નમસ્કાર શિક્ષકમિત્રો અને વિદ્યાર્થીઓ,
ગુજરાત બોર્ડ (GCERT) ના ધોરણ 7 અંગ્રેજી વિષયના નવા પાઠ્યપુસ્તકમાં Unit 3: "The Guardians of the Green" નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યુનિટ પર્યાવરણ જાગૃતિ પર ભાર મૂકે છે. આ યુનિટની Vocabulary (શબ્દભંડોળ) એક્ટિવિટીમાં કચરાના પ્રકારો અને તેના વર્ગીકરણની સમજ આપવામાં આવી છે (જેમ કે Wet Waste, Dry Waste, Sanitary Waste અને E-Waste)
આ એક્ટિવિટીને વર્ગખંડમાં વધુ રસપ્રદ અને ડિજિટલ બનાવવા માટે અમે એક ઇન્ટરેક્ટિવ "Waste Sorting Game" તૈયાર કરી છે.
આ ગેમની વિશેષતાઓ:
ટીમ વર્ક: વર્ગખંડમાં 4 ગ્રુપ બનાવીને રમાડી શકાય છે. દરેક સાચા જવાબ માટે ગ્રુપને પોઈન્ટ્સ મળશે.
ડ્રેગ એન્ડ ડ્રોપ (Drag & Drop): કોમ્પ્યુટર કે સ્માર્ટબોર્ડ પર વિદ્યાર્થીઓ કચરાના કાર્ડને સીધા ખેંચીને ડસ્ટબિનમાં નાખી શકશે.
ટેપ એન્ડ મૂવ (Tap & Move): મોબાઈલ કે સ્માર્ટ ટીવી માટે ખાસ સુવિધા, જેમાં કાર્ડને ટચ કરી ડસ્ટબિન પર ટચ કરતા જ જવાબ ચેક થઈ જશે.
ઓડિયો સપોર્ટ (Text to Speech): કાર્ડ પલટાવતા જ તેમાં રહેલું સ્પીકર બટન દબાવવાથી શબ્દનો સાચો અંગ્રેજી ઉચ્ચાર સાંભળી શકાશે.
વિદ્યાર્થીઓ રમતા-રમતા banana peels, expired medicines, broken calculator જેવા નવા શબ્દો
સરળતાથી શીખી શકશે.
નીચે આપેલી ગેમ રમો અને તમારા પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો!
0 Comments