Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

Gujarati Vyakaran Sandhi Quiz | ગુજરાતી વ્યાકરણ: સંધિ (GPSC Special Test)

ગુજરાતી વ્યાકરણ : સંધિ (Sandhi)

ગુજરાતી વ્યાકરણ : સંધિ (Sandhi)

1. પ્રસ્તાવના અને વ્યાખ્યા

સંધિ એટલે શું?
'સંધિ' શબ્દનો સંસ્કૃત અર્થ થાય છે - 'જોડાણ' અથવા 'મેળ'.

વ્યાકરણની ભાષામાં: "બે કે વધારે શબ્દો જ્યારે એકબીજાની પાસે આવે ત્યારે પહેલા શબ્દનો છેલ્લો વર્ણ (અક્ષર) અને બીજા શબ્દનો પહેલો વર્ણ જોડાઈને એક નવો જ વર્ણ (ધ્વનિ) ઉત્પન્ન કરે અથવા ફેરફાર પામે, તેને **'સંધિ'** કહે છે."

સંધિ અને સમાસ વચ્ચેનો ભેદ:
- સંધિમાં 'ધ્વનિઓ' (વર્ણો) નું જોડાણ થાય છે. (દા.ત. હિમ + આલય = હિમાલય)
- સમાસમાં 'શબ્દો' નું જોડાણ થાય છે. (દા.ત. માતા અને પિતા = માતાપિતા)

2. સંધિના મુખ્ય પ્રકારો

ગુજરાતી ભાષામાં સંધિના મુખ્ય **ત્રણ** પ્રકારો છે:

  1. સ્વર સંધિ (Swar Sandhi): સ્વર + સ્વર વચ્ચે થતું જોડાણ.
  2. વ્યંજન સંધિ (Vyanjan Sandhi): વ્યંજન + સ્વર/વ્યંજન વચ્ચે થતું જોડાણ.
  3. વિસર્ગ સંધિ (Visarga Sandhi): વિસર્ગ (ઃ) + સ્વર/વ્યંજન વચ્ચે થતું જોડાણ.

3. સ્વર સંધિ (Swar Sandhi) - વિસ્તૃત સમજ

જ્યારે એક સ્વરની સાથે બીજો સ્વર જોડાય અને વિકાર પામે તેને સ્વર સંધિ કહેવાય છે.

(A) સજાતીય સંધિ (દીર્ઘ સંધિ)

નિયમ: અ/આ + અ/આ = આ | ઇ/ઈ + ઇ/ઈ = ઈ | ઉ/ઊ + ઉ/ઊ = ઊ

જ્યારે બે સજાતીય (એક જ વર્ગના) સ્વરો ભેગા થાય ત્યારે તે 'દીર્ઘ' બને છે.

ક્રમછૂટા પડેલા શબ્દો (વિગ્રહ)નિયમ (સ્વર)સંધિ (જોડાયેલો શબ્દ)
1સૂર્ય + અસ્તઅ + અ = આસૂર્યાસ્ત
2હિમ + આલયઅ + આ = આહિમાલય
3વિદ્યા + અભ્યાસઆ + અ = આવિદ્યાભ્યાસ
4દય + આનંદઆ + આ = આદયાનંદ
5રવિ + ઇન્દ્રઇ + ઇ = ઈરવીન્દ્ર
6કવિ + ઈશ્વરઇ + ઈ = ઈકવીશ્વર
7દેવી + ઇચ્છાઈ + ઇ = ઈદેવીચ્છા
8રજની + ઈશઈ + ઈ = ઈરજનીશ
9ભાનુ + ઉદયઉ + ઉ = ઊભાનૂદય
10સિંધુ + ઊર્મિઉ + ઊ = ઊસિંધૂર્મિ

(B) ગુણ સંધિ (Guna Sandhi)

નિયમ: અ/આ + ઇ/ઈ = એ | અ/આ + ઉ/ઊ = ઓ | અ/આ + ઋ = અર્
ક્રમછૂટા પડેલા શબ્દો (વિગ્રહ)નિયમસંધિ
1ઉપ + ઇન્દ્રઅ + ઇ = એઉપેન્દ્ર
2દેવ + ઈશઅ + ઈ = એદેવેશ
3યથા + ઇષ્ટઆ + ઇ = એયથેષ્ટ
4રમા + ઈશઆ + ઈ = એરમેશ
5સૂર્ય + ઉદયઅ + ઉ = ઓસૂર્યોદય
6પ્ર + ઊર્મિઅ + ઊ = ઓપ્રોર્મિ
7મહા + ઉદયઆ + ઉ = ઓમહોદય
8ગંગા + ઊર્મિઆ + ઊ = ઓગંગોર્મિ
9સપ્ત + ઋષિઅ + ઋ = અર્સપ્તર્ષિ
10મહા + ઋષિઆ + ઋ = અર્મહર્ષિ

(C) વૃદ્ધિ સંધિ (Vruddhi Sandhi)

નિયમ: અ/આ + એ/ઐ = ઐ | અ/આ + ઓ/ઔ = ૌ
ક્રમછૂટા પડેલા શબ્દો (વિગ્રહ)નિયમસંધિ
1પુત્ર + એષણાઅ + એ = ઐપુત્રૈષણા
2એક + એકઅ + એ = ઐએકૈક
3સદા + એવઆ + એ = ઐસદૈવ
4તથા + એવઆ + એ = ઐતથૈવ
5પરમ + ઐશ્વર્યઅ + ઐ = ઐપરમૈશ્વર્ય
6મહા + ઐશ્વર્યઆ + ઐ = ઐમહેશ્વર્ય
7વન + ઔષધિઅ + ઓ = ૌવનૌષધિ
8મહા + ઓજસ્વીઆ + ઓ = ૌમહૌજસ્વી
9પરમ + ઔદાર્યઅ + ઔ = ૌપરમૌદાર્ય
10મહા + ઔષધઆ + ઔ = ૌમહૌષધ

(D) યણ સંધિ (Yan Sandhi)

નિયમ: ઇ/ઈ + વિજાતીય સ્વર = ય્ | ઉ/ઊ + વિજાતીય સ્વર = વ્ | ઋ + વિજાતીય સ્વર = ર્
ક્રમછૂટા પડેલા શબ્દો (વિગ્રહ)નિયમસંધિ
1પ્રતિ + અક્ષઇ + અ = યપ્રત્યક્ષ
2ઇતિ + આદિઇ + આ = યાઇત્યાદિ
3પ્રતિ + એકઇ + એ = યેપ્રત્યેક
4દેવી + અર્પણઈ + અ = યદેવ્યર્પણ
5સુ + અસ્ત (સારું છે જે)ઉ + અ = વસ્વસ્ત
6સુ + આગતઉ + આ = વાસ્વાગત
7અનુ + એષણઉ + એ = વેઅન્વેષણ
8વધૂ + આગમનઊ + આ = વાવધ્વાગમન
9પિતૃ + આજ્ઞાઋ + આ = રાપિત્રાજ્ઞા
10માતૃ + ઉપદેશઋ + ઉ = રુમાતૃપદેશ

4. વ્યંજન સંધિ (Vyanjan Sandhi)

વ્યંજન સાથે વ્યંજન અથવા સ્વર જોડાય ત્યારે વ્યંજન સંધિ બને છે. આના ઘણા નિયમો છે, મુખ્ય નિયમો સાથેના ઉદાહરણો નીચે મુજબ છે.

'મ' અને 'ત' તથા ઘોષ-અઘોષ વ્યંજનના નિયમો

નિયમ: મ્ + વ્યંજન = અનુસ્વાર | ત્ + લ = લ્લ | ત્ + જ = જ્જ | સત્ + જન = સજ્જન
ક્રમછૂટા પડેલા શબ્દો (વિગ્રહ)નિયમ / સમજૂતીસંધિ
1સમ + તોષમ્ પછી ત હોવાથી અનુસ્વારસંતોષ
2સમ + વાદમ્ પછી વ (અંતસ્થ)સંવાદ
3જગત્ + નાથત્ પછી ન આવે તો ત્ નો ન્ થાયજગન્નાથ
4સત્ + નારીત્ પછી ન = ન્સન્નારી
5ઉત્ + લેખત્ પછી લ = લ્લઉલ્લેખ
6ઉત્ + જ્વલત્ પછી જ = જ્જઉજ્જવલ
7શરત્ + ચંદ્રત્ પછી ચ આવે તો ત્ નો ચ્ થાયશરચ્ચંદ્ર
8વાક્ + ઈશક્ (અઘોષ) પછી સ્વર આવે તો ક્ નો ગ્ થાયવાગીશ
9જગત્ + ઈશત્ (અઘોષ) પછી સ્વર આવે તો ત્ નો દ્ થાયજગદીશ
10દિક્ + વિજયક્ નો ગ્ થાયદિગ્વિજય

5. વિસર્ગ સંધિ (Visarga Sandhi)

વિસર્ગ (ઃ) પછી સ્વર કે વ્યંજન આવે અને વિસર્ગમાં જે પરિવર્તન થાય તેને વિસર્ગ સંધિ કહે છે.

વિસર્ગના મુખ્ય નિયમો (ઓ, ર, શ, ષ, સ)

નિયમ: વિસર્ગ પહેલાં 'અ' અને પછી ઘોષ વ્યંજન હોય તો વિસર્ગનો 'ઓ' થાય. | વિસર્ગ પહેલાં ઇ/ઉ હોય તો 'ર' થાય.
ક્રમછૂટા પડેલા શબ્દો (વિગ્રહ)નિયમ / સમજૂતીસંધિ
1મનઃ + રથવિસર્ગનો 'ઓ' થાયમનોરથ
2અધઃ + ગતિવિસર્ગનો 'ઓ' થાયઅધોગતિ
3મનઃ + હરવિસર્ગનો 'ઓ' થાયમનોહર
4નિઃ + ધનવિસર્ગ પહેલા ઇ છે, તેથી 'ર્' થાયનિર્ધન
5દુઃ + બળવિસર્ગ પહેલા ઉ છે, તેથી 'ર્' થાયદુર્બળ
6નિઃ + મળવિસર્ગનો 'ર્'નિર્મળ
7નમઃ + તેવિસર્ગ પછી ત હોય તો વિસર્ગનો 'સ્' થાયનમસ્તે
8નિઃ + ચલવિસર્ગ પછી ચ હોય તો વિસર્ગનો 'શ્' થાયનિશ્ચલ
9ધનુઃ + ટંકારવિસર્ગ પછી ટ હોય તો વિસર્ગનો 'ષ્' થાયધનુષ્ટંકાર
10નિઃ + રોગીર પૂર્વેના વિસર્ગ અને હ્રસ્વ સ્વરનો લોપ થઈ દીર્ઘ બનેનીરોગી

--- * ---

આ લેખ વિદ્યાર્થીઓની સમજૂતી માટે તૈયાર કરવામાં આવ્યો છે.

"નમસ્કાર મિત્રો, ગુજરાતી વ્યાકરણમાં 'સંધિ' એ માત્ર બે શબ્દોનું જોડાણ નથી, પણ ભાષાના શુદ્ધ ઉચ્ચારણ અને જોડણીનું વિજ્ઞાન છે. GPSC, Dy.SO, કે વર્ગ-3 ની કોઈપણ પરીક્ષા હોય, સંધિનો પ્રશ્ન ઉમેદવારની કસોટી કરી લેતો હોય છે. આજે Exam Guru પર અમે લાવ્યા છીએ એક 'GPSC લેવલની સંધિ ક્વિઝ'. આ કોઈ સામાન્ય ક્વિઝ નથી, પણ ગેમ મોડ સાથેની ચેલેન્જ છે. 🔥 ક્વિઝના નિયમો: કુલ સમય: ૩૦ સેકન્ડ પ્રતિ પ્રશ્ન. સાચો જવાબ: ૧ ગુણ. ખોટો જવાબ: -૧ ગુણ (Negative Marking). ડબલ ધમાકા: જો ૧૦ સેકન્ડમાં જવાબ આપશો તો ૦.૫ બોનસ ગુણ મળશે! દરેક પ્રશ્નના અંતે નિયમ સાથેની સમજૂતી મળશે."

સંધિ માસ્ટર ક્વિઝ (GPSC Special)

By Exam Guru
🔊
પ્રશ્ન: 1 / 30 ગુણ: 0
પ્રશ્ન અહીં આવશે...
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
💡 સમજૂતી:

🎉 ક્વિઝ પૂર્ણ! 🎉

તમારું પરિણામ:

0

📽️ સંધિની વિશેષ સમજૂતી માટે આ વિડિયો જુઓ:

Post a Comment

0 Comments