Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

Std 7 Gujarati Unit 18 | અંતિમ પ્રયાસ (Antim Prayas) | Interactive Quiz with Video & LO Based Result

એકમ ૧૮ : અંતિમ પ્રયાસ - સંપૂર્ણ સમજૂતી અને સ્વાધ્યાય સોલ્યુશન

એકમ પરિચય: મહાભારતના ઉદ્યોગપર્વ પર આધારિત આ એકમ કુરુક્ષેત્રના ભયાનક યુદ્ધ પહેલાની સ્થિતિનું વર્ણન કરે છે. યુદ્ધ હંમેશા સર્વનાશ નોતરે છે, તેથી શ્રીકૃષ્ણ પાંડવોના સંદેશવાહક બનીને શાંતિ માટેનો એક છેલ્લો (અંતિમ) પ્રયાસ કરે છે. આ એકમ આપણને વિષ્ટિ (સમાધાન) અને શાંતિનું મૂલ્ય સમજાવે છે.

૧. શબ્દાર્થ (Vocabulary)
શબ્દઅર્થ
ઉપપ્લવ્યઅજ્ઞાતવાસ પછી પાંડવો જ્યાં રોકાયા હતા તે સ્થળ
સૂફિયાણુંકેવળ આદર્શોની વાતો પણ અમલમાં શૂન્ય હોય તેવું
જનાર્દનશ્રીકૃષ્ણનું એક નામ
વિષ્ટિસુલેહ કે સમાધાન માટેની ચર્ચા
પ્રસ્થાનનીકળવું
આતતાયીમહાપાપી, સમાજ વિરોધી ખાનાખરાબી કરનાર
રક્તરંજિતલોહીથી ખરડાયેલું
નિરાધારઆધાર વગરનું
૨. વાતચીત (મૌખિક પ્રશ્નોત્તરી - ૮ પ્રશ્નો)

૧. આ એકમમાં તમને કયું પાત્ર વધારે ગમ્યું? શા માટે?
ઉત્તર: મને શ્રીકૃષ્ણનું પાત્ર વધુ ગમ્યું, કારણ કે તેઓ યુદ્ધ જેવી વિનાશક આફત ટાળવા માટે સ્વયં વિષ્ટિકાર બને છે.

૨. કૌરવો અને પાંડવો વચ્ચેનો વિવાદ યુદ્ધ વિના ઉકેલી શકાયો હોત, કેવી રીતે?
ઉત્તર: જો દુર્યોધને પાંડવોને પાંચ ગામ આપવાની શ્રીકૃષ્ણની વાત માની હોત તો વિવાદ ઉકેલાઈ ગયો હોત.

૩. જ્યારે બે દેશને યુદ્ધમાં ઉતરવું પડે તો તેની કેવી અસર થાય?
ઉત્તર: યુદ્ધથી જાન-માલનું ભારે નુકસાન થાય છે, અર્થતંત્ર ખોરવાય છે અને નિર્દોષ લોકોના જીવ જાય છે.

૪. યુદ્ધની અસરથી સામાન્ય પ્રજા પણ બચી શકતી નથી, કેમ?
ઉત્તર: કારણ કે યુદ્ધમાં મોંઘવારી વધે છે, ઘરના પુરુષો હણાય છે જેથી સ્ત્રીઓ અને બાળકો નિરાધાર બને છે.

૫. આજે વિશ્વના દેશોનું સંરક્ષણનું બજેટ બચાવવામાં આવે તો માનવ કલ્યાણનાં કેવાં કેવાં કામો થઈ શકે?
ઉત્તર: તે પૈસામાંથી શિક્ષણ, આરોગ્ય અને ગરીબી નિવારણના કામો થઈ શકે.

૬. પ્રાચીનકાળમાં થતાં યુદ્ધો અને આજનાં યુદ્ધો વચ્ચે કેવા તફાવત જોવા મળે છે?
ઉત્તર: પ્રાચીન યુદ્ધો સામસામે મેદાનમાં થતા હતા, જ્યારે આજના યુદ્ધો ટેકનોલોજી, મિસાઈલ અને પરમાણુ શસ્ત્રો દ્વારા દુરથી થાય છે.

૭. કૌરવો અને પાંડવો વચ્ચે કઈ વાતનો વિવાદ હતો?
ઉત્તર: કૌરવો અને પાંડવો વચ્ચે રાજ્યના હિસ્સા (ભાગ) અને અન્યાય સામે ન્યાય મેળવવાનો વિવાદ હતો.

૮. આ યુદ્ધ ન થાય તે માટે તમારે વિષ્ટિકાર બનવાનું હોય તો તમે શું કરો?
ઉત્તર: હું બંને પક્ષોને યુદ્ધ પછીના વિનાશનું ચિત્ર સમજાવું અને બાંધછોડ કરીને શાંતિ સ્થાપવા સમજાવું.

૩. સાચા-ખોટા (True or False)

૧. કૃષ્ણને પાંડવોએ ધૃતરાષ્ટ્રનો સંદેશો સંભળાવ્યો. ➡️ ખરું

૨. ધૃતરાષ્ટ્ર પાંડવોને પોતાના પુત્ર માનતા નથી એવું ભીમ માને છે. ➡️ ખરું

૩. અર્જુન માને છે કે હવે આપણે યુદ્ધ ન જ કરવું જોઈએ. ➡️ ખોટું

૪. શ્રીકૃષ્ણને યુદ્ધની ચિંતા જ નહોતી. ➡️ ખોટું

૪. ફકરામાં કઈ બાબતો આવતી નથી?

"કૃષ્ણનો અવાજ લથડ્યો... અગન સગડી સળગતી નહીં હોય." આ ફકરામાં નીચેની બાબતો આવતી નથી:

૧. કૃષ્ણ દયાની દ્રષ્ટિથી તેને જોવા લાગ્યા.
૨. સમગ્ર પુરુષ જાતિનું અપમાન હતું. (કારણ કે તે સ્ત્રી જાતિનું અપમાન હતું)
૩. કૃષ્ણના મનમાં ઘણો જ ગુસ્સો હતો.

૫. કોણે શું કહ્યું? (બે-બે વાક્યો)

૧. શ્રીકૃષ્ણ: "યુદ્ધ કરવું એ ક્યારેય સારું નથી. આપણે યુદ્ધ ટાળવા એક અંતિમ પ્રયાસ કરવો જોઈએ."

૨. યુધિષ્ઠિર: "જનાર્દન, હવે તમે જ અમારું માર્ગદર્શન કરો. અમે અન્યાયનો સ્વીકાર કરી લઈએ પણ યુદ્ધના માર્ગથી દૂર રહીએ."

૩. અર્જુન: "હવે એમની સાથે વાતો કરવાનો અર્થ નથી. આપણે યુદ્ધ કરવામાં વિલંબ શા માટે કરીએ છીએ?"

૪. ભીમ: "તાતશ્રી ફક્ત દુર્યોધન અને કૌરવોને પોતાના પુત્રો ગણે છે. આપણે એમના માટે પારકા છીએ."

૬. સંવાદો - કોણ ક્યારે બોલી શકે?

૧. "દુર્યોધન અને દુઃશાસન જીવતા હશે ત્યાં સુધી મારું મન શાંત નહીં થાય." ➡️ દ્રૌપદી, જ્યારે તે કૃષ્ણને મળે છે ત્યારે.

૨. "હસ્તિનાપુરની રાજસભા ઉપર થોડો તો વિશ્વાસ કરવો જ જોઈએ." ➡️ શ્રીકૃષ્ણ, પાંડવોને સમજાવતી વખતે.

૩. "દ્રૌપદીના વાળ ખેંચનાર દુઃશાસનના હાથ ભાંગવા હું તૈયાર છું." ➡️ ભીમ, સભામાં કૌરવોના અત્યાચારની ચર્ચા વખતે.

૪. "હે ધૃતરાષ્ટ્ર, શ્રીકૃષ્ણની વાત સાચી છે, હસ્તિનાપુરને બચાવવા કોઈ નિર્ણય થવો જોઈએ." ➡️ ભીષ્મ પિતામહ, કુરુસભામાં.

૭. નામોની યાદી અને અન્ય નામો

૧. યુધિષ્ઠિર: ધર્મરાજ.
૨. શ્રીકૃષ્ણ: જનાર્દન, કેશવ, માધવ, વાસુદેવ.
૩. દ્રૌપદી: પાંચાલી, કૃષ્ણા.

૮. પાત્રોના જવાબ પરથી પ્રશ્નો બનાવો

૧. પ્રશ્ન: વનવાસ દરમિયાન તમે વસ્ત્રો ક્યાંથી લાવતા?
નકુલ: અમે વૃક્ષોની છાલથી બનેલાં કપડાં પહેરતા.

૨. પ્રશ્ન: વનવાસ દરમિયાન તમે શું કરતા હતા?
અર્જુન: હું રોજેરોજ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો.

૩. પ્રશ્ન: તમે ગદાયુદ્ધ કોની પાસેથી શીખ્યા હતા?
દુર્યોધન: ગદાયુદ્ધ હું બળરામજી પાસેથી શીખ્યો હતો.

૪. પ્રશ્ન: તમને યુદ્ધમાં કઈ વાતનો ભય છે?
યુધિષ્ઠિર: મને યુદ્ધમાં ક્યાંક અસત્યનો આશરો લેવો પડે તેનો ભય છે.

૫. પ્રશ્ન: શું જીતવાના છીએ એટલા માટે યુદ્ધ કરવું જોઈએ?
કૃષ્ણ: ના, એ વાત મને સ્વીકાર્ય નથી.

૯. ફકરો ફરીથી લખો (નવા શબ્દો સાથે)

"સૌથી વધુ અજંપો કદાચ કૃષ્ણના નિવાસમાં હતો. પાંડવોના પક્ષે પણ લડાઈની તૈયારી થઈ ચૂકી હતી. એક ભયંકર લડાઈનાં મંડાણ થઈ ચૂક્યાં હતાં. પણ કૃષ્ણની આંખમાં યુદ્ધ પછીનું ચિત્ર હતું અને એ એમને વિહ્વળ કરવા પૂરતું હતું. બંને પક્ષે જે હથિયારોનો ઉપયોગ થશે તે સર્વનાશ તરફ લઈ જનારો હશે. બંને પક્ષના સૈનિકો તો જાણે મોતને મુઠ્ઠીમાં લઈને જ આવવાના હશે પરંતુ તેમનાં બાળકો અનાથ થવાનાં અને વૃદ્ધોની સ્થિતિ ખૂબખરાબ થવાની."

૧૦. રેખાંકિત પદો શું સૂચવે છે? (વિશેષણ)

નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દો નામની વિશેષતા દર્શાવે છે, તેથી તેને 'વિશેષણ' કહેવાય છે:

૧. સુફિયાણી સલાહ
૨. ભયાનક યુદ્ધ
૩. શાપિત વ્યક્તિ
૪. કરુણાભરી આંખ
૫. સળગતી આગ
૬. કુટિલ ચાલ

૧૧. ખાલી જગ્યામાં વિશેષણ પૂરો

૧. અજાણ્યો માણસ પંચાયતનો રસ્તો પૂછતો હતો.
૨. શિયાળે ભોળા કાગડા પાસેથી પૂરી પડાવી લીધી.
૩. માલિની ધીમા અવાજે પોતાની વાત કરતી હતી.
૪. અમારા વર્ગમાં વંદન હોંશિયાર છોકરો છે.
૫. કાળા કૂતરાએ જોરજોરથી ભસવા માંડ્યું.

૧૨. શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવણી

ક્રમ: ઐરાવત, ઉત્તરાયણ, કાજલ, કૌશિક, ક્ષિતિજ, ગૌશાળા, જ્ઞાનસત્ર, મૌલિક, લેખિકા, સતાધાર.

૧૩. શબ્દકોશ મુજબ ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ

૧. કવિતા, કુમાર, કોમલ, ક્યારો.
૨. માટલું, માધવ, મામા, માયા, ભામી.

૧૪. સાત શબ્દો શબ્દકોશ મુજબ

શબ્દો: અજંપો, અસ્ત્ર, કૃષ્ણ, પિતામહ, યુદ્ધ, વિષ્ટિ, સભા.
ગોઠવણી: અજંપો, અસ્ત્ર, કૃષ્ણ, પિતામહ, યુદ્ધ, વિષ્ટિ, સભા.

૧૫. પ્રશ્નોના જવાબ (સવિસ્તાર)

૧. યુદ્ધ પછીનાં પરિણામો વિશે કૃષ્ણ શું કહે છે?
ઉત્તર: કૃષ્ણ કહે છે કે યુદ્ધમાં ભારતવર્ષના મહારથીઓ હણાઈ જશે, સ્ત્રીઓ વિધવા થશે અને લાખો બાળકો અનાથ થશે. આપણી સંસ્કૃતિના ઘણા અંશો ભસ્મ થઈ જશે.

૨. દ્રૌપદી કૃષ્ણનો માર્ગ રોકીને શા માટે ઊભી હતી?
ઉત્તર: દ્રૌપદીને ભરસભામાં થયેલા તેના અપમાનના ઘા દૂઝી રહ્યા હતા. તે કૃષ્ણને તેના છૂટા કેશ અને ચીરહરણની ઘટના યાદ અપાવવા માંગતી હતી.

૩. કૃષ્ણે દ્રૌપદીને કઈ રીતે મનાવી?
ઉત્તર: કૃષ્ણે સમજાવ્યું કે વ્યક્તિગત અપમાન કરતાં માનવજાતનું જીવન વધુ અગત્યનું છે. યુદ્ધ પછીની ભયાનક શાંતિ આપણે જીરવી નહિ શકીએ.

૪. કૃષ્ણે હસ્તિનાપુરની સભામાં શી રજૂઆત કરી?
ઉત્તર: શ્રીકૃષ્ણે રજૂઆત કરી કે પાંડવોને તેમનું રાજ અને સન્માન આપી યુદ્ધ અટકાવો. છેવટે જો પાંચ ગામ આપવામાં આવે તો પણ યુદ્ધ ટાળી શકાય છે.

૫. દુર્યોધનની સભામાં સમગ્ર નારી જાતિનું અપમાન થયું હતું એમ કઈ રીતે કહી શકાય?
ઉત્તર: કારણ કે ભરસભામાં એક કુળવધૂના ચીરહરણનો પ્રયાસ થયો હતો, જે વિશ્વની દરેક માતા અને નારીનું અપમાન હતું.

૧૬. નાટક : અંતિમ પ્રયાસ

દ્રશ્ય ૧: ઉપપ્લવ્યમાં પાંડવોનું નિવાસસ્થાન (સ્થળ: સવારનો સમય. વાતાવરણમાં ગંભીરતા અને અજંપો છે. શ્રીકૃષ્ણ ચિંતિત મુદ્રામાં બેઠા છે. પાંચેય પાંડવો ત્યાં આવે છે.) યુધિષ્ઠિર: જનાર્દન, હવે તમે જ અમારું માર્ગદર્શન કરો. તાતશ્રી ધૃતરાષ્ટ્રનો સંદેશો છે કે અમે અન્યાય સ્વીકારી લઈએ પણ યુદ્ધ ન કરીએ.

ભીમ: (ગુસ્સામાં) તાતશ્રી ફક્ત કૌરવોને જ પોતાના પુત્રો ગણે છે. તે આપણને સલાહ આપે છે પણ દુર્યોધનને સમજાવતા નથી.

અર્જુન: હવે વાતોનો અર્થ નથી. દુર્યોધનને એના કુકર્મોની સજા કેમ મળતી નથી?

શ્રીકૃષ્ણ: ધર્મરાજ, યુદ્ધ ક્યારેય સારું હોતું નથી. યુદ્ધમાં બાળકો નિરાધાર થશે અને સંસ્કૃતિ ભસ્મ થઈ જશે. આપણે અડધા ભાગમાંથી બાંધછોડ કરીને પણ યુદ્ધ ટાળવા એક અંતિમ પ્રયાસ કરવો જોઈએ. જો તમે સંમત હો તો હું પોતે વિષ્ટિકાર તરીકે હસ્તિનાપુર જવા તૈયાર છું.

યુધિષ્ઠિર: માધવ, આ કામ તમારા સિવાય કોઈ કરી શકે તેમ નથી.


દ્રશ્ય ૨: કૃષ્ણનું પ્રસ્થાન અને દ્રૌપદીનો મેળાપ (સ્થળ: કૃષ્ણ રથ તરફ જઈ રહ્યા છે ત્યાં દ્રૌપદી તેમનો માર્ગ રોકીને ઊભી રહે છે. તેની આંખોમાં આંસુ છે અને કેશ છૂટા છે.) દ્રૌપદી: ભ્રાતા, તમે મારાં ચીરહરણની વાત ભૂલી ગયા? ભરસભામાં મારા અપમાનના ઘા હજુ દૂઝી રહ્યા છે. શું તમે એનો બદલો લીધા વિના જ શાંતિની વાત કરશો?

શ્રીકૃષ્ણ: (ધીમા અને મક્કમ અવાજે) પાંચાલી, એ કેવળ તારું નહીં પણ સમગ્ર નારીજાતિનું અપમાન હતું. પણ વિચાર કર, તારા કે મારા અપમાન કરતાં માનવજાતનું જીવન વધુ અગત્યનું છે. જો યુદ્ધ થયું તો ભયાનક શાંતિ છવાઈ જશે. દુર્યોધન નહીં માને તો સર્વનાશની જવાબદારી તેની હશે, આપણી નહીં.

(દ્રૌપદી કૃષ્ણના ખભે માથું ઢાળી રડી પડે છે અને પછી તેમને માર્ગ આપે છે.)


દ્રશ્ય ૩: હસ્તિનાપુરની રાજસભા (સ્થળ: હસ્તિનાપુરની રાજસભા. મહારાજ ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, વિદુર, દુર્યોધન અને અન્ય મહારથીઓ બેઠા છે. શ્રીકૃષ્ણ પ્રવેશ કરે છે ત્યારે સૌ આદરમાં ઊભા થાય છે.) શ્રીકૃષ્ણે: મહારાજ, હું યુધિષ્ઠિરના સંદેશવાહક તરીકે આવ્યો છું. જો યુદ્ધ થશે તો હજારો સ્ત્રીઓ વિધવા થશે અને બાળકો અનાથ થશે. આપ પાંડવોને તેમનું રાજ અને સન્માન આપી યુદ્ધ અટકાવી શકો છો.

દુર્યોધન: (આગળ આવીને) વાસુદેવ, તમે પણ અન્યાયની વાત કરો છો? આ ભૂમિ મેં જીતેલી છે. પાંડવો ભીખમાં રાજ્ય માગે છે?

શ્રીકૃષ્ણ: દુર્યોધન, હું ભારતવર્ષના ભવિષ્યની ચિંતા લઈને આવ્યો છું. મહારાજ, જો રાજ્ય ન આપવું હોય તો પાંડવોને છેવટે માત્ર પાંચ ગામ આપો, જેથી રક્તપાત ટળે.

દુર્યોધન: (જોરથી) પાંચ ગામ તો શું, તેમને તસુભાર જમીન પણ મળવાની નથી.

શ્રીકૃષ્ણ: (ધીરગંભીર અવાજે) દુર્યોધન, તારી આ મૂર્ખતા તારા કુળના વિનાશનું કારણ બનશે. મહારાજ ધૃતરાષ્ટ્ર, હવે આ યુદ્ધ રોકવું અસંભવ છે. દુર્યોધન સામેની તમારી વિવશતા સ્પષ્ટ દેખાય છે. હવે અહીં ઊભા રહેવામાં સાર નથી.

(શ્રીકૃષ્ણ મક્કમ પગલે સભા છોડીને ચાલવા લાગે છે. સૌ સ્તબ્ધ થઈને જોઈ રહે છે. - પડદો પડે છે -)

૧૭. ભાષાસજ્જતા : શબ્દકોશ ક્રમ

શબ્દકોશમાં શબ્દોને ક્રમમાં ગોઠવવાની પદ્ધતિ:

૧. પહેલાં સ્વર (અ, આ, ઇ...) અને પછી વ્યંજન (ક,ખ,ગ...) મુજબ ગોઠવણી થાય.
૨. વ્યંજનમાં 'ક' પછી 'ક્ષ' અને 'જ' પછી 'જ્ઞ' આવે છે.
૩. બારાક્ષરી મુજબ શબ્દો ગોઠવાય છે (ક, કં, કા, કાં...).
૪. જોડાક્ષર વાળા શબ્દો મૂળ વ્યંજનના ક્રમમાં જ અંતમાં મુકાય છે.

૧૮. મુદ્દા પરથી વાર્તા : ઉદાર રાજા

વાર્તા: એકવાર એક રાજા કાફલા સાથે નીકળ્યા હતા. અચાનક એક પથ્થર રાજાના કપાળમાં વાગ્યો. સૈનિકોએ ચારે બાજુ દોડીને એક વૃદ્ધને પકડી પાડ્યો. વૃદ્ધ થરથર કાપવા લાગ્યો અને તેણે સ્વીકાર્યું કે તેણે ફળ પાડવા ઝાડ પર પથ્થર ફેંક્યો હતો જે ભૂલથી રાજાને વાગ્યો. રાજાએ ગુસ્સે થવાને બદલે વૃદ્ધને ભારે રકમ આપવાનો હુકમ કર્યો. સૌને આશ્ચર્ય થયું ત્યારે રાજાએ ખુલાસો કર્યો કે જો એક વૃક્ષ પથ્થર વાગવાથી ફળ આપતું હોય, તો હું રાજા થઈને સજા કેવી રીતે આપી શકું?

--- અહીં એકમ ૧૮ "અંતિમ પ્રયાસ" નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે ---

અંતિમ પ્રયાસ - ક્વિઝ | EXAM GURU

અંતિમ પ્રયાસ

ધોરણ 7 ગુજરાતી | એકમ 18 | EXAM GURU

📌 વિદ્યાર્થી મિત્રો માટે સૂચના:
આ એકમનો મર્મ સમજવા માટે અને ક્વિઝમાં શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે, કૃપા કરીને નીચે આપેલ વિડિયો એકવાર ધ્યાનપૂર્વક જુઓ. વિડિયો જોયા બાદ જ ક્વિઝ શરૂ કરી શકાશે.
🔒 ક્વિઝ લૉક છે. (વિડિયો જુઓ...)
પ્રશ્ન: 1 / 25
60s

🏆 પરિણામ પત્રક 🏆

0 / 25

અધ્યયન નિષ્પત્તિ (LO) મુજબ વિશ્લેષણ:

LO કોડ કૌશલ્ય (Skill) પરિણામ

✅ = ઉત્તમ (70%+) | ❓ = મધ્યમ (50-70%) | ❌ = વધુ મહેનત જરૂરી (<50%)

Post a Comment

0 Comments