Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

ધોરણ ૭ ગુજરાતી પાઠ ૩: અમારી કામધેનુ - સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન

સ્વાધ્યાય સોલ્યુશન અને એકમ કસોટી: અમારી કામધેનુ (પાઠ ૩)

ભાગ ૨: સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન

એકમ ૩: અમારી કામધેનુ (ધોરણ ૭ - ગુજરાતી પલાશ)

શબ્દઅર્થવાક્યપ્રયોગ
ટંકનિશ્ચિત સમયઅમારી ગાય ટંકે આઠ શેર દૂધ આપતી હતી.
બાફણુંબાફેલું અનાજગાયને ખાવા માટે બાફણું આપવામાં આવે છે.
આશકાદેવની આરતી (આશીર્વાદ લેવા)ગોવાળામાં શ્રદ્ધાળુ લોકો ગાયની આશકા લે છે.
સંક્રાંતિમકરસંક્રાતિલોકો સંક્રાંતિના દિવસે ગાયને ઘૂઘરી ખવડાવે છે.
ઘૂઘરીબાફેલી જાર, બાજરી વગેરેતહેવારમાં ગાયને ઘૂઘરી નીરવામાં આવે છે.
વસ્ત્રગાળવસ્ત્રથી ગાળેલુંઆપણે હંમેશાં વસ્ત્રગાળ કરેલું પાણી પીવું જોઈએ.
સોંઘારતસોંઘવારી (સસ્તાઈ)પહેલાંના જમાનામાં બહુ સોંઘારત હતી તેથી ખર્ચ ઓછો થતો.
વટસાવિત્રીવડનું પૂજન કરવાનો દિવસગામની સ્ત્રીઓ વટસાવિત્રીનું વ્રત કરે છે.
શબ્દસમૂહએક શબ્દવાક્યપ્રયોગ
તરતનું જ દોહેલું દૂધશેડકઢુંમને તાજું શેડકઢું દૂધ પીવું ખૂબ ગમે છે.
ઇચ્છા અનુસાર દૂધ આપનારી ગાયકામધેનુબોડી ગાય અમારા કુટુંબ માટે સાચે જ કામધેનુ હતી.
બે પ્રસૂતિ વચ્ચેનો ગાળોઉબેલબોડી ગાયનો ઉબેલ સવા વરસનો હતો.
પશુના શરીર પર સાધન વડે માલિસ કરવીખરેરો કરવોબાપુજી દરરોજ સવારે ગાયનો ખરેરો કરતા.
  • ૧. તમને કામધેનુ મળી જાય તો શું શું કરશો? ઉત્તર: જો મને કામધેનુ મળી જાય તો હું તેની ખૂબ જ ભક્તિભાવથી સેવા કરીશ, તેને સારું લીલું ઘાસ અને અન્ન ખવડાવીશ. કામધેનુના આશીર્વાદથી હું મારું અને અન્ય લોકોનું જીવન સુખી બનાવીશ.
  • ૨. તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે ? કેમ? ઉત્તર: હા, અમે અમારા ઘરમાં એક કૂતરો પાળ્યો છે. તે ખૂબ જ વફાદાર પ્રાણી છે અને રાત્રે અમારા ઘરની ચોકી કરે છે, વળી તે અમારી સાથે રમે પણ છે.
  • ૩. તમે કોઈ પ્રાણીકથા સાંભળી છે? કઈ ? ઉત્તર: હા, મેં પંચતંત્રની પ્રાણીકથાઓ સાંભળી છે. જેમાં સસલું અને કાચબો, તેમજ વાંદરો અને મગરની વાર્તા મને ખૂબ ગમે છે.
  • ૪. તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે? શા માટે? ઉત્તર: મને ગાય સૌથી વધુ ગમે છે. કારણ કે ગાય ખૂબ જ શાંત અને પવિત્ર પ્રાણી છે. તે આપણને સ્વાસ્થ્યવર્ધક મીઠું દૂધ આપે છે.
  • ૫. પ્રાણીઓની સારસંભાળ કઈ રીતે લઈ શકાય? ઉત્તર: પ્રાણીઓને સમયસર પૂરતો ખોરાક અને પીવાનું શુદ્ધ પાણી આપીને, તેમને નિયમિત નવડાવીને, ચોખ્ખી જગ્યાએ રાખીને અને પ્રેમથી રમાડીને તેમની સારસંભાળ લઈ શકાય. બીમાર પડે તો પશુના ડૉક્ટરને બતાવવા જોઈએ.
  • ૬. તમને લાગે છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે? ઉત્તર: હા, પહેલાંના સમયમાં સોંઘવારી હતી. બોડી ગાયના દૂધના વેચાણમાંથી મહિને જે પચ્ચીસેક રૂપિયા આવતા તેમાંથી નાનકડા ઘરનું ગુજરાન (પેટિયું) આસાનીથી ચાલી શકતું હતું.
  • ૧. બોડી ગાયને લાગુ પડતું નથી.
    ☑ પારકાંને પણ દોહવા દે. (તે પારકાંને દૂર ખસેડી દેતી હતી)
  • ૨. બોડીનો વંશવેલો બહુ મોટો, કારણ કે...
    ☑ બોડી દર સવા વરસે વિયાતી હતી.
  • ૩. વાડીનો પીપળો ‘બોડી પીપળો’ તરીકે ઓળખાયો. કારણ કે...
    ☑ બોડીને પીપળા નીચે દાટી હતી.
  • ૧. “એ ગઈ, તે જ વર્ષે મારો કૉલેજનો અભ્યાસ પૂરો થયો, મને નોકરી મળી – એ પણ કેવો અકસ્માત!” ઉત્તર: લેખક એવું માનતા હતા કે બોડી ગાય જાણે પૂર્વજન્મનું કોઈ ઋણ ચૂકવવા તેમના ઘરે આવી હતી. બાપુજીના મૃત્યુ પછી કસોટીના સમયે તે કુટુંબનો સહારો બની. જ્યારે લેખક ભણીને નોકરીએ લાગ્યા અને પગભર થયા ત્યારે જાણે ગાયનું કાર્ય પૂરું થઈ ગયું હોય તેમ અચાનક તે મૃત્યુ પામી. આ સંયોગને લેખક અકસ્માત કહે છે.
  • ૨. "જાનવરને મમતા આપો, પછી જુઓ એ શું નથી આપતાં !" ઉત્તર: લેખકે આવું કહ્યું છે કારણ કે જો આપણે અબોલ પ્રાણીઓને પ્રેમ અને હૂંફ આપીએ તો તેઓ પણ વળતા પ્રેમમાં ખૂબ જ વફાદાર રહે છે. પાઠમાં ગાયને ચોર આવવાની જાણ થતાં જ તેણે બરાડા પાડી ઘરના લોકોને જગાડી દીધા હતા અને ચોરને ભગાડ્યા હતા.
જાહેરાત: મેઘધનુષ્ય ડેરી પાર્લર (પ્રો. સુભાષભાઈ દૂધવાળા) - છેલ્લા અઢી દાયકાથી આપની સેવામાં. માવા સિવાયની બધી વાનગીઓ મળશે. હોલસેલ પર 2% અને વાર્ષિક સભ્યને 1% વળતર. દર અમાસે રજા રહેશે.
  • ૧. તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો? ઉત્તર: જાહેરાતની નોંધ મુજબ, અમારે સુભાષભાઈ માવાવાળાનો સંપર્ક કરવો પડે, કારણ કે ડેરીવાળા તેમની પાસેથી શુદ્ધ માવો મંગાવી આપે છે.
  • ૨. મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલાં વર્ષથી કાર્યરત છે? ઉત્તર: મેઘધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા 'અઢી દાયકાથી' એટલે કે ૨૫ વર્ષથી કાર્યરત છે. (૧ દાયકો = ૧૦ વર્ષ).
  • ૩. મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? ઉત્તર: ડેરી પાર્લર મહિનામાં ફક્ત ૧ દિવસ (દર અમાસના દિવસે) બંધ રહેશે.
  • ૪. આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? ઉત્તર: આ ડેરીમાં દૂધ, દહીં, છાશ, માખણ, ઘી, પનીર અને દૂધની અન્ય મીઠાઈઓ મળતી હશે. (માવા સિવાયની).
  • ૫. હોલસેલ ખરીદી કરનારને કેટલું વળતર મળશે? (જાતે બનાવેલ પ્રશ્ન) ઉત્તર: હોલસેલની ખરીદી કરનારને 2% વિશેષ વળતર મળશે.
  • ૬. ડેરીની કઈ સુવિધા નિઃશુલ્ક છે? (જાતે બનાવેલ પ્રશ્ન) ઉત્તર: શુભ પ્રસંગે એડવાન્સ બુકિંગ કરાવવા પર હોમ ડિલિવરી નિઃશુલ્ક રહેશે.
  • (૧) સેર : (વાઘ, ધાર, શહેર)
    વાક્ય : નાનું છોકરું આંચળમાં હાથ નાખી ખેંચે ને દૂધની સેર કાઢે તોય કશું ન કરે.
  • (૨) લાયણી : (તહેવાર, ખરીદી, વેચાણ/આવક)
    વાક્ય : એના દૂધની લાયણીના મહિને પચ્ચીસેક રૂપિયા આવતા.
  • (૩) પેટિયું : (પેટી, ગુજરાન, મજૂર)
    વાક્ય : નાનો ભાઈ અને નાની બહેન એટલાં જ ઘરમાં, એટલે અમારું પેટિયું નીકળતું.
  • લીટી દોરેલ શબ્દસમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો:
    ૧. મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે છે. → મને શેડકઢું દૂધ ખૂબ ભાવે છે.
    ૨. મારા મિત્રને ઘેર જ્યારે જોઇએ ત્યારે દૂદ્ધ આપનારી ગાય છે. → મારા મિત્રને ઘેર કામધેનુ છે.
    ૩. રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિસ કરે છે. → રામજીભાઈ એમની ભેંસનો દરરોજ ખરેરો કરે છે.
  • ઉદાહરણ અનુસાર બીજા વિરોધી શબ્દ પાઠમાંથી શોધીને લખો:
    ઉદા. વેળા X કવેળા
    નિયમિત X અનિયમિત
    ચોખ્ખું X ગંદુ
    સારા X નરસા
    પારકાં X પોતાનાં (સ્વજન)
  • યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો: (કટલાયે, ગાઢું, બોડી, ગરીબડા, શ્રદ્ધાળુ, સારા-નરસા)
    બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી. તેનું ગાઢું દૂધ અમે પીતા. શ્રદ્ધાળુ લોકો સારા-નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું, બાએ કેટલાયે ઉપાયો કર્યા.
  • અ, બ અને ક માંથી વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવો:
    ૧. બોડી ગાય કુટુંબની કામધેનુ હતી.
    ૨. બોડીનું છાણ સારા-નરસા પ્રસંગે લોકો લઈ જતાં.
    ૩. પીપળો આજે બોડી પીપળો કહેવાય છે.
    ૪. ખરી પરીક્ષાના સમયે બોડી અમારો સહારો બની હતી.
    ૫. આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ.
  • 'ગઈકાલે'ની જગ્યાએ 'આવતી કાલે' (ભવિષ્યકાળ) લખી ફકરો ફરીથી લખો:
    ગઈકાલે પપ્પા મને ફરવા લઈ ગયા હતા. પપ્પાએ મને આઈસક્રીમ ખવડાવ્યો હતો. પપ્પાની પહેલાં હું આઇસક્રીમ ખાઈ ગયો હતો. મારા મોંઢા પર આઇસક્રીમ થઈ ગયો હતો. તેથી પપ્પા ખડખડાટ હસી પડ્યા હતા.
    સુધારેલો ફકરો: આવતી કાલે પપ્પા મને ફરવા લઈ જશે. પપ્પા મને આઈસક્રીમ ખવડાવશે. પપ્પાની પહેલાં હું આઇસક્રીમ ખાઈ જઈશ. મારા મોંઢા પર આઇસક્રીમ – આઈસક્રીમ થઈ જશે. તેથી પપ્પા ખડખડાટ હસી પડશે.
  • ૧. લેખકે બોડી ગાયને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે? ઉત્તર: કામધેનુ એટલે ઇચ્છા મુજબનું દૂધ આપનારી ગાય. બોડી ગાય ગમે ત્યારે દૂધની જરૂર પડે, વેળા-કવેળાએ તેને થોડું ઘાસ કે ચંદી ખવડાવો એટલે દોહવા દેતી. આથી લેખકે તેને કુટુંબની કામધેનુ કહી છે.
  • ૨. ઘરનાં બધાં ગાયની શી સંભાળ રાખતાં? ઉત્તર: ઘરનાં સૌ તેને ખૂબ લાડ કરતા. દરરોજ તેનો ખરેરો કરવામાં આવતો. તેને ખાવામાં ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાફણાંનો ટોપલો આપવામાં આવતો. તેઓ તેને નવડાવતા અને પોતાની દીકરીની જેમ તેની માવજત કરતા.
  • ૩. બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો? ઉત્તર: બોડી ગાય પોતાની પીઠ, પગ વગેરે જીભથી ચાટીને ચોખ્ખાં રાખતી. તે ક્યારેય ગંદી જગ્યાએ બેસતી નહિ અને ગંદું કદીય ખાતી નહિ. તે પોતાનાં વાછરડાંને પણ ચાટીને ચોખ્ખાં રાખતી. આ પરથી કહી શકાય કે તેને સ્વચ્છતા ગમતી હતી.
  • ૪. બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શાના પરથી કહી શકાય? ઉત્તર: જ્યારે બોડી ગાય ગોવાળામાં જતી ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકી આશકા લેતા. વારતહેવારે ગામની સ્ત્રીઓ અને કુમારિકાઓ તેનું પૂજન કરતી અને સંક્રાંતિને દિવસે લોકો તેને ઘૂઘરી ખવડાવતા. સારા-નરસા પ્રસંગે લોકો તેનું જ છાણ લેવા આવતા. આ બધું દર્શાવે છે કે તે આખા ગામની લાડકી હતી.
  • ૫. મુદ્દાઓનો ઉપયોગ કરીને ‘મારું પ્રિય ઝાડ: વડલો’ વિશે લખો.
    મારું પ્રિય ઝાડ: વડ
    મારું પ્રિય ઝાડ વડલો છે. વડ એ આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે. તે મારું પ્રિય હોવાનું કારણ તેનો વિશાળ ઘેરાવો અને શીતળ છાંયડો છે. તેની આગવી વિશેષતા તેની વડવાઈઓ છે, જેના પર હિંચકા ખાવાની ખૂબ મજા આવે છે. વડલાથી ઘણા લાભ થાય છે. તેનાં પાન, છાલ અને વડવાઈઓ ઔષધિ તરીકે કામ આવે છે. વડને 'ટેટા' નામના લાલ રંગના ફળ આવે છે જે પક્ષીઓનો પ્રિય ખોરાક છે. ઉનાળામાં વડનો છાંયડો વટેમાર્ગુઓને ખૂબ શાંતિ આપે છે.
  • ૬. અંગ્રેજી ફકરાનું વાંચન કરી ગુજરાતીમાં અર્થ કહો:
    The cow is a domestic animal. It is found world-wide in various sizes, shapes and colours. The Cow is a gentle and friendly animal. The cow's milk is a rich source of high quality. ગુજરાતી અર્થ: ગાય એક પાલતુ પ્રાણી છે. તે દુનિયાભરમાં વિવિધ કદ, આકાર અને રંગોમાં જોવા મળે છે. ગાય એક શાંત અને પ્રેમાળ (મિત્રતાપૂર્ણ) પ્રાણી છે. ગાયનું દૂધ ઉચ્ચ ગુણવત્તાવાળા પોષણનો એક સમૃદ્ધ સ્ત્રોત છે.

ભાગ ૩: એકમ કસોટી (મૂલ્યાંકન)

કુલ ગુણ: ૨૫ | વિષય: ગુજરાતી (પલાશ) | ધોરણ: ૭ | પાઠ ૩: અમારી કામધેનુ

એકમ કસોટી - પાઠ ૩

વિષય: ગુજરાતી (પલાશ) કુલ ગુણ: ૨૫
પ્રશ્ન ૧: નીચે આપેલા શબ્દોના અર્થ અને શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. [૫ ગુણ]
(અધ્યયન નિષ્પત્તિ 6.1: અપરિચિત શબ્દોના અર્થની ધારણા કરે છે અને તારવે છે.)
૧. આશકા (શબ્દાર્થ)
૨. સોંઘારત (શબ્દાર્થ)
૩. ટંક (શબ્દાર્થ)
૪. તરતનું જ દોહેલું દૂધ (શબ્દસમૂહ)
૫. પશુના શરીર પર સાધન વડે માલિસ કરવી (શબ્દસમૂહ)
પ્રશ્ન ૨: યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. [૫ ગુણ]
(અધ્યયન નિષ્પત્તિ 2.1: હેતુ અનુસાર વિગતો તારવે છે.)
૧. બોડી ગાય ........... રંગની કાઠિયાવાડી ગાય હતી.
૨. અમારી ગાય ટંકે ........... શેર દૂધ આપતી હતી.
૩. સંક્રાંતિને દિવસે લોકો બોડી ગાયને ........... ખવડાવતા.
૪. બોડીનો ........... સવા વરસનો હતો.
૫. આજે પણ બોડી ગાયની પૌત્રી ........... ધરમપુરમાં જાણીતી છે.
પ્રશ્ન ૩: ભાષાસજ્જતા (વ્યાકરણ) - સૂચના મુજબ કરો. [૫ ગુણ]
(અધ્યયન નિષ્પત્તિ 5.1: ભાષારચનાના ઘટકોનો ઉપયોગ કરી વાક્યરચના કરે છે.)
નીચેના વાક્યોને ભવિષ્યકાળમાં ફેરવો:
૧. પપ્પાએ મને આઇસક્રીમ ખવડાવ્યો હતો.
૨. પપ્પા ખડખડાટ હસી પડ્યા હતા.
નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો:
૩. નિયમિત X ...........
૪. પારકાં X ...........
૫. ગંદુ X ...........
પ્રશ્ન ૪: નીચેના પ્રશ્નોના એક-બે વાક્યમાં ઉત્તર લખો. [૫ ગુણ]
(અધ્યયન નિષ્પત્તિ 3.3: વિગતો વચ્ચેના સંબંધો સમજે છે.)
૧. ગાયનું નામ 'બોડી' કેમ પાડવામાં આવ્યું હતું?
૨. ગાય ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો શું કરતા?
૩. વારતહેવારે ગાયનું પૂજન કોણ કરતું હતું?
૪. બાપુજીના અવસાન પછી લેખકના કુટુંબના ગુજરાનનું સાધન શું હતું?
૫. બોડી ગાયને બાએ ક્યાં દટાવી હતી?
પ્રશ્ન ૫: નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. (કોઈપણ બે) [૫ ગુણ]
(અધ્યયન નિષ્પત્તિ 4.9: વાક્ય કે પંક્તિઓનો સદષ્ટાંત વિચારવિસ્તાર કરે છે.)
૧. લેખકે બોડી ગાયને એમની 'કામધેનુ' તરીકે શા માટે ઓળખાવી હશે?
૨. બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો?
૩. "જાનવરને મમતા આપો, પછી જુઓ એ શું નથી આપતાં !" - આ વાક્ય પાઠના આધારે સમજાવો.

--- Best of Luck ---

પ્રશ્ન ૧: શબ્દાર્થ અને શબ્દસમૂહ

  • ૧. આશકા: દેવની આરતી (આશીર્વાદ લેવા).
  • ૨. સોંઘારત: સોંઘવારી (સસ્તાઈ).
  • ૩. ટંક: નિશ્ચિત સમય.
  • ૪. તરતનું જ દોહેલું દૂધ: શેડકઢું.
  • ૫. પશુના શરીર પર સાધન વડે માલિસ કરવી: ખરેરો કરવો.

પ્રશ્ન ૨: ખાલી જગ્યા પૂરો

  • ૧. સફેદ
  • ૨. આઠ
  • ૩. ઘૂઘરી
  • ૪. ઉબેલ
  • ૫. રમલી ગાય

પ્રશ્ન ૩: ભાષાસજ્જતા (વ્યાકરણ)

  • ૧. પપ્પા મને આઇસક્રીમ ખવડાવશે.
  • ૨. પપ્પા ખડખડાટ હસી પડશે.
  • ૩. નિયમિત X અનિયમિત
  • ૪. પારકાં X પોતાનાં (સ્વજન)
  • ૫. ગંદુ X ચોખ્ખું

પ્રશ્ન ૪: એક-બે વાક્યમાં ઉત્તર

  • ૧. ગાયને શિંગડાં નહોતાં એટલે ઘરમાં સૌએ એનું નામ 'બોડી' પાડેલું.
  • ૨. ગાય ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકી આશકા લેતા.
  • ૩. વારતહેવારે ગામની સ્ત્રીઓ અને કુમારિકાઓ ગાયનું પૂજન કરતી હતી.
  • ૪. બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ કુટુંબના ગુજરાનનું સાધન હતી.
  • ૫. બોડી ગાયને બાએ બાપુની જૂની વાડીમાં જ એક પીપળા નીચે ખાડો ખોદાવીને દટાવી હતી.

પ્રશ્ન ૫: સવિસ્તર ઉત્તર (કોઈ પણ બે)

  • ૧. કામધેનુ શા માટે?: કામધેનુ એટલે ઇચ્છા મુજબનું દૂધ આપનારી ગાય. બોડી ગાય ગમે ત્યારે દૂધની જરૂર પડે, વેળા-કવેળાએ તેને થોડું ઘાસ કે ચંદી ખવડાવો એટલે દોહવા દેતી. આથી લેખકે તેને કુટુંબની કામધેનુ કહી છે.
  • ૨. સ્વચ્છતા: બોડી ગાય પોતાની પીઠ, પગ વગેરે જીભથી ચાટીને ચોખ્ખાં રાખતી. તે ક્યારેય ગંદી જગ્યાએ બેસતી નહિ અને ગંદું કદીય ખાતી નહિ. તે પોતાનાં વાછરડાંને પણ ચાટીને ચોખ્ખાં રાખતી. આ પરથી કહી શકાય કે તેને સ્વચ્છતા ગમતી હતી.
  • ૩. જાનવરને મમતા આપો: જો આપણે અબોલ પ્રાણીઓને પ્રેમ અને હૂંફ આપીએ તો તેઓ પણ વફાદાર રહે છે. પાઠમાં ગાયને ચોર આવવાની જાણ થતાં જ તેણે બરાડા પાડી ઘરના લોકોને જગાડી દીધા હતા અને ચોરને ભગાડ્યા હતા. બાપુજીના અવસાન પછી પણ તેણે જ કુટુંબને પાળ્યું હતું.

Post a Comment

0 Comments