Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

ધોરણ ૬ સામાજિક વિજ્ઞાન PARAKH પ્રશ્નબેંક 2025 | STD 6 SS MCQ

🌍 ધોરણ ૬ સામાજિક વિજ્ઞાન PARAKH પ્રશ્નબેંક (સંપૂર્ણ 133 પ્રશ્નો)

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકગણ! ExamGuru ના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. NEP-2020 અંતર્ગત શરૂ કરાયેલ PARAKH (પરખ) રાષ્ટ્રીય સર્વેક્ષણ નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની ગોખણપટ્ટી દૂર કરી તેમનામાં વિશ્લેષણાત્મક વિચારસરણી ખીલવવાનો છે.

અહીં અમે ધોરણ ૬ ના સામાજિક વિજ્ઞાન (Social Science) વિષયની સંપૂર્ણ અને ઇન્ટરેક્ટિવ PARAKH પ્રશ્નબેંક રજૂ કરી છે. જેમાં બૌદ્ધ અને જૈન ધર્મ, મૌર્યયુગ, ગુપ્તયુગ, ભૂમિસ્વરૂપો, નકશા, અને સ્થાનિક સરકારને લગતા તમામ 133 પ્રશ્નો આવરી લેવાયા છે.

આ ક્વિઝ શા માટે ખાસ છે?
  • નકશા આધારિત પ્રશ્નો: બાળકો નકશા અને ચિત્રો જોઈને માહિતીનું સચોટ અર્થઘટન કરતા શીખશે.
  • ઇન્ટરેક્ટિવ લર્નિંગ: સાચો કે ખોટો વિકલ્પ પસંદ કરતા જ તેની સચોટ સમજૂતી (Explanation) તરત મળશે.
  • NMMS અને અન્ય પરીક્ષાઓ: સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ પ્રશ્નો પાયાના પથ્થર સમાન છે.
👇 નીચે આપેલા તમામ પ્રશ્નો ધ્યાનથી વાંચો, સાચો વિકલ્પ પસંદ કરો અને તમારું જ્ઞાન ચકાસો! 👇

📚 ધોરણ ૬ - સામાજિક વિજ્ઞાન PARAKH પ્રશ્નો 📝

🏛️ પ્રકરણ ૫: શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર
Q1 ભારતના રેખાંકિત નકશામાં કપિલવસ્તુ રાજ્ય કઈ દિશામાં આવેલું છે?
Q2 તમારે આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગ્યા વગર બુદ્ધ કે મહાવીર બંનેમાંથી એકના જન્મ સ્થળે પહોંચવું છે તો તમે કોનું જન્મ સ્થળ પસંદ કરશો?
Q3 ભગવાન બુદ્ધનું જન્મ સ્થળ કેવા ભૌગોલિક વિસ્તારમાં આવેલું છે?
Q4 જો રેલવે માર્ગે તમે મહાવીર સ્વામીના જન્મ સ્થળે જવા માંગો છો તો વચ્ચે કયા કયા રાજ્યોમાંથી ટ્રેન પસાર થશે?
Q5 તમે ધાર્મિક યાત્રા દરમિયાન જે સ્થળે પહોંચો છો ત્યાં ચારેય તરફ શંકુદ્રુમ જંગલો છે તો આ સ્થળ નીચેનામાંથી કયા મહાપુરુષના જન્મ સાથે જોડાયેલ હશે?
Q6 તમે નકશાનો અભ્યાસ કરી રહ્યા છો ભારત અને નેપાળની આંતરરાષ્ટ્રીય સીમા દર્શાવવા કયા ચિન્હનો ઉપયોગ થયો હશે?
Map Symbols
Q7 નીચે આપેલ ભારતના રેખાંકિત નકશામાં ચિન્હિત સ્થળ કોના જન્મ સાથે સંબંધ ધરાવે છે?
Map of Lumbini
Q9 આપેલ ભારતના રેખાંકિત નકશામાં ચિન્હિત સ્થળ કોના જન્મ સાથે સંબંધ ધરાવે છે?
Map of Bihar
Q10 મહાવીર સ્વામીના જન્મ અને નિર્વાણ સાથે તથા બુદ્ધ ના નિર્માણ સાથે ભારતનું કયું રાજ્ય જોડાયેલું છે? તે ભારતની કઈ દિશામાં આવેલું છે?
Q11 ઈસવીસન પૂર્વે 566 માં ગૌતમ બુદ્ધ નો જન્મ થયો આ ઘટના આજથી કેટલા વર્ષ પહેલાંની છે?
Q12 શાળામાં સાથી વિદ્યાર્થીઓને પૂછ્યા વિના તેના લંચ બોક્સનો નાસ્તો તમે કરો છો તો તે મહાવીર સ્વામીના કયા વ્રતનો ભંગ છે?
Q13 મહાવીર સ્વામીના વ્રતોની ઊંડી અસર ભારતના કયા રાષ્ટ્રવાદી નેતાના જીવનમાં જોવા મળે છે?
Q14 તમારી પાસે જરૂરિયાત કરતા વધુ ભૌતિક સુવિધાઓ છે, તો તે મહાવીર સ્વામીના કયા વ્રતનું પાલન કરતો નથી?
Q15 નીચેનામાંથી કયું વિધાન ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલ નથી?
Q16 ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશોમાં કઈ વાત સમાન ન હતી?
Q17 યજ્ઞમાં થતી પશુ હિંસા અને પશુ બલી નો વિરોધ ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીએ કયા સુધારામાં કર્યો છે?
Q18 બુદ્ધ દ્વારા અપાયેલ પ્રથમ ઉપદેશ ને શું કહેવાય છે?
⚔️ પ્રકરણ ૬: મૌર્યયુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક
Q19 જો તમારે મૌર્યકાલીન સમયની રાજકીય અને સામાજિક માહિતી મેળવવી હોય તો તે નીચે પૈકી કયા ગ્રંથનો અભ્યાસ કરશો?
Q20 કલિંગના યુદ્ધ પછી સમ્રાટ અશોકનો શસ્ત્રત્યાગ આપેલ કયા વિધાન સાથે સુસંગત છે?
Q21 "ધમ્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે” - આ વિધાન અશોકની કઈ નીતિ દર્શાવે છે?
Q22 મૌર્ય સામ્રાજ્યના પતનને રોકવા માટે ચાણક્યનું 'જાસૂસી તંત્ર' કઈ રીતે કરોડરજ્જુ સમાન?
Q23 નીચે આપેલ મૌર્ય વંશના શાસકોનો સાચો ક્રમ કયો છે? તે જણાવો
Q24 મોર્ય યુગિન વહીવટ તંત્રમાં 'મહાઅક્ષપટલ’ હોદ્દો આપેલ કયા ખાતા સાથે જોડાયેલ છે?
Q25 આપેલ સ્ત્રોતોમાંથી મૌર્યવંશની જાણકારી મેળવવા માટે કઈ જોડ ખોટી છે?
Q26 એશિયા ખંડનો સૌથી જૂનો ગ્રાન્ડ ટ્રંક રોડ નિર્માણ સાથે સંકળાયેલા શાસકોને ચડતા ક્રમમાં ગોઠવો.
Q27. ગિરનાર : ગુજરાત :: શ્રવણ બેલગોડા :
🏛️ પ્રકરણ ૭: ગુપ્તયુગ અને અન્ય શાસકો
Q28 ચંદ્રગુપ્ત પ્રથમ દ્વારા 'મહારાજાધિરાજ' જેવું ભવ્ય બિરુદ ધારણ કરવું એ કઈ ઐતિહાસિક હકીકત તરફ નિર્દેશ કરે છે?
Q29 ચંદ્રગુપ્ત બીજાએ 'શકારી' નું બિરુદ ધારણ કર્યું. આ બિરુદ પાછળનું મુખ્ય કારણ શું હતું?
Q30 ફાહિયાનના નોંધાયેલા પ્રવાસ વર્ણનો પરથી ગુપ્તકાલીન સમાજ વિશે શું તારણ કાઢી શકાય?
Q31 કાલિદાસને 'ભારતના શેક્સપિયર' કહેવામાં આવે છે, જે ગુપ્તયુગના કયા પાસા તરફ ઈશારો કરે છે?
Q32 નર્મદાના યુદ્ધમાં હર્ષવર્ધનની હાર અને પુલકેશી બીજાની જીત ભારતના ઇતિહાસમાં કેમ મહત્વની ગણાય છે?
Q33 રસાયણશાસ્ત્રનો નોંધપાત્ર વિકાસ થયો હતો તેનું ઉત્તમ ઉદાહરણ ગુપ્ત યુગમાં કયું છે?
Q34 ગુપ્ત શાસન તંત્રમાં પ્રાંત સાથે નીચેનામાંથી કઈ બાબત જોડાયેલ નથી?
Q35 પ્રાચીન સમયમાં ગુજરાતનું ભરૂચ કયા નામથી ઓળખાતું હતું?
Q36 સ્તંભતીર્થ હાલ કયા નામથી ઓળખાય છે તે કયા જિલ્લામાં આવેલું છે?
Q37 નીચેનામાંથી કોનો સમાવેશ ચીનીયાત્રીઓમાં થતો નથી?
Q38 નીચેના પૈકી કયા બે રાજાઓ સમકાલીન હતા?
Q39 તમારે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠની મુલાકાતે જવું છે તો કયા રાજ્યની મુલાકાત લેશો?
Q40 નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી તે જણાવો.
📖 પ્રકરણ ૮: પ્રાચીન ભારતનો વારસો
Q41 ' સુવર્ણયુગ 'એટલે કેવો સમય?
Q42 મગધનો રાજ્ય વિસ્તાર હાલ કયા રાજ્યમાં અને કઈ નદીના કિનારે આવેલો છે?
Q43 ગુપ્તયુગની રાજધાની પાટલીપુત્ર હાલ કયા રાજ્યમાં આવેલુ છે? તેનું હાલનું નામ જણાવો.
Q44 વિશ્વમાં સૌથી વધુ લોકો એક જ સ્થળે એક જ દિવસે ભેગા થયા હોય તેવો વિશ્વ રેકોર્ડ ધરાવતું ધાર્મિક સ્થળ ‘પ્રયાગરાજ' કઈ નદીઓના સંગમ સ્થાને આવેલું છે?
Q45 શાસક રાજા માંથી મહારાજ અને મહારાજમાંથી રાજાધિરાજ જેવા ગૌરવપ્રદ બિરુદ ક્યારે ધારણ કરી શકતો?
Q46 સમુદ્રગુપ્તના સિક્કા પરથી તમે શું જાણી શકશો?
Q47 આપણે ગુપ્ત યુગ દરમિયાન બનેલ અજંતાની ગુફાઓ જોવા જવું છે તો કયા રાજ્ય અને ગુજરાતથી કઈ દિશા તરફ જઈશું?
Q48 ' સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન' કહેવા પાછળનું યોગ્ય કારણ જણાવો.
Q49 આર્યભટ્ટના કાર્યનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ શું હતું?
Q50 વેદવ્યાસ રચિત 'મહાભારત' પ્રારંભમાં કયા નામે ઓળખાતું?
Q51 સાહિત્યિક ગ્રંથ અને તેના રચયિતાની કઈ જોડ બંધબેસતી નથી.
Q52 દક્ષિણ ભારતના સાહિત્ય સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસે છે?
Q53 બૌદ્ધ ગ્રંથોના સંદર્ભમાં નીચે પૈકી કઈ જોડ સુસંગત નથી?
Q54 નીચેનામાંથી કયા મહાકાવ્યનો 'સંગમ સાહિત્ય'માં સમાવેશ થાય છે?
Q55 સ્તૂપ અને વિહાર વચ્ચેનો મુખ્ય તફાવત શું છે?
Q56 પ્રાચીનકાળથી અનેક જાતિ, પ્રજાતિઓ અને સમૂહો કયા આકર્ષણથી આપણાં દેશમાં આવતા રહ્યા છે?
Q57 કઈ શિલ્પકલા શૈલીમાં ગ્રીક અને ભારતીય કલાનો સંગમ જોવા મળે છે?
Q58 રેશમમાર્ગ સાથે કયા ક્યા દેશો સંકળાયેલા હતા?
Q59 ભારતની ભવ્યતાનો સૌથી યોગ્ય માપદંડ કયો મનાય છે?
Q60 પ્રાચીન સમયમાં ઉત્તર ભારતમાં ગામડાઓમાં કરવેરા ઉઘરાવવાનું કાર્ય કોણ કરતું?
Q61 હડપ્પીય સભ્યતાનું કયું આયોજન ભારતીય સ્થાપત્યનો વિશ્વ પ્રસિદ્ધ નમૂનો ગણાય છે?
Q62 પ્રાચીન ભારતીય કલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી?
Q63 બંગાળમાં કઈ બે વિદ્યાપીઠો હતી?
Q64. પ્રાચીન ભારતીય સિક્કાની બાબતમાં નીચેનામાંથી કયું ઉચિત નથી ?
Q65 પ્રાચીન સમયની વલભી વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને પ્રવેશ મેળવવા માટે કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું?
Q66 હડપ્પીય સભ્યતાનું લોથલ બંદર નીચેનામાંથી કઈ વિશેષ રચના માટે જાણીતું હતું?
Q67 પ્રાચીન ઉત્તર ભારતના ગામડાઓમાં 'ગ્રામભોજક'ની નિમણુક કયા પ્રકારે થતી હતી?
Q68 અજંતા - ઇલોરાના ચિત્રો મુખ્યત્વે કયા વિષય પર આધારિત છે?
Q69 નાલંદા વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન કયા ક્ષેત્રમાં મહાન હતા?
Q70 કયા વિશ્વવિખ્યાત ચિત્રને ભારતીય સંસ્કૃતિનું ઘરેણું માનવામાં આવે છે?
🏔️ પ્રકરણ ૧૧: ભૂમિસ્વરૂપો
Q71 જો કોઈ પર્વત માત્ર ઘસારના કુદરતી બળો સામે નક્કર ખડકોના શેષ ભાગ તરીકે ઊભો હોય, તો તેને તમે કયા પ્રકારમાં વર્ગીકૃત કરશો?
Q72 જર્મનીના હોર્સ્ટ પર્વત જેવો જ ભારતમાં કયો પર્વત જોવા મળે છે?
Q73 તિબેટના ઉચ્ચપ્રદેશને ‘આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ'શાથી કહી શકાય?
Q74 કપાસની ખેતી માટે ઉચ્ચપ્રદેશોની અનુકુળતામાં આપેલ વિધાનોમાંથી કયું વિધાન યોગ્ય છે?
Q75 રેલવે લાઈનના વિકાસ માટે કયું ભુમીસ્વરૂપ અનુકુળ રહેશે?
Q76 નીચેનામાંથી કયું મેદાન નિક્ષેપણનું મેદાન છે?
Q77 અખાત અને ઉપસાગર વચ્ચેનો મૂળભૂત તફાવત કયો છે?
Q78 ખંડીય ઉચ્ચપ્રદેશના નિર્માણમાં મુખ્ય પરિબળ કયું છે?
Q79 નીચેનામાંથી કઈ એક જોડ અસંગત છે?
Q80 નીચેના ભૂમિસ્વરૂપોને સમુદ્ર સપાટીથી ઊંચાઈના ચડતા ક્રમ માં ગોઠવો. (1) ઉચ્ચપ્રદેશ (2) પર્વત (3) મેદાન
Q81 નદી દ્વારા મેદાનના નિર્માણની પ્રક્રિયાને યોગ્ય ક્રમમાં ગોઠવો: (1) કાંપનું નિક્ષેપણ (2) પર્વત પરથી ઘસારણ (3) મેદાનની રચના (4) કાંપનું વહન
Q82 નીચેના વિધાનોને ચકાસો: (1) પર્વતો દેશની કુદરતી સરહદ છે. (2) મેદાનોમાં વસ્તી ગીચતા ઓછી હોય છે. (3) ઉચ્ચપ્રદેશો પશુપાલન માટે પણ અનુકૂળ છે.
🗺️ પ્રકરણ ૧૨: નકશા સમજીએ
Q83 નીચેનામાંથી કઈ વિગત 'પ્રાકૃતિક નકશા'નો ભાગ નથી?
Q84 નીચેનામાંથી મોટા માપના નકશાની વિશેષતા નથી?
Q85 હોકાયંત્રની સોય હમેંશા ઉત્તર-દક્ષિણ તરફ કેમ રહે છે? વિચારીને જણાવો.
Q86 નકશાપોથી ક્યાં પ્રકારના નકશા હોતા નથી?
Q87 રમેશને ભારતની ખેતી, પરિવહન અને ઉદ્યોગો વિશે માહિતી ક્યાં પ્રકારના નકશામાંથી મળી રહે છે?
Q88 તમે કોલકાતામાં આવેલી 'NATMO' સંસ્થામાં કયા પ્રકારનું કાર્ય થતું જોઈ શકશો?
Q89 સર્વે ઑફ ઇન્ડિયા સંસ્થાની મુખ્ય ભૂમિકા શું છે અને તે ક્યાં આવેલી છે?
Q90 અરુણાચલ પ્રદેશ ભારતમાં કઈ દિશાએ છે?
Q91 જૂનાગઢ થી ગાંધીનગર 350 કિમી દૂર છે. જો નકશામાં સ્કેલ 1 સેમી = 50 કિ.મી. દર્શાવેલ હોય, તો નકશામાં બન્ને સ્થળ કેટલા દૂર હશે ?
Q92 જો ઇશાન દિશાને ઉત્તર માનવામાં આવે, તો પૂર્વ દિશા કયા ખૂણા તરીકે ઓળખાશે?
Q93 નકશામાં જો કોઈ સ્થળ ઇશાનથી નૈઋત્ય તરફ ખસે છે, તો તે કઈ દિશામાં ગતિ કરી રહ્યું છે?
Q94 કયા બે ખૂણાઓ વચ્ચે 180 અંશનો તફાવત છે?
🏛️ પ્રકરણ ૧૬: સ્થાનિક સરકાર (પંચાયતી રાજ)
Q95 ગામમાં પીવાના પાણીની વધતી સમસ્યાનો ઉકેલ કઈ સંસ્થા લાવશે?
Q96 ગ્રામ પંચાયત યોગ્ય રીતે પોતાનું કાર્ય ના કરે તો ગામના લોકો માટે શું વધુ યોગ્ય છે?
Q97 સ્થાનિક સરકાર લોકશાહીના મજબૂત આધાર સ્તંભ તરીકે કેમ ઓળખાય છે?
Q98 નીચેનામાંથી ગ્રામસભા નો મુખ્ય હેતુ કયો છે?
Q99 નગરપાલિકા વિસ્તારમાં કચરાનો યોગ્ય નિકાલ ન થવાની લાંબાગાળે કયો પ્રશ્ન સૌથી વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે અને શા માટે?
Q100 સ્થાનિક સરકાર ના હોય તો સૌથી મોટી શું મુશ્કેલી ઊભી થાય?
Q101 ગ્રામ પંચાયત અને નગરપાલિકા વચ્ચે મુખ્ય તફાવત કયો છે?
Q102 નગરપાલિકા વિસ્તારમાં રસ્તા પર સ્ટ્રીટ લાઇટ બંધ હોય તો કેવા પ્રકારની મુશ્કેલી ઊભી થાય?
Q103. ગામના સરપંચ લોકોની વાત સાંભળતા નથી તો લોકશાહીના ક્યાં મૂલ્યને નુકસાન થાય છે?
Q104. સ્થાનિક સરકારની સૌથી મોટી ખાસિયત કઈ છે?
Q105. ગામના લોકોને પોતાના પ્રશ્નો રજૂ કરવા માટે સૌથી યોગ્ય મંચ કયું છે?
Q106. લોક અદાલતનો મુખ્ય ફાયદો કયો છે?
Q107. સ્થાનિક સરકારમાં મહિલા અનામતનો મુખ્ય હેતુ કયો છે?
Q108. નીચેનામાંથી કયું કાર્ય સ્થાનિક સરકાર કરતી નથી?
Q109 તાલુકા પંચાયત કોના વચ્ચે કડીરૂપ છે?
Q110. પંચાયતી રાજનું સૌથી અગત્યનું અને પાયાનું અંગ કયું છે
Q111 નગરપાલિકાના વડા = પ્રમુખ તો મહાનગરપાલિકાના વડા=................
Q112 જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના વડા કોણ હોય છે?
Q113 તમારી ઉંમર અત્યારે 11 વર્ષ છે તો તમે કેટલા વર્ષ પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કરી શકશો?
Q114 તાલુકાના વહીવટી વડા = મામલતદાર, જિલ્લાના વહીવટી વડા=.........
Q115 ભવિષ્યમાં તમને તલાટી કમ મંત્રી તરીકે નિમણૂંક મળે તો નીચેનામાંથી તમારે ક્યાં પ્રકારના કાર્યો કરવાના રહેશે? (1) સરપંચ પસંદગી (2) પંચાયતનું બજેટ (3) જન્મ-મરણ નોંધણી (4) સભ્યોની પસંદગી.
Q116 સામાજિક ન્યાય સમિતિના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી?
Q117 સરપંચ તરીકે આવેદન કરવા સંદર્ભે નીચે પૈકી કયા વિધાનો સાચા છે? 1. તે ભારતના નાગરિક હોવા જોઈએ. 2. તે આર્થિક રીતે સમૃદ્ધ હોવા જોઈએ. 3. ગામની મતદાર યાદીમાં તેમનું નામ હોવું જોઈએ. 4. તે માનસિક રીતે સ્વસ્થ હોવા જોઈએ.
🌾 પ્રકરણ ૧૭: જીવન નિર્વાહ અને રોજગારી
Q118 પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા એટલે ગામડાનું જીવન આ વિધાન શું દર્શાવે છે?
Q119 જો કોઈ ગામમાં કારખાનું શરૂ થાય તો ગામના જીવન નિર્વાહમાં શું ફેરફાર થશે?
Q120 ખેડૂત ખેતી સાથે પશુપાલન પણ કરે છે, તો તેઓને ક્યો લાભ થાય છે?
Q121 કોઈ વ્યક્તિ દરિયા કિનારે રહેતો હોય તો તેના પરિવારનો મુખ્ય જીવન નિર્વાહ કયો હોઈ શકે?
Q122 ગામમાં રોજગારની તકો ન મળતા શહેરમાં રહેવા જવું – આ ઘટના ને શું કહેવાય?
Q123 જો ખેતી પર આધારિત લોકો ઉદ્યોગ તરફ વળે તો તેને શું કહેવાય?
Q124 જીવન નિર્વાહમાં શિક્ષણ કઈ રીતે અસર કરે છે?
Q125 ગામડાઓમાં કુટીર ઉદ્યોગનો વિકાસ થાય તો કેવા પરિણામો આવે?
Q126. જીવન નિર્વાહ અને પર્યાવરણ વચ્ચે કયો સંબંધ છે?
Q127. ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવા પાછળ મુખ્ય હેતુ ક્યો હોઈ શકે ?
Q129. શહેરી વિસ્તારોમાં રોજગારી સર્જન માટે કયું ક્ષેત્ર વધુ ફાળો આપે છે?
Q130. 'સ્ટાર્ટ અપ ઇન્ડિયા' અભિયાનનો મુખ્ય હેતુ કયો છે?
Q131 ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કયું મંડળ મહત્વની ભૂમિકા ભજવે છે?
Q132 ખેતરમાં કામ કરતા મજૂરોને આખું વર્ષ કામ કેમ મળતું નથી?
Q133 પશુપાલન એ ક્યાં પ્રકારનો વ્યવસાય છે?

Post a Comment

0 Comments