Should Have vs Could Have vs Would Have
ભૂતકાળમાં અધૂરા રહી ગયેલા કામોને અંગ્રેજીમાં કેવી રીતે બોલવા?
🔊 સૂચના: કોઈપણ ઉદાહરણના વાક્ય પર ક્લિક કરો અને તેનો સાચો ઉચ્ચાર સાંભળો. (નોંધ: બધામાં Verb નું 3rd Form એટલે કે ભૂતકૃદંત વપરાય છે.)
Should Have
"કરવું જોઈતું હતું" (Regret / Advice)
જ્યારે કોઈ કામ ભૂતકાળમાં કરવું જોઈતું હતું, પણ કર્યું નહીં અને હવે પસ્તાવો થઈ રહ્યો છે.
📝 Examples:
- 👉 I should have studied harder. = મારે હજુ વધુ મહેનતથી વાંચવું જોઈતું હતું.
- 👉 She should have listened to her mother. = તેણે પોતાની માતાની વાત સાંભળવી જોઈતી હતી.
Could Have
"કરી શકતો હતો" (Possibility / Ability)
જ્યારે ભૂતકાળમાં તમારી પાસે કોઈ કામ કરવાની ક્ષમતા કે તક હતી, પરંતુ તમે તે કામ કર્યું નહીં.
📝 Examples:
- 👉 I could have called you. = હું તને કોલ કરી શકતો હતો. (પણ મેં ન કર્યો)
- 👉 She could have passed the exam. = તે પરીક્ષા પાસ કરી શકતી હતી. (ક્ષમતા હતી, પણ પાસ ન થઈ)
- 👉 We could have reached on time. = અમે સમયસર પહોંચી શકતા હતા.
Would Have
"કરત" (Imaginary Result)
જો ભૂતકાળમાં કોઈ શરત (Condition) પૂરી થઈ હોત, તો મેં આ કામ કર્યું હોત. (શરત પૂરી ન થઈ, એટલે કામ પણ ન થયું).
Structure: If + Past Perfect , Would Have + V3
📝 Examples:
- 👉 I would have helped you if you had asked me. = જો તે મને પૂછ્યું હોત, તો મેં તારી મદદ કરી હોત.
- 👉 I would have given you money if I had known. = જો મને ખબર હોત, તો મેં તને પૈસા આપ્યા હોત.
💡 FINAL RULE (યાદ રાખવાની Trick)
| Word | Hindi / Gujarati Meaning | Show's What? |
|---|---|---|
| Should Have | करना चाहिए था (કરવું જોઈતું હતું) |
Regret / Advice (પસ્તાવો કે સલાહ) |
| Could Have | कर सकता था (કરી શકતો હતો) |
Possibility / Ability (તક કે ક્ષમતા હતી) |
| Would Have | करता (કરત - શરત હોય તો) |
Imaginary Result (કાલ્પનિક પરિણામ) |
🎯 Practice Challenge: Fill in the blanks
-
1. I ____________ called you yesterday.
(should have / would have)
Ans: should have -
2. I ____________ bought that phone, but it was expensive.
(could have / should have)
Ans: could have -
3. I ____________ gone with you if you had invited me.
(would have / should have)
Ans: would have
0 Comments