Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન MCQ | વાર્ષિક પરીક્ષા & જ્ઞાનસાધના (ભાગ-1)

🌍 ધોરણ 6 સામાજિક વિજ્ઞાન: મેગા પ્રશ્નબેંક (ભાગ-1)

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો! આ ભાગ-1 માં આપણે પ્રકરણ 11 (ભૂમિસ્વરૂપો) અને પ્રકરણ 5 (બુદ્ધ અને મહાવીર) ના તમામ 60+ પ્રશ્નો (વિકલ્પો, ખાલી જગ્યા, ખરા-ખોટા, વર્ગીકરણ) ની પ્રેક્ટિસ કરીશું.

📚 જ્ઞાનસાધના મેગા ક્વિઝ 📝

⛰️ એકમ 11: ભૂમિસ્વરૂપો (વૈકલ્પિક પ્રશ્નો)
1. જ્વાળામુખી ફાટતાં પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતાં કયા પ્રકારનો પર્વત બને છે?
2. તમારે ગુજરાતના ભૂમિસ્વરૂપની મુલાકાત લેવી હોય તો નીચે આપેલ સ્થળ પૈકી કયા સ્થળની મુલાકાત લેશો?
3. ઉચ્ચપ્રદેશ માટે: (1) કિંમતી ખનીજો મળે છે. (2) 180 મીટરથી વધુ ઊંચાઈ અને મથાળેથી સપાટ.
4. નીલગીરી : ખંડ પર્વત :: અરવલ્લી : ..............
5. નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી?
6. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને શું કહે છે?
7. નીચેનામાંથી કયું વિધાન ઉચ્ચપ્રદેશોનું મહત્વ દર્શાવતું નથી?
8. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી?
9. ભારતમાં ગંગા યમુનાના મેદાન કયા પ્રકારના મેદાન છે?
10. ગુજરાતમાં આવેલ સૌરાષ્ટ્ર એ કયા ભૂમિસ્વરૂપ તરીકે ઓળખી શકાય?
11. નીચેનામાંથી કયુ વિધાન કિનારાના મેદાન માટે સુસંગત નથી?
12. નીચેનામાંથી કયુ વિધાન ખંડ પર્વત માટે સુસંગત છે?
13. નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી.?
14. નીચેનામાંથી કયુ વિધાન ઉપસાગર માટે સુસંગત છે?
15. દ્વીપકલ્પ માટે: (1) ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન હોય. (2) તે ભૂમિનો લંબાત્મક છેડો છે.
✍️ એકમ 11: ખાલી જગ્યા અને ખરા-ખોટા આધારિત MCQ
16. ઘસારાનાં કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી ___ પર્વત બને છે.
17. ગેડ પર્વતોમાં ઊર્ધ્વ વળાંકને શિખર તરીકે અને અધો વળાંકને _______ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે.
18. પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને _______ ઉચ્ચપ્રદેશ કહે છે.
19. કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિ ભાગથી ઘેરાયેલો હોય તેને ..........કહે છે.
20. બેટ દ્વારકાને ........... પ્રકારના ભૂમિ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે.
21. ખરા-ખોટાં: પનામાની સંયોગીભૂમિ ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટી છે.
22. ખરા-ખોટાં: ઉચ્ચપ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન કપાસની ખેતી માટે અનુકૂળ નથી.
23. ખરા-ખોટાં: પર્વતો જળવિદ્યુત ઉત્પન્ન કરવા માટે ઉપયોગી નથી.
24. ખરા-ખોટાં: ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચપ્રદેશ ખંડીય ઉચ્ચપ્રદેશનું ઉદાહરણ છે.
25. ખરા-ખોટાં: ઇટાલીનો વિસુવિયસ અને જાપાનનો ફ્યુજિયામા અવશિષ્ટ પર્વતનાં ઉદાહરણો છે.
🗂️ એકમ 11: જોડકાં અને વર્ગીકરણ
26. યોગ્ય જોડકાં જોડો:
1. કિનારાના મેદાનa. પશ્ચિમ સાઈબીરિયાનું મેદાન
2. નિક્ષેપણના મેદાનb. ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન
3. ઘસારાના મેદાનc. ગંગા-યમુનાના મેદાન
27. ઉચ્ચપ્રદેશોનું સાચું વર્ગીકરણ કયું છે?
28. મેદાનોનું સાચું વર્ગીકરણ કયું છે?
29. પર્વતોનું સાચું વર્ગીકરણ કયું છે?
🕊️ એકમ 5: શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર
30. તમારે ગૌતમ બુદ્ધના જન્મસ્થળની મુલાકાત લેવી છે તો કયા કયા માર્ગે તમે ત્યાં પહોંચી શકશો?
31. ભારતના નકશામાં કપિલવસ્તુ કઈ દિશામાં આવેલું છે?
32. આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગ્યા વગર બુદ્ધ કે મહાવીરના જન્મસ્થળે જવું હોય તો?
33. ભગવાન બુદ્ધનું જન્મસ્થળ કેવા ભૌગોલિક વિસ્તારમાં આવેલું છે?
34. ટ્રેન દ્વારા ગુજરાતથી મહાવીર સ્વામીના જન્મસ્થળે જવા કયા રાજ્યોમાંથી પસાર થશો?
35. ગૌતમ બુદ્ધની જીવનયાત્રાના સ્થળોનો યોગ્ય ક્રમ કયો છે?
36. ચારેય તરફ શંકુદ્રુમ જંગલો છે, આ કયા મહાપુરુષના જન્મસ્થળની નિશાની છે?
37. મહાવીર સ્વામીના જન્મ અને નિર્વાણ સાથે હાલનુ કયું રાજ્ય જોડાયેલ છે?
38. ઈ.સ. પૂર્વે 566 માં ગૌતમ બુદ્ધનો જન્મ થયો, આ ઘટના આજથી કેટલા વર્ષ પહેલાંની છે?
39. શાળામાં સાથી વિદ્યાર્થીને પૂછ્યા વિના તેનો નાસ્તો કરવો તે કયા વ્રતનો ભંગ છે?
40. મહાવીર સ્વામીના વ્રતોની ઊંડી અસર ભારતના કયા રાષ્ટ્રવાદી નેતાના જીવનમાં જોવા મળે છે?
41. પાલીતાણાની મુલાકાત લેવા તમારે કયા જિલ્લાની મુલાકાત લેવી પડશે?
42. વિધાન 1: સિદ્ધાર્થને જ્ઞાન બોધિગયામાં મળ્યું. વિધાન 2: વર્ધમાનને જ્ઞાન પાવાપુરીમાં મળ્યું.
43. સિદ્ધાર્થ: માયાદેવી :: વર્ધમાન: ............................
44. નીચેનામાંથી કયુ વિધાન ભગવાન બુદ્ધના જીવન સાથે સુસંગત નથી?
45. ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશોમાં કઈ વાત સમાન નહતી?
46. યજ્ઞમાં થતી પશુહિંસાનો વિરોધ કયા સુધારામાં કર્યો છે?
47. બુદ્ધ દ્વારા અપાયેલ પ્રથમ ઉપદેશને શું કહેવાય છે?
✍️ એકમ 5: ખરા-ખોટા અને જોડકાં આધારિત MCQ
48. ખરા-ખોટાં: સારનાથનો સ્તૂપ ₹200 ની નોટ પર જોવા મળે છે.
49. ખરા-ખોટાં: જૂનાગઢમાં ઉપરકોટના કિલ્લામાં બૌદ્ધ ગુફા આવેલી છે.
50. ખરા-ખોટાં: પાવાપુરી બૌદ્ધ તીર્થ બિહારના નાલંદા પાસે આવેલું છે.
51. ખરા-ખોટાં: જૈન ધર્મના 23માં તીર્થંકર પાર્શ્વનાથનો જન્મ કાશીમાં થયો હતો.
52. ખરા-ખોટાં: મહાવીર સ્વામીનો જન્મ કપિલવસ્તુમાં થયો હતો.
53. ખરા-ખોટાં: કોઈને અપશબ્દો બોલી દુઃખી કરવો તે અહિંસા કહેવાય.
54. ખરા-ખોટાં: પંચાયતી રાજમાં સ્ત્રીઓ માટે 50% અનામત ગૌતમ બુદ્ધના ‘સ્ત્રીઓને મહત્વ’ના સુધારાને બંધબેસતો છે.
55. ખરા-ખોટાં: માલિકને પૂછ્યા વિના કેરીઓ પાડવી તે જૈન ધર્મના અસ્તેય વ્રતનો ભંગ છે.
56. ખરા-ખોટાં: મહાવીર સ્વામી જૈન ધર્મના પ્રથમ તીર્થંકર હતા.
57. નીચેના જોડકા જોડો:
1. ગૌતમ બુદ્ધનો સૌપ્રથમ ઉપદેશa. પાવાપુરી
2. મહાવીર સ્વામીનું જન્મસ્થળb. આલાર કલામ
3. મહાવીર સ્વામીનું નિર્વાણસ્થળc. સારનાથ
4. ગૌતમ બુદ્ધના ગુરુd. કંથક
5. ગૌતમ બુદ્ધનો પ્રિય ઘોડોe. કુંડગ્રામ
f. છન્ન
58. મને ઓળખો: ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના બાળપણના નામ અનુક્રમે...
59. મને ઓળખો: ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના પિતાના નામ અનુક્રમે...
60. મને ઓળખો: ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીની માતાના નામ અનુક્રમે...
61. મને ઓળખો: ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીની પત્નીના નામ અનુક્રમે...
62. મને ઓળખો: ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના પુત્ર/પુત્રીના નામ અનુક્રમે...

Post a Comment

0 Comments