Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન | એકમ 16 સ્થાનિક સરકાર (Local Government) | Interactive Quiz | LO Based Result & Certificate

એકમ ૧૬ : સ્થાનિક સરકાર - સંપૂર્ણ પાઠ સારાંશ

૧. સ્થાનિક સરકારનો ખ્યાલ

સ્થાનિક સરકાર એટલે એવી સરકાર જ્યાં લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જ તે વિસ્તારનો વહીવટ થાય છે. તેને 'સ્થાનિક સ્વરાજ્ય' કહેવામાં આવે છે.

પંચાયતીરાજનું માળખું:

આપણા દેશમાં પંચાયતીરાજનું ત્રણ સ્તરનું માળખું અમલમાં છે:
૧. ગ્રામ કક્ષાએ - ગ્રામપંચાયત
૨. તાલુકા કક્ષાએ - તાલુકા પંચાયત
૩. જિલ્લા કક્ષાએ - જિલ્લા પંચાયત

૨. ગ્રામીણ પ્રશાસન
ગ્રામપંચાયત:

રચના: ૫૦૦ થી ૨૫,૦૦૦ સુધીની વસતી ધરાવતા ગામમાં ગ્રામપંચાયત હોય છે. તેના વડાને 'સરપંચ' કહેવામાં આવે છે. ગ્રામપંચાયતનો વહીવટ કરવા સરકાર તરફથી 'તલાટી-કમ-મંત્રી'ની નિમણૂક થાય છે.

તાલુકા પંચાયત:

સ્થાનિક સરકારમાં ગ્રામપંચાયત પછીનું બીજું સ્તર તાલુકા પંચાયત છે. તેના વહીવટી વડાને તાલુકા વિકાસ અધિકારી (T.D.O.) કહે છે. જેમાં ૫૦% બેઠકો મહિલાઓ માટે અનામત હોય છે.

જિલ્લા પંચાયત:

પંચાયતીરાજનું સૌથી ઉપરનું સ્તર જિલ્લા પંચાયત છે. તેના વહીવટી વડાને જિલ્લા વિકાસ અધિકારી (D.D.O.) કહેવામાં આવે છે. તેનો કાર્યકાળ ૫ વર્ષનો હોય છે.

૩. શહેરી પ્રશાસન

શહેરી વિસ્તારોમાં વસતીના આધારે બે પ્રકારની સંસ્થાઓ હોય છે:
૧. નગરપાલિકા: સામાન્ય રીતે ૧૫,૦૦૦ થી ૫ લાખ સુધીની વસતી ધરાવતા શહેરોમાં. તેના વડાને 'પ્રમુખ' કહે છે.
૨. મહાનગરપાલિકા: ૫ લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં. તેના વડાને 'મેયર' કહેવામાં આવે છે. તેના વહીવટી વડા 'મ્યુનિસિપલ કમિશનર' ગણાય છે.

૪. કલેક્ટર અને મામલતદાર

કલેક્ટર: જિલ્લાના વહીવટી વડા છે. તેઓ જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પણ કામ કરે છે.
મામલતદાર: તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે. તેઓ તાલુકાના મહેસૂલી વડા છે અને કલેક્ટરને જવાબદાર હોય છે.

૫. લોકઅદાલત

ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગના લોકોને ઝડપી અને સસ્તો ન્યાય મળી રહે તે માટે લોકઅદાલતો સ્થાપવામાં આવે છે. અહીં બંને પક્ષો વચ્ચે સમાધાનકારી રીતે ન્યાય અપાય છે.

સ્વાધ્યાય સોલ્યુશન

૧. ખાલી જગ્યા પૂરો :
(૧) આપણે પંચાયતી રાજ્યનું ત્રણ સ્તરનું માળખું સ્વીકારેલ છે.
(૨) ગ્રામપંચાયતનો વહીવટ કરવા સરકાર તરફથી તલાટી-કમ-મંત્રી ની નિમણૂક કરવામાં આવે છે.
(૩) તાલુકાના વહીવટી વડાને તાલુકા વિકાસ અધિકારી (T.D.O.) કહે છે.
(૪) સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર જિલ્લા પંચાયત છે.
(૫) ગ્રામપંચાયત વિસ્તારમાં વર્ષમાં ઓછામાં ઓછું બે વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે.
૨. ટૂંકમાં ઉત્તર લખો :
(૧) મામલતદાર કઈ કક્ષાના વહીવટી અધિકારી છે?
ઉત્તર: મામલતદાર તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે. (૨) જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે?
ઉત્તર: જિલ્લાના વહીવટી વડા કલેક્ટર હોય છે. (૩) મહાનગરપાલિકાના વહીવટી વડા કોને ગણવામાં આવે છે?
ઉત્તર: મહાનગરપાલિકાના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનરને ગણવામાં આવે છે. (૪) મહાનગરપાલિકામાં કેટલા ટકા મહિલા અનામત સભ્યો હોય છે?
ઉત્તર: મહાનગરપાલિકામાં ૫૦% મહિલા અનામત સભ્યો હોય છે. (૫) મેયર પોતાના હોદા પર કેટલી મુદ્દત માટે રહી શકે છે?
ઉત્તર: મેયર પોતાના હોદા પર અઢી (૨.૫) વર્ષની મુદ્દત માટે રહી શકે છે.
૩. ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર આપો :
(૧) ગ્રામપંચાયતનાં કાર્યો જણાવો.
ઉત્તર: ગ્રામપંચાયતના મુખ્ય કાર્યો નીચે મુજબ છે:
  • ગામના રસ્તાઓ બનાવવા અને તેની સફાઈ કરવી.
  • પીવાના પાણીની વ્યવસ્થા કરવી.
  • ગામમાં દીવાબત્તી (લાઈટ) ની વ્યવસ્થા કરવી.
  • ગામમાં શિક્ષણ અને આરોગ્ય વિષયક જાળવણી કરવી.
  • જન્મ-મરણ અને લગ્નની નોંધણી કરવી.
(૨) સ્થાનિક સરકાર એટલે શું? સમજાવો.
ઉત્તર: પંચાયતીરાજમાં સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જે વહીવટ કરવામાં આવે છે તેને સ્થાનિક સરકાર કહે છે. ગ્રામીણ અને શહેરી પ્રશાસન તેના બે મુખ્ય ભાગ છે. (૩) તલાટી-કમ-મંત્રી કયાં-કયાં કાર્યો કરે છે?
ઉત્તર: તલાટી-કમ-મંત્રી ગ્રામપંચાયતનો વહીવટ સંભાળે છે, કરવેરાની વસૂલાત કરે છે, પંચાયતના અહેવાલો અને પત્રકો તૈયાર કરે છે તથા હિસાબો રાખવાનું કાર્ય કરે છે.
૪. ટૂંક નોંધ લખો :
(૧) મહાનગરપાલિકાનાં કાર્યો વિગતે લખો.
ઉત્તર: મહાનગરપાલિકાના કાર્યોમાં જાહેર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી, પીવાના શુદ્ધ પાણીનું વિતરણ, ગટર વ્યવસ્થા, પાકા રસ્તાઓ બનાવવા, રસ્તા પર લાઈટની વ્યવસ્થા, પ્રાથમિક શિક્ષણની સુવિધા, જન્મ-મરણની નોંધણી અને ખાદ્યસામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. (૨) સામાજિક ન્યાય સમિતિ
ઉત્તર: પંચાયતીરાજના ત્રણેય સ્તરો પર સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે. આ સમિતિનું મુખ્ય કાર્ય સમાજના નબળા વર્ગોને શિક્ષણ, સ્વાસ્થ્ય અને આર્થિક સુવિધાઓ મળે તેવી યોજનાઓ બનાવવાનું અને તેમને ન્યાય અપાવવાનું છે. આ સમિતિ પાંચ સભ્યોની બનેલી હોય છે. (૩) પંચાયતીરાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા
ઉત્તર: કલેક્ટર જિલ્લાના વહીવટી વડા છે અને પંચાયતીરાજમાં તેમની ભૂમિકા ખૂબ મહત્વની છે. તેઓ જિલ્લા આયોજન સમિતિના સચિવ તરીકે કાર્ય કરે છે. તેઓ ગ્રામપંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરે છે અને અનામત બેઠકોની ફાળવણી કરે છે. આ ઉપરાંત, તેઓ અનુસૂચિત જાતિ અને મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય પણ લે છે.

--- અહીં એકમ ૧૬ "સ્થાનિક સરકાર" નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે ---

સ્થાનિક સરકાર - ક્વિઝ

સ્થાનિક સરકાર (Local Government)

ધોરણ 6 | સામાજિક વિજ્ઞાન | એકમ 16 | Exam Guru

નમસ્તે વિદ્યાર્થી મિત્રો! 🙏
આ ક્વિઝમાં આપણે 'પંચાયતી રાજ અને સ્થાનિક વહીવટ' વિશે જાણીશું. ક્વિઝ શરૂ કરતા પહેલા, વિષયવસ્તુની સમજ માટે નીચે આપેલો વિડિયો ચોક્કસ જુઓ. વિડિયો જોયા બાદ જ ક્વિઝ શરૂ થશે.

⏳ કૃપા કરી વિડીયો જુઓ... (ક્વિઝ બટન થોડી વારમાં ખુલશે)
પ્રશ્ન: 1/25 સમય: 60s

પરિણામ પત્રક

0 / 25

અધ્યયન નિષ્પત્તિ (LO) મુજબ વિશ્લેષણ:

અધ્યયન નિષ્પત્તિ (LO) વિષય વસ્તુ સ્થિતિ
પરિણામ સંજ્ઞા સૂચિ:
✅ = ઉત્તમ (70% થી વધુ ગુણ)
❓ = મધ્યમ (50% - 70% ગુણ)
❌ = વધુ મહેનત જરૂરી (50% થી ઓછા ગુણ)

Post a Comment

0 Comments