Adjectives & Its Types
વિશેષણ અને તેના પ્રકારો (સરળ ગુજરાતી સમજૂતી સાથે)
🔊 સૂચના: કોઈપણ ઉદાહરણના અંગ્રેજી વાક્ય પર ક્લિક કરો અને તેનો સાચો ઉચ્ચાર સાંભળો.
What is an Adjective?
જે શબ્દ કોઈ Noun (નામ) કે Pronoun (સર્વનામ) ની Quality (ગુણ), Quantity (માત્રા), Number (સંખ્યા) દર્શાવે અથવા તેના વિશે વધારાની માહિતી (Extra Information) આપે, તેને Adjective (વિશેષણ) કહે છે.
⭐ Shortcut Trick: Noun વિશે કંઈક Extra બતાવે? ➡️ It's an Adjective!
1. Descriptive Adjective 😃
કોઈ વ્યક્તિ, સ્થળ કે વસ્તુનો ગુણ (Quality) બતાવે.
Beautiful Smart Honest Brave Tall Short
💡 Quality બતાવે → Descriptive Adjective
- Priya is a smart girl. → પ્રિયા કેવી છોકરી છે? = હોશિયાર (Smart)
- This is a beautiful house. → કેવું ઘર છે? = સુંદર (Beautiful)
2. Quantity Adjective 🥛
બતાવે છે કે માત્રા (Quantity) કેટલી છે? (ગણી ન શકાય તેવા માટે)
Some Much Little Enough All
💡 "કેટલું?" (Kitna?) પૂછવાથી જે જવાબ મળે → Quantity Adjective
- I have some milk. → કેટલું દૂધ? = થોડું (Some)
- We have enough water. → કેટલું પાણી? = પૂરતું (Enough)
3. Number Adjective 🏆
ગણી શકાય તેવી વસ્તુઓની સંખ્યા (Count) કેટલી છે?
One Two First Many Few
💡 Count બતાવે → Number Adjective
- Three boys are playing. → કેટલા છોકરાઓ? = ત્રણ (Three)
- She won the first prize. → કયું ઇનામ? = પહેલું (First)
4. Demonstrative Adjective 👉
કોઈ Noun ની તરફ ઇશારો (Point) કરે છે.
This That These Those
💡 Point + Noun → Demonstrative Adjective
- This phone is expensive. → કયો ફોન? = આ (This)
- Those cars are new. → કઈ કારો? = પેલી બધી (Those)
5. Possessive Adjective 🏠
બતાવે છે કે કોઈ વસ્તુ કોની (Ownership / માલિકી) છે.
My Your His Her Our Their
💡 Kiski cheez? → Possessive Adjective
- This is my book. → કોનું પુસ્તક? = મારું (My)
- Their house is very big. → કોનું ઘર? = તેઓનું (Their)
6. Interrogative Adjective ❓
જ્યારે What, Which, Whose કોઈ Noun ની સાથે આવીને પ્રશ્ન પૂછે.
💡 Trick Question + Noun → Interrogative Adjective
- Which book do you want? → 'Which' પછી સીધું noun 'book' છે.
- Whose bag is this? → 'Whose' પછી સીધું noun 'bag' છે.
🎯 Adjectives Quiz (10 Marks)
નીચે આપેલા વાક્યોમાંથી Adjective નો સાચો પ્રકાર ઓળખો.
0 Comments