લેખક: ધ્રુવ ભટ્ટ
સાહિત્ય પ્રકાર: નવલકથા અંશ (નવલકથા: 'અગ્નિકન્યા')
સાર: આ પાઠમાં મહાભારતના યુદ્ધમાં અભિમન્યુના પરાક્રમ, વીરતા અને સાહસની કથા આલેખવામાં આવી છે. દ્રોણે રચેલા ચક્રવ્યૂહ (પદ્મવ્યૂહ) ને ભેદવા માટે તરુણ અભિમન્યુ જે હિંમત દાખવે છે અને અંતે વીરગતિ પામે છે તેનું રોચક વર્ણન અહીં છે.
શબ્દાર્થ
- સામર્થ્ય: બળ, શક્તિ, પ્રતાપ, તાકાત
- શિબિર: તંબુ, સૈનિકોને રોકાવાની જગ્યા
- મહારથી: મોટો લડવૈયો, યુદ્ધમાં કુશળ યોદ્ધા
- ચક્રાકાર: ચક્ર જેવા આકારનું
- માનવતા: માણસાઈ
- વિષાદગ્રસ્ત: શોકમાં (દુઃખમાં) ડૂબેલું
- પુત્રવિયોગ: પુત્રથી છૂટા પડવાનું દુઃખ
- શિરે હોવું: માથે હોવું (જવાબદારી હોવી)
- મૂઢ: સ્તબ્ધ, અવાચક
- નિઃશબ્દ: શાંત, બોલ્યા વિનાનું
- નિશ્ચલ: સ્થિર, હલનચલન વિનાનું
રૂઢિપ્રયોગ
- ભભૂકી ઊઠવું: એકદમ ગુસ્સે થવું / સળગી ઊઠવું
- મૌન સેવવું: ચૂપ રહેવું
- આંખોમાં આંખો પરોવવી: એકબીજાની સામે એકધારું જોવું (વિશ્વાસથી)
- રોમ રોમ સળગી ઊઠવું: ખૂબ ગુસ્સે થવું
શબ્દસમૂહ
- હરાવી ન શકાય તેવું – અપરાજેય
- જેનો ઈલાજ ન હોય તેવું – અસાધ્ય
૨. ખરાં-ખોટાં જણાવો
- ૧. દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી તેથી પાંડવસેના ચિંતિત હતી. – ખરું
- ૨. પિતા અને મામાએ અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતાં શીખવ્યું હતું. – ખરું (પાઠમાં સુભદ્રા કહે છે કે પાર્થે (અર્જુને) તેને આ વિદ્યા આપી છે)
- ૩. અભિમન્યુને વિશ્વાસ હતો કે તે પોતે ચક્રવ્યૂહ તોડી શકશે. – ખરું
- ૪. વ્યૂહની બહાર નીકળવા માટે અભિમન્યુને અન્ય યોદ્ધાઓની મદદની જરૂર હતી. – ખરું (તેને બહાર નીકળતા આવડતું ન હતું)
- ૫. પાંડવો ઈચ્છતા હતા કે અભિમન્યુ વ્યૂહમાંથી કોઈની મદદ વગર જાતે જ પાછો ફરે. – ખોટું (તેમણે કહ્યું હતું કે અમે તારી પાછળ આવીશું)
- ૬. પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશીને તેને વેરવિખેર કરી દેશે એવી અભિમન્યુને ખાતરી હતી. – ખોટું (તેણે કહ્યું હતું કે "એવું થઈ શકશે કે કેમ તે વિચારવું હું છોડી દઉં છું.")
- ૭. અભિમન્યુએ સારથિને કહ્યું કે દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહિ કરે. – ખરું (સારથિએ કહ્યું હતું, પણ અભિમન્યુએ પણ તૈયારી બતાવી હતી)
- ૮. દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતી હતી. – ખરું
૩. વિધાન કોને લાગુ પડે છે?
| વિધાન | પાત્ર |
|---|---|
| ૧. પાંડવોને આગળ વધતા અટકાવી દીધા. | જયદ્રથ |
| ૨. જોતજોતામાં એણે વ્યૂહની એક પછી એક હરોળ તોડી નાખી. | અભિમન્યુ |
| ૩. પુત્રના મૃત્યુથી એ ખૂબ ગુસ્સે ભરાયો. | દુર્યોધન |
| ૪. પોતાના બધા સાથીઓને એકસાથે અભિમન્યુ પર તૂટી પડવાનું કહ્યું. | દ્રોણ |
| ૫. એકસાથે છ યોદ્ધાઓનો સામનો કરતાં એનો રથ ભાંગી ગયો. | અભિમન્યુ |
| ૬. અભિમન્યુના મૃત્યુથી એ ખૂબ ખુશ થઈ ગયો. | દુર્યોધન |
| ૭. એને ચિંતા થઈ કે હવે કદાચ અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે. | દ્રૌપદી |
| ૮. એને ખબર પડી ગઈ કે પોતાનો વીર પુત્ર મૃત્યુ પામ્યો છે. | અર્જુન |
| ૯. બંને ભાઈઓ અર્જુન સમક્ષ શોક વ્યક્ત કરવા લાગ્યા. | યુધિષ્ઠિર અને ભીમ |
૪. શબ્દનો અર્થ
- મહાવિનાશ: મોટો સંહાર, મહા ભયંકર નાશ
- દીપાવવું: શોભાવવું, યશ અપાવવો
- વેરવિખેર: છિન્નભિન્ન, વેરણછેરણ
- લગોલગ: સાવ પાસે, અડકીને
- અશક્ત: નબળું, શક્તિ વગરનું
- હતાશ: નિરાશ
- પીઠ થાબડવી: શાબાશી આપવી, પ્રોત્સાહન આપવું
- ત્રાટકવું: જોરથી હુમલો કરવો
- ફાળ પડવી: અચાનક ડર લાગવો, ધ્રાસકો પડવો
૫. ખાલી જગ્યા પૂરો
દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર સાંભળીને પાંડવસેના હતાશ થઈ ગઈ હતી. અર્જુનની ગેરહાજરીમાં પદ્મવ્યૂહ તોડવા પોતે અસમર્થ છે એવું ભીમ અને યુધિષ્ઠિર સમજતા હતા. અર્જુનની ગેરહાજરીમાં પાંડવસેનામાં મહાવિનાશ સર્જાશે એવો ખ્યાલ આવતાં પાંડવ યોદ્ધાઓને ફાળ પડી હતી. જોકે યુધિષ્ઠિરને જેવી ખબર પડી કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે, ત્યારે તરત જ તે અભિમન્યુની લગોલગ આવી પહોંચ્યા અને પૂછ્યું, “વત્સ, તું પદ્મવ્યૂહ જાણે છે?” “અવશ્ય તાતશ્રી!” અભિમન્યુનો આત્મવિશ્વાસ જોઈને યુધિષ્ઠિરે એની પીઠ થાબડી. ભીમે કહ્યું, “પુત્ર, તું પદ્મમાં પ્રવેશ કરશે કે તરત જ અમે પણ ત્રાટકીશું અને પદ્મને છિન્નભિન્ન કરી દઈશું.” પાંડવ યોદ્ધાઓને લાગ્યું કે અભિમન્યુ પાંડવકુળનું નામ દીપાવશે. અર્જુન તો ઘડીભરમાં ચક્રવ્યૂહને વેરવિખેર કરી શકે.
૬. સાચો અર્થ પસંદ કરો
- ભેદવું: તોડવું (અહીં વ્યૂહ તોડવાની વાત છે)
- ગૌરવર્ણ: ગોરા રંગનું
- ગર્વના ચૂરેચૂરા કરવા: અભિમાન ઉતારવું
- અસહાયતા: કશું ન કરી શકવાની લાગણી (લાચારી)
- નિઃશસ્ત્ર: શસ્ત્ર વિનાનું
- નિશ્ચલ: હાલ્યાચાલ્યા વગરના (સ્થિર)
- શોકમય: ઊંડા દુઃખમાં
૭. વાક્ય પરથી માહિતી
વાક્ય: "જો પદ્મને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવસૈન્યમાં મહાવિનાશ સર્જાય... તેને ભેદવાનું સામર્થ્ય શ્રીકૃષ્ણ, અર્જુન અને પ્રધુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે."
સાચા વિધાનો:
- ☑ કમળ જેવા આકારના વ્યૂહને તોડવામાં ન આવે તો પાંડવસેનાના મોટાભાગના સૈનિકો મૃત્યુ પામે.
- ☑ પદ્મવ્યૂહને ચાર લોકો જ ભેદી શકે એમ હતા.
૮. દ્રૌપદીની લાગણીઓ (જોડકાં)
- ૧. અભિમન્યુને બચાવવા હવે કોઈ નહીં પહોંચી શકે. -> અસહાયતા
- ૨. મારો વ્હાલો દીકરો હવે કોઈ દિવસ પાછો નહીં આવે. -> શોક
- ૩. અરેરે! આવા પરાક્રમી પુત્રને મેં સદા માટે ગુમાવ્યો. -> દુઃખ
- ૪. મેં જ અભિમન્યુને મૃત્યુના મોંમાં ધકેલ્યો છે. -> શરમ (અપરાધભાવ)
૯. ઘટનાક્રમ
- કૌરવોએ કમલાકાર વ્યૂહરચના કરી તેથી પાંડવ-સેનાના સેનાપતિને ચિંતા થઈ.
- દ્રૌપદીએ કહ્યું કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે.
- અભિમન્યુએ પદ્મવ્યૂહ તોડવાની તૈયારી બતાવી.
- અભિમન્યુએ ગણતરીની ક્ષણોમાં પદ્મને ભેદી નાખ્યું.
- હવે અભિમન્યુ ચારેય બાજુથી ઘેરાઈ ગયો હતો.
- છ મહારથીઓ એક સાથે અભિમન્યુ પર તૂટી પડયા.
૧૧. પ્રશ્નોના જવાબ
- "ભય પામવાનું હું શીખ્યો જ નથી."
- "એક જ રથ વડે હું પદ્મના આઠ ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે!"
- "અભિમન્યુએ એક પછી એક છએ મહારથીઓ પર દૃષ્ટિ કરી અને અંતિમ યુદ્ધ માટે શસ્ત્રો ઉઠાવ્યાં."
૧૩. નવા વાક્યો બનાવો
- 1. જ્યારે - ત્યારે: જ્યારે શિક્ષક વર્ગમાં આવ્યા ત્યારે બધા વિદ્યાર્થીઓ શાંત થઈ ગયા.
- 2. નહીંતર: ઝડપથી ચાલો નહીંતર બસ ચૂકી જશો.
- 3. જો - તો: જો તમે મહેનત કરશો તો ચોક્કસ સફળ થશો.
- 4. કે જેથી: હું વહેલો ઉઠ્યો કે જેથી સૂર્યોદય જોઈ શકું.
- 5. માટે: તે બીમાર હતો માટે શાળાએ ન આવ્યો.
- 6. છતાં પણ: ખૂબ વરસાદ હતો છતાં પણ ખેડૂતો ખેતરે ગયા.
- 7. તોપણ: તેને ના પાડી હતી તોપણ તે ત્યાં ગયો.
- 8. ત્યાર બાદ: અમે જમ્યા, ત્યાર બાદ ફરવા ગયા.
- 9. પછી: લેસન પૂરું કર્યા પછી હું રમવા જઈશ.
૧૫. વાક્ય રચના (શબ્દો ગોઠવો)
- 1. એક પણ પાંડવ યોદ્ધો અભિમન્યુની મદદ કરવા પહોંચી ન શક્યો.
- 2. અભિમન્યુનું યુદ્ધ કૌશલ્ય જોઈને કૌરવ મહારથીઓ ડઘાઈ ગયા.
- 3. અભિમન્યુ બાળપણથી જ શસ્ત્રવિદ્યામાં પ્રવીણ હતો.
- 4. અભિમન્યુને મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું.
- 5. કૌરવોએ અભિમન્યુને મારવા માટે યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું.
--- પાઠ ૧૨ સમાપ્ત ---
નમસ્તે બાળમિત્રો! 🙏
ક્વિઝ શરૂ કરતા પહેલા આ પાઠનો વિડિયો ધ્યાનથી જોવો. વિડિયોમાં પાઠની હૃદયસ્પર્શી સમજૂતી અને વ્યાકરણની ચર્ચા છે જે તમને ૧૦૦% સ્કોર કરવામાં મદદ કરશે.
એકમ ૧૨ : અપરાજેય
વિદ્યાર્થી મિત્ર, તમારું નામ લખો:
| અધ્યયન નિષ્પત્તિ (LO) અને તેની સમજ | સિદ્ધિ | સ્થિતિ |
|---|

0 Comments