લેખક: રમણભાઈ નીલકંઠ
સાહિત્ય પ્રકાર: હાસ્યનિબંધ
સાર: લેખકને આંખે આંજણી થાય છે ત્યારે જુદા જુદા 'પરોપકારી' લોકો તેમને અનેક વણમાગી સલાહો આપે છે. લેખક તે બધા ઉપાયો અજમાવે છે, જેનાથી આંજણી મટવાને બદલે વધી જાય છે અને છેવટે ડોક્ટર પાસે જવું પડે છે.
શબ્દાર્થ
- જવ: એક પ્રકારનું અનાજ
- મુનીમ: પેઢીનો મુખ્ય ગુમાસ્તો; મુખ્ય કારકુન
- કેસર: એક વનસ્પતિ; તેના ફૂલની અંદર વચ્ચે ઊગતો સુગંધીદાર તાંતણો
- સિંદૂર: પારો, સીસું અને ગંધકની મેળવણીનો લાલ ભૂકો
- કટોરો: વાડકો
- ભંગ: ભાંગ
- ખેપ: ધોબીને ધોવા આપેલાં કપડાંની ગાંસડી
- પરદુઃખભંજક: બીજાના દુઃખનો નાશ કરનાર
- ચપકો: ડામ
- કાંદો: ડુંગળી
- સળેખમ: શરદી
- હિતેચ્છુ: ભલું ઇચ્છનાર
- છેડવું: અટકચાળું કરવું
રૂઢિપ્રયોગ
- પૂળો મૂકવો: સળગાવી મૂકવું, નાશ કરવો (અહીં: નકામું ગણવું)
- વાત મનમાં ઉતરવી: વાત સમજાઈ જવી, ગળે ઉતરવી
શબ્દસમૂહ માટે એક શબ્દ
- શરીર ઉપરની વાઢકાપની ક્રિયા કરવી – નસ્તર
- પાંપણના મૂળ આગળ થતી ફોલ્લી – આંજણી
- કદી નિષ્ફળ ન જાય તેવું – રામબાણ
- ઝાડા થાય એવું ઓસડ – જુલાબ
- પેઢીનો મુખ્ય વહીવટદાર – મુનીમ
- જેનો પતિ મરી ગયો હોય એવી સ્ત્રી – વિધવા
વાતચીત (પ્રશ્નોત્તરી)
પાઠમાંથી સલાહ અને યોગ્ય ઈલાજ
| સલાહકાર | સલાહ | ઈલાજ છે? |
|---|---|---|
| 1. ડૉક્ટર | કંઈ લગાડવાની જરૂર નથી, પાકે એટલે નસ્તરથી ફોડીશ. | ✔ (હા) |
| 2. કુટુંબી મિત્ર | તુવેરની દાળ ઘસીને ચોપડી દો. | ✘ (ના) |
| 3. મુનીમ | કેસર ઘોળીને ચોપડો. | ✘ (ના) |
| 4. કેશવ | સિંદૂર મંગાવી દાબી દો. | ✘ (ના) |
| 5. માસી | ચંદન લગાડી જો. | ✘ (ના) |
| 6. રસોઈયો | સૂંઠ ચોપડો. | ✘ (ના) |
| 7. પારસી | કાંદો કાપી તેનો રસ લગાવી દો. | ✘ (ના) |
| 8. ફોઈ | લોટ ઘીમાં શેકી ખાઈ લઉં (શીરો). | ✘ (ના) |
વાક્ય પ્રયોગ
ઉદાહરણ: આંખો-રડી : જુઓ તો ખરા! રડી-રડીને મારી આંખો ડુંગળી જેવી થઈ ગઈ છે.
- 1. ચોપડી – વાંચી: પરીક્ષા નજીક હોવાથી રાત-દિવસ ચોપડી વાંચી-વાંચીને તેની આંખો લાલ થઈ ગઈ છે.
- 2. નોટ – લખી: શિક્ષકે આપેલું ગૃહકાર્ય પૂરું કરવા તેણે નોટ લખી-લખીને ભરી દીધી.
- 3. પગ – ચાલી: જાત્રામાં ડુંગર ચડતી વખતે પગ ચાલી-ચાલીને થાકી ગયા.
- 4. કાન – સાંભળી: આખો દિવસ ઘોંઘાટ સાંભળી-સાંભળીને મારા કાન બહેરા થઈ ગયા.
- 5. ખુરશી – બેસી: ઓફિસમાં આખો દિવસ ખુરશી પર બેસી-બેસીને કમર દુખી ગઈ.
ખાલી જગ્યા પૂરો
- 1. પરેશ શાળામાં જઈને (જવું) કહી આવ્યો કે હું આજે આવવાનો નથી.
- 2. આદિત્યએ કહ્યું, હું આવીને (આવવું) તરત જ તમારું કામ કરી દઈશ.
- 3. અજય ભજન ગાઈને (ગાવું) જ ઑફિસે જાય છે.
- 4. રોશન એનાં માતા-પિતાનું નામ રોશન કરીને (કરવું) રહેશે.
- 5. સિદ્ધાર્થ ઘર છોડીને (છોડવું) ચાલ્યો ગયો.
શબ્દો યોગ્ય વાક્યમાં ગોઠવો
- 1. ચંદનની સુવાસથી ઘરમાં મઘમઘાટ થયો. (ઘસઘસાટ ખોટું છે)
- 2. આંખ પર આંજણીને લીધે ચરચરાટ થયો. (ખડખડાટ ખોટું છે)
- 3. ભૈયાજીની વાત સાંભળી ખડખડાટ હસ્યો. (ચરચરાટ ખોટું છે)
- 4. આંજણીનું દર્દ ઓછું થતાં હું ઘસઘસાટ ઊંઘી ગયો. (મઘમઘાટ ખોટું છે)
શબ્દો પરથી વાક્ય બનાવો
- 1. ઈલાજ, મિત્ર અને દાક્તર: મારા મિત્રએ મને દેશી ઈલાજ કરવાને બદલે દાક્તર પાસે જવાની સલાહ આપી.
- 2. સિંદુર, લવિંગ અને સલાહ: લોકોએ આંજણી પર સિંદૂર અને લવિંગ લગાવવાની સલાહ આપી.
- 3. દુર્ગંધ, વેદના, પથારી: દવાઓની દુર્ગંધ અને આંજણીની વેદનાને લીધે હું પથારીમાં તરફડતો રહ્યો.
- 4. હિતેચ્છુ, ગાંઠ અને ચણોઠી: મારા હિતેચ્છુ ફોઈએ ચણોઠી જેવા લાલ શરીરે પણ આંજણી મટાડવાની ગાંઠ વાળી હતી.
વિકલ્પ પસંદ કરો
સ્ત્રીલિંગ શબ્દો
- ડુંગર – ડુંગરી
- ચૂંટલો – ચૂંટલી
- ગોટલો – ગોટલી
ભૂલ સુધારો
ખોટું વાક્ય: રવિવારે સવારે સ્ટેશન પર ગયો ત્યારે ઠંડી હતી. અને પરાણે વાંદરા ટોપી પહેરાવવામાં આવ્યો હતો. મને વાંદરાટોપી નથી ગમતું પણ એ પહેરવી પડશે એ શરતે જ મને સ્ટેશન જવાની રજા આપવામાં આવું હતી.
સાચું વાક્ય: રવિવારે સવારે સ્ટેશન પર ગયો ત્યારે ઠંડી હતી. મને પરાણે વાંદરા ટોપી પહેરાવવામાં આવી હતી. મને વાંદરાટોપી નથી ગમતી પણ એ પહેરવી પડશે એ શરતે જ મને સ્ટેશન જવાની રજા આપવામાં આવી હતી.
ભાવ દર્શાવતા વાક્યો
- 1. આનંદ: આજે તો ઉત્તરાયણ છે! (મજા પડશે)
- 2. દુઃખ: અરેરે! બિચારાનું અકસ્માતમાં મૃત્યુ થયું.
- 3. નવાઈ: ઓહો! આટલો મોટો સાપ મેં પહેલીવાર જોયો!
- 4. ગુસ્સો: ચૂપ રહે! એક શબ્દ પણ બોલ્યો છે તો!
- 5. દયા: બિચારું પક્ષી! તડકામાં પાણી વગર તરફડે છે.
રમૂજી વાક્યો
- 1. મચ્છર, મગર: મચ્છર મગરને કરડવા ગયો, લોહી તો ના મળ્યું પણ ચાંચ તૂટી ગઈ.
- 2. મરચું, ખાંડ: મેં શાકમાં મરચું સમજૂને ખાંડ નાખી દીધી, હવે શાક મીઠાઈ જેવું લાગે છે!
- 3. હાથી, રિક્ષા: હાથી રિક્ષામાં બેસવા ગયો તો રિક્ષા પાપડ થઈ ગઈ!
પ્રશ્નોના જવાબ
તો શું થાય? (વિચારો)
માણસોને પૂંછડી ઊગે તો...
જો માણસોને પૂંછડી ઊગે તો પેન્ટમાં પાછળ કાણું રાખવું પડે. બેસતી વખતે પૂંછડી સાચવવી પડે. ગુસ્સો આવે તો પૂંછડી પછાડે અને ખુશ થાય તો પૂંછડી પટપટાવે! ટ્રેનમાં ભીડ હોય તો પૂંછડી દબાઈ જવાનો ડર રહે.
વાંચો અને હસો
- દીકરો: પપ્પા, હું ટીવી જોઉં?
કંજૂસ: જો, પણ ચાલુ ન કરતો. - પિન્ટુ: (એક કાળો અને એક સફેદ બૂટ પહેરીને આવ્યો)
શિક્ષક: જા, ઘરે જઈ બૂટ બદલી આવ.
પિન્ટુ: કોઈ ફાયદો નથી, સાહેબ. ઘરે પણ એક કાળો અને એક સફેદ જ પડ્યો છે! - શિક્ષક: આજે આપણે ચંદ્ર વિશે વાત કરી, કાલે સૂર્ય પર જઈશું.
અભલુ: સર, મારી મમ્મીને સાથે લાવી શકું?
શિક્ષક: કેમ?
અભલુ: એટલા દૂર એ મને એકલો જવા નહિ દે!
--- પાઠ ૧૩ સમાપ્ત ---
નમસ્તે બાળમિત્રો! 🙏
પ્રિય વિદ્યાર્થીઓ અને આદરણીય શિક્ષક મિત્રો, ક્વિઝ શરૂ કરતા પહેલા પાઠની સમજૂતીનો આ વિડિયો જોવો અત્યંત આવશ્યક છે. આ વિડિયોમાં રમણભાઈ નીલકંઠ દ્વારા લિખિત હાસ્ય નિબંધ 'પરોપકારી મનુષ્યો' ના સૂક્ષ્મ મુદ્દાઓ અને વ્યાકરણની ઊંડી સમજ આપવામાં આવી છે, જે તમને ક્વિઝમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે તૈયાર કરશે.
એકમ ૧૩ : પરોપકારી મનુષ્યો
ક્વિઝ શરૂ કરવા તમારું પૂરું નામ લખો
| અધ્યયન નિષ્પત્તિ (LO) અને વિગત | સિદ્ધિ (%) | સ્થિતિ |
|---|

0 Comments