Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

What is a Pronoun in English Grammar? (Types, Rules & Quiz in Gujarati)

Pronouns & Its Types

સર્વનામ અને તેના 7 પ્રકારો (સરળ ગુજરાતી સમજૂતી સાથે)

🔊 સૂચના: કોઈપણ ઉદાહરણના અંગ્રેજી વાક્ય પર ક્લિક કરો અને તેનો સાચો ઉચ્ચાર સાંભળો.

What is a Pronoun?

જે શબ્દ વારંવાર આવતા કોઈ Noun (નામ) ને રિપીટ થતા અટકાવે છે અથવા નામની જગ્યાએ વપરાય છે, તેને Pronoun (સર્વનામ) કહેવાય છે.

દા.ત. Rahul = He, Priya = She, Dog = It

⭐ Shortcut Trick: નામની જગ્યાએ આવે? ➡️ Then it's probably a Pronoun.

1 Personal Pronoun (વ્યક્તિ/વસ્તુની જગ્યાએ)

આ સર્વનામ કોઈ વ્યક્તિ (person), પ્રાણી (animal) કે વસ્તુ (thing) ના નામની જગ્યાએ વપરાય છે.
I You He She It We They Me Him Her Us Them
💡 Trick: કોઈની જગ્યાએ આવે = Personal Pronoun

📝 Sentence Examples:

  • Rahul is a doctor. He works in a hospital. → He (રાહુલ માટે)
  • Priya is singing. She has a beautiful voice. → She (પ્રિયા માટે)
  • We are learning English together. → We (આપણા બધા માટે)

2 Possessive Pronoun (માલિકી બતાવે)

આ સર્વનામ બતાવે છે કે કોઈ વસ્તુ કોની છે (માલિકી / Ownership).
Mine Yours His Hers Ours Theirs Its Whose
💡 Trick: "કોની વસ્તુ છે?" (Kiski cheez hai?) = Possessive Pronoun

📝 Sentence Examples:

  • This phone is mine. → મારો ફોન છે (Mine)
  • That house is theirs. → તેઓનું ઘર છે (Theirs)
  • The red car is his. → તેની કાર છે (His)

3 Reflexive Pronoun (Self વાળા શબ્દો)

જ્યારે વાક્યનો કર્તા (Subject) અને કર્મ (Object) બંને એક જ વ્યક્તિ હોય, ત્યારે આ સર્વનામ વપરાય છે. (પોતે જ).
Myself Yourself Himself Herself Itself Ourselves Yourselves Themselves
💡 Trick: શબ્દની પાછળ "-self" કે "-selves" દેખાય = Reflexive Pronoun

📝 Sentence Examples:

  • I taught myself English. → મેં મારી જાતને (પોતાને) અંગ્રેજી શીખવ્યું.
  • She baked the cake herself. → તેણીએ પોતે જ કેક બનાવી.
  • They enjoyed themselves at the party. → તેઓએ પોતે પાર્ટીમાં મજા માણી.

4 Demonstrative Pronoun (ઇશારો કરવા)

જે શબ્દ કોઈ વ્યક્તિ કે વસ્તુ તરફ ઇશારો (Point out) કરે.
This That These Those
💡 Trick: આંગળી ચીંધીને "Point" કરો = Demonstrative Pronoun

📝 Sentence Examples:

  • This is my book. → આ (નજીકની એક વસ્તુ માટે)
  • That is my house. → પેલું (દૂરની એક વસ્તુ માટે)
  • These are fresh apples. → આ બધા (નજીકની વધુ વસ્તુઓ માટે)
  • Those are my cars. → પેલા બધા (દૂરની વધુ વસ્તુઓ માટે)

5 Interrogative Pronoun (પ્રશ્ન પૂછવા)

જે શબ્દોનો ઉપયોગ પ્રશ્ન (Question) પૂછવા માટે થાય છે.
Who Whom Whose Which What
💡 Trick: Question પૂછે = Interrogative Pronoun

📝 Sentence Examples:

  • Who is your teacher? → કોણ? (Who)
  • Which is your notebook? → કઈ? (Which)
  • What happened yesterday? → શું? (What)

6 Indefinite Pronoun (અચોક્કસ)

જ્યારે આપણને કોઈ ચોક્કસ (Exact) વ્યક્તિ કે વસ્તુ વિશે ખબર ન હોય (Unknown).
Someone Anyone Everyone Nobody Nothing Everything
💡 Trick: કોઈ અજાણ્યા માટે વપરાય (Unknown) = Indefinite Pronoun

📝 Sentence Examples:

  • Someone is calling you. → કોઈક બોલાવી રહ્યું છે (ખબર નથી કોણ).
  • Everyone enjoyed the party. → બધાએ મજા માણી.
  • Nobody knows the answer. → કોઈ જાણતું નથી.

7 Relative Pronoun (વાક્ય જોડવા)

આ સર્વનામ બે વાક્યોને જોડવાનું (Connect) કામ કરે છે અને તેના પહેલા આવતા Noun સાથે સંબંધ બતાવે છે.
Who Whom Whose Which That
💡 Trick: વાક્યની વચ્ચે આવીને Connect કરે = Relative Pronoun

📝 Sentence Examples:

  • The boy who won the race is my brother. → who (કે જેણે) એ બે વાક્યને જોડ્યા.
  • This is the book that I bought. → that (કે જે) પુસ્તક માટે વપરાયું.
  • She is the girl whose father is a doctor. → whose (કે જેના) સંબંધ બતાવે છે.

🎯 Pronouns Quiz (10 Marks)

નીચે આપેલા વાક્યોમાંથી અંડરલાઈન કરેલા Pronoun નો સાચો પ્રકાર ઓળખો.

1. The boy who won the race is my brother.
2. This is my book.
3. I taught myself English.
4. Who is your teacher?
5. Someone is calling you.
6. That house is theirs.
7. We are learning English together.
8. Everyone enjoyed the party.
9. She baked the cake herself.
10. What happened yesterday?

Post a Comment

0 Comments