Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

Types of Sentences in English Grammar (Gujarati Meaning & Quiz)

Types of Sentences & Structures

વાક્યના પ્રકારો અને તેની રચનાઓ (અંગ્રેજી ગ્રામર)

🔊 સૂચના: કોઈપણ ઉદાહરણના અંગ્રેજી વાક્ય પર ક્લિક કરો અને તેનો સાચો ઉચ્ચાર સાંભળો.

What is a Sentence?

Words નો એવો Group જે Complete Meaning (પૂરો અર્થ) આપે છે, તેને Sentence કહેવાય છે.
✅ I study every day. (અર્થ પૂરો છે)
❌ Because I was late. (અર્થ અધૂરો છે, "તો શું થયું?")

🔥 Memory Trick (A-I-I-E)

પહેલા Sentence વાંચો, પછી ખુદને પૂછો:

1 → શું તે Information આપે છે? = Assertive
2 → શું તે Question પૂછે છે? = Interrogative
3 → શું તે Command/Request છે? = Imperative
4 → શું તેમાં Strong Emotion છે? = Exclamatory

Part 1: 4 Types of Sentences (Meaning ના આધારે)

1. Assertive Sentence 📖

જે વાક્ય માત્ર માહિતી (Information) આપે છે, તેને Assertive અથવા Statement કહેવાય છે.
(સાચું / સત્ય / હકીકત જણાવે છે)
✅ Affirmative (હકાર)
❌ Negative (નકાર)
  • I study every day. → હું રોજ ભણું છું. (હકાર)
  • Delhi is the capital of India. → દિલ્હી ભારતની રાજધાની છે. (હકીકત)
  • We do not play cricket. → અમે ક્રિકેટ રમતા નથી. (નકાર)
💡 છેલ્લે હંમેશા Full Stop (.) આવે છે.

2. Interrogative Sentence ❓

જે વાક્ય પ્રશ્ન (Question) પૂછે છે, તેને Interrogative Sentence કહેવાય છે.
(તેની શરૂઆત Wh Words અથવા Helping Verbs થી થાય છે)
Starts with:
Wh Words: Who, What, When, Where, Why, Which, Whose, Whom, How
Helping Verbs: Is, Am, Are, Do, Does, Did, Can, Will, Should
  • Where do you live? → તમે ક્યાં રહો છો? (Wh-word)
  • Are you ready? → શું તમે તૈયાર છો? (Helping verb)
  • Why are you late? → તમે કેમ મોડા છો?
💡 છેલ્લે હંમેશા Question Mark (?) આવે છે.

3. Imperative Sentence ✋

જે વાક્ય આદેશ (Command), વિનંતી (Request), સલાહ (Advice) કે પરવાનગી (Permission) આપે છે.
અહીં કર્તા (Subject - You) છુપાયેલો હોય છે. વાક્ય સીધું Verb થી શરૂ થાય છે. (દા.ત. Sit down = You sit down).
  • Close the door. → દરવાજો બંધ કરો. (Command)
  • Please help me. → મહેરબાની કરીને મને મદદ કરો. (Request)
  • Take care. → ધ્યાન રાખજો. (Advice)
  • Don't waste time. → સમય બગાડો નહીં. (Suggestion)
💡 આ વાક્યો ટૂંકા (Short), સ્પષ્ટ (Clear) અને Direct હોય છે.

4. Exclamatory Sentence 😲

જે વાક્ય તીવ્ર લાગણીઓ (Strong Emotion) દર્શાવે છે.
(જેમ કે: આશ્ચર્ય, ખુશી, ઉદાસી, ગુસ્સો, ડર).
  • Wow! → વાહ! (આશ્ચર્ય)
  • What a beautiful flower! → કેટલું સુંદર ફૂલ છે! (ખુશી / આશ્ચર્ય)
  • How smart he is! → તે કેટલો હોશિયાર છે!
  • Alas! He is dead. → અરેરે! તે મૃત્યુ પામ્યો. (દુઃખ)
💡 છેલ્લે હંમેશા Exclamation Mark (!) આવે છે.

Part 2: 3 Types of Sentences (Structure ના આધારે)

🔥 સૌથી આસાન Formula

(Main Clause = પૂરો અર્થ આપતું વાક્ય, Dependent Clause = અધૂરો અર્થ આપતું વાક્ય)

1. Simple → 1 Main Clause (એક જ હીરો / એક જ પૂરો વિચાર)
2. Compound → 1 Main + 1 Main (બે હીરો બરાબર - FANBOYS થી જોડાયેલા)
3. Complex → 1 Main + 1 Dependent (એક હીરો અને એક હેલ્પર)

1. Simple Sentence 🦸‍♂️

જેમાં માત્ર એક જ Main Clause હોય. (એક જ Complete Idea આપે).
  • I eat fruits. → હું ફળો ખાઉં છું. (પૂરો અર્થ છે)

2. Compound Sentence 🤝

જેમાં બે બરાબરના (Main Clauses) વાક્યો જોડાયેલા હોય.
Connectors (FANBOYS):
For, And, Nor, But, Or, Yet, So
  • I studied hard, and I passed. → બંને વાક્યો એકલા પૂરો અર્થ આપે છે.
  • I was tired, but I finished my work. → Connector હટાવો તો પણ બંને વાક્યો પૂરા છે.

3. Complex Sentence 🔗

જેમાં એક Main Clause અને એક Dependent Clause જોડાયેલા હોય. (એક પૂરું વાક્ય, બીજું અધૂરું વાક્ય).
Keywords:
because, although, since, if, unless, when, while, after, before, as soon as, who, which, that
  • I stayed home because it was raining. → 'because it was raining' એકલું બોલાય તો અધૂરું લાગે છે.
  • I eat fruits because they are healthy. → 1 Main Clause + 1 Dependent Clause

🎯 Types of Sentences Quiz (10 Marks)

નીચે આપેલા વાક્યોનો સાચો પ્રકાર ઓળખો.

1. I love my country.
2. Can you swim?
3. Please wait here.
4. What a wonderful day!
5. Never give up.
6. Are you serious?
7. She is happy.
8. I eat fruits because they are healthy.
9. I eat fruits and I drink milk.
10. Where do you live?

Post a Comment

0 Comments