Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

ધોરણ 6 ગુજરાતી એકમ 15 'બે રૂપિયા' LO આધારિત ક્વિઝ | Std 6 Palash Unit 15 Quiz

પાઠ ૧૫ : બે રૂપિયા (સંપૂર્ણ સોલ્યુશન)
૧. લેખિકા પરિચય અને વાર્તાનો સાર

લેખિકા પરિચય: વિનોદિની નીલકંઠ જાણીતાં લેખક, અનુવાદક અને શિક્ષણવિદ છે. તેમણે નવલકથા, વાર્તા અને નિબંધો લખ્યાં છે. 'સરદાર', 'નિજાનંદ' અને 'આરસીની ભીતર' તેમનાં પુસ્તકો છે. તેમના 'અંગુલિનો સ્પર્શ' પુસ્તકને પુરસ્કાર મળેલ છે.

વાર્તાનો સાર: આ વાર્તામાં આનંદી નામની એક ગરીબ પણ પ્રામાણિક છોકરીની વાત છે. શાળાના પ્રવાસ માટે તેને બે રૂપિયાની ફી ભરવાની હોય છે, પણ તેના ગરીબ મા-બાપ પાસે પૈસા નથી. તેને દવાખાનામાં બે રૂપિયાની નોટ જડે છે, પણ તે ચોરી કરવા માંગતી નથી અને ડૉક્ટરને પાછી આપી દે છે. ડૉક્ટર તેની ઈમાનદારીથી ખુશ થઈ તેને ઇનામમાં બે રૂપિયા આપે છે. આમ, સત્ય અને ઈમાનદારીનો વિજય થાય છે અને આનંદી પ્રવાસમાં જઈ શકે છે.

૨. શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ

શબ્દાર્થ:

  • ટંક: નક્કી સમય (જમવાનો)
  • ભાથું: મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું
  • ઈસ્પિતાલ: દવાખાનું
  • પૂંજી: દોલત
  • ચિત્ત: મન
  • લક્ષ: ધ્યાન
  • દીનદયાળ: ઈશ્વર (ગરીબ પર દયા કરનાર)
  • ગડમથલ: વિચાર, મથામણ

રૂઢિપ્રયોગ અને વાક્યપ્રયોગ:

  • મોઢું પડી જવું: ઉદાસ થઈ જવું
    વાક્ય: પરીક્ષામાં ઓછા ગુણ આવતાં રાજુનું મોઢું પડી ગયું.
  • હૈયું ભારે થવું: દુઃખ થવું
    વાક્ય: ગરીબની લાચારી જોઈ મારું હૈયું ભારે થઈ ગયું.
  • જીવ બાળવો: ચિંતા કરવી
    વાક્ય: મા બીમાર દીકરા માટે જીવ બાળતી હતી.
  • વહારે ધાવું: મદદ કરવી
    વાક્ય: મુશ્કેલીના સમયે સાચો મિત્ર વહારે ધાય છે.
  • અથથી ઈતિ સુધી: શરૂઆતથી અંત સુધી
    વાક્ય: મેં આખી વાત અથથી ઈતિ સુધી સાંભળી.
  • પગે પાંખો આવવી: ઉત્સાહમાં આવી જવું
    વાક્ય: પ્રવાસમાં જવાની વાત સાંભળીને વિદ્યાર્થીઓના પગે પાંખો આવી ગઈ.
૩. શબ્દસમૂહ અને વાક્યપ્રયોગ

1. એક જાતનું રંગીન કે ભાતીગળ પાથરણું - શેતરંજી

વાક્ય: અમે બગીચામાં શેતરંજી પાથરીને બેઠા.

2. નાસ્તાપાણી સાથે થતી ઉજવણી - ઉજાણી

વાક્ય: રવિવારે અમે મિત્રો સાથે નદી કિનારે ઉજાણી કરી.

૪. વાતચીત (પ્રશ્નોત્તરી)

1. તમારા ઘરમાં કોણ કયા કયા કામ કરે છે?
જવાબ: પપ્પા ઓફિસ જાય છે, મમ્મી ઘરકામ અને રસોઈ કરે છે.

2. તમારે ઘરના કયા કયા કામમાં મદદ કરવી પડે છે?
જવાબ: હું મમ્મીને સફાઈમાં અને વસ્તુઓ લાવવામાં મદદ કરું છું.

3. તમારા પ્રાર્થનાસંમેલનમાં કઈ કઈ જાહેરાત થાય છે?
જવાબ: સુવિચાર, સમાચાર, રજાઓ અને ખોવાયેલી વસ્તુઓની જાહેરાત થાય છે.

4. પ્રવાસે જવા તમારે ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે?
જવાબ: હા, એકવાર બસ મોડી પડતાં અમારે રાહ જોવી પડી હતી.

5. તમને કોઈ વસ્તુ જડે તો તમે શું કરો? કેમ?
જવાબ: હું તે વસ્તુ તેના માલિકને કે શિક્ષકને સોંપી દઉં છું, કારણ કે બીજાની વસ્તુ રાખવી એ ચોરી કહેવાય.

6. તમને ક્યારેય કોઈ વસ્તુ જડી હોય તે વિશે કહો.
જવાબ: એકવાર મને મેદાનમાંથી પેન જડી હતી, જે મેં શિક્ષકને આપી દીધી.

7. તમારી ખોવાયેલી વસ્તુ કોઈએ પરત કરી હોય તે વિશે કહો.
જવાબ: મારી નોટબુક વર્ગમાં રહી ગઈ હતી, જે બીજા દિવસે મારા મિત્રએ મને પાછી આપી.

૫. યોગ્ય વિકલ્પ પસંદ કરો

1. આનંદીનું ઓશીકું ભીંજાવા લાગ્યું. ➡️ આનંદી એકલી-એકલી ઓશીકું ઢાંકી રડતી હતી.

2. આનંદીના પગે પાંખો આવી. ➡️ આનંદીને પ્રવાસે જવાનું નક્કી થતાં રાજી થઈ ગઈ.

3. આનંદીના મગજમાં ગડમથલ ચાલી એટલે... ➡️ આનંદી મનોમંથન (વિચાર) કરવા લાગી.

૬. વાક્ય-ટુકડા જોડો
ભાગ ૧ભાગ ૨સાચું વાક્ય
ડૉક્ટરની ખુરશી નીચેબે રૂપિયાનીએક નોટ પડી હતી.
વાત સાંભળીઆનંદીનુંમોઢું પડી ગયું.
પર્યટનનું નામ સાંભળીવિદ્યાર્થિનીઓખુશાલીમાં આવી ગઈ.
અમદાવાદથીબાલારામબહુ દૂર તો નથી.
આનંદીનાઘરમાં સૌઊંઘી ગયાં હતાં.
૭. કોણ બોલી શકે?

1. આપણે બાલારામ રાત્રીરોકાણ કરવું પડે તેમ છે. ➡️ મુખ્ય શિક્ષિકા

2. આપણે આગગાડીમાં બેસી પ્રવાસે જવાનું છે. ➡️ મુખ્ય શિક્ષિકા

3. પર્યટનમાં જે નહિ જોડાય તેમને રજા રહેશે. ➡️ મોટાંબહેન

4. અરે! આ પર્યટનમાં હું પણ જઈ શકું તો કેવું! ➡️ આનંદી (મનમાં)

5. અરે બેટા! આજે તું ઉદાસ કેમ છે? ➡️ આનંદીની બા

6. મારે પણ આગગાડીમાં બેસવું છે. ➡️ આનંદી (મનમાં)

7. લે આનંદી! આ બે રૂપિયા તું રાખ. ➡️ ડૉક્ટરબાઈ

8. કેમ આનંદી! આજે તો તું બહુ જ ખુશ છે ને! ➡️ મોટાંબહેન

૮. ખરાં-ખોટાં

1. આનંદીના પિતાજી દાક્તરના ત્યાં કામે જતા હતા. ➡️ ખોટું

2. બાલારામમાં વિશાળ સરોવર છે. ➡️ ખોટું

3. બચુની ઉંમર ચોવીસ મહિનાની હતી. ➡️ ખોટું

4. પથારીમાં બેઠા બેઠા આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી. ➡️ સાચું

5. આનંદીના આંસુથી ઓશિકું ભીંજાવા લાગ્યું હતું. ➡️ સાચું

૯. કાળ પરિવર્તન

1. ભક્તિ પ્રવાસે જવા નીકળી. (ભૂતકાળ)

• ભક્તિ પ્રવાસે જવા નીકળે છે. (વર્તમાનકાળ)

• ભક્તિ પ્રવાસે જવા નીકળશે. (ભવિષ્યકાળ)


2. ચાર્મી એના ભાઈને ટપાલ મોકલે છે. (વર્તમાનકાળ)

• ચાર્મીએ એના ભાઈને ટપાલ મોકલી. (ભૂતકાળ)

• ચાર્મી એના ભાઈને ટપાલ મોકલશે. (ભવિષ્યકાળ)


3. બ્રિન્દા પોતાની નાની બેન સાથે નિશાળે જશે. (ભવિષ્યકાળ)

• બ્રિન્દા પોતાની નાની બેન સાથે નિશાળે જાય છે. (વર્તમાનકાળ)

• બ્રિન્દા પોતાની નાની બેન સાથે નિશાળે ગઈ. (ભૂતકાળ)

૧૦. વિરામચિહ્નો

1. પૂર્ણવિરામ (.): પાઠ: "આગગાડીમાં જવાનું છે." | મારું વાક્ય: "હું નિશાળે જાઉં છું."

2. પ્રશ્નચિહ્ન (?): પાઠ: "કેમ બેટા આજે મોઢું પડી ગયું છે?" | મારું વાક્ય: "તમે ક્યાં જાઓ છો?"

3. ઉદ્ગારચિહ્ન (!): પાઠ: "હું જ કમનસીબ છું!" | મારું વાક્ય: "વાહ! કેવું સુંદર દ્રશ્ય!"

4. અવતરણચિહ્ન (" "): પાઠ: "દરેક જણ બે રૂપિયા લાવજો." | મારું વાક્ય: "સત્યમેવ જયતે."

૧૧. પ્રશ્નોના જવાબ

1. કઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ?
જવાબ: પ્રવાસ માટે બે રૂપિયા ફી લાવવાની વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ.

2. આનંદીએ બે રૂપિયાની વાત કોને ન કરી? શા માટે?
જવાબ: આનંદીએ બાને વાત ન કરી કારણ કે બા પાસે પૈસા નહોતા અને તે દુઃખી થાત.

3. આનંદીનાં માતા કુટુંબનું ભરણપોષણ શી રીતે કરતાં હતાં?
જવાબ: સિલાઈકામ કરીને અને ડૉક્ટરના દવાખાને કામ કરીને.

4. આનંદી પોતાની માતાને શી રીતે મદદરૂપ થતી હતી?
જવાબ: ઘરના કામમાં અને પાણી ભરવામાં મદદ કરતી હતી.

5. આનંદીએ ભગવાનને શી પ્રાર્થના કરી?
જવાબ: "હે પ્રભુ, મને ગમે તેમ કરીને બે રૂપિયા અપાવો."

6. આનંદીને બે રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાં શી ગડમથલ ચાલી?
જવાબ: તેને થયું કે આ ચોરી કહેવાય, ભગવાને મારી પરીક્ષા લીધી છે. તેણે નોટ ડૉક્ટરને પાછી આપી.

7. આનંદીને તેની પ્રામાણિકતાનો શો બદલો મળ્યો?
જવાબ: ડૉક્ટરે તેને ઈનામમાં બે રૂપિયા આપ્યા અને શાળામાં તેની ફી માફ થઈ.

૧૨. પત્રલેખન: પ્રવાસનું વર્ણન

પ્રિય મિત્ર,
જય શ્રી કૃષ્ણ. હું અહીં મજામાં છું. ગઈકાલે અમારી શાળામાંથી અમે સાપુતારાના પ્રવાસે ગયા હતા. ત્યાંનું કુદરતી સૌંદર્ય ખૂબ જ સુંદર હતું. અમે ગીરા ધોધ જોયો અને બોટિંગ કરવાની મજા માણી. ત્યાંના બગીચાઓ અને સનસેટ પોઈન્ટ જોવાની ખૂબ મજા આવી. અમે બધાએ સાથે મળીને ભોજન કર્યું અને અંતાક્ષરી રમી. આ પ્રવાસ મારા માટે યાદગાર બની રહ્યો.
તારા માતા-પિતાને મારા પ્રણામ.
લિ. તારો મિત્ર (તમારું નામ)

૧૩. 'બે રૂપિયા' વાર્તા (તમારા શબ્દોમાં)

આનંદી એક ગરીબ પણ સંસ્કારી છોકરી હતી. તેની શાળામાંથી પ્રવાસ યોજાયો હતો, જેના માટે બે રૂપિયા ફી હતી. ગરીબીને કારણે તેની પાસે પૈસા ન હતા. તેણે ભગવાનને પ્રાર્થના કરી. બીજા દિવસે તેને ડૉક્ટરના દવાખાનામાં બે રૂપિયાની નોટ જડી. તેને પહેલાં થયું કે આ ભગવાનની ભેટ છે, પણ પછી તેને લાગ્યું કે આ તો ચોરી કહેવાય. તેણે પોતાની ઈચ્છા દબાવીને તે નોટ ડૉક્ટરને પાછી આપી દીધી. ડૉક્ટર તેની ઈમાનદારી જોઈને ખુશ થયા અને તેને ઈનામમાં બે રૂપિયા આપ્યા. આમ, સાચું બોલવાનો અને ઈમાનદારીનો બદલો મળ્યો અને આનંદી પ્રવાસમાં જઈ શકી.

૧૪. ચર્ચા અને પ્રવૃત્તિ

ચર્ચા:

  • આચાર્યબહેન દ્વારા મદદ: આચાર્યબહેને આનંદીની ગરીબી જોઈને તેને માફી વિદ્યાર્થિની બનાવી અને પુસ્તકોનો ખર્ચ ઉપાડ્યો, જે ખૂબ જ પ્રશંસનીય કાર્ય છે.
  • ડૉક્ટરની મદદ: ડૉક્ટરે આનંદીની પ્રામાણિકતાની કદર કરી તેને આર્થિક મદદ કરી, જેનાથી તે પ્રવાસનો આનંદ માણી શકી.

'ખોયાપાયા' ના ફાયદા:

  • કોઈની ખોવાયેલી વસ્તુ તેને પાછી મળે તો તેને આનંદ થાય છે.
  • વિદ્યાર્થીઓમાં પ્રામાણિકતા અને ઈમાનદારીના ગુણો વિકસે છે.
  • શાળામાં વિશ્વાસનું વાતાવરણ બને છે.
૧૫. ભાષાસજ્જતા (વ્યાકરણ)

નામપદ અને ક્રિયાપદ:

ક્રિયાપદ: વાક્યમાં જે પદ ક્રિયા બતાવે છે. (જેમ કે: રમવું, લખવું, જવું).

નામપદ: વાક્યમાં જે પદ વ્યક્તિ કે પદાર્થ બતાવે છે. (જેમ કે: રમેશ, પાણી, પેન).

ઉદાહરણ: "સોમનાથે ડાયરી ખોલી." (સોમનાથ, ડાયરી = નામપદ | ખોલી = ક્રિયાપદ)

--- પાઠ ૧૫ : બે રૂપિયા (સંપૂર્ણ સોલ્યુશન) ---

Std 6 Gujarati Unit 15 Quiz

નમસ્તે 'એક્ઝામ ગુરુ' ના વિદ્યાર્થી મિત્રો! 🙏

વિનમ્ર સૂચના:
વહાલા વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો, આ ક્વિઝ શરૂ કરતા પહેલા 'બે રૂપિયા' પાઠની સમજૂતીનો આ વિડિયો એક વાર ધ્યાનથી જોવો ખૂબ જ જરૂરી છે. એક વાર વિડિયો જોયા બાદ જ તમે બધા પ્રશ્નોના સાચા જવાબ આપી શકશો.

Post a Comment

0 Comments