Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ ભાગ-5 | જ્ઞાનસાધના & NMMS પરીક્ષા

🌍 ધોરણ 8 સામાજિક વિજ્ઞાન: જ્ઞાનસાધના અને NMMS પ્રશ્નબેંક (ભાગ-5)

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકગણ! Exam No Guru ના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે આપણે સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 8 (સ્વતંત્રતા પછીનું ભારત) અને ભૂગોળના અતિમહત્વના પ્રકરણ 9 (સંસાધન) ના કુલ 32 પ્રશ્નોની ઇન્ટરેક્ટિવ ક્વિઝ રજૂ કરી રહ્યા છીએ.

આધુનિક ભારતનો ઇતિહાસ અને સંસાધનોની સમજૂતી એ મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા અને NMMS માટે ખૂબ જ સ્કોરિંગ વિષય છે.

આ ક્વિઝની વિશેષતાઓ:
  • વૈચારિક અને નકશા આધારિત પ્રશ્નો: ગોખણપટ્ટી વિના સીધી સમજણ માટેની શ્રેષ્ઠ પ્રેક્ટિસ.
  • ઇન્ટરેક્ટિવ અનુભવ: સાચો કે ખોટો વિકલ્પ પસંદ કરતા જ પાઠ્યપુસ્તક આધારિત સચોટ સમજૂતી મળશે.
👇 નીચે આપેલા 32 પ્રશ્નો ધ્યાનથી વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરી તમારું જ્ઞાન ચકાસો! 👇

📚 ધોરણ 8 - સામાજિક વિજ્ઞાન મેગા ક્વિઝ 📝

⛺ એકમ- 8: સ્વતંત્રતા પછીનું ભારત
1. સ્વતંત્રતા સમયે ભારત સરકાર સામે નીચે પૈકી કઈ સમસ્યા નહોતી.?
2. કેન્દ્રશાસિત પ્રદેશ લદાખને અડીને કયા કયા દેશની આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે?
3. જવાહરલાલ નહેરુએ "સમકાલીન ઇતિહાસનું સૌથી નોંધપાત્ર એકીકરણ" કઈ ઘટનાને ગણાવ્યું?
4. ‘સેવન સિસ્ટર્સ સ્ટેટ’ને ઉત્તરથી દક્ષિણ ક્રમમાં ગોઠવો?
5. હૈદરાબાદ રાજ્યના ભારતસંઘના વિલીનીકરણમાં કોની ભૂમિકા મહત્વની હતી?
6. તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલ રાજ્યમાં રહો છો, તો તમે કયા રાજ્યમાં રહેતા હશો.?
7. ભારતમાં હાલની પરિસ્થિતિ મૂજબ રાજ્યો સંદર્ભે કયું વિધાન યોગ્ય છે.?
8. તમે મહાગુજરાત આંદોલનના નેતાઓની યાદી બનાવો છો, તો તમારી યાદીમાં નીચે પૈકી કોનું નામ નહિ હોય?
9. કરાઈકલ :: તમિલનાડુ, યનમ :: ............?
10. રાજ્યના વિભાજન અંગે કયું જોડકું ખોટું છે?
11. પ્રથમ પ્રજાસત્તાક દિનનાં દિવસે નીચેનામાંથી કયો પ્રદેશ ભારત સરકારના શાસન હેઠળ ન હતો?
12. તમે કોલકાતાથી રામેશ્વર દરિયાઈ માર્ગે જઈ રહ્યા છો, તો કયા ફ્રેંચ સંસ્થાનો પ્રથમથી છેલ્લે આવશે?
13. 'સાબરમતી આશ્રમ' ખાતે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે આશ્રમ સાથે ગાંધીજીની કઈ લડત જોડાયેલી છે?
14. નીચેનામાંથી કયું આંદોલન ગુજરાતીઓની માતૃભાષા સાથે જોડાયેલું છે?
15. 'Seven Sisters State' તરીકે ઓળખાતા રાજ્યો ગુજરાતથી કઈ દિશા તરફ આવેલા છે?
16. આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કયા વૃત પર સૂર્યના કિરણો સીધા પડે છે?
17. પાકિસ્તાન માંથી નિરાશ્રિતો રેલવે કે સડક માર્ગે હાલના ભારતના કયા રાજ્યમાં સૌથી પહેલા આવ્યા હશે?
18. પોર્ટુગીઝ રાષ્ટ્રપતિ એક દિવસની ગુજરાત મુલાકાતે છે, તેમને ઓછા સમયમાં નીચે પૈકી કોઈ પણ બે પ્રાચીન પોર્ટુગીઝ સંસ્થાનોની મુલાકાત લેવી છે, તો તેઓ કયા સંસ્થાનો પસંદ કરશે?

💡 Exam No Guru ખાસ ભલામણ 💡

વિચાર્યા વગરના જવાબો ન આપો, દરેક વિકલ્પ પાછળનું તર્ક સમજો!

જ્ઞાનસાધના અને NMMS પરીક્ષાના મેરિટમાં આવવા માટે પ્રેક્ટિસ ચાલુ રાખો!
⛺ એકમ- 9: સંસાધન (ભૂગોળ)
19. (1) અક્ષયશીલ સંશાધન તરીકે નીચેનામાંથી કઈ ઊર્જા ઉપયોગી નથી?
20. (2) "ખનિજતેલ માનવનિર્મિત વિરલ સંશાધન છે." ઉપરોક્ત વિધાન સંદર્ભે નીચેનામાંથી કયો શબ્દ વિરોધાભાસ દર્શાવે છે?
21. (3) એકલ સંશાધન - ક્રાયોલાઈટ- ......  - યુરોપ. ઉપરોક્ત શૃંખલા પૂર્ણ કરવા નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
22. (4) વિતરણ ક્ષેત્રો કે પ્રાપ્તિ સ્થાનોને આધારે સંશાધનોના પ્રકારની અને ઉદાહરણની જોડ બનાવી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1) સર્વસુલભ સંશાધન I) ગોચરભુમી
2) એકલ સંશાધન II) યુરેનિયમ
3) વિરલ સંશાધન III) નાઈટ્રોજન
4) સામાન્ય સુલભ સંશાધન IV) ક્રાયોલાઈટ
23. (5) કાર્બન મોનોક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ જેવા વાયુ શેના માટે જવાબદાર છે?
24. (6) રણ પ્રદેશો, ગાઢ વનો અને પર્વતીય ભુપૃષ્ટ ધરાવતા ક્ષેત્રો વસ્તીગીચતા પર શું અસર કરે છે?
25. (7) પૃથ્વી પર લગભગ 3/4 ભાગ પર પાણી અને લગભગ 1/4 ભાગ પર ભૂમિ છે. આ વિધાનનું તમે શું અર્થઘટન કરશો?
26. (8) જળતંગી માટે જવાબદાર પરિબળોમાં નીચેનામાંથી કયું પરિબળ અયોગ્ય છે?
27. (9) વૃક્ષો અને ઝાડીયોથી આચ્છાદિત વિશાળ ભૂ-ભાગ એટલે....
28. (10) જીવાવરણમાં એક સજીવનું બીજા સજીવ સાથે પરસ્પર જોડાણ કરી અસ્તિત્વ ટકાવી રાખવું એટલે.....
29. (11) સોલાર કુકર, સોલાર હીટર, સોલાર કાર જેવા સાધનો જે ઊર્જા મારફતે કાર્યરત થાય છે તે ઊર્જા કેવા પ્રકારનું સંશાધન છે?
30. (12) વન્યજીવોના અસ્તિત્વ સામે સંકટ અને આબોહવા પરિવર્તન માટે મુખ્ય જવાબદાર પરિબળ નીચેનામાંથી કયું છે?
31. (13) જળ સંશાધનના સંરક્ષણ માટે લાગુ પડતા વિધાનોમાં કયું વિધાન અસંગત છે?
32. (14) નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ કરવાથી તમે સંશાધનનું સંરક્ષણ કરી શકશો?

Post a Comment

0 Comments