Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

English Course : 100 Silent Letter Words : English Pronunciation & Gujarati Meaning (Part 1)

💡 ચાલો જાણીએ Silent Letters ના સરળ નિયમો!

અંગ્રેજી વાંચતી વખતે અમુક અક્ષરો લખાય છે પણ બોલાતા નથી, તેને 'મૂંગા અક્ષરો' કહે છે. જો તમે આ નિયમો યાદ રાખશો, તો સ્પેલિંગ વાંચવામાં ક્યારેય ભૂલ નહીં પડે.

1. Silent K જો સ્પેલિંગની શરૂઆતમાં 'K' પછી તરત 'N' આવે, તો K બોલાતો નથી. દા.ત. Knee (ની), Know (નો)
2. Silent W જો શરૂઆતમાં 'W' પછી 'R' આવે, તો W બોલાતો નથી. દા.ત. Write (રાઇટ), Wrong (રોંગ)
3. Silent B શબ્દના અંતે 'M' પછી 'B' આવે, તો B બોલાતો નથી. દા.ત. Comb (કોમ), Thumb (થમ)
4. Silent L A, O કે U પછી L આવે અને તેની પાછળ K, M, F કે D હોય તો L સાઇલેન્ટ રહે છે. દા.ત. Walk (વૉક), Half (હાફ)
5. Silent T જો શબ્દના અંતે -sten કે -stle આવતું હોય, તો T બોલાતો નથી. દા.ત. Listen (લિસન), Castle (કાસલ)
6. Silent G જો 'N' ની બરાબર પહેલાં 'G' આવે, તો G સાઇલેન્ટ રહે છે. દા.ત. Sign (સાઇન), Design (ડિઝાઇન)
7. Silent H 'W' પછી આવતો H અને O થી શરૂ થતા કેટલાક શબ્દોનો H મૂંગો રહે છે. દા.ત. What (વૉટ), Honest (ઓનેસ્ટ)
8. Silent GH મોટાભાગે શબ્દની વચ્ચે સ્વર (i, ou) પછી આવતો GH બોલાતો નથી. દા.ત. Light (લાઇટ), High (હાઇ)

100 Silent Letter Words

Master English Pronunciation & Vocabulary

🔊 સૂચના: કોઈપણ શબ્દ પર ક્લિક કરો અને તેનો સાચો ઉચ્ચાર સાંભળો. લાલ રંગનો અને છેકાયેલો અક્ષર 'Silent' (મૂંગો) છે.

Silent Letter: K

Knee nee
ઘૂંટણ
Knife nyf
છરી / ચપ્પુ
Know noh
જાણવું
Knock nok
ખખડાવવું
Knot not
ગાંઠ
Knight nyt
શૂરવીર / યોદ્ધા
Kneel neel
ઘૂંટણિયે પડવું
Knit nit
ગૂંથવું
Knob nob
ગોળ હાથો (દરવાજાનો)
Knuckle NUK-uhl
આંગળીનો સાંધો

Silent Letter: W

Write ryt
લખવું
Wrong rong
ખોટું
Wrist rist
કાંડું
Wrap rap
વીંટાળવું
Wreck rek
નાશ / ભંગાર
Wrinkle RING-kuhl
કરચલી
Wrench rench
પાનું / મચકોડ
Wrestle RES-uhl
કુસ્તી કરવી
Answer AN-ser
જવાબ
Sword sord
તલવાર

Silent Letter: B

Lamb lam
ઘેટાનું બચ્ચું
Comb kohm
કાંસકો
Thumb thum
અંગૂઠો
Climb klym
ચઢવું
Debt det
કરજ / દેવું
Doubt dout
શંકા
Subtle SUT-uhl
સૂક્ષ્મ / હળવું
Plumber PLUM-er
નળ રીપેર કરનાર
Bomb bom
બોમ્બ
Tomb toom
કબર / મકબરો

Silent Letter: L

Calm kaam
શાંત
Half haaf
અડધું
Talk tawk
વાતચીત
Walk wawk
ચાલવું
Chalk chawk
ચોક
Could kud
કરી શક્યા
Should shud
જોઈએ
Would wud
કરશે / થાત
Salmon SAM-uhn
સાલમન (માછલી)
Yolk yohk
ઈંડાની જરદી

Silent Letter: H

Honest ON-ist
પ્રામાણિક
Hour OW-er
કલાક
Honour ON-er
સન્માન
Heir air
વારસદાર
Heiress AIR-ess
સ્ત્રી વારસદાર
Vehicle VEE-uh-kuhl
વાહન
Rhythm RITH-um
લય / તાલ
Rhyme rym
પ્રાસ / જોડકણું
Ghost gohst
ભૂત
Exhaust ig-ZAWST
થકવી નાખવું / ધુમાડો કાઢવો

Silent Letter: T

Listen LIS-uhn
સાંભળવું
Castle KAS-uhl
કિલ્લો
Whistle WIS-uhl
સિસોટી
Fasten FAS-uhn
બાંધવું / જકડવું
Soften SOF-uhn
નરમ કરવું
Christmas KRIS-muhs
નાતાલ
Mortgage MOR-gij
ગીરવે મૂકવું
Ballet BAL-ay
એક પ્રકારનું નૃત્ય
Buffet BUH-fay
જાતે પીરસીને જમવાનું સ્થળ
Gourmet GOR-may
સ્વાદિષ્ટ ભોજનનો પારખું

Post a Comment

0 Comments