?

(A) હોડી
(B) વિમાન
(C) રીક્ષા
(D) રેલવે

૨૭. ઉપરનું ચિત્ર જોઈ જણાવો કે આવો માર્ગ કયા વાહન માટે ઉપયોગી છે ?

(A) બસ
(B) કાર
(C) વિમાન
(D) રેલવે

૨૮. તમારા દાદા 70 વર્ષના છે. તેઓ તમારા જેટલા હશે ત્યારે મુસાફરી માટે શાનો ઉપયોગ કરતા હશે ?

(A) રીક્ષા
(B) બળદગાડું
(C) જીપ
(D) બાઈક

૨૯. સુભાષ તેના કાકા ના ઘરે અમેરિકા જવા માગે છે મુસાફરી માટે કયા વાહનનો ઉપયોગ કરશે ?

(A) બસ
(B) રેલવે
(C) વિમાન
(D) જીપ

૩૦. ઉપરનું વાહન કેવો અવાજ કરે છે ?

(A) છુક-છુક
(B) ટીન-ટીન
(C) ટપ- ટપ 
(D) પીપ-પીપ

૩૧. માટીના રમકડા બનાવો છો તેમા તમે બે પૈડા વાળું વાહન બનાવી રહ્યા છો તો તે કયુ વાહન હશે?

(A) રીક્ષા
(B) બાઇક
(C) જીપ
(D) ટ્રેક્ટર

૩૨. અનંતના પિતા મોબાઈલ ઉપર એક વ્યક્તિ સાથે સિમેન્ટ, રેતી વગેરે લાવવાની ચર્ચા કરી રહ્યા છે તો.. તે વ્યક્તિ

(A) ડોક્ટર સાથે વાત કરતા હશે
(B) સુથાર સાથે વાત કરતા હસે
(C) કડિયા સાથે વાત કરતા હસે
(D) લુહાર સાથે વાત કરતા હશે

૩૩. આ સાધન કયા કારીગરના ઉપયોગમાં આવશે?

(A) મોચી
(B) સુથાર
(C) લુહાર
(D) કડિયો

૩૪. ધારાનો શાળાનો યુનિફોર્મ ફાટી ગયો છે તે તેને સંધાવવા માટે કોની પાસે જશે?

(A) દરજી
(B) લુહાર
(C) સુથાર
(D) ડોક્ટર

૩૫. ચિત્રો જોઇને જવાબ આપો: 

(A) લુહાર
(B) ટપાલી
(C) શિક્ષક
(D) ખેડૂત

૩૬. ચિત્ર જોઇને જવાબ આપો: સુથાર

(A) મોચી
(B) કડિયો
(C) ખેડૂત
(D) દરજી

૩૭. તરુણભાઈ એ રસ્તામાં જતા અકસ્માતમાં ઘાયલ થયેલ વ્યક્તિને જોયો તો આ પરિસ્થિતિઓ તેઓ શું નિર્ણય લેશે?

(A) તેઓ એમ્બ્યુલન્સ ને જાણ કરશે.
(B) તેઓ અન્ય વ્યક્તિની રાહ જોશે.
(C) તેઓ પોલીસને જાણ કરશે.
(D) તેઓ કઈજ નહીં કરે.

📌 અધ્યયન નિષ્પત્તિ: EV-305

વિવિધ વય જૂથના લોકો પ્રાણીઓ અને પક્ષીઓની ખોરાકની જરૂરિયાતો ખોરાક અને પાણીની ઉપલબ્ધિ અંગે વર્ણન કરે છે.

૩૮. નીચેના કયા કામમાં પાણીની જરૂર નથી?

(A) નાહવામાં
(B) કોગળા કરવામાં
(C) ગાવામાં
(D) કપડાં ધોવામાં

૩૯. નીચે પૈકી કયુ કાર્ય કરવા માટે સૌથી વધારે પાણી વપરાય છે?

(A) પીવા માટે
(B) ખેતી માટે
(C) રાંધવા માટે
(D) માટી ગુંદવા માટે

૪૦. આપેલા પાત્રો પૈકી કયા પાત્રમાં પાણી વધારે સમાય છે?

(A) [ચમચી]
(B) [ગ્લાસ]
(C) [માટલું]
(D) [ખાલી]

૪૧. પાણીના વિવિધ પ્રાપ્તિસ્થાનો પૈકી કયું સૌથી મોટું પ્રાપ્તિસ્થાન છે ?

(A) નળ
(B) ટાંકી
(C) વરસાદ
(D) તળાવ

૪૨. રોટલી શેકવી પડે છે, મગ બાફવા પડે છે તો પૂરીને-------...--

(A) શેકવુ
(B) તળવુ
(C) સાંતળવુ
(D) સુકવવુ

૪૩. નીચે આપેલ વાનગી પૈકી કઈ વાનગી ઘઉં માંથી બને છે?

(A) ખીર
(B) ખમણ
(C) રોટલી
(D) પાપડ

૪૪. શાક બનાવવા માટે નારિયેળના તેલનો ઉપયોગ કયા પ્રદેશમાં વધુ થાય છે?

(A) ગુજરાત
(B) કાશ્મીર
(C) રાજસ્થાન
(D) કેરળ

૪૫. તમારા ઘરમાં નવ માસનું બાળક છે તમે તેને નીચે પૈકી કયો ખોરાક આપી શકતા નથી?

(A) દૂધ
(B) પૂરી
(C) રાબ
(D) શીરો

૪૬. સાત રંગોનું બનેલું મેઘધનુષ્ય તમને કઈ ઋતુમાં જોવા મળે છે

(A) શિયાળો
(B) ઉનાળો
(C) ચોમાસું
(D) વસંત

૪૭. વરસાદ ન પડે તો નાના છોડની શી હાલત થાય છે

(A) સુકાઈ જાય છે
(B) કરમાઈ જાય છે
(C) બળી જાય છે
(D) ફુલ આવે છે

૪૮. વધારે વરસાદ પડે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય છે

(A) પાક ઉગે છે
(B) નદીમાં પૂર આવે છે
(C) તળાવમાં ખાલી થાય છે
(D) જમીન ફાટી જાય છે

📌 અધ્યયન નિષ્પત્તિ: EV-306

કુટુંબના સભ્યોની ભૂમિકા તેમની ટેવો લક્ષણો કાર્યો તથા સંયુક્ત કુટુંબમાં રહેવાની જરૂરિયાતોનું વર્ણન કરે છે

૪૯. મયંક નો રમણ ભાઈ સાથે શું સંબંધ છે?

(A) પિતા-પુત્ર
(B) દાદા- પૌત્ર
(C) ભાઈ-પિતા
(D) ભાઈ- પુત્ર

૫૦. ઉપરના ચિત્રના આધારે ક્રિમા  અને મનીષ વચ્ચે શું સંબંધ છે?

(A) ભાઈ–બહેન
(B) ભાઈ-ભાઈ
(C) દીકરી-પિતા
(D) દીકરી-માતા

૫૧. રમણભાઈ અને ડાહીબેન વચ્ચે શું સંબંધ છે?

(A) માતા-પિતા
(B) પતિ - પત્ની
(C) ભાઈ-બહેન
(D) પૌત્ર-પિતા

૫૨. મયંકના પરિવારમાં તેના પિતા થી મોટી ઉંમરના કયા સભ્યો હશે?

(A) પિતા- પુત્ર
(B) દાદા-દાદી
(C) ભાઈ-બહેન
(D) પૌત્ર-દાદા

૫૩. તમે જ્યારે કોઈએ રમુજ ભરી વાત સાંભળો છો ત્યારે તમે કઈ ક્રિયા કરો છો?

(A) રડવાની
(B) ખાવાની
(C) દોડવાની
(D) હસવાની

📌 અધ્યયન નિષ્પત્તિ: EV 308

વર્તમાન અને ભૂતકાળની વસ્તુઓ અને પ્રક્રિયાઓમાં ભેદ પારખે છે

૫૪. મારા દાદીમાના દાદીએ આ ધાતુના બનેલા વાસણ નો ઉપયોગ કરેલ નથી

(A) માટી
(B) તાંબુ
(C) કાસુ
(D) સ્ટીલ

૫૫. આયુષી એક પાત્રમાં પાણી ભરીને આવતી હતી પરંતુ ઠેસ વાગતા નીચે પડી ગઈ અને પાત્ર તૂટી ગયું તો પાત્ર શાનુ બનેલું હશે ?

(A) માટી
(B) સ્ટીલ
(C) તાંબુ
(D) કાસુ

૫૬. તમારા દાદી જ્યારે નાના હતા ત્યારે તેઓએ નીચેનામાંથી કયા સાધનોનો ઉપયોગ નહીં કર્યો હોય?

(A) ચૂલો
(B) છાણાં
(C) લાકડા
(D) સૂર્યકૂકર

૫૭. બસ સ્ટેશન પર કોણ જોવા મળે છે?

(A) ડોક્ટર
(B) ડ્રાઇવર
(C) શિક્ષક
(D) પોલીસ

૫૮. તમે રણ પ્રદેશમાંથી પસાર થઈ રહ્યા હોય તો મુસાફરી માટે કયું પ્રાણી ઉપયોગમાં આવશે?

(A) હાથી
(B) પાડો
(C) ઊંટ
(D) ઘોડો

૫૯. નીચે આપેલી કઈ જોડી સાચી છે

(A) શિક્ષક- લેલું
(B) સુથાર- ચાકડો
(C) ખેડૂત-હળ
(D) લુહાર-ચોક

૬૦. આપણા ઘરમાં પંખો બગડી જાય તો તેને રિપેર કરવાનું કામ કોણ કરે છે

(A) ઇલેક્ટ્રિશિયન
(B) મિકેનિક
(C) ડોક્ટર
(D) સુથાર

📌 અધ્યયન નિષ્પત્તિ: EV 310

દૈનિક જીવનમાં ઉપયોગી વસ્તુઓ ગુણધર્મો તેમજ પદાર્થોના માપ કે જથ્થા અંગે અનુમાન કરે છે

૬૧. હિરેન પાણીની ટાંકી ઝડપથી ભરવા માંગે છે તો તે કયા પાત્રનો ઉપયોગ કરશે?

(A) ચમચી
(B) ડોલ
(C) લોટો
(D) વાટકી

૬૨. નાના બાળકને પ્રવાહી દવા પીવડાવવા કયા પાત્રનો ઉપયોગ થશે?

(A) ડોલ
(B) વાટકો
(C) લોટો
(D) ચમચી

૬૩. તમે એક ગ્લાસમાં દૂધમાં કેટલી ખાંડ નાખશો?

(A) એક ચમચી
(B) એક વાટકી
(C) બે વાટકી
(D) એક જગ

૬૪. નીચેના પૈકી કઈ જગ્યાએ પાણીનો જથ્થો સૌથી વધુ હોય છે?

(A) નદી
(B) તળાવ
(C) દરિયો
(D) કૂવો

૬૫. પાયલને પોતાના ઘરની ટાંકી પાણીથી ભરવી છે તેની પાસે ડોલ, પ્યાલો, નાનો ટબ, અને જગ છે જેમાં આ ચારમાંથી શાના વડે ઝડપથી ટાંકી ભરી શકે ?

(A) નાનુ ટબ
(B) પ્યાલો
(C) જગ
(D) ડોલ

📌 અધ્યયન નિષ્પત્તિ: EV 311

વસ્તુઓ પ્રવૃત્તિઓ કે મુલાકાત લીધી સ્થળો અંગેની માહિતી અનુભવ તેમજ અવલોકનની નોંધ કરે છે

૬૬. ઉપરનું ચિત્ર કયા સ્થળનું છે

(A) બસ સ્ટેશન
(B) રેલ્વે સ્ટેશન
(C) એરપોર્ટ
(D) રીક્ષા સ્ટેન્ડ

૬૭. રેલગાડીને ઝંડી બતાવવાનું કામ કોણ કરે છે

(A) ફેરીઓ
(B) ચાવાળો
(C) ગાર્ડ
(D) પેપરવાળો

૬૮. ચિત્રમાં ચા વાળો ભાઈ કોને ચા આપી રહ્યો છે

(A) બાળકને
(B) ભાઈને
(C) મહિલાને
(D) વૃદ્ધને

૬૯. ચિત્રમાં તમને શાની દુકાન જોવા મળે છે?

(A) મીઠાઈની દુકાન
(B) પુસ્તકની દુકાન
(C) ચાની દુકાન
(D) છાપાની દુકાન

૭૦. ઉપરનું ચિત્ર કયા સ્થળનું છે ?

(A) મેળો
(B) રેલ્વે સ્ટેશન
(C) દવાખાનું
(D) પ્રાણી સંગ્રહાલય

૭૧. ઉપરના ચિત્રમાં હાથી કરતા ઊંચું પ્રાણી કયું છે ?

(A) રીંછ
(B) જિરાફ
(C) વાઘ
(D) સિંહ

૭૨. ઉપરના ચિત્રમાં પાણીમાં રમત કોણ રમી રહ્યું છે?

(A) હાથી
(B) વાંદરો
(C) સિંહ
(D) વાઘ

૭૩. ઝાડની ડાળી પકડીને કોણ લટકી રહ્યું છે?

(A) રીંછ
(B) ખિસકોલી
(C) વાંદરો
(D) પોપટ

📌 અધ્યયન નિષ્પત્તિ: EVS 314

કુટુંબમાં રૂઢિગત કાર્યો રમતો ખોરાક વગેરેમાં થતા લિંગભેદ પ્રત્યે તથા શાળા અને કુટુંબમાં થતા ખોરાક અને પાણીના બગાડ વિશે મત વ્યક્ત કરે છે

૭૪. પરિવારમાં વાસણ ખરીદવાનું કાર્ય મોટા ભાગે કોણ કરતું હોય છે

(A) પિતા
(B) દાદી
(C) માતા
(D) ભાઈ

૭૫. તમારા પરિવારમાં બજારમાંથી વસ્તુ લાવવાનું કાર્ય કોણ કરે છે

(A) માતા
(B) પિતા
(C) ભાઈ
(D) બહેન

૭૬. મિહિર ની મમ્મી તેના પિતા માટે જમવાનું લઈને ખેતરમાં જાય છે તો તેના પિતા કયો વ્યવસાય કરે છે ?

(A) મોચી
(B) ખેડૂત
(C) ડોક્ટર
(D) કડિયો

૭૭. વર્ગમાં લાકડાની ખુરશીનો પાયો તૂટી ગયો છે તો આ ખુરશી રીપેર કરવા માટે કયા વ્યવસાયકાર પાસે જવું પડે ?

(A) લુહાર
(B) સુથાર
(C) મોચી
(D) ડોક્ટર

📌 અધ્યયન નિષ્પત્તિ: EVS 315

વનસ્પતિ પ્રાણીઓ વૃદ્ધો અને દિવ્યાંગો માટે સંવેદના દર્શાવે છે અને આસપાસના પર્યાવરણમાં રહેતા પરિવારોના વૈવિધ્યને સમજે છે

૭૮. પ્રજ્ઞાચક્ષુ વાંચી શકે તે માટે કઈ લિપિ વિકસાવેલ છે ?

(A) દેવનગરી
(B) હિન્દી
(C) બ્રેઇલ લિપિ
(D) અંગ્રેજી

૭૯. દિવ્યાંગ વ્યક્તિ રોડ પસાર કરવામાં તકલીફ પડે છે તો તમે શું કરશો ?

(A) ઝડપથી વાહન ચલાવીશ
(B) રસ્તો ઓળંગવામાં મદદ કરીશું
(C) મોટેથી હોર્ન વગાડીશું
(D) કઈ નહીં કરીએ

૮૦. વર્ગમા કેવી તકલીફ વાળા બાળકને આગળ બેસાવા માટે જગ્યા આપીશું?

(A) પગની
(B) હાથની
(C) કાનની
(D) નાકની

૮૧. જે લોકો જોઈ શકતા નથી તેમના જેવી અનુભૂતિ કરવા માટે આપણે કઈ રમત રમીએ શકીએ?

(A) ક્રિકેટ
(B) આંધળોપાટો
(C) ફૂટબોલ
(D) કબડ્ડી

૮૨. કયું પ્રાણી ઘરની ચોકી કરે છે?

(A) કુતરો
(B) ગધેડો
(C) ઉંદર
(D) સસલું

૮૩. ઝાડ ઉપર રહેતું પ્રાણી કયું છે ?

(A) બકરી
(B) કૂતરો
(C) વાંદરો
(D) સસલો

૮૪. દૂધ આપતું પ્રાણી કયું છે ?

(A) કૂતરો
(B) બિલાડી
(C) વાંદરો
(D) ગાય

૮૫. કયુ પક્ષી ચબૂતરામાં દાણા ચણવા નહીં આવે ?

(A) ગીધ
(B) કબૂતર
(C) પોપટ
(D) ચકલી

૮૬. આકાશમાં ઉડતું પ્રાણી કયું છે ?

(A) ગાય
(B) વિમાન
(C) બાજ
(D) અજગર

૮૭. પાલતુ પ્રાણી કયું છે ?

(A) વાઘ
(B) ભેસ
(C) શિયાળ
(D) ચિત્તો

૮૮. કયુ પ્રાણી માળો બનાવીને રહે છે ?

(A) કૂતરો
(B) ચકલી
(C) હાથી
(D) વાઘ

૮૯. કોયલ  કુહુ ......કુહુ .. કરે છે , તો મોર  ..........

(A) ટેહુક..ટહુક
(B) ચી .. .. .ચી 
(C) ચૂ... ચુ.
(D) ઘું ..ઘુ 

૯૦. ઘાસનું ચિત્ર કયુ પ્રાણી ખાશે ?

(A) વાઘ
(B) ગાય
(C) કુતરો
(D) શિયાળ

૯૧. નીચે આપેલ જૂથ પૈકી શાકભાજી નું જૂથ કયું છે ?

(A) ડુંગળી, પપૈયું, કારેલા, કંકોડા
(B) કેળું, ગાજર, રીંગણ, કોબીજ
(C) ટામેટા, ડુંગળી, વટાણા, દૂધી
(D) નાળિયેર, ગવાર, તુરિયું, ચોળી

દડાઓની ગોઠવણી (બાજુએથી દેખાવ)

આગળ
પાછળ


૯૨. સૌથી આગળ કયા રંગનો દડો છે?

(A) કાળો
(B) લાલ
(C) વાદળી
(D) પીળો

૯૩. સૌથી પાછળ કયા રંગનો દડો છે ?

(A) લાલ
(B) કાળો
(C) પીળો
(D) વાદળી

૯૪. કાળા દડા ની તરત પાછળ કયા રંગનો દડો છે?

(A) વાદળી
(B) કાળો
(C) લીલો
(D) લાલ

૯૫. સૌથી નીચે કયો રંગ છે ?

(A) કેસરી
(B) કાળો
(C) લાલ
(D) સફેદ

૯૬. કેસરી દડાની તરત નીચે કયા રંગનો દડો છે ?

(A) કાળો
(B) વાદળી
(C) સફેદ
(D) લાલ

૯૭. કાળા રંગના દડાની ઉપર તરત કયા રંગનો દડો છે ?

(A) વાદળી
(B) કાળો
(C) લાલ
(D) કેસરી

૯૮. સફેદ રંગના દડા ની નીચે કયા રંગના દડા નું જૂથ આવેલું છે ?

(A) કેસરી-વાદળી
(B) લાલ-કાળો
(C) કાળો-વાદળી
(D) કેસરી-કાળો

૯૯. નીચે આપેલ કઈ વસ્તુને ફ્રીઝમાં મૂકવી પડશે નહીંતર ઓગળી જશે?

(A) રોટલી
(B) આઈસ્ક્રીમ
(C) ગોળ
(D) શાક

૧૦૦. કઈ વસ્તુને કાચી ખાઈ શકાશે?

(A) કાકડી
(B) બટાકા
(C) રીંગણ
(D) ભીંડા

૧૦૧. મમ્મીએ બનાવેલ દાળ સાવ મોળી લાગે છે તો કઈ વસ્તુ નાખવાની ભુલાઈ ગઈ હશે ?

(A) હળદર
(B) મીઠું
(C) પાણી
(D) જીરું

૧૦૨. થાળીમાં પીરસેલ વાનગી પૈકી શીરો મોળો લાગે છે તો કઈ વસ્તુ નાખવાની રહી ગઈ હશે ?

(A) મીઠું
(B) ખાંડ
(C) મરચું
(D) હળદર

૧૦૩. ખોરાક ચાવવા માટે કયા અંગનો ઉપયોગ થશે ?

(A) હાથ
(B) દાંત
(C) કાન
(D) નાક


તમારા વિદ્યાર્થીઓ અને અન્ય શિક્ષક મિત્રો સાથે આ ઉપયોગી માહિતી જરૂર શેર કરજો! ✨

🎮 પર્યાવરણ: ગેમ મોડ ક્વિઝ (૧ થી ૧૦૩ પ્રશ્નો)
પ્રશ્ન 1 / 103
⚠️ નોંધ: આ પ્રશ્નનો જવાબ આપવા પોસ્ટમાં ઉપર આપેલું ચિત્ર જુઓ.
પ્રશ્ન લોડ થઈ રહ્યો છે...
💡 સમજૂતી:

આપની ક્વિઝ પૂર્ણ થઈ! 🎉

તમારો સ્કોર: 0 / 103

Post a Comment

0 Comments