13 Advanced Spoken English Structures
રોજબરોજ વપરાતા વાક્યો (Daily Use Sentences) ની સરળ વાક્યરચનાઓ
🔊 સૂચના: કોઈપણ ઉદાહરણના અંગ્રેજી વાક્ય પર ક્લિક કરો અને તેનો સાચો ઉચ્ચાર સાંભળો. પ્રેક્ટિસ માટેના વાક્યો જાતે બનાવો.
1 Can't live without... (...ના વગર રહી શકતો નથી)
💡 Tip: આ Structure તમારી પસંદ, આદત કે જરૂરિયાત વાળી વસ્તુઓ બતાવવા વપરાય છે.
📝 Examples:
- I can't live without tea. → હું ચા પીધા વિના રહી શકતો નથી.
- She can't live without phone. → તેણી ફોન વિના રહી શકતી નથી.
- I can't live without watching TV. → હું ટીવી જોયા વિના રહી શકતો નથી.
- We can't live without music. → અમે સંગીત વિના રહી શકતા નથી.
2 Eventually... (આખરે / અંતે)
💡 Tip: લાંબા સમય કે રાહ જોયા પછી કોઈ કામ થાય, ત્યારે 'Eventually' વપરાય છે.
📝 Examples:
- Eventually, I got a job. → આખરે મને નોકરી મળી ગઈ.
- Eventually, she forgave me. → આખરે તેણે મને માફ કરી દીધો.
- Eventually, we reached on time. → આખરે અમે સમયસર પહોંચી ગયા.
- Eventually, he told the truth. → આખરે તેણે સાચું કહી દીધું.
3 There is no need to + V1 (...કરવાની કોઈ જરૂર નથી)
💡 Tip: જ્યારે વિનમ્રતાથી ના પાડવી હોય ત્યારે આ Structure નો ઉપયોગ કરો.
📝 Examples:
- There is no need to go. → જવાની કોઈ જરૂર નથી.
- There is no need to use phone. → ફોન વાપરવાની કોઈ જરૂર નથી.
- There is no need to cook poha. → પૌંઆ બનાવવાની કોઈ જરૂર નથી.
- There is no need to ____________. → લડવાની કોઈ જરૂર નથી. (જાતે બનાવો: fight)
4 Feel like + V-ing (...કરવાનું મન થાય છે)
💡 Tip: દિલની વાત કે મનની ઈચ્છા અંગ્રેજીમાં કહેવાની સૌથી સુંદર રીત!
📝 Examples:
- I feel like going out. → મારું બહાર ફરવા જવાનું મન છે.
- I feel like having tea. → મારું ચા પીવાનું મન થાય છે.
- I feel like practicing English. → મારું અંગ્રેજીની પ્રેક્ટિસ કરવાનું મન છે.
- I feel like taking a rest today. → મારું આજે આરામ કરવાનું મન છે.
5 For the time being... (હાલ પૂરતું / અત્યાર પૂરતું)
💡 Tip: જ્યારે કોઈ કામ કે સ્થિતિ માત્ર થોડા સમય (Temporary) માટે હોય.
📝 Examples:
- For the time being, I am focusing on my English. → હાલ પૂરતું, હું મારા અંગ્રેજી પર ધ્યાન આપી રહ્યો છું.
- For the time being, I am looking for a job. → હાલ પૂરતું, હું નોકરી શોધી રહ્યો છું.
- For the time being, we are working from home. → હાલ પૂરતું, અમે ઘરેથી કામ કરી રહ્યા છીએ.
- For the time being, she is resting. → હાલ પૂરતું, તેણી આરામ કરી રહી છે.
6 Sooner or later... + will (આજે નહીં તો કાલે)
💡 Tip: ભવિષ્યમાં કોઈ કામ જરૂર થશે તેવો ઈરાદો વ્યક્ત કરવા.
📝 Examples:
- Sooner or later, I will call. → આજે નહીં તો કાલે, હું કૉલ કરીશ.
- Sooner or later, you will come at my home. → આજે નહીં તો કાલે, તમે મારા ઘરે આવશો.
- Sooner or later, Shivani will cook poha. → આજે નહીં તો કાલે, શિવાની પૌંઆ બનાવશે.
- Sooner or later, I ____________. → આજે નહીં તો કાલે, હું fluent English બોલીશ. (જાતે બનાવો: will speak)
7 am/is/are + used to + V-ing (...ની આદત છે)
💡 Tip: જ્યારે તમને વર્તમાનમાં કોઈ કામ કરવાની આદત પડી ગઈ હોય (રૂટીન બની ગયું હોય).
📝 Examples:
- I am used to waking up early. → મને સવારે વહેલા ઉઠવાની આદત છે.
- She is used to speaking in English. → તેને અંગ્રેજીમાં વાત કરવાની આદત છે.
- We are used to studying together. → અમને સાથે ભણવાની આદત છે.
- They are used to working late at night. → તેઓને મોડી રાત સુધી કામ કરવાની આદત છે.
8 From today onwards... (આજ પછી / આજથી)
💡 Tip: આજથી કોઈ નવો નિયમ કે આદત શરૂ કરવા માટે. (શરૂઆત બતાવવા).
📝 Examples:
- From today onwards, I will not wake up late. → આજ પછી, હું મોડો નહીં ઉઠું.
- From today onwards, you will speak in English. → આજ પછી, તમે અંગ્રેજીમાં વાત કરશો.
- From today onwards, Shivani will cook poha every day. → આજ પછી, શિવાની રોજ પૌંઆ બનાવશે.
- From today onwards, I ____________. → આજ પછી, હું રોજ English પ્રેક્ટિસ કરીશ. (જાતે બનાવો: will practice)
9 Should have + V3 (...કરવું જોઈતું હતું)
💡 Tip: ભૂતકાળમાં કોઈ કામ ન કર્યાનો પસ્તાવો (Regret) દર્શાવવા.
📝 Examples:
- I should have called. → મારે ફોન કરી દેવો જોઈતો હતો.
- You should have told the truth. → તમારે સાચું કહી દેવું જોઈતું હતું.
- We should have eaten poha. → આપણે પૌંઆ ખાઈ લેવા જોઈતા હતા.
- She should have practiced. → તેણે પ્રેક્ટિસ કરવી જોઈતી હતી.
10 Both of us... (આપણે બંને / અમે બંને)
💡 Tip: બે લોકો સાથે મળીને કંઈક કરવાના હોય, ત્યારે "Both of us" નો ઉપયોગ થાય છે.
📝 Examples:
- Both of us will study together. → આપણે બંને સાથે ભણીશું.
- Both of us will speak in English. → આપણે બંને અંગ્રેજીમાં વાત કરીશું.
- Both of us will go out today. → આપણે બંને આજે બહાર જઈશું.
- Both of us will do this work together. → આપણે બંને આ કામ મળીને કરીશું.
11 Having to + V1 (...કરવું પડી રહ્યું છે)
💡 Tip: જ્યારે કોઈ કામ મજબૂરીમાં (વગર ઇચ્છાએ) કરવું પડી રહ્યું હોય ત્યારે વપરાય છે.
📝 Examples:
- I am having to work overtime. → મારે ઓવરટાઇમ કરવો પડી રહ્યો છે.
- She is having to wake up early. → તેને જલ્દી ઉઠવું પડી રહ્યું છે.
- We are having to drive car. → અમારે કાર ચલાવવી પડી રહી છે.
- They are having to do this work again. → તેઓએ આ કામ ફરીથી કરવું પડી રહ્યું છે.
12 It doesn't befit... (...શોભા નથી આપતું)
💡 Tip: જ્યારે કોઈ કામ કોઈના ચારિત્ર્ય કે વ્યક્તિત્વ મુજબ ન હોય, ત્યારે આ Structure વપરાય છે.
📝 Examples:
- It doesn't befit you to tell lies. → તને જૂઠું બોલવું શોભા નથી આપતું.
- It doesn't befit you to get angry. → તને ગુસ્સો કરવો શોભા નથી આપતું.
- It doesn't befit you to ride a bike. → તને બાઇક ચલાવવી શોભા નથી આપતી.
- It doesn't befit you to give up. → તારે હાર માનવી શોભા નથી આપતી.
13 Fond of... (...નો શોખીન છું)
💡 Tip: કોઈ વસ્તુ કે કામમાં રુચિ (રસ) બતાવવા માટે આ Structure નો પ્રયોગ થાય છે.
📝 Examples:
- I am fond of tea. → હું ચા નો શોખીન છું.
- He is fond of cricket. → તે ક્રિકેટ નો શોખીન છે.
- Shivani is fond of reading books. → શિવાનીને પુસ્તકો વાંચવાનો શોખ છે.
- I am fond of learning English. → હું અંગ્રેજી શીખવાનો શોખીન છું.
0 Comments