What is an Interjection?
ઇન્ટરજેક્શન એટલે શું? (અંગ્રેજી ગ્રામર)
🔊 સૂચના: કોઈપણ ઉદાહરણના અંગ્રેજી વાક્ય પર ક્લિક કરો અને તેનો સાચો ઉચ્ચાર સાંભળો.
Interjection કોને કહેવાય?
જે શબ્દ વાત કરતાં કરતાં અચાનક વચ્ચે આવી જાય અને લાગણી (Emotions) વ્યક્ત કરે, તેને Interjection કહે છે.
તે વાક્યનો મુખ્ય ભાગ નથી હોતો. જો તેને વાક્યમાંથી હટાવી દઈએ, તો પણ વાક્યનો અર્થ બદલાતો નથી.
👉 Interjection મોટાભાગે વાક્યની શરૂઆતમાં આવે છે અને તેના પછી (!) Exclamation Mark મુકાય છે.
🔥 Quick Revision Trick
Emotion દેખાય = Interjection દેખાય!
Joy (ખુશી) 😀
Hurrah!, Wow!, Yippee!
- Wow! You look amazing. → વાહ! તું અદભુત દેખાય છે.
- Hurrah! We won the match. → હુર્રે! અમે મેચ જીતી ગયા.
- Wow! This place is beautiful. → વાહ! આ જગ્યા સુંદર છે.
Sadness (દુઃખ) 😢
Alas!, Oh no!, Ow!
- Alas! He failed the exam. → અરેરે! તે પરીક્ષામાં નાપાસ થયો.
- Oh no! I forgot my phone. → અરે નહિ! હું મારો ફોન ભૂલી ગયો.
- Alas! The soldier died. → અરેરે! સૈનિક મૃત્યુ પામ્યો.
Pain (દર્દ) 🤕
Ouch!, Ow!
- Ouch! My finger hurts. → આઉચ! મારી આંગળી દુખે છે.
- Ouch! My leg hurts. → આઉચ! મારો પગ દુખે છે.
Surprise (આશ્ચર્ય) 😲
Oh!, Really?, Wow!
- Oh! I didn't know that. → ઓહ! મને તે ખબર ન હતી.
- Really? Is it true? → સાચે જ? શું આ સાચું છે?
Anger (ગુસ્સો) 😡
Ugh!, Damn!, Hey!
- Hey! Don't touch my bag. → એય! મારી બેગને અડતો નહિ.
- Hey! Listen to me. → એય! મારું સાંભળ.
- Oops! I made a mistake. → ઓહ! મેં ભૂલ કરી. (Mistake)
🎯 Interjections Quiz (10 Marks)
નીચે આપેલા વાક્યોમાંથી યોગ્ય Interjection પસંદ કરો.
0 Comments