Header Ads Widget

🚀 Exam Guru
NMMS • CET • PSE • GYAN SADHANA

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ ભાગ-7 | જ્ઞાનસાધના & NMMS પરીક્ષા

🌍 ધોરણ 8 સામાજિક વિજ્ઞાન: જ્ઞાનસાધના અને NMMS પ્રશ્નબેંક (ભાગ-7)

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકગણ! Exam No Guru ના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન (ભૂગોળ) ના ખૂબ જ મહત્વના પ્રકરણ 12 (ઉદ્યોગ) અને પ્રકરણ 13 (માનવ-સંસાધન) ના કુલ 39 પ્રશ્નોની શાનદાર ક્વિઝ લઈને આવ્યા છીએ.

આધુનિક ઉદ્યોગોના કેન્દ્રો, વસ્તી ગીચતા, અને સાક્ષરતા દર જેવા વિષયો મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા અને NMMS માટે અતિ-સ્કોરિંગ છે. આ ક્વિઝ દ્વારા તમે તમારા જ્ઞાનનું સચોટ મૂલ્યાંકન કરી શકશો.

આ ક્વિઝની વિશેષતાઓ:
  • વૈચારિક પ્રશ્નો: ગોખણપટ્ટી વિના સીધી સમજણ માટેની શ્રેષ્ઠ પ્રેક્ટિસ.
  • ઇન્ટરેક્ટિવ અનુભવ: સાચો કે ખોટો વિકલ્પ પસંદ કરતા જ પાઠ્યપુસ્તક આધારિત સચોટ સમજૂતી મળશે.
👇 નીચે આપેલા 39 પ્રશ્નો ધ્યાનથી વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરી તમારું જ્ઞાન ચકાસો! 👇

📚 ધોરણ 8 - સામાજિક વિજ્ઞાન મેગા ક્વિઝ 📝

🏭 એકમ- 12: ઉદ્યોગ
1. નીચેનામાંથી ઉદ્યોગોના સ્થાનીકરણ પર કયા પરિબળો અસર કરે છે?
  • (1) કાચામાલની ઉપલબ્ધતા
  • (2) વીજળીની સુવિધાનો અભાવ
  • (3) બજારની ઉપલબ્ધતા
  • (4) પરિવહનની સુવિધા
2. કૃષિ આધારિત ઉદ્યોગ : સુતરાઉ કાપડ ઉદ્યોગ :: ખનીજ આધારિત ઉદ્યોગ : ............?
3. ઉત્તર અમેરિકામાં કઈ પર્વતમાળા નજીક સિલિકોન વેલી આવેલી છે?
4. નીચેનામાંથી કયા માનવનિર્મિત રેસા છે?
5. સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ : સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા :: ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ : ............?
6. મુંબઈ પછી ભારતમાં બીજું સૌથી મોટું સુતરાઉ કાપડ નિર્માતા નગર કયું છે?
7. નીચેનામાંથી ભારતના ઔદ્યોગિક પ્રદેશો માટે કઈ જોડ સાચી નથી?
8. નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે?
9. મને ઓળખો : હું જાપાનનું કાપડ ઉત્પાદનનું મહત્વપૂર્ણ કેન્દ્ર છું.
10. ઈ. સ. 1854 માં ભારતમાં પહેલી સફળ યાંત્રિક કાપડ - મિલની સ્થાપના કયા સ્થળે થઈ હતી?
  • (1) લુધિયાણા
  • (2) કોલકાતા
  • (3) પૂણે
  • (4) મુંબઈ
11. ધારો કે તમારા મિત્ર કાપડઉદ્યોગના માલિક છે, તો નીચેનામાંથી ક્યો પાક કાપડઉદ્યોગ માટે મહત્ત્વપૂર્ણ કાચો માલ છે જે તમારા મિત્ર તેના ઉદ્યોગ માટે ખરીદી કરશે?
12. પશુ આધારિત ઉદ્યોગ : માંસ ઉદ્યોગ :: વન આધારિત ઉદ્યોગ : ............?
13. મને ઓળખો : મને 'ભારતના માન્ચેસ્ટર' તરીકે ઓળખ મળી હતી.
14. નીચે આપેલ મુખ્ય કેન્દ્રોને તેની યોગ્ય વિગતો સાથે જોડો.
1. ઓસાકાa. ભારતનું માન્ચેસ્ટર
2. અમદાવાદb. ભારતનું લોખંડ - પોલાદ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર
3. પિટ્સબર્ગc. જાપાનનું મહત્વપૂર્ણ કાપડ ઉત્પાદનનું કેન્દ્ર
4. જમશેદપુરd. માહિતી તકનીકી ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર
5. બેંગલૂરુe. સયુંકત રાજ્ય અમેરિકાનું લોખંડ - પોલાદનું કેન્દ્ર
15. નીચેનામાંથી કયું કેન્દ્ર સ્ટીલ ઉત્પાદક નથી?
  • (1) જયપુર
  • (2) જમશેદપુર
  • (3) ભીલાઈ
  • (4) દુર્ગાપુર
16. નીચેનામાંથી કયો ઉદ્યોગ સમુદ્ર આધારિત છે?
17. સહકારી ક્ષેત્રના ઉદ્યોગ : આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ :: સયુંકત ક્ષેત્રના ઉદ્યોગ : ............?
18. સયુંકત રાજ્ય અમેરિકાના લોખંડ - પોલાદ ઉદ્યોગના મહત્વના કેન્દ્ર પિટ્સબર્ગને કઈ નદીઓ દ્વારા જળ - જથ્થો પ્રાપ્ત થાય છે?
19. માહિતી ટેકનોલોજી ઉદ્યોગની મુખ્ય ધરી સંદર્ભે કેલિફોર્નિયા : સિલિકોનવેલી :: ભારત : ............?
20. ભારતમાં સુવર્ણરેખા અને ખરકઈ નદીઓ કયા રાજ્યમાં આવેલી છે?

💡 Exam No Guru ખાસ ભલામણ 💡

વિચાર્યા વગરના જવાબો ન આપો, દરેક વિકલ્પ પાછળનું તર્ક સમજો!

જ્ઞાનસાધના અને NMMS પરીક્ષાના મેરિટમાં આવવા માટે પ્રેક્ટિસ ચાલુ રાખો!
👥 એકમ- 13: માનવ-સંસાધન
21. (1) રાષ્ટ્રનુ સૌથી મોટુ સંસાધન ક્યુ ગણાય છે?
22. (2) ક્યા પ્રદેશમાં વસ્તી-ગીચતા ઓછી જોવા મળશે?
23. (3) રાણાવાડા ગામમાં 7 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ 7000 છે તેમાંથી 6300 વ્યક્તિ સાક્ષર છે, તો આ ગામનો સાક્ષરતા દર શું હશે?
24. (4) જો કોઈ ગામનો સાક્ષરતાદર 83.38 % હતો તો તે સમયે નિરક્ષરોની ટકાવારી કેટલી હશે?
25. (5) સાક્ષરતાની દ્રષ્ટિએ ક્યુ વિધાન યોગ્ય છે?
  • 1. 7 વર્ષ કે તેનાથી વધુ વયજૂથની કોઈપણ વ્યક્તિ કોઈપણ એક ભાષા વાંચી-લખી સમજી શકે તો તે સાક્ષર કહેવાય
  • 2. ભારતનો સાક્ષરતા દર 5 % (વર્ષ- 1901) થી વધીને 74.04 (વર્ષ- 2011) થઈ ગયો છે.
26. (6) વર્ષ 2011 મુજબ ભારતનું સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે ?
27. (7) દેશની અડધાથી વધુ વસ્તી ક્યા રાજ્યોમાં વસવાટ કરે છે?
28. (8) ક્યા વિસ્તારમાં વધુ વસ્તી જોવા મળે છે?
29. (9) વસ્તી વિતરણ પર અસર કરતાં પરિબળ ક્યુ છે ?
  • (1) ભૌગોલિક પરિબળ
  • (2) આર્થિક પરિબળો
  • (3) સામાજિક- સાંસ્કૃતિક પરિબળ
30. (10) નીચે આપેલ વર્ષ 2011 મુજબ સાક્ષરતા દરની વિગતો સાથે જોડો.
1. ગુજરાત સાક્ષરતા દરa. 74.04
2. ભારત સાક્ષરતા દરb. 63.82
3. કેરલ સાક્ષરતા દરc. 79.31
4. બિહાર સાક્ષરતા દરd. 93.91
31. (11) માન્ય જે વિસ્તારમાં વસવાટ કરે છે ત્યાં ભારતનું સૌથી વધુ સાક્ષરતા પ્રમાણ છે તો તે ક્યા વિસ્તારમાં વસવાટ કરતો હશે?
32. (12) વિશ્વમાં સૌથીવધુ વસ્તીગીચતા ક્યા વિસ્તારમાં છે?
33. (13) તમે ભારતમાં પ્રવાસ કરતાં હોય તો ક્યાં વિસ્તારમાં ગીચવસ્તી જોવા મળશે?
34. (14) વસ્તીગીચતાની દ્રષ્ટિએ ચડતાથી ઉતરતા (વધુથી ઓછા) ક્રમમાં રાજયોની ગોઠવણી કરો?
35. (15) નીચે આપેલ સ્થળોમાં કયા વિસ્તારમાં ગીચ વસ્તી જોવા મળે છે?
36. (16) તમે રણપ્રદેશમાં ફરવા માટે નીકળ્યા છો તો તમને ત્યાં વસ્તીગીચતા બાબતે કયું વિધાન સાચું લાગશે?
37. (17) વિશ્વની 60 % વસ્તી કેટલા દેશોમાં વસવાટ કરે છે?
38. (18) વસ્તીગીચતા માટેનું ક્યુ સૂત્ર યોગ્ય છે?
39. (19) વર્ષ 2011 મુજબ ભારતની વસ્તીગીચતા કેટલી છે ?

Post a Comment

0 Comments