Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ ભાગ-6 | જ્ઞાનસાધના & NMMS પરીક્ષા

🌍 ધોરણ 8 સામાજિક વિજ્ઞાન: જ્ઞાનસાધના અને NMMS પ્રશ્નબેંક (ભાગ-6)

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકગણ! Exam No Guru ના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનના અતિમહત્વના પ્રકરણ 10 (ખનિજ અને ઊર્જા-સંસાધન) અને પ્રકરણ 11 (ખેતી) ના કુલ 47 પ્રશ્નોની ભવ્ય ક્વિઝ રજૂ કરી રહ્યા છીએ.

ભૂગોળ અને અર્થશાસ્ત્રના આ બંને પ્રકરણો મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા અને NMMS માટે અત્યંત સ્કોરિંગ છે. ખાસ કરીને ખેતીના પ્રકારો, પાકો અને સિંચાઈ પદ્ધતિમાંથી અનેક પ્રશ્નો પૂછાય છે.

આ ક્વિઝની વિશેષતાઓ:
  • ચિત્ર અને નકશા આધારિત પ્રશ્નો: આકૃતિ અને ભારતનો નકશો જોઈને સાચો જવાબ ઓળખવાની વિશેષ પ્રેક્ટિસ.
  • ઇન્ટરેક્ટિવ અનુભવ: સાચો કે ખોટો વિકલ્પ પસંદ કરતા જ પાઠ્યપુસ્તક આધારિત સચોટ સમજૂતી.
👇 નીચે આપેલા 47 પ્રશ્નો ધ્યાનથી વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરી તમારું જ્ઞાન ચકાસો! 👇

📚 ધોરણ 8 - સામાજિક વિજ્ઞાન મેગા ક્વિઝ 📝

⛺ એકમ- 10: ખનિજ અને ઊર્જા- સંસાધન
1. આપણા દેશમાં સૌર ઉર્જા મેળવવાની બાબતમાં અગ્રણી રાજ્ય કયું છે?
2. સંરચનાને આધારે ખનીજ ને કેટલા પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે છે?
3. તમે તમારી નોટબુકમાં પેન્સિલ વડે આકૃતિ દોરો છો. પેન્સિલમાં દેખાતા કાળા પદાર્થને ખનીજ કહી શકાય?
4. પેટ્રોલિયમ એ શું છે?
5. નીચેનામાંથી કઈ બાબત તમારા ઘરે ઊર્જા બચાવવા માટે યોગ્ય નથી?
6. પેટ્રોલિયમને કાળું સોનું કહે છે કારણ કે તે....
7. ખનીજ બચાવવાનો સૌથી સરળ રસ્તો કયો છે?
8. દરિયાકિનારે કઈ ઉર્જા સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય?
9. ખનીજ શું છે?
10. યોગ્ય જોડ બનાવો:
A. ધાતુમય ખનીજ1. રૂપાંતરિત ખડક
B. અધાતુમય ખનીજ2. નિક્ષેપકૃત ખડક
C. કોલસો3. જળકૃત ખડક
D. ખનીજતેલ4. પ્રસ્તર ખડક
11. ભૂતાપીય ઊર્જા ક્યાંથી પ્રાપ્ત થાય છે?
12. નીચેનામાંથી કઈ ઉર્જા ફરીથી ટૂંકા ગાળામાં પ્રાપ્ત કરી શકાતી નથી?

💡 Exam No Guru ખાસ ભલામણ 💡

ભૂગોળ ગોખવાનો વિષય નથી, સમજવાનો વિષય છે!

દરરોજ ક્વિઝ સોલ્વ કરો અને NMMS પરીક્ષામાં ઉત્તીર્ણ થાઓ!
⛺ એકમ- 11: ખેતી
13. (1) નીચે પૈકી કઈ જોડ યોગ્ય નથી ?
14. (2) રેતાળ અને ગોરાડુ જમીન, મધ્યમ તાપમાન, ઓછો વરસાદ અને પૂરતો સૂર્યપ્રકાશ વગેરે કયા પાક માટેની પ્રાથમિક આવશ્યકતા છે ?
15. (3) કાળી જમીનના સંદર્ભે નીચે પૈકી ક્યું વિધાન યોગ્ય નથી ?
16. (4) નીચેનામાંથી કોનો ખેતીમાં સમાવેશ થાય છે ?
  • 1. અનાજ
  • 2. તેલીબિયાં
  • 3. કઠોળ
  • 4. પશુપાલન
17. (5) ભારત દેશની આશરે 2/3 વસ્તી હજુ પણ ખેતી પર નિર્ભર છે. ખેતીના કોઇક પાક ખોરાક માટે તો વળી કોઇક પાક ઉદ્યોગ-ધંધામાં કામ આવે છે. ઉપર દર્શાવેલ બંને કથનને આધારે ભારતમાં ખેતી વિશે કહી શકાય કે...
18. (6) નીચેનામાંથી કૃષિતંત્રનું અગત્યનું રોકાણ ક્યુ છે ?
  • 1. ખાતર
  • 2. મશીનરી
  • 3. બીજ
  • 4. મજૂર
19. (7) મને ઓળખો: મારો ઉપયોગ વનસ્પતિજન્ય કીટનાશકોમાં થતો નથી.
20. (8) વંશ નીચે જણાવેલ જમીન અને તેની વિશેષતા અંગે મૂંઝવણ અનુભવે છે. જમીન અને વિશેષતાને યોગ્ય રીતે જોડી વંશને મદદ કરો.
1. કાંપની જમીનa. ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોનો સંગ્રહ
2. પીટ પ્રકારની જમીનb. સ્તર પાતળું અને અપરિપક્વ
3. પર્વતીય જમીનc. ચીકણી, કસવાળી અને ભેજ-સંગ્રહણ શક્તિ વધારે
4. કાળી જમીનd. ઓછી ફળદ્રુપ અને દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે
5. રણપ્રકારની જમીનe. નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપ
21. (9) સફરજન : બાગાયતી ખેતી :: ડાંગર : ............?
22. (10) જો તમને 'કૃષિક પાક, લૉન, કુદરતી ઢોળાવો, ગોલ્ફકૉર્સ જેવા વિસ્તારોમાં વધુ ઉપયોગી સિંચાઈ પદ્ધતિ' વિશે પૂછવામાં આવે તો તમે નીચેનામાંથી કઈ સિંચાઈ પદ્ધતિ અપનાવવાની સલાહ આપશો ?
23. (11) બાજરીનું સૌથી વધુ ઉત્પાદન : રાજસ્થાન :: કપાસનું સૌથી વધુ ઉત્પાદન : ............?
24. (12) તમારો મિત્ર ખેતી કરવા ઇચ્છે છે. ખેતીની ક્રિયાઓના ક્રમ વિશે તે મૂંઝવણ અનુભવે છે. ખેતીની ક્રિયાઓનો યોગ્ય ક્રમ ઓળખી તેને મદદ કરો.
25. (13) નીચેનામાંથી કઈ સિંચાઈ પદ્ધતિનો મુખ્ય ધ્યેય બાષ્પીભવન ઓછું કરવાનો છે ?
26. (14) જો તમે આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતાં ક્ષેત્રોમાં ફરી રહ્યા છો તો ત્યાં ક્યા પ્રકારની જમીન જોવા મળશે ?
27. (15) જૈવિક કીટનાશક- જીવાણુઓ(બૅક્ટેરિયા) સંદર્ભે નીચે પૈકી ક્યું વિધાન યોગ્ય છે ?
  • 1. જીવાણુઓમાં બેસીલસ જાતિના જીવાણુઓ મોખરે છે.
  • 2. તે ઉપદ્રવી જીવાતોમાં જુદા-જુદા રોગ લાગુ પાડે છે.
  • 3. જીવાણુ આધારિત જૈવિક કીટનાશક એ એક જાતનું હદયવિષ છે.
  • 4. જૈવિક કીટનાશકોમાં જીવાણુઓ લગભગ 90% હિસ્સો ધરાવે છે.
28. (16) ગુજરાતમાં લગભગ 50% કરતાં વધુ વિસ્તારમાં ક્યા પ્રકારની જમીન જોવા મળે છે ?
29. (17) નીચે દર્શાવેલ ચિત્ર કયા પ્રકારની સિંચાઈ પદ્ધતિ દર્શાવે છે ?

30. (18) કાળી જમીન, વધારે ગરમી, ઓછો વરસાદ વગેરે કયા પાક માટેની પ્રાથમિક આવશ્યકતા છે ?
31. (19) કયા પ્રકારની ખેતીમાં ખાતર અને કુદરતી કીટનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે, અને પાકની ઉપજ વધારવા માટે કોઇપણ પ્રકારનું આનુવંશિક રૂપાંતરણ (Genetic Modification) નથી કરવામાં આવતું ?
32. (20) કપાસની ખેતી માટે ઉષ્ણ તાપમાન, હળવો વરસાદ, ઝાકળ, હિમ રહિત દિવસ અને સૂર્યપ્રકાશવાળા દિવસની જરૂરિયાત હોય છે. નીચેનામાંથી કયો દેશ આ આવશ્યકતા પૂરી કરતો હશે ?
33. (21) ખેતી કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે ?
34. (22) નીચે આપેલ વિધાનોની યોગ્યતા ચકાસો.
  • વિધાન-1: નહેરોનાં પાણીનો સિંચાઈ માટે સતત ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે.
  • વિધાન-2: ચેકડેમ બાંધવાથી કૂવા અને બોરનાં તળ ઊંચા આવે છે.
35. (23) ખુશી કૃષિતંત્રની ઊપજ અંગે મૂંઝવણ અનુભવે છે. નીચેનામાંથી કોનો સમાવેશ કૃષિતંત્રની ઊપજ અંતર્ગત થાય છે તે જણાવી ખુશીને મદદ કરો.
  • 1. પાક
  • 2. ઊન
  • 3. ડેરી
  • 4. મરઘાઉછેર
36. (24) પડખાઉ જમીન સંદર્ભે નીચે પૈકી ક્યું વિધાન યોગ્ય નથી ?
  • 1. તેનો પીળો રંગ લોહ ઑક્સાઈડને કારણે હોય છે.
  • 2. એ સખત થઈ જાય ત્યારે આવી પરિસ્થિતિમાં એ જમીન ખેતીયોગ્ય થાય છે.
  • 3. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધુ હોવાથી આ જમીન વધુ ફળદ્રુપતા ધરાવે છે.
  • 4. ઓછા વરસાદને કારણે ઓછા ધોવાણનાં ક્ષેત્રોમાં આ જમીન તૈયાર થાય છે.
37. (25) આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોનાં સંગ્રહથી બને છે. આ જમીન વર્ષાઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે. તેમાં ક્ષારીય અને જૈવિક પદાર્થોની અધિકતા હોય છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રોમાં જોવાં મળે છે. અહીં દર્શાવેલ કથનને આધારે જમીનનો પ્રકાર ઓળખો.
38. (26) જો તમે દેવદાર, ચીડ અને પાઈનનાં વૃક્ષોનાં વિસ્તારમાં ફરી રહ્યા છો તો ત્યાં ક્યા પ્રકારની જમીન જોવા મળશે ?
39. (27) જીવનનિર્વાહ ખેતી સંદર્ભે નીચે પૈકી ક્યું વિધાન યોગ્ય નથી ?
40. (28) જમીનનું બંધારણ દર્શાવતી આકૃત્તિનું અવલોકન કરો. ખેતી માટે સૌથી ઉત્તમ સ્તર ક્યું છે?

41. (29) આ આધુનિક ખેતપદ્ધતિ છે. તેમાં સિંચાઈની સુવિધાઓ, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. આ ખેતીમાં રોકડિયા પાકનું વાવેતર વધારે કરાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ અપવામાં આવે છે. અહીં દર્શાવેલ કથનને આધારે જમીનનો પ્રકાર ઓળખો.
42. (30) જય નીચે જણાવેલ ખેતીના પ્રકાર અને તેની વિશેષતા અંગે મૂંઝવણ અનુભવે છે. ખેતીના પ્રકાર અને વિશેષતાને યોગ્ય રીતે જોડી જયને મદદ કરો.
1. બાગાયતી ખેતીa. બગીચાની પદ્ધતિએ સારસંભાળ લઈને થતી ખેતી
2. આર્દ્ર ખેતીb. ધાન્ય પાકનું વાવેતર વધારે
3. સઘન ખેતીc. વરસાદનું પ્રમાણ ઓછું છે તેવાં વિસ્તારોમાં ખેતી
4. સૂકી ખેતીd. રોકડિયા પાકનું વાવેતર વધારે
5. જીવનનિર્વાહ ખેતીe. વરસાદનું પ્રમાણ વધુ છે તેવાં વિસ્તારોમાં ખેતી
43. (31) આ પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલાં ખેતરોમાં થાય છે. આ પાકની ખેતીમાં મશીનોથી કામ ચાલી ન શકે, તેની ખેતી માટે વધુ માણસોની જરૂર પડે છે. અહીં દર્શાવેલ કથનને આધારે પાકને ઓળખો.
44. (32) નીચે દર્શાવેલ ચિત્ર કયો પાક દર્શાવે છે ?

45. (33) આપેલા ભારતના નકશાનું અવલોકન કરો. નકશામાં દર્શાવેલ કાળા ભાગમાં સૌથી વધુ કયો પાક લેવાય છે ?

46. (34) જય નીચે જણાવેલ ખેતીના પ્રકાર અને તેની વિશેષતા અંગે મૂંઝવણ અનુભવે છે. ખેતીના પ્રકાર અને વિશેષતાને યોગ્ય રીતે જોડી જયને મદદ કરો.
1. સેરીકલ્ચરa. મત્સ્યપાલન
2. પિસીકલ્ચરb. દ્રાક્ષની ખેતી
3. વિટિકલ્ચરc. બાગાયતી ખેતી
4. હૉર્ટીકલ્ચરd. રેશમ ઉત્પાદન
47. (35) નીચે આપેલ વિધાનોની યોગ્યતા ચકાસો.
  • વિધાન-1: બે હરોળ વચ્ચે જગ્યા ધરાવતા પાકોમાં ફુવારા સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે.
  • વિધાન-2: ટૂંકાગાળે વવાતા પાકોમાં ટપક સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે.

Post a Comment

0 Comments