Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

🚀 CET ઓનલાઇન ટેસ્ટ | Game Mode | ધોરણ 5 સામાન્ય પ્રવેશ પરીક્ષા પ્રેક્ટિસ

CET પરીક્ષા : ધોરણ 5

🎓 CET (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) 🎓
ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક

શું તમે જાણો છો?

ગુજરાત સરકાર દ્વારા ધોરણ 6 થી 12 સુધી મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે "જ્ઞાન શક્તિ" અને "જ્ઞાન સેતુ" જેવી શ્રેષ્ઠ શાળાઓમાં પ્રવેશ માટે આ પરીક્ષા લેવાય છે.

1. CET પરીક્ષા શું છે? (Introduction)

આ પરીક્ષાનું પૂરું નામ Common Entrance Test (CET) છે. આ પરીક્ષા પાસ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સરકાર દ્વારા નીચે મુજબની શાળાઓમાં મેરિટના આધારે પ્રવેશ મળે છે:

  • જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ (GSRS)
  • જ્ઞાન શક્તિ ટ્રાઈબલ રેસીડેન્સીયલ સ્કૂલ (GSTRS)
  • જ્ઞાન સેતુ ડે સ્કૂલ (GSDS)
  • રક્ષા શક્તિ સ્કૂલ (RSS)
  • મોડેલ સ્કૂલ (Model School)

2. પરીક્ષા કોણ આપી શકે? (Eligibility)

  • હાલમાં સરકારી અથવા અનુદાનિત (ગ્રાન્ટેડ) શાળામાં ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ.
  • વિદ્યાર્થીના વાલીની આવક મર્યાદા સરકારશ્રીના નિયમો મુજબ હોવી જોઈએ (સામાન્ય રીતે બધા વર્ગના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે).

3. પરીક્ષાનું માળખું (Exam Pattern)

આ પરીક્ષા બહુવિકલ્પી પ્રશ્નો (MCQ) આધારિત હોય છે. કુલ 120 ગુણ નું પેપર અને સમય 150 મિનિટ (2.5 કલાક) હોય છે.

વિષય ગુણ
તાર્કિક ક્ષમતા (Reasoning) 30 ગુણ
ગણિત (Maths) 30 ગુણ
પર્યાવરણ (Environment) 20 ગુણ
ગુજરાતી (Gujarati) 20 ગુણ
હિન્દી / અંગ્રેજી 20 ગુણ
કુલ 120 ગુણ

4. વિદ્યાર્થીઓને શું લાભ મળે? (Benefits)

  • સંપૂર્ણ મફત શિક્ષણ: ધોરણ 6 થી 12 સુધીનો તમામ અભ્યાસ મફત.
  • હોસ્ટેલ સુવિધા: રહેવા અને જમવાની નિશુલ્ક વ્યવસ્થા (રેસીડેન્સીયલ સ્કૂલોમાં).
  • અદ્યતન સુવિધાઓ: સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ અને સ્પોર્ટ્સ એક્ટિવિટી.
  • શ્રેષ્ઠ ભવિષ્ય: વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવામાં આવે છે.

5. તૈયારી કેવી રીતે કરવી? (Preparation Tips)

વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષા પાસ કરવી ખૂબ સરળ છે, બસ નીચે મુજબ ધ્યાન આપો:

  • ધોરણ 3 થી 5 ના પાઠ્યપુસ્તકો: ગણિત, ગુજરાતી અને પર્યાવરણના પાઠ્યપુસ્તકો બરાબર વાંચી જાઓ.
  • તાર્કિક પ્રશ્નો: આકૃતિઓ, શ્રેણી અને કોયડા ઉકેલવાની પ્રેક્ટિસ કરો. આ વિભાગમાં પૂરા માર્ક્સ મળી શકે છે.
  • જૂના પેપર: ગયા વર્ષના CET ના પેપર્સ સોલ્વ કરો જેથી તમને પેપર સ્ટાઈલનો ખ્યાલ આવે.

6. અરજી ક્યાં કરવી?

આ પરીક્ષાનું ફોર્મ ભરવા માટે તમારે તમારી શાળાના આચાર્યશ્રી (Principal) અથવા વર્ગશિક્ષકનો સંપર્ક કરવો.

શાળા દ્વારા જ વિદ્યાર્થીઓના ફોર્મ ઓનલાઈન ભરવામાં આવે છે.

🌟 "આજે જ તૈયારી શરૂ કરો, ઉજ્જવળ ભવિષ્ય તમારી રાહ જોઈ રહ્યું છે!" 🌟

🚀 CET પરીક્ષાની તૈયારી હવે ગેમ રમીને કરો!

નમસ્તે વિદ્યાર્થી મિત્રો! શું તમે ધોરણ 5 કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) અને જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો?
પુસ્તકો વાંચીને કંટાળી ગયા હોવ તો Exam Guru તમારા માટે લાવ્યું છે એક શાનદાર ઓનલાઇન ક્વિઝ ગેમ.

🔊 સાઉન્ડ ઈફેક્ટ્સ
🎲 115+ પ્રશ્નો
🏆 તુરંત રિઝલ્ટ
💡 દરેક પ્રશ્નની સમજૂતી

👇 નીચે આપેલ ક્વિઝમાં સાચો વિકલ્પ પસંદ કરો અને તમારો સ્કોર તપાસો! 👇

પ્રશ્ન: 1 / 0 ગુણ: 0
🏆

તમારું પરિણામ

0 / 0

Well Done!

Post a Comment

0 Comments