Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

ધોરણ 7 ગુજરાતી | એકમ 15 દાદાજીનો પત્ર | Interactive Quiz | LO Based Result & Certificate

એકમ ૧૫ : દાદાજીનો પત્ર - સંપૂર્ણ સમજૂતી અને સ્વાધ્યાય સોલ્યુશન

૧. પાઠની વિસ્તૃત સમજૂતી

એકમ પરિચય: આ એકમમાં દાદાએ પોતાના પૌત્રને લખેલો પત્ર આપવામાં આવ્યો છે. પત્ર લખવો એ પણ એક કૌશલ્ય છે જે સતત મહાવરાથી કેળવાય છે. પત્રમાં સંદેશાની આપલે થવા સાથે સંવેદનની ઉષ્માપૂર્ણ અભિવ્યક્તિ થતી હોય છે.

પ્રીતમભાઈ જે. ધોળકિયા (દાદાજી) તેમના પૌત્ર વિવેકને પત્ર લખીને પત્ર વ્યવહારનું મહત્ત્વ સમજાવે છે. તેઓ જણાવે છે કે પત્રમાં લખવાના કૌશલ્યનું વિશેષ મહત્ત્વ છે. દાદાજી પત્રમાં પ્રવાસનું મૂલ્ય સમજાવતા કહે છે કે પર્યટન અને પ્રવાસ થકી જ માણસ ઉદાર દિલનો બને છે અને જીવનના રોકડા અનુભવો મેળવે છે. તેઓ કાકાસાહેબ કાલેલકરનું 'હિમાલયનો પ્રવાસ' અને સુન્દરમનું 'દક્ષિણાયન' પુસ્તક વાંચવા સૂચવે છે.

ગણિતમાં નબળા પરિણામથી નિરાશ થયેલા વિવેકને દાદાજી આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું ઉદાહરણ આપી પ્રોત્સાહિત કરે છે. છેલ્લે તેઓ સ્વામી વિવેકાનંદની સૂક્તિ 'તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે' દ્વારા વ્યાયામનું મહત્ત્વ સમજાવે છે.

૨. શબ્દાર્થ (Vocabulary)
શબ્દઅર્થ
ઉજ્જ્વળઊજળું, દેદીપ્યમાન
મહિમાપ્રતાપ, યશ
રિટાયર્ડનિવૃત્ત
તીર્થાટનતીર્થયાત્રા
સંકલ્પનાઅવધારણા, વિભાવના
વિશ્વવિખ્યાતવિશ્વમાં જાણીતું
તડામારધમધોકાર, ઝપાટાબંધ
૩. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો

૧. જિંદગીનું વૃત્તાંત : જીવનચરિત્ર

૨. નવ રાત્રિઓનો સમૂહ : નવરાત્રી

૩. સંસ્કૃતિને લગતું : સાંસ્કૃતિક

૪. ઘણા કાળથી ચાલ્યો આવતો રિવાજ : પરંપરા

૫. જુદા જુદા દેશમાં ફરવું તે : દેશાટન

૬. ઉત્તમ ઉક્તિ કે કથન : સૂક્તિ

૪. વાતચીત ના પ્રશ્નો

૧. તમે ક્યારેય પત્ર લખ્યો છે? કોને?
ઉત્તર: હા, મેં વેકેશનમાં મારા મિત્રને પત્ર લખ્યો હતો.

૨. તમે તમારા ગામ કે શહેરની પોસ્ટ ઑફિસે ગયા છો? તમે ત્યાં શું શું જોયું?
ઉત્તર: હા, મેં ત્યાં ટિકિટો, પોસ્ટકાર્ડ, કવરો અને પત્રોના નિકાલ માટેની પેટીઓ જોઈ છે.

૩. તમારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય તો કોને પત્ર લખો? શા માટે?
ઉત્તર: હું પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખીશ, કારણ કે મારે તેમને સ્વચ્છતા અભિયાન માટે કેટલાક નવા સૂચનો આપવા છે.

૪. પત્ર અને મોબાઇલ ફોન બંનેની એક-એક વિશેષતા અને એક-એક મર્યાદા કહો.
ઉત્તર: પત્રની વિશેષતા તેમાં લખાણનું કૌશલ્ય છે, જ્યારે મોબાઈલની મર્યાદા તેમાં પત્ર જેવી આત્મીયતાનો અભાવ છે.

૫. તમારા શહેર કે ગામનો પિનકોડ કયો છે? તેનું શું મહત્ત્વ હશે?
ઉત્તર: પિનકોડ દ્વારા પત્રોનું વર્ગીકરણ અને તેની ડિલિવરી ઝડપથી થઈ શકે છે.

૫. વાક્ય સાચું કે ખોટું તે જણાવો

૧. નિયમિત લખવાથી લેખનનું કૌશલ્ય વિકસે છે. ➡️ સાચું

૨. પ્રીતમભાઈએ એમના છોકરાના છોકરાને પત્ર લખ્યો. ➡️ સાચું

૩. પ્રીતમભાઈએ વિવેકને ત્રણ-ચાર પુસ્તકો વાંચવાની સલાહ આપી. ➡️ ખોટું

૪. આલ્બર્ટ આઈનસ્ટાઈન વૈજ્ઞાનિક હતા. ➡️ સાચું

૬. શબ્દ અને તેનો અર્થ (નવું વાક્ય બનાવો)

૧. સુવાસ - સુરભિ : વાક્ય: ફૂલની સુરભિ થી આખો બાગ મઘમઘતો હતો.

૨. રુવાંટું - રોમ : વાક્ય: દેશભક્તિનું ગીત સાંભળી મારાં રોમ ઊભાં થઈ ગયાં.

૩. રચના - વ્યવસ્થા : વાક્ય: કુદરતની બધી વ્યવસ્થા સુંદર અને ઉત્તમ છે.

૭. પત્રના સંબોધનના જોડકાં જોડો

૧. પૂજ્ય ➡️ પિતાજી

૨. પ્રિય ➡️ મિત્ર

૩. આદરણીય ➡️ સ્વામી સચ્ચિદાનંદજી

૪. ચિરંજીવી ➡️ પૌત્ર વિરલ

૮. નામના બદલે વપરાતા પદો (સર્વનામ)

૧. અંધારામાં કોઈક આવતું હોય તેમ લાગ્યું.

૨. જ્યાં સફાઈ થઈ હતી ત્યાં સારું દેખાતું હતું.

૩. એમણે પોતે ઝાડુ પકડીને સફાઈ કરવા માંડી.

૪. મેં જાતે આ વાત કહી હતી.

૫. પ્યાલામાં થોડુંક દૂધ હતું.

૯. વિરોધી શબ્દો (ઉદાહરણ મુજબ)

૧. હાજરી X ગેરહાજરી

૨. વાજબી X બિનવાજબી

૩. લાભ X ગેરલાભ

૪. જવાબદાર X બિનજવાબદાર

૧૦. ભાવવાચક શબ્દો અને વાક્ય પ્રયોગ

૧. ઉત્સુક - ઉત્સુકતા : વાક્ય: મનીષને મળવાની મને ઘણી જ ઉત્સુકતા હતી.

૨. માનવ - માનવતા : વાક્ય: દરેક વ્યક્તિમાં માનવતા હોવી જોઈએ.

૩. સજ્જન - સજ્જનતા : વાક્ય: ગાંધીજીની સજ્જનતા સૌને પ્રભાવિત કરતી હતી.

૪. દરિદ્ર - દરિદ્રતા : વાક્ય: આ ગામમાં ખૂબ જ દરિદ્રતા જોવા મળે છે.

૧૧. સર્વનામ શોધી તેના પ્રકાર લખો
ક્રમસર્વનામપ્રકાર
જ્યાં - ત્યાંસંબંધવાચક
તેમણેપુરુષવાચક
અમુકતમુકઅનિશ્ચિત
થોડાંકઅનિશ્ચિત
ક્યારેપ્રશ્નવાચક
જાતેસ્વવાચક
૧૨. નિષેધ / નકારવાચક વાક્યોમાં ફેરવો

૧. મોહનદાદા ઉદાર દિલના હતા. ➡️ મોહનદાદા ઉદાર દિલના નહોતા.

૨. પલ્લવીબેન અમને ગુજરાતી ભણાવે છે. ➡️ પલ્લવીબેન અમને ગુજરાતી ભણાવતા નથી.

૩. મેઘના ચિત્ર દોરે છે. ➡️ મેઘના ચિત્ર દોરતી નથી.

૪. વિશાલ સાઈકલ લઈને ગયો છે. ➡️ વિશાલ સાઈકલ લઈને ગયો નથી.

૫. પરેશના પિતા સૈનિક છે. ➡️ પરેશના પિતા સૈનિક નથી.

૧૩. ગામ વિશેની માહિતી મેળવવાના પ્રશ્નો

૧. તમારા ગામનું નામ શું છે?

૨. તમારું ગામ જિલ્લા મથકથી કેટલું દૂર છે?

૩. તમારા ગામમાં નદી છે?

૪. તમારા ગામમાં ચબૂતરો છે ખરો?

૧૪. લાગણી પ્રગટ કરતા વાક્યો

૧. વાહ ! કેટલું સુંદર દૃશ્ય !

૨. ઓહ ! કેવો વિરાટ પર્વત !

૩. અરેરે ! બિચારાને કેવું દુઃખ આવ્યું !

૧૫. પ્રશ્નો ના જવાબ લખો

૧. પૌત્રને પોતાના પત્રથી આશ્ચર્ય થશે એવું દાદાજી ને કેમ લાગ્યું?
ઉત્તર: દાદાજીને લાગ્યું કે ફોન અને મોબાઈલના યુગમાં પત્ર આવવો એ પૌત્ર અને તેના મિત્રો માટે નવી નવાઈની વાત હશે.

૨. પ્રવાસ-પર્યટનનું મહત્ત્વ દાદાજી કઈ રીતે વર્ણવે છે?
ઉત્તર: પ્રવાસથી માણસ ઉદાર દિલનો બને છે અને જીવનના રોકડા અનુભવો મેળવે છે. તે પ્રદેશની ભૂગોળ અને લોકસંસ્કૃતિનો સીધો પરિચય મળે છે.

૩. શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ કેમ લેતા હશે?
ઉત્તર: પ્રવાસની મંજૂરી માટે વડીલોની પરવાનગી અનિવાર્ય છે અને તેની જાણકારી વાલીને હોય તે જરૂરી છે.

૪. પૌત્રના નબળા પરિણામ અંગે દાદાજી શું લખે છે?
ઉત્તર: દાદાજી કહે છે કે ગણિત એક શાસ્ત્ર છે અને તેમાં નિરાશ થવાની જરૂર નથી. અભ્યાસ વધારવાથી જરૂર સારું પરિણામ મળશે.

૫. વ્યાયામ અંગે દાદાજીના વિચારો જણાવો.
ઉત્તર: દાદાજી માને છે કે ‘તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે’, તેથી અભ્યાસ સાથે વ્યાયામ પણ જરૂરી છે.

૧૬. આપેલા વર્ણનને પત્ર સ્વરૂપે લખો

પ્રિય ધ્રુવ,
મજામાં હોઈશ. હું હમણાં થોડા દિવસ પહેલાં આબુના પ્રવાસે જઈ આવ્યો. હું અમદાવાદથી બસમાં ગયો હતો અને ત્યાં બે દિવસ રોકાયો હતો. મેં નખી તળાવ જોયું અને કિનારે ઊભા રહીને ઘણા ફોટા પાડ્યા. ગુરુશિખર પરથી નીચેનાં કોતરો જોવાની બહુ જ મજા આવી. મેં નક્કી કર્યું છે કે હું દર વર્ષે આબુ આવીશ.
લિ. તારો મિત્ર અર્પણ

૧૭. દાદાજીના પત્રનો જવાબ ઈ-મેઇલ દ્વારા

ટુ: pritam.dholakia@email.com
વિષય: તમારા પત્રનો જવાબ

વહાલા દાદાજી,
તમારો પત્ર મળ્યો, વાંચીને ખૂબ આનંદ થયો. તમારી શિખામણ મુજબ હું ગણિતમાં વધુ મહેનત કરીશ અને તબિયતનું પણ ધ્યાન રાખીશ.
લિ. તમારો પૌત્ર વિવેક

૧૮. શબ્દટ્રેનમાંથી શબ્દો શોધીને વાક્ય બનાવો

૧. ખાટાં ફળોમાંથી વિટામીન સી મળે છે.

૨. બધાએ રોજ કસરત કરવી જોઈએ તો જ તંદુરસ્તી જળવાઈ રહેશે.

૩. આજે પત્રનું સ્થાન ઈ-મેઈલે લીધું છે એવું જાણી લીધું.

--- અહીં એકમ ૧૫ "દાદાજીનો પત્ર" નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે ---

દાદાજીનો પત્ર - ક્વિઝ

દાદાજીનો પત્ર

ધોરણ 7 | ગુજરાતી | એકમ 15 | Exam Guru

નમસ્તે વિદ્યાર્થી મિત્રો! 🙏
આ ક્વિઝમાં આપણે 'દાદાજીનો પત્ર' પાઠના આધારે પત્રલેખન, મૂલ્યો અને વ્યાકરણ શીખીશું. ક્વિઝ શરૂ કરતા પહેલા, કૃપા કરી નીચે આપેલો વિડિયો ચોક્કસ જુઓ.

⏳ કૃપા કરી વિડીયો જુઓ... (ક્વિઝ બટન થોડી વારમાં ખુલશે)
પ્રશ્ન: 1/25 સમય: 60s

પરિણામ પત્રક

0 / 25

અધ્યયન નિષ્પત્તિ (LO) મુજબ વિશ્લેષણ:

અધ્યયન નિષ્પત્તિ (LO) વિષય વસ્તુ સ્થિતિ
પરિણામ સંજ્ઞા સૂચિ:
✅ = ઉત્તમ (70% થી વધુ ગુણ)
❓ = મધ્યમ (50% - 70% ગુણ)
❌ = વધુ મહેનત જરૂરી (50% થી ઓછા ગુણ)

Post a Comment

0 Comments