પાઠ ૭: હરિ, ઘરે આવોને ! (લોકગીત)
ધોરણ ૭ | વિષય: ગુજરાતી (પલાશ) | સાહિત્ય પ્રકાર: લોકગીત
🎯 અધ્યયન પદ્ધતિ અને પ્રયુક્તિઓ: સસ્વર અને લયાત્મક સમૂહગાન, રસાસ્વાદ પદ્ધતિ, તળપદા શબ્દોની સમજૂતી પ્રયુક્તિ અને માઇક્રો-ટીચિંગ દ્વારા સમજ ચકાસણી.
આ એક સરસ મજાનું લોકગીત છે. લોકગીતના કોઈ ચોક્કસ રચિયતા (કવિ) હોતા નથી. લોકગીત એટલે લોકોનું, લોકો દ્વારા, લોકો માટે રચાતું ને ગવાતું ગીત. લોકગીતમાં લોકોના આનંદ, ગમા-અણગમા અને સુખ-દુઃખની વાત હૃદયસ્પર્શી રીતે કરવામાં આવતી હોય છે.
આ કાવ્યમાં કોઈ વહાલા મહેમાન (હરિ/વાલમ) ના સ્વાગત માટેની તૈયારીનું વર્ણન ઘણું જ રસપ્રદ રીતે કરવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં 'અતિથિ દેવો ભવ:' ની ભાવના છે, તે આ લોકગીતમાં સ્પષ્ટ દેખાય છે. આ લોકગીતમાં વપરાયેલા તળપદા (ગામઠી) શબ્દોની શક્તિ આપણે જોઈ શકીએ છીએ.
આ કાવ્યમાં કોઈ વહાલા મહેમાન (હરિ/વાલમ) ના સ્વાગત માટેની તૈયારીનું વર્ણન ઘણું જ રસપ્રદ રીતે કરવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં 'અતિથિ દેવો ભવ:' ની ભાવના છે, તે આ લોકગીતમાં સ્પષ્ટ દેખાય છે. આ લોકગીતમાં વપરાયેલા તળપદા (ગામઠી) શબ્દોની શક્તિ આપણે જોઈ શકીએ છીએ.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- લોકગીત એટલે શું? જવાબ: લોકોનું, લોકો દ્વારા, લોકો માટે રચાતું ને ગવાતું ગીત.
- લોકગીતના રચિયતા કોણ હોય છે? જવાબ: લોકગીતના કોઈ ચોક્કસ રચિયતા હોતા નથી, તે લોકસમૂહ દ્વારા રચાય છે.
- લોકગીતમાં કઈ વાતો રજૂ થાય છે? જવાબ: લોકોના આનંદ, ગમા-અણગમા અને સુખ-દુઃખની વાતો.
- આ કાવ્યમાં કોના સ્વાગતની તૈયારીનું વર્ણન છે? જવાબ: હરિ (વાલમ / વહાલા મહેમાન) ના સ્વાગતની.
- આ કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? જવાબ: લોકગીત.
LO 2.1 હેતુ અનુસાર વિગતો તારવે છે.
શેરી વળાવી સજ કરું, ઘરે આવો ને!
આંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘરે આવો ને.
ઉતારા દેશું, ઓરડા ઘરે આવો ને,
દેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવો ને... શેરી.
આંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘરે આવો ને.
ઉતારા દેશું, ઓરડા ઘરે આવો ને,
દેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવો ને... શેરી.
સમજૂતી: અતિથિના આગમન માટે ઘરની શેરી વાળી-ઝૂડીને સાફ (સજ) કરવામાં આવી રહી છે. મહેમાનના સ્વાગતમાં આંગણામાં સુંદર ફૂલો પાથરવાની વાત છે. મહેમાનને રહેવા માટે (ઉતારો આપવા માટે) શ્રેષ્ઠ ઓરડાઓ અને મેડીના મહેલ (મોલ) જેવી સગવડ આપવાનું આમંત્રણ અપાયું છે.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- મહેમાનના સ્વાગતમાં શેરીને શું કરવામાં આવી રહી છે? જવાબ: શેરી વળાવીને (સાફ કરીને) સજ કરવામાં આવી રહી છે.
- આંગણિયે શું પાથરવાની વાત છે? જવાબ: ફૂલ પાથરવાની.
- 'વાલમ' શબ્દ કોના માટે વપરાયો છે? જવાબ: વહાલા અતિથિ / ભગવાન હરિ માટે.
- મહેમાનને ઉતારા (રહેવા) માટે શું આપવામાં આવશે? જવાબ: ઓરડા અને મેડીના મોલ (મહેલ).
- 'મોલ' શબ્દનો અર્થ શું થાય? જવાબ: મહેલ.
LO 8.3 લયાત્મક કાવ્યગાન કરે છે.
દાતણ દેશું દાડમી ઘરે આવો ને,
દેશું દેશું કણે૨ી કાંબ, મારે ઘરે આવો ને... શેરી.
દેશું દેશું કણે૨ી કાંબ, મારે ઘરે આવો ને... શેરી.
સમજૂતી: સવારે ઊઠીને મુખશુદ્ધિ કરવા માટે મહેમાનને દાડમના વૃક્ષની ડાળખીનું મીઠું દાતણ આપવામાં આવશે. આ ઉપરાંત, કરેણના વૃક્ષની ડાળી (કણેરી કાંબ) પણ દાતણ તરીકે અર્પણ કરવાની વાત છે, જેથી મહેમાનને જરાય અગવડ ન પડે.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- સવારની કઈ ક્રિયા માટેની સગવડની વાત છે? જવાબ: દાતણ કરવાની (મુખશુદ્ધિ).
- મહેમાનને કયા વૃક્ષનું દાતણ આપવામાં આવશે? જવાબ: દાડમી (દાડમ) નું.
- દાડમી સિવાય બીજું કયું દાતણ આપવાની વાત છે? જવાબ: કણેરી કાંબ (કરેણની ડાળખી).
- 'કાંબ' શબ્દનો અર્થ શું થાય? જવાબ: ડાળખી અથવા લાકડી.
- આ પંક્તિમાં કયા તળપદા શબ્દો વપરાયા છે? જવાબ: દેશું, દાડમી, કણેરી, કાંબ.
LO 6.1 અપરિચિત શબ્દોના અર્થની ધારણા કરે અને તારવે છે.
નાવણ દેશું કુંડિયું ઘરે આવો ને,
દેશું દેશું જમનાજીનાં નીર, મારે ઘરે આવો ને... શેરી.
દેશું દેશું જમનાજીનાં નીર, મારે ઘરે આવો ને... શેરી.
સમજૂતી: અતિથિને સ્નાન કરવા (નાવણ માટે) સુંદર કુંડીઓ (પાણી ભરવાના વાસણ) આપવામાં આવશે. વળી, સ્નાન કરવા માટે સાદું પાણી નહીં, પરંતુ પવિત્ર યમુના નદીના જળ (જમનાજીનાં નીર) અર્પણ કરવામાં આવશે. આમાં અતિથિ પ્રત્યેનો અહોભાવ અને પવિત્રતાનો ભાવ પ્રગટ થાય છે.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- 'નાવણ' શબ્દનો અર્થ શું થાય છે? જવાબ: સ્નાન કરવું તે.
- સ્નાન માટે પાણી શેમાં આપવામાં આવશે? જવાબ: કુંડિયું (કુંડીઓ) માં.
- મહેમાનના સ્નાન માટે કેવું પાણી અપાશે? જવાબ: પવિત્ર યમુના નદીનું પાણી.
- 'જમનાજીનાં નીર' એટલે શું? જવાબ: યમુના નદીનાં જળ.
- આ પંક્તિમાં યમુના નદીના જળનો ઉલ્લેખ શા માટે થયો છે? જવાબ: અતિથિ (હરિ) પ્રત્યે પવિત્રતા અને આદરભાવ દર્શાવવા.
LO 7.1 ભાવાત્મક સંકેતો ઓળખાવે છે.
ભોજન દેશું લાપસી ઘરે આવો ને,
દેશું દેશું સાકરિયો કંસાર, મારે ઘરે આવો ને... શેરી.
દેશું દેશું સાકરિયો કંસાર, મારે ઘરે આવો ને... શેરી.
સમજૂતી: સ્નાન પછી મહેમાનને ભાવપૂર્વક ભોજન પીરસવામાં આવશે. ભોજનમાં મીઠાઈ તરીકે સ્વાદિષ્ટ 'લાપસી' અને સાકર નાખીને બનાવેલો ગળ્યો 'કંસાર' આપવામાં આવશે. ભારતીય પરંપરામાં કોઈ ખાસ મહેમાન આવે ત્યારે લાપસી કે કંસાર બનાવવાનો રિવાજ છે, જે અહીં દર્શાવાયો છે.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- અતિથિને ભોજનમાં કઈ મીઠાઈ આપવામાં આવશે? જવાબ: લાપસી અને કંસાર.
- કંસાર કેવો છે? જવાબ: સાકરિયો (સાકર નાખીને બનાવેલો મીઠો કંસાર).
- લાપસી અને કંસાર ક્યારે બનાવવામાં આવે છે? જવાબ: કોઈ શુભ પ્રસંગે અથવા ખાસ મહેમાન ઘરે આવે ત્યારે.
- આ પંક્તિ કઈ ભારતીય પરંપરા દર્શાવે છે? જવાબ: અતિથિદેવો ભવ: અને મહેમાનને મીઠાઈ પીરસવાની પરંપરા.
- 'ભોજન દેશું લાપસી' એ પંક્તિમાં કયો ભાવ રહેલો છે? જવાબ: પ્રેમ અને આતિથ્ય સત્કારનો ભાવ.
રમત-દેશું સોગઠી ઘરે આવોને,
દેશું દેશું પાસાની જોડ, મારે ઘરે આવો ને... શેરી.
દેશું દેશું પાસાની જોડ, મારે ઘરે આવો ને... શેરી.
સમજૂતી: ભોજન લીધા પછી બપોરના સમયે અતિથિને કંટાળો ન આવે અને તેમનું મનોરંજન થાય તે માટે રમત રમવાની પણ સગવડ કરી છે. રમત માટે ચોપાટ રમવાની 'સોગઠી' અને સાથે રમવાના 'પાસાની જોડ' પણ આપવામાં આવશે.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- ભોજન પછી અતિથિને સમય પસાર કરવા શું આપશે? જવાબ: રમત રમવા માટેનાં સાધનો.
- રમત રમવા માટે કઈ વસ્તુઓ અપાશે? જવાબ: સોગઠી અને પાસાની જોડ.
- 'સોગઠી' કઈ રમતમાં વપરાય છે? જવાબ: ચોપાટ કે શતરંજ જેવી રમતમાં.
- પાસાની 'જોડ' એટલે શું? જવાબ: પાસાની જોડી (બે પાસા).
- આ પંક્તિ યજમાનની કઈ કાળજી દર્શાવે છે? જવાબ: અતિથિને સહેજ પણ કંટાળો ન આવે અને તેમનું મનોરંજન થાય તે માટેની કાળજી.
પોઢણ દેશું ઢોલિયા, ઘરે આવોને,
દેશું દેશું હિંડોળા ખાટ, મારે ઘરે આવો ને... શેરી.
દેશું દેશું હિંડોળા ખાટ, મારે ઘરે આવો ને... શેરી.
સમજૂતી: દિવસભરની આગતાસ્વાગતા પછી, રાત્રે સૂવા (પોઢણ) માટે આરામદાયક પલંગ (ઢોલિયા) અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, ઝૂલવા માટે હીંચકાવાળો ખાટલો (હિંડોળા ખાટ) પણ આપવામાં આવશે જેથી વહાલા મહેમાન શાંતિથી આરામ કરી શકે.
માઇક્રો-ટીચિંગ પ્રશ્નો ખોલવા અહીં ટચ કરો
- 'પોઢણ' શબ્દનો અર્થ શું થાય? જવાબ: સૂવું તે / આરામ કરવો.
- પોઢણ માટે કઈ વ્યવસ્થા કરવામાં આવી છે? જવાબ: ઢોલિયા (પલંગ) ની.
- 'હિંડોળા ખાટ' એટલે શું? જવાબ: હીંચકાવાળો ખાટલો (ઝૂલાવાળો પલંગ).
- આખા કાવ્યના કેન્દ્રમાં કોણ છે? જવાબ: ઘરે આવનાર અતિથિ (હરિ/વાલમ).
- આ કાવ્ય દ્વારા ગુજરાતની કઈ સંસ્કૃતિનું દર્શન થાય છે? જવાબ: ઉત્તમ આતિથ્ય સત્કાર (મહેમાનગતિ) ની સંસ્કૃતિનું.
LO 2.4 ભાવાત્મક અભિવ્યક્તિનો શાબ્દિક-અશાબ્દિક પ્રતિભાવ આપે છે.
0 Comments