પાઠ ૨: ગુપ્તદાન (પ્રેરક વાર્તા)
ધોરણ ૭ | વિષય: ગુજરાતી (પલાશ) | લેખક: પીતાંબર પટેલ
🎯 અધ્યયન પદ્ધતિ અને પ્રયુક્તિઓ: કથન પદ્ધતિ, નાટ્યાત્મક વાંચન, ચર્ચા પદ્ધતિ અને માઇક્રો-ટીચિંગ (પ્રશ્નોત્તરી).
પીતાંબર પટેલનો જન્મ મહેસાણા જિલ્લાના શેલાવી ગામે ઈ.સ. 1918માં થયો હતો. તેઓ વાર્તાકાર અને નવલકથાકાર તરીકે જાણીતા છે. ગ્રામજીવનના પ્રશ્નોને તેમણે પોતાની કૃતિઓમાં સરસ રીતે ગૂંથી લીધા છે. ‘રસિયો જીવ’, ખેતરને ખોળે ભાગ 1 અને 2 તેમની જાણીતી રચનાઓ છે. તેમનું અવસાન ઈ.સ. 1977માં થયું હતું.
દાન કરવું સારું છે, પણ એ ગુપ્ત રાખવું એથીયે સારું છે. આ વાર્તામાં ભીખાશેઠ ખૂબ કંજુસાઈ કરીને ભેગા કરેલા પૈસાનું ગુપ્તદાનમાં કરે છે. ગામડાનાં દીનદુખિયાં માટે એમણે કરેલું ગુપ્તદાન એમ શીખવી જાય છે કે પૈસાનો સંગ્રહ પોતાને માટે નહિ, પણ બીજાને માટે હોવો જોઈએ.

માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- લેખક પીતાંબર પટેલનો જન્મ ક્યાં થયો હતો? જવાબ: મહેસાણા જિલ્લાના શેલાવી ગામે.
- લેખકની જાણીતી રચનાઓ કઈ કઈ છે? જવાબ: 'રસિયો જીવ' અને 'ખેતરને ખોળે ભાગ 1 અને 2'.
- આ પાઠમાં શેનો મહિમા વર્ણવવામાં આવ્યો છે? જવાબ: ગુપ્તદાનનો.
- આ વાર્તાના મુખ્ય પાત્રનું નામ શું છે? જવાબ: ભીખાશેઠ.
- ગુપ્તદાન એટલે શું? જવાબ: કોઈને ખબર ન પડે તે રીતે છૂપી રીતે કરવામાં આવતું દાન.
LO 2.1 હેતુ અનુસાર વિગતો તારવે છે.
ગંગાપુર જેવા નાના ગામડામાં સરકારે ડૉકટર તરીકે મારી નિમણૂક કરી ત્યારથી મારો ઉત્સાહ તો ઓસરી ગયો હતો. ગામડાની મને સૂગ ન હતી; મેં જ અરજીમાં ગામડામાં નિમણૂક કરવાની માગણી કરી હતી. પણ ગંગાપુર એને તે ગામડું કહેવું કે આંદામાન? કાળાપાણીની સજા થઈ હોય એવું લાગ્યું!
આ ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર છે, સ્ટેશનથી અહીં આવવા માટે ન મળે મોટરબસ કે ન મળે ગાડું. નદીનાળાંવાળો રસ્તો છે, એટલે ઘોડા પર સામાન મૂકીને આવ-જા કરવી પડે. ઉનાળામાં નદીમાં પાણી ઓસરી જાય ત્યારે ગાડું ચાલી શકે. જિંદગીમાં કદી ઘોડા પર બેઠેલો નહિ. સોળ કિલોમીટર કાપતાં તો મારો દમ નીકળી ગયો. વાહનવ્યવહારની તકલીફ છે તેવી જ ટપાલની તકલીફ છે, અઠવાડિયામાં ત્રણ દિવસ આવે. ગામમાં પગ મૂકતાં જ મને થઈ ગયું કે હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો છું.

સમજૂતી: ડૉક્ટરની નિમણૂક ગંગાપુર નામના અત્યંત પછાત ગામમાં થાય છે. વાહનવ્યવહાર ન હોવાથી તેમને ઘોડા પર બેસીને આવવું પડે છે. ટપાલ પણ અઠવાડિયામાં ત્રણ જ દિવસ આવે છે. ડૉક્ટરને એવું લાગે છે જાણે તેમને આંદામાન નિકોબારમાં કાળા પાણીની સજા (ભારે મુશ્કેલીવાળી જગ્યા) મળી હોય.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- સરકારે ડૉક્ટરની નિમણૂક કયા ગામમાં કરી હતી? જવાબ: ગંગાપુર નામના નાના ગામડામાં.
- ડૉક્ટરને ગંગાપુર કેવું લાગતું હતું? જવાબ: આંદામાન અને કાળાપાણીની સજા જેવું.
- ગંગાપુર સ્ટેશનથી કેટલા કિલોમીટર દૂર હતું? જવાબ: સોળ કિલોમીટર.
- ડૉક્ટરને ગામમાં આવવા શેનો ઉપયોગ કરવો પડ્યો? જવાબ: ઘોડાનો.
- ગામમાં ટપાલ અઠવાડિયામાં કેટલા દિવસ આવતી હતી? જવાબ: ત્રણ દિવસ.
છતાં મેં ગમાડયું. મેં મનને મનાવી લીધું. હું ઓછો હવા ખાવા નીકળ્યો છું તે ગામડાની શોભાને યાદ કરતો નિસાસા નાખું? હું તો અહીં દરદીઓની સેવા કરવા આવ્યો છું. આજ સુધી ગામડું જેનાથી વંચિત હતું એવું દવાખાનું ચલાવવા આવ્યો છું. મારે મિશનરી પેઠે માત્ર સેવાનો જ ખ્યાલ કરવો જોઈએ. ને અહીં છેવાડે, એક ખૂણાના ગામમાં નિમાયો છું, એમાંય ઈશ્વરનો સંકેત હશે! આ લોકોને દવા માટે કેટલે બધે દૂર જવું પડે છે! ચોમાસામાં નદીમાં પાણી આવતું હોય તો તે લોકો કયાં જાય ? સેવા જ કરવી હોય તેને માટે તો આથી વધારે સારું સ્થળ ક્યાં જડે ? જેને વધુમાં વધુ સેવાની જરૂર છે, એવા લોકો વચ્ચે ઈશ્વરે મને મૂકી દીધો છે.
ગામમાં ક્યાં રહેવું તે પણ પ્રશ્ન હતો. સરકારે દવાખાનાનું મકાન જુદું બંધાવ્યું ન હતું. ગામના ચોરાની એક ઓરડીમાં હમણાં તેની શરૂઆત કરવાની હતી. એટલે મારે રહેવાનો પ્રશ્ન ઊભો થયો. ગામમાં ભીખાશેઠનું ઘર જરા ઠીક કહી શકાય તેવું હતું. એમને વિનંતી કરી એટલે એમણે પોતાનો મેડો ખાલી કરી આપ્યો. દવાઓ આવી ગઈ. ભીખાશેઠની મદદથી દવાખાનું શરૂ પણ કર્યું. મેં કંપાઉન્ડરની માગણી કરી હતી, પણ જવાબ આવ્યો કે ત્યાં આવવા કોઈ કંપાઉન્ડર મળતો નથી, માટે ગામડામાંથી જ કોઈની નિમણૂક કરવી. એટલે મેં શંકર નામના એક નવજુવાનને રોકી લીધો.

સમજૂતી: ડૉક્ટરે પોતાનું મન મનાવી લીધું. તેમણે વિચાર્યું કે ઈશ્વરે મને અહીં સેવા કરવા જ મોકલ્યો છે. ગામમાં દવાખાનાનું મકાન ન હોવાથી ચોરાની ઓરડીમાં દવાખાનું શરૂ કર્યું. ડૉક્ટરને રહેવા માટે ગામના ભીખાશેઠે પોતાનો મેડો (ઉપરનો ઓરડો) આપ્યો. બહારથી કોઈ કંપાઉન્ડર ન આવતા ગામના જ શંકર નામના યુવાનને રોકી લીધો.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- ડૉક્ટરે કોની પેઠે સેવા કરવાનો વિચાર કર્યો? જવાબ: મિશનરી પેઠે.
- દવાખાનું શરૂ કરવા કઈ જગ્યા પસંદ કરવામાં આવી? જવાબ: ગામના ચોરાની એક ઓરડી.
- ડૉક્ટરને રહેવા માટે મેડો કોણે ખાલી કરી આપ્યો? જવાબ: ભીખાશેઠે.
- દવાખાનામાં કંપાઉન્ડર તરીકે કોને નોકરી પર રાખવામાં આવ્યો? જવાબ: શંકર નામના નવજુવાનને.
- 'વંચિત હોવું' એટલે શું? જવાબ: કોઈપણ વસ્તુ કે સુવિધાથી દૂર હોવું અથવા વિમુખ હોવું.
LO 7.5 પોતાના અનુભવો સાથે ભાવાત્મક ઘટનાનું અનુસંધાન કરે છે.
ગામનાં જ નહિ, આજુબાજુનાં ગામના લોકો પણ દવા લેવા આવતા હતા આટલામાં દવાખાનું હતું નહિ એટલે લોકોનો જબરો ધસારો થતો હતો. હું એકલો પહોંચી વળતો ન હતો. દવાઓ પણ પહોંચી શકતી ન હતી. પણ મને 'કંઈક' કરવાનો ઉમંગ હતો એટલે નહોતો થાક, કે નહોતો આવતો કંટાળો.
મને ભીખાશેઠનું વર્તન અકળ લાગ્યા કરતું હતું. પાઈ પાઈ માટે એ મરી જાય. તેમની પાસે ખાસ્સી મૂડી હતી. દુકાન ચલાવતા હતા અને ધીરધાર પણ કરતા હતા, તોય તે પગે ચાલીને સ્ટેશને જાય ! ઉનાળાના દિવસોમાં ગાડાં ચાલતાં હોય તોય તે ખરા તડકામાં ચાલી નાખે. પાસે સામાન હોય તો મજૂર કરી લે, પણ ગાડામાં ન બેસે! પાછા શેઠ જબરા કરકસરિયા ! ખરું જોતાં તો તેમને કંજૂસ જ કહેવા કોઈએ. ગામમાં કદાચ એ જ પૈસાદાર હશે, છતાં મેં તેમના શરીરે કદી સારું લૂગડું જોયું નથી. થાગડથીગડવાળું ધોતિયું હોય અને એવો જ ઝભ્ભો હોય, જોડા પણ જૂના ખેંચ્યે રાખતા હતા. મને થયું કે આવા કંજૂસના ઘરમાં ક્યાંથી રહેવા આવ્યો? ખૂબી તો જુઓ ! ઘરમાં ખાનારા માત્ર ત્રણ જીવ હતા : શેઠ, શેઠાણી અને એકનો એક નાનો દીકરો. પણ શેઠાણીનેય એ સુખે ખાવા દેતા હશે કે કેમ એ શંકા છે, જે પૈસાને જ પરમેશ્વર ગણે એને બીજું શું દેખાય? તેમના બાપને એ ખોટના દીકરા હતા એટલે ભીખો નામ પાડયું હતું. તેમને પોતાને પણ નાથો ખોટનો દીકરો હતો. પાછળથી ઘણુંય ભર્યું હતું, પણ શેઠનો હાથ બંધાઈ ગયો હતો.

સમજૂતી: ભીખાશેઠ પાસે ઘણા પૈસા હોવા છતાં તેઓ અત્યંત કંજૂસાઈથી જીવતા હતા. તડકામાં પગે ચાલીને જાય પણ ગાડામાં ન બેસે. જૂના અને થાગડથીગડ (થીગડાં મારેલા) કપડાં પહેરતા. ઘરમાં માત્ર ત્રણ જ સભ્યો હતા. ડૉક્ટરને એમની આ કંજૂસાઈથી ખૂબ ચીડ ચડતી અને તેમના પ્રત્યે નફરત થતી.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- ભીખાશેઠ ગામમાં કયો વ્યવસાય કરતા હતા? જવાબ: દુકાન ચલાવતા અને ધીરધાર (વ્યાજે નાણાં આપવા) કરતા હતા.
- શેઠ કેવા કપડાં પહેરતા હતા? જવાબ: થાગડથીગડવાળું (થીગડાં મારેલું) ધોતિયું અને ઝભ્ભો.
- ભીખાશેઠના ઘરમાં કુલ કેટલા સભ્યો હતા? જવાબ: માત્ર ત્રણ (શેઠ, શેઠાણી અને દીકરો નાથો).
- તેમનું નામ 'ભીખો' શા માટે પાડવામાં આવ્યું હતું? જવાબ: કારણ કે તેઓ તેમના બાપના ખોટના (ઘણી માનતા પછી જન્મેલા) દીકરા હતા.
- 'હાથ બંધાઈ જવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો. જવાબ: કંજૂસી કરવી.
જેમજેમ હું આજુબાજુનાં ગામોથી પરિચિત થતો ગયો તેમતેમ સમજાતું ગયું કે આ ગામ બીજા ગામોના પ્રમાણમાં ઠીક હતું. તેમાંય ભીખાશેઠનું નામ તો ચોમેર પંકાયેલું હતું. લોકો પણ એમને માન આપતાં હતાં. આ જોઈ મને મનમાં ખેદ થતો હતો કે લોકો પૈસાને જ નમન કરે છે, સત્તા આગળ જ સીધા રહે છે; તેમનો સેવક થઈ ને જાય તેને તો ધક્કે ચડાવે એવા છે. ખરું જોતાં તો મારે ભીખાશેઠ માટે રોષ કરવાનું કોઈ કારણ ન હતું. તેમણે મારું કંઈ બગાડયું ન હતું. ઊલટું તે તો 'ડૉક્ટર સાહેબ, ડૉક્ટર સાહેબ' કહીને અડધાઅડધા થઈ જતા હતા. છતાં મને શેઠને માટે અંદરથી નફરત થતી હતી. ભીખાશેઠ પોતે આટલું કષ્ટ વેઠે છે એ બીજાને શું મદદ કરવાના હતા?
એવું બન્યું કે ગામમાં મેલેરિયાનો પવન વાયો. આમેય દર વરસે આ બાજુ મેલેરિયાનું પ્રમાણ વધારે રહે છે. નદીનાળામાં પાણી ભરાઈ રહે. એમાંથી મચ્છર થતા અને આજુબાજુનાં ગામડાંઓ સુધી મેલેરિયા ફેલાતો. દવાખાનું સરકારી ખર્ચે ચાલતું હતું એટલે જે પ્રમાણમાં દવાઓ મળતી હતી તે આવા સમયમાં દરદીઓ માટે ઘણી થોડી હતી. એટલે મેં ગામના આગેવાનો આગળ વાત મૂકી ને ગામલોકો મદદ કરે તો બધાંને છૂટથી દવા આપી શકાય. પણ લોકો તો એકબીજાની સામે જોઈ વીખરાઈ ગયા, ભીખાશેઠ પણ કંઈ ન બોલ્યા ત્યારે મને થઇ ગયેલું કે આવા આગેવાનોને જ દવા ન આપવી જોઈએ. હું મનમાં આવો પુણ્યપ્રકોપ ઠાલવતો હતો ત્યાં ભીખાશેઠ મારી પાસે આવ્યા.

સમજૂતી: ભીખાશેઠને ગામમાં ખૂબ માન મળતું, પણ ડૉક્ટર તેમને કંજૂસ માનતા હોવાથી ધિક્કારતા હતા. એકવાર ગામમાં મેલેરિયા ફાટી નીકળ્યો. સરકારી દવાઓ ખૂટી પડી. ડૉક્ટરે ગામના આગેવાનો પાસે ફાળો માંગ્યો, પણ કોઈએ મદદ ન કરી. ભીખાશેઠ પણ કંઈ ન બોલ્યા, જેથી ડૉક્ટરને તેમના પર ખૂબ ગુસ્સો આવ્યો.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- ડૉક્ટરને કઈ વાતનો ખેદ (દુઃખ) થતો હતો? જવાબ: કે લોકો માત્ર પૈસા અને સત્તાને જ નમન કરે છે.
- ગામમાં કયા રોગનો પવન વાયો હતો? જવાબ: મેલેરિયાનો.
- ગામમાં મેલેરિયા શા માટે ફેલાતો હતો? જવાબ: નદીનાળામાં પાણી ભરાઈ રહેવાથી મચ્છર થતા હતા તેથી.
- ડૉક્ટરે ગામના આગેવાનો પાસે શું માંગણી કરી? જવાબ: દવાઓ મંગાવવા માટે આર્થિક મદદ (ફાળા) ની માંગણી કરી.
- ડૉક્ટરના મનમાં કેવો પ્રકોપ જાગ્યો? જવાબ: પુણ્યપ્રકોપ (ખોટું થતું જોઈને જાગતો ક્રોધ).
મને તે વખતે એવો તો રોષ ચડયો હતો કે તેમને સંભળાવી દઉં, પણ ગમ ખાઈ ગયો. તે આવીને બેઠા. હું કાંઈ બોલ્યો નહિ એટલે તે બોલ્યા : “ડૉકટર સાહેબ, એક કામે આવ્યો છું.”
મને થયું કે કંઈક સ્વાર્થની વાત લઈને આવ્યા હશે." બોલો ને..."
“તમે આજે બપોરે મદદ બાબતમાં વાત કરી હતી ને હું ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું.” અને મારા હાથમાં સો સો રૂપિયાની નોટો મૂકી દીધી. “પણ આમાં એક શરત છે. તમારે કોઈને કહેવું નહિ કે મેં તમને આ મદદ કરી છે.”
“કેમ? એમાં શો વાંધો છે તો બીજાં પણ આપવા ખેંચાય ને?"
"મને એ પસંદ નથી. એટલા માટે તો બધા વચ્ચે હું કંઈ બોલ્યો ન હતો. એ લોકો જો ફાળો કરતા હશે તો હું તેમાં પણ તેમના જેટલી રકમ ભરીશ.”
મને નવાઈ લાગી. હું જેને કંજૂસ કંજૂસ કહીને નિંદતો હતો તે ભીખાશેઠ કોઈ ન જાણે તેમ ગુપ્તદાન કરતા હતા.

સમજૂતી: ડૉક્ટર જ્યારે ગુસ્સામાં હતા ત્યારે જ ભીખાશેઠ તેમની પાસે આવ્યા અને દવાઓ માટે સો-સો રૂપિયાની નોટો (મોટી રકમ) આપી. સાથે શરત રાખી કે આ મદદ વિશે કોઈને જાણ ન કરવી. ડૉક્ટરને આશ્ચર્ય થયું કે જેને પોતે કંજૂસ માનતા હતા તે તો મહાન ગુપ્તદાન કરનાર વ્યક્તિ નીકળ્યા.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- ભીખાશેઠે ડૉક્ટરને શું આપ્યું? જવાબ: સો સો રૂપિયાની નોટો.
- શેઠે દાન આપતી વખતે કઈ કહેવત વાપરી? જવાબ: ફૂલ નહિ તો ફૂલની પાંખડી.
- ભીખાશેઠે દાન આપતી વખતે કઈ શરત મૂકી? જવાબ: કોઈને આ મદદ વિશે કહેવું નહિ (ગુપ્ત રાખવું).
- શેઠે સભામાં જાહેરમાં ફાળો કેમ ન આપ્યો? જવાબ: કારણ કે તેમને દેખાડો પસંદ નહોતો અને બીજા લોકોને દબાણ ન થાય તે માટે.
- ડૉક્ટરને કઈ વાતની નવાઈ લાગી? જવાબ: કે જેને તેઓ કંજૂસ માનતા હતા તે કોઈ ન જાણે તેમ ગુપ્તદાન કરતા હતા.
મને તેમનામાં રસ પડયો એટલે મેં તેમના વિશે જાણવા અનેક પ્રશ્નો કર્યા, પણ તે દાદ આપતા ન હતા. પણ તૂટક તૂટક વાતોમાંથી મને જાણવા મળ્યું કે એ પંડે કષ્ટ વેઠતા હતા, મોજશોખ કરતા ન હતા તે પૈસા ભેગા કરવા માટે નહીં, પણ આ રીતે છૂપી મદદ કરવા માટે.
વાતવાતમાં તેમણે કહ્યું: “હું તો આ બાબતની કોઈની આગળ વાત કરતો નથી, પણ તમે બહુ કહો છો તો કહું છું કે કરકસર કરું છું એટલે તમને પણ થતું હશે કે શેઠ કંજૂસ છે. પણ આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યાં હું કઈ રીતે મોજશોખ કરી શકું ? તેમને શરીર ઢાંકવા ગાભોય ન મળતો હોય તો હું કેવી રીતે નવાં લૂગડાં પહેરી શકું ? કંઈ સારું ખાવા બેસું ને થાય કે લોકોને બિચારાને ખાવાનુંય મળતું નથી ને આપણે ગળ્યું ખાવા બેઠા ! એટલે એવા પ્રસંગે જે કાંઈ ખર્ચ થવાનું હોય તેટલા પૈસા જુદા મૂકું છું અને તેમાં એટલા બીજા પૈસા ઉમેરું છું. અને આ પૈસા ગરીબગુરબાંની મદદ કરવામાં વાપરું છું."

સમજૂતી: ભીખાશેઠ સમજાવે છે કે જ્યારે ગામના લોકો પાસે પહેરવા કપડાં કે ખાવા અન્ન ન હોય, ત્યારે પોતે કઈ રીતે મોજશોખ કરી શકે? તેથી તેઓ જાતે દુઃખ વેઠીને કરકસર કરે છે અને તે બચાવેલા પૈસા ગરીબોની મદદ માટે દાનમાં વાપરે છે.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- ભીખાશેઠ મોજશોખ શા માટે નહોતા કરતા? જવાબ: ગરીબ લોકોને મદદ કરવા પૈસા બચાવવા માટે.
- લોકોની ગરીબાઈ જોઈ શેઠને કપડાં બાબતે શું વિચાર આવતો? જવાબ: લોકોને શરીર ઢાંકવા ગાભોય નથી મળતો તો હું નવા લૂગડાં કેવી રીતે પહેરું.
- શેઠ પોતાના ગળ્યું ખાવાના ખર્ચનું શું કરતા હતા? જવાબ: તેટલા પૈસા જુદા મૂકી તેમાં બીજા ઉમેરી દાન કરતા હતા.
- શેઠ બચાવેલા પૈસા કોની મદદમાં વાપરતા? જવાબ: ગરીબગુરબાં (દીનદુખિયા) ની મદદ કરવામાં.
- આ ફકરા પરથી શેઠનો કયો ગુણ દેખાય છે? જવાબ: સંવેદનશીલતા અને પરોપકારની ભાવના.
LO 4.1 સ્પષ્ટ ઉચ્ચારણ દ્વારા ભાષાકીય અભિવ્યક્તિ કરે છે.
હવે મને સમજાઈ ગયું કે આજુબાજુના ગામના લોકો શેઠને કેમ નમન કરતા હતા. આવા માનના અધિકારી શેઠને માટે કેવું ધારી બેઠો હતો? મારા પસ્તાવાનો પાર ન રહ્યો. મારાથી શેઠને કહ્યા સિવાય ન રહેવાયું : “શેઠ, અજાણે પણ મેં તમને ખૂબ અન્યાય કર્યા છે, મેં તમને સમજવામાં મોટી ભૂલ કરી ! સાચે જ તમે તો આ દુખિયારાંના બેલી છો.”
"ના....... એવું કંઈ નથી, ડૉક્ટરસાહેબ ! ખરું જોતાં તો જે લોકોનું છે તે તેમને પાછું આપું છું. મારા બાપદાદા આ લોકો પાસેથી કમાયા હશેને? મને એક સાધુ મહારાજે કહેલું કે તું એવી રીતે દાન કરજે કે જો તું જમણે હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ન જાણે. એ વાત મારા દિલમાં ખરેખર વસી ગઈ છે."
આ ધન હું કમાયો નથી. મારા બાપ વારસામાં આપી ગયા છે... જે વારસો છે એનો હું માલિક નથી, પણ રખેવાળ છું. લોકોની સામે જોઉં છું ને ગાડીમાં નથી બેસાતું, ગાડીવાળાને રૂપિયો આપી દઉં એના કરતાં પોટલું ઉપાડી આવનાર મજૂરને આપું તો શું ખોટું ? આપણે ચાલીએ તેમાં શું દૂબળા પડી જવાના હતા? હું ઘડી પહેલાં જેનો તિરસ્કાર કરતો હતો તેના પગે પડવાનું મન થયું. આ રીતે પોતાની જાતને કષ્ટ આપીને મદદ કરનારા છૂપા દાનવીરો મેં જોયા નથી. મને ભીખાશેઠ દાનેશ્વરી દેખાયા. મનોમન હું એમને વંદી રહ્યો.

સમજૂતી: ભીખાશેઠ પોતાને વારસામાં મળેલા ધનના માલિક નહીં પણ ચોકીદાર (રખેવાળ) માને છે. સાધુ મહારાજની શિખામણ મુજબ તેઓ જમણા હાથે આપેલું દાન ડાબા હાથને પણ ન ખબર પડે તેમ કરે છે. ડૉક્ટરને પોતાની ભૂલનો પસ્તાવો થાય છે અને તેઓ ભીખાશેઠને સાચા 'દાનેશ્વરી' તરીકે મનોમન વંદન કરે છે.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- ડૉક્ટરે ભીખાશેઠને શું કહીને સંબોધ્યા? જવાબ: દુખિયારાંના બેલી અને દાનેશ્વરી.
- શેઠ પોતાને વારસાના માલિક નહિ પણ શું માનતા હતા? જવાબ: રખેવાળ (ચોકીદાર).
- સાધુ મહારાજે શેઠને દાન વિશે શું શિખામણ આપી હતી? જવાબ: જમણે હાથે દાન આપે તો ડાબો હાથ પણ ન જાણે તેમ દાન કરજે.
- શેઠ ગાડીવાળા કરતાં કોને પૈસા આપવાનું યોગ્ય માનતા? જવાબ: પોટલું ઉપાડી આવનાર મજૂરને.
- ડૉક્ટરને અંતે કોના પગે પડવાનું મન થયું? જવાબ: છૂપા દાનવીર ભીખાશેઠના.
LO 6.1 અપરિચિત શબ્દોના અર્થની ધારણા કરે અને તારવે છે.
0 Comments